Home Smart Surfing Browser Extensions

Browser Extensions

બ્રાઉઝરને ધીમું કે હેંગ થતું અટકાવો!

આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે કામનું છે આ એક્સટેન્શન. વન ટેબ એક્સટેન્શન (One Tab Extension) ૬૫૬ કેબીનું બ્રાઉઝર ટૂલ છે. તેનો ઉપયોગ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં ટેબ કંટ્રોલ માટે કરવામાં આવે છે. ‘વન ટેબ એક્સટેન્શન’ ઇન્સ્ટોલ કર્યા પછી બ્રાઉઝરમાં ઉપર ડાબી બાજુ...

નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર લઈ જવાથી ફોટો આપોઆપ તેની ઓરિઝનલ સાઇઝમાં ઝૂમ થઈ જશે. એટલે કે આપણે કોઈ પણ થમ્બનેઇલ જોવા માટે તેના ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે ફક્ત માઉસ કર્સર લઈ જવાનું અને એટલું કરતાં તે ઓરિઝનલ...

ચાલુ વીડિયોના અગત્યના મુદ્દા નોંધવા માટે ઉપયોગી એક્સટેન્શન

તમારે ક્યારેક વીડિયો જોતી વખતે, તેમાંના મહત્વના મુદ્દાની નોંધ કરવાની જરૂર ઊભી થઈ છે? લગભગ ક્યારેય એવી જરૂર ઊભી નહીં થઈ હોય અથવા, એવું પણ કરી શકાય એવો વિચાર કદાચ આવ્યો નહીં હોય, પણ નીચેની સ્થિતિઓ વિચારી જુઓ... તમારી દીકરીએ સ્કૂલમાં કોઈ પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. તમે તેને મદદ કરવા માટે ઇન્ટરનેટ પર વિવિધ સાઇટ્સની સાથોસાથ યુટ્યૂબ પર વિવિધ વીડિયો પણ તપાસી રહ્યા છો. તમે સિવિલ એન્જિનીયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છો અને દુનિયાના ‘ટોપ 10 આર્ક બ્રિજ’ વિશે તમારે...

યુટ્યૂબ વીડિયોમાં ‘સ્ટોપ બટન’ એડ કરો – તાબડતોબ!

શીર્ષક વાંચીને નવાઈ લાગી? શું જરૂર છે યૂટ્યુબમાં ‘સ્ટોપ બટન’ની? વીડિયો અટકાવવો હોય ત્યારે પોઝ બટન છે જ, સ્ટોપ બટન આપેલું જ નથી હોતું. જ્યારે આપણે યૂટ્યુબ પર વીડિયો પ્લે કરીએ ત્યારે એ વીડિયો ડાઉનલોડ થાય તેમ તેમ આપણે તેને જોઈ શકીએ, બરાબર? હવે જ્યારે કોઈ વીડિયો અધૂરો મૂકીને, એટલે કે પોઝ કરીને આપણે બીજા વીડિયો તરફ આગળ વધીએ ત્યારે પેલા પહેલા વીડિયોનું બફરિંગ તો ચાલુ જ રહે છે. મતલબ કે વીડિયો પોઝ કર્યો હોવા છતાં આપણું ઇન્ટરનેટનું મીટર તો ફરતું...

બનો ગૂગલ ક્રોમના પાવર યૂઝર

આધુનિક બ્રાઉઝર્સની ખાસિયત એ છે કે આપણે તેની કાર્યક્ષમતા જુદી જુદી ઘણી રીતે વધારી શકીએ છીએ. જાણી લો ગૂગલ ક્રોમમાં વેબ બ્રાઉઝિંગ સરળ કરી આપતાં કેટલાંક ખાસ એક્સ્ટેન્શન્સની જાણકારી. તમે પીસી પર ગૂગલ ક્રોમનો કેટલોક ઉપયોગ કરો છો? જો ફક્ત સર્ફિંગ પૂરતો તમારો ઇન્ટરનેટ સાથે સંબંધ હશે તો બની શકે કે તમારું સર્ફિંગ વધુમાં વધુ મોબાઇલ પર જ થતું હશે, પણ જો તમે તમારા રોજિંદા કામકાજના ભાગરૂપે પીસી પર પણ વધુ સમય ગાળતા હો, તો મોટા ભાગે તમારું ફેવરિટ બ્રાઉઝર...

ક્રોમમાં ગુજરાતી ટાઇપિંગની સગવડ

કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપિંગની સગવડ એક્ટિવેટ કરવાને બદલે ફક્ત ઇન્ટરનેટ પર ગુજરાતી લખવાની સગવડ તમને પૂરતી  લાગતી હોય તો ક્રોમમાં એ માટેનું એક એક્સટેન્શન ઉમેરી દેવાથી તમારું કામ થઈ જશે. ગયા અંકમાં આપણે કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપિંગ કેવી રીતે એક્ટિવેટ કરી શકાય તેની સ્ટેપ-બાય-સ્ટેપ માહિતી મેળવી હતી. એ વિધિ આમ તો સહેલી જ છે, પણ એમાં પડ્યા વિના, ફક્ત ઇન્ટરનેટ પર ફેસબુક કે બીજી કોઈ સાઈટ પર ગુજરાતી લખીને તમારે સંતોષ માનવો હોય તો એ માટે ઘણી બધી રીત છે, જેમાંની એક...

શોર્ટન્ડ યુઆરએલ શું છે?

સવાલ લખી મોકલનારઃ મયુર પંચાલ  સૌથી ટૂંકો જવાબ, નામ કહે છે તેમ, ટૂંકું યુઆરએલ! પણ, ચાર વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં જ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ જગજિત સિંહની પેલી પ્રખ્યાત પંક્તિઓની જેમ, બાત નીકલી હૈ તો દૂ...ર... તલક જાએગી! લાંબો જવાબ જાણતાં પહેલાં જાણીએ યુઆરએલ વિશે થોડું - વેબસાઇટના એડ્રેસ તરીકે યુઆરએલનો ઉપયોગ આપણે સૌ જાણીએ છીએ, પણ એનો અર્થ કદાચ ઓછો જાણીએ છીએ. યુનિફોર્મ રીસોર્સ લોકેટર જેનું આખું નામ છે, એ યુઆરએલ ઇન્ટરનેટ પરની કોઈ ચોક્કસ વેબસાઇટ, વેબપેજ કે ફાઇલનું સરનામું...

વિચારોને સાચવી લો, સહેલાઈથી!

બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે... આ બધું તરત ને તરત સાચવી લેવું હોય  અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ. કલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો. સાંજે તમે દીકરીની બર્થ-ડે પાર્ટી રાખી છે અને ઓફિસેથી ઘરે પહોંચતાં પહેલાં, પોતપોતાની ઓફિસની નજીકના મોલમાં જઈને અને ત્યાર પછી બીજી બે-ચાર શોપ ફરીને તમારે કેટલીય વસ્તુની ખરીદી કરવાની છે. તમે ખરીદવાની ચીજવસ્તુઓનું...

મોબાઇલમાં ગુજરાતી ફોન્ટની દવા

તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો હવે સાવ નાસીપાસ થવાની જરૂર નથી, ફાયરફોક્સ અને યુસી બ્રાઉઝરમાં હવે સહેલાઈથી ગુજરાતી સાઇટ્સ જોઈ શકાય છે. તમને ઇન્ટરનેટ પર ગુજરાતી સાઇટ્સ સર્ફ કરવાનો શોખ હોય, ગુજરાતીમાં સોશિયલ શેરિંગ કરવું પણ ગમતું હોય, એ કામ ગમે ત્યારે, ગમે ત્યાંથી આગળ ધપાવવા માટે તમે સરસ મજાનો નવો સ્માર્ટફોન ખરીદો અને પછી ખબર પડે કે આપણો એ મજાનો સ્માર્ટફોન ગુજરાતી ફોન્ટ સપોર્ટ જ કરતો નથી, તો? મોટા ભાગે આપણે અકળાઈએ, ઝાઝી તપાસ કર્યા વિના ફોન...

ક્રોમમાં પિક્ચર ઇન પિક્ચરની મજા

વર્ડમાં કામ કરતી વખતે ન્યૂઝ વેબસાઇટ પર નજર રાખવી છે? કે પછી સર્ફિંગ કરતાં કરતાં યુટ્યૂબ પર મસ્ત ગીતોની મજા માણવી છે? તો ટ્રાય કરવા જેવું આ એક એક્સપરિમેન્ટલ એક્સટેન્શન. જમાનો મલ્ટિટાસ્કિંગનો છે. ભણતાં ભણતાં સેવ-મમરા ફાકવા કે રેડિયો સાંભળવો એ તો જૂનું થયું. હવે ભણતાં ભણતાં હેડફોનમાં ગીતો સાંભળવાં અને એની સાથે વાઇબર કે હાઇક (વોટ્સએપ પણ હવે જૂનું થયું!) પર ચેટ ચલાવવાનું ઇન-વોગ છે! કાર કે બાઈક ચલાવતાં મોબાઇલ પર વાત કરવી, ફિલ્મ જોતાં જોતાં નેટ સર્ફિંગ કરવું,...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.