Home Smart Surfing Cloud Storage

Cloud Storage

ગૂગલ ડ્રાઇવમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ : હવે ફાઇલ અને ફોલ્ડર ભૂલાવા લાગશે

વર્ષોથી આપણે કમ્પ્યુટરમાં આપણી ફાઇલ્સ સાચવવા માટે એક જ પ્રકારની વ્યવસ્થાનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ફોલ્ડર અને તેમાં ફાઇલ. પરંતુ હવે ગૂગલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ફોલ્ડરનો આ કન્સેપ્ટ જ દૂર કરવા માંગે છે. ગૂગલ ડ્રાઇવમાં આ નવી વ્યવસ્થાના ઉપયોગની શરૂઆત થઇ ગઈ છે. ગૂગલે તેને નામ આપ્યું છે ‘ક્વિક એક્સેસ’.  જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન, ટેબલેટ કે પીસીમાં ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરતા હો તો કદાચ તમારું ધ્યાન ગયું હશે કે તેમાં હવે આપણા ફોલ્ડર્સ અને ફાઇલ્સની ઉપર જુદી જુદી ફાઇલ્સ આપમેળે બતાવવામાં...

ક્લાઉડમાં એપ્સ સાચવતો સ્માર્ટફોન

‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૬ અંકમાં એક વાચકમિત્ર (આયુષ શાહ, ભુજ-કચ્છ)નો એક રસપ્રદ સવાલ પ્રકાશિત થયો હતો, "સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી ઉપયોગમાં લઈ શકાય? ત્યારે એ સમયની સ્થિતિ અનુસાર વિસ્તૃત જવાબ અપાયો હતો, પણ હવે આયુષની કલ્પનાને - જરા અલગ રીતે - સાકાર કરતો એક સ્માર્ટફોન આવી રહ્યો છે (તમે આ વાંચતા હશો ત્યારે કદાચ એ ભારતમાં લોન્ચ પણ થઈ ગયો હશે). ‘નેક્સ્ટબિટ રોબિન’ નામના, આપણા માટે તદ્દન અજાણી કંપનીના આ સ્માર્ટફોનની વિશેષતા એ છે કે...

સ્માર્ટફોનમાં કોઈ એપ ડાઉનલોડ કરવાને બદલે આપણા ક્લાઉડમાં ઇન્સ્ટોલ કરી, ત્યાંથી એક્ઝિક્યુટ કરી શકાય?

સવાલ લખી મોકલનારઃ આયુષ શાહ, ભુજ (કચ્છ)  આયુષભાઈએ પોતાનો સવાલ વિસ્તારથી પૂછતાં કહ્યું છે કે મોટા ભાગના સ્માર્ટફોનમાં સ્ટોરેજની મર્યાદા હોય છે અને આપણે કોઈ નવી એપ ડાઉનલોડ કરવા જઈએ ત્યારે ‘ઇનસફિશિયન્ટ સ્ટોરેજ’ અપૂરતી સ્ટોરેજના અણગમતા મેસેજનો સામનો કરવો પડે છે. આના ઉપાય તરીકે, એમને વિચાર આવ્યો કે એપને ફોનમાં ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાને બદલે ક્લાઉડમાં ગૂગલ ડ્રાઇવ કે ડ્રોપબોક્સમાં ઇન્સ્ટોલ કરી ત્યાંથી તેનો લાભ ન લઈ શકાય? પછી ભલે એ માટે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ રાખવું પડે, અપૂરતી સ્ટોરેજની કોઈ સમસ્યા...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.