Search

સર્ચમાં આવ્યું મોટું પરિવર્તન

હમણાં હમણાં ગૂગલે તેની સર્ચ ટેકનોલોજીમાં એક મોટો ફેરફાર કર્યો છતાં આપણા જેવા અસંખ્ય લોકો રોજે રોજ ગૂગલ સર્ચનો ઉપયોગ કરતા હોવા છતાં આ ફેરફાર લગભગ કોઈના ધ્યાનમાં આવ્યો નહીં હોય! તમને ખ્યાલ હોય તો છેક ૨૦૧૦માં ગૂગલે તેના સર્ચ એન્જિનમાં ઇન્સટન્ટ સર્ચ નામની એક નવી સુવિધા આપી હતી. એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે આ સુવિધા સર્ચ એન્જિનમાં ધરખમ ફેરફાર લાવે છે. એક રીતે જોઇએ તો એ વાત સાચી પણ હતી કારણ કે ઇન્સ્ટન્ટ સર્ચની સુવિધાને કારણે આપણે જ્યારે...

ગૂગલ સર્ચમાં નવી સુવિધાઓ

સ્માર્ટફોનમાં આપણું ધ્યાન હવે જુદી જુદી એપ વચ્ચે વહેંચાઈ જતું હોવાથી, ગૂગલ કંપની આપણને ફરી તેના સર્ચ એન્જિન તરફ વાળવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે. આ પ્રયાસો આગળ ધપાવતાં હમણાં ગૂગલે તેની એન્ડ્રોઇડની ગૂગલ એપ અને એન્ડ્રોઇડના ક્રોમ બ્રાઉઝરમાં, આપણે કંઈ પણ સર્ચ કરીએ ત્યારે તેના વીડિયો રિઝલ્ટ્સમાં, જુદા જુદા વીડિયોની ૬ સેકન્ડની ક્લિપ્સ બતાવવાનું શરૂ કર્યું છે. વીડિયોનું ફક્ત શીર્ષક વાંચીને એ આપણને ઉપયોગી થશે કે નહીં તે આપણે નક્કી ન કરી શકીએ તો આ રીતે ૬ સેકન્ડની નાની...

સરસ રીતે શોધો તો મળે સરસ પરિણામ

દરેક વાત માટે ગૂગલમાં સર્ચ કરી લેવું આસાન છે, પણ જો ધાર્યાં પરિણામ ઝડપી જોઈતાં હોય તો ગૂગલના સર્ચ એન્જિનમાં સમાયેલી કેટલીક ખાસ ખૂબીઓ જાણી લેવા જેવી છે. (સ્રોત : http://www.google.com/edu/

ગૂગલ સર્ચ કેવી રીતે કરે છે?

આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું રહે છે, એટલે કે પેજીસની યાદી બનાવતું રહે છે. તમે જ્યારે પણ સર્ચ બોક્સમાં કંઈક લખીને સર્ચ બટન ક્લિક કરો કે તરત ગૂગલ આ અબજો વેબ પાનામાંથી તમે લખેલા...

ઓફલાઇન મેપ્સ હવે સ્ટોર કરો ડેટા કાર્ડમાં

મોબાઇલમાં અપૂરતી સ્પેસ એ સ્માર્ટફોન ધરાવતા લગભગ બધા ભારતીયોનો પ્રાણપ્રશ્ન છે અને હવે આ વાત ગૂગલને પણ સમજાઈ છે. તમે કોઈ અજાણ્યા શહેરમાં જતા હો ત્યારે ગૂગલ મેપ્સમાંનો તેનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે સ્માર્ટફોનમાં સેવ કરી શકાય છે એ તમે જાણતા જ હશો (વાંચો ‘સાયબરસફર’નો નવેમ્બર ૨૦૧૫ અંક). આ મેપનો ડેટા સામાન્ય રીતે ફોન કે ટેબલેટની ઇન્ટરનલ મેમરીમાં સ્ટોર થાય છે. હવે જો તમારા ફોનમાં મેપ્સનું લેટેસ્ટ વર્ઝન હોય તો તમે મેપ્સના સેટિંગ્સમાં જઈને આ ડેટાને એસડી કાર્ડમાં ટ્રાન્સફર કરી શકો...

મેપ્સમાં આપણે શું શું સર્ચ કરી શકીએ?

ગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જ‚રુરી છે. આગળ શું વાંચશો? બિઝનેસ એડ્રેસ રોડ અને ઈન્ટરસેકશન્સ અક્ષાંસ-રેખાંશ સ્થળોઃ શહેરો, નગરો, રાજ્ય, દેશ વગેરે સર્ચ રીઝલ્ટમાં શું શું જાણવા મળે છે? મેપ્સ કેવી રીતે કામ કરે છે? બિઝનેસ તમે કોઈ ચોક્કસ બિઝનેસનું સ્થાન શોધી રહ્યા હો, તો જો તમને...

સર્ચ એન્જિન ઇમેજ કેવી રીતે સર્ચ કરે છે?

આપણે ઇમેજ સર્ચ એન્જિનને કંઈક પૂછીએ અને તે આંખના પલકારામાં તેની અનેક તસવીર હાજર કરી દે એવો ‘ચમત્કાર’ કેવી રીતે થાય છે? મશીન જે તે તસવીરને ઓળખે છે કેવી રીતે? ગયા અંકમાં ગૂગલ ઇમેજીસમાં રિવર્સ ફોટો સર્ચ વિશે જાણ્યા પછી સંખ્યાબંધ વાચકોએ ગૂગલ ઇમેજીસને કેવી રીતે પારખી શકે છે તે વિશે જાણવામાં રસ બતાવ્યો છે. જવાબ સવાલ જેટલો જ રસપ્રદ છે! ગૂગલ, બિંગ કે યાહૂ જેવા કોઈ પણ સર્ચ એન્જિન લગભગ એકસરખા સિદ્ધાંતોને આધારે ઇન્ટરનેટ પર પથરાયેલી અસંખ્ય ઇમેજીસ સર્ચ કરે...

રિવર્સ ફોટો સર્ચ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : ઓજસ બામરોલિયા, મહેસાણા આખો સવાલ કંઈક આવો છે, "આપણે કોઈ વિગતનો ફોટો જોઈતો હોય તો આપણે ગૂગલમાં સર્ચ કરીને મેળવી શકીએ છીએ, પરંતુ જો આપણી પાસે કોઈ ફોટો હોય, જેની વિગતો આપણને ખબર નથી. તો તે વિગત મેળવવાનો કોઈ રસ્તો ખરો?'' ચોક્કસ ખરો! આને ‘રિવર્સ  ઇમેજ સર્ચ’ કહેવાય છે. આગળ શું વાંચશો? પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ મોબાઇલ કે ટેબલેટમાં રિવર્સ ઇમેજ સર્ચ પણ વોટ્સએપમાં રહેલી ઇમેજ વિશે રિવર્સ સર્ચ કરવું હોય તો? પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ પીસી પર રિવર્સ ઇમેજ સર્ચ...

જીમેઇલમાં સ્માર્ટ સર્ચિંગ અને એપમાં મળતી સુવિધાઓ

જો તમે હજી પણ જીમેઇલનો પીસી અને સ્માર્ટફોન બંનેમાં ખાસ્સો ઉપયોગ કરતા હો, તો તેમાં સર્ચ કરવાની અને મેઇલ્સ મેનેજ કરવાની કેટલીક રીતો જાણી લેવા જેવી છે. વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની આંધીમાં ઈ-મેઇલનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. અલબત્ત, તમારો હજી ઈ-મેઇલ સાથે કેવોક પનારો છે તેનો બધો આધાર આજની નવી સ્માર્ટ ટેક્નોલોજીનો તમે કેટલો ઉપયોગ કરો છો તેના પર છે. જો તમે ફક્ત યૂઝર હશો તો સ્માર્ટફોનમાં વોટ્સએપ, યુટ્યૂબ વગેરેથી તમારું કામ ચાલી જતું હશે, પણ જો...

ગૂગલ આપણું ફેવરિટ સર્ચ એન્જિન કેમ છે?

આપણે સૌ કંઈ પણ સર્ચ કરવાનું થાય ત્યારે આપોઆપ ગૂગલ તરફ વળીએ છીએ. કેમ? આ સવાલના ઘણા જવાબ હોઈ શકે, પણ એક સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગૂગલ આપણને અને આપણી જ‚રૂરિયાતોને અન્ય સર્ચ એન્જિન કરતાં વધુ સારી રીતે ‘સમજે’ છે.  આ વાત ઉદાહરણ સાથે સમજવી હોય તો ગૂગલ, બિંગ અને યાહૂ, ત્રણેય સર્ચ એન્જિનમાં ‘suicide’ સર્ચ કરી જુઓ. બિંગ જીવનથી હારી ગયેલા માણસને વધુ હતાશા તરફ ધકેલે એવી ઇમેજીસ પહેલાં બતાવે છે. યાહૂ આપઘાત સંબંધિત વીકિપીડિયાના પેજ, અમેરિકામાં આપઘાત...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.