Browsers

ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે - કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે - બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે - બ્રાઉઝર. ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું પરંતુ પછી ફાયરફોક્સ મોઝિલાએ ટેબ્ડ બ્રાઉઝિંગ, એડોન્સ વગેરે નવી પહેલ કરીને દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર તરીકેનું સ્થાન મેળવી લીધું. જોકે ત્યાર પછી ગૂગલે બ્રાઉઝરના માર્કેટમાં એન્ટ્રી કરી અને ગૂગલ ક્રોમમાં ફાયરફોક્સ જેવી...

રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા. પાછા વળતાં તમે તમારા જૂના મિત્ર, જે નસીબજોગે જાણીતા ડાયાબિટોજિસ્ટ પણ છે, એમના ક્લિનિકે જરા વાર તેમને મળી લેવા રોકાયા. ઘરે પહોંચ્યા પછી તમે તમારા જીવનવીમા એજન્ટને ફોન કરીને, નવી ટર્મ પોલિસી લેવાનો વિચાર...

માઇક્રોસોફ્ટ એજ બ્રાઉઝર ક્રોમ કરતાં ફાસ્ટ છે?

કદાચ મોટા ભાગના લોકોની જેમ તમે પણ પીસી, લેપટોપ અને સ્માર્ટફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હશો. આ બ્રાઉઝર ઘણી બધી રીતે ચઢિયાતું છે, પરંતુ જો તમે લેપટોપમાં ક્રોમનો ઉપયોગ કરતા હો તો તમે કદાચ જાણતા હશો કે જ્યારે તમે ક્રોમનો વધુ ઉપયોગ કરો ત્યારે લેપટેપની બેટરી વધુ ઝડપથી ખાલી થાય છે. ગૂગલ પોતે આ વાત જાણે છે અને અગાઉ તેણે આ બાબતે ઘટતું કરવાની ધરપત આપી હતી, પરંતુ હવે લાગે છે કે માઈક્રોસોફ્ટે આ વાતનો પૂરો લાભ લેવાની...

ક્રોમ બ્રાઉઝરની અજાણી ખૂબીઓ

આગળ શું વાંચશો? ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમને બનાવો ફોન ફાઇન્ડર ક્રોમને બનાવો ઈ-મેઇલ પ્રોગ્રામ ક્રોમને બનાવો પર્સનલ સર્ચ એન્જિન ક્રોમને બનાવો મીડિયા પ્લેયર ક્રોમ બ્રાઉઝર એક સારું મીડિયા પ્લેયર પણ છે એ તમે જાણો છો? તમારા કમ્પ્યુટરમાંની કોઈ પણ ફોર્મેટમાંની મ્યુઝિક કે વીડિયો ફાઇલ ડ્રેગ કરીને ક્રોમની નવી ટેબમાં ડ્રોપ કરી જુઓ. ક્રોમ બ્રાઉઝર સંખ્યાબંધ ફોર્મેટની મીડિયા ફાઇલ્સ પ્લે કરી શકે છે. ક્રોમને બનાવો ગેમિંગ ઝોન ક્રોમમાં ગેમ પણ રમી શકાય છે. વર્ષો જૂની બ્રેકઆઉટ કે પેકમેન ગેમ...

નેટ કનેક્શન ન હોય ત્યારે બે ઘડી મજા કરાવતી કરામત!

વેકેશન શરૂ થઈ ગયું છે તો બે ઘડી મજાની વાત કરીએ. ધારો કે તમે મોબાઇલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું અને કોઈ વેબસાઇટ જોવા માટે તેનું એડ્રેસ ટાઇપ કર્યું. હવે કોઈ કારણસર તમારું વાઇ-ફાઇ કનેક્શન બંધ છે અથવા મોબાઇલના ડેટા પ્લાનનાં સિગ્નલ પકડાતાં નથી. દેખીતું છે કે ક્રોમ બ્રાઉઝર તમને કહેશે કે તમે ઓફલાઇન છો, ‘યુ આર ઓફલાઇન, યોર ડિવાઇસ ઇઝ ઓફલાઇન’. હવે તમારી પાસે બે વિકલ્પ છે, ક્રોમ બંધ કરો અને બીજા કોઈ કામે વળગો, અથવા, ઓફલાઇનનો મેસેજ આપતા...

એડ બ્લોકિંગની નવી સુવિધા

ઇન્ટરનેટ પર જાહેરાતોની ભીડ વધતાં લોકો એડ બ્લોકિંગ એક્સ્ટેન્શનનો ઉપયોગ કરવા લાગ્યા છે. જાણીતા બ્રાઉઝર ઓપેરના નવા વર્ઝનમાં આવી ઇન-બિલ્ટ સુવિધા મળશે. એક જ વેબસાઇટના, લગભગ એક જ સમયે લેવાયેલા બાજુના બે સ્ક્રીનશોટ જુઓ - તફાવત ઊડીને આંખે વળગે છેને? સામાન્ય રીતે જુદી જુદી વેબસાઇટ્સ પર એટલી બધી જાહેરાતો જોવા માટે આપણી આંખો ટેવાયેલી હોય છે કે જાહેરાત વિના, વેબસાઇટ આટલી ક્લીન હોઈ શકે એ માનવું થોડું મુશ્કેલ બને. મોટા ભાગની સાઇટ્સ પર તમે જોયું હશે કે તેમાં મૂળ કન્ટેન્ટની ચારે...

બનો ગૂગલ ક્રોમના પાવર યૂઝર

આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે સંબંધ હશે તો બની શકે કે તમારું સર્ફિંગ વધુમાં વધુ મોબાઇલ પર જ થતું હશે, પણ જો તમે તમારા રોજિંદા કામકાજના ભાગરૂપે પીસી પર પણ વધુ સમય ગાળતા હો, તો મોટા ભાગે તમારું ફેવરિટ બ્રાઉઝર...

બ્રાઉઝરમાં અગાઉના વેબપેજમાં પરત ફરવાની સહેલી રીત

રોજબરોજ આપણે પીસીમાં ગૂગલ ક્રોમ કે યૂસી જેવાં બ્રાઉઝર્સની મદદથી ઇન્ટરનેટની મજાની દુનિયામાં ખાબકીએ છીએ એ બ્રાઉઝર્સ ધીમે ધીમે ઉપયોગમાં એકદમ સરળ બનતાં જાય છે. આપણને એમ લાગે કે એમાં હવે કશું નવું શીખવા જેવું રહ્યું નથી, પણ બ્રાઉઝર્સ જેમ જેમ સ્માર્ટ અને સિમ્પલ થતાં જાય છે, તેમ તેમ તેમાં કંઈક ને કંઈક નવું શીખવા કે જાણવા જેવું ઉમેરાતું જાય છે. જેમ કે, જો તમે પીસીમાં ગૂગલ ક્રોમ જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો ઘણી વાર એવું બનતું હશે કે...

કરામતી કૂકીઝ

ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે તે આપણને ‘વેલકમ ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે અને કેટલાક દિવસો પછી ફરી એ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે તે ‘વેલકમ બેક...

ફટાફટ નોટ ટપકાવો

ક્યારેક એવું બનતું હશે કે તમે ઓફિસમાં કમ્પ્યુટર સામે હો, કોઈનો ફોન આવે અને તમારે વાતચીતના કેટલાક અગત્યના મુદ્દાઓ ટપકાવી લેવાની જરૂર ઊભી થાય. આવી સ્થિતિ માટે તમે હંમેશા એક જ ડાયરી અને પેન હાથવગાં રાખતા હો તો ઠીક છે, બાકી પેન અથવા કાગળ શોધવા ફાફાં મારવાં પડે અને જે હાથે ચઢે તે કાગળમાં નોંધ ટપકાવો તો થોડા સમય પછી એ કાગળ જ શોધવા ફાફાં મારવાં પડે! આનો એક સરળ ઉપાય, જરૂરી મુદ્દાઓ ફટાફટ કમ્પ્યુટરમાં ટપકાવી લેવાનો છે. એ માટેના...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.