Home Smart Life Shopping

Shopping

રોજિંદા કામકાજ માટે ઉપયોગી છતાં ઘણી સસ્તી લેપબુક્સ

આજના સ્માર્ટફોન ધીમે ધીમે પર્સનલ કમ્પ્યુટર જેટલા જ પાવરફૂલ બનવા લાગ્યા છે. ઘણા લોકો ઇન્ટરનેટનો પહેલો પરિચય પોતાના સ્માર્ટફોનમાં જ મેળવે છે. તેમ છતાં, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા હજી પણ બહુ ઓછી થઈ નથી. સ્માર્ટફોન અને પીસી બંનેમાં એક સ્પષ્ટ તફાવત છે. વિવિધ કન્ટેન્ટ જોવા-વાંચવા માટે સ્માર્ટફોન વધુ સગવડભર્યા છે, પણ કન્ટેન્ટ જ સર્જવા માટે પીસી કે લેપટોપ વધુ સગવડદાયક અને પાવરફૂલ છે. ઓફિસ વર્કમાં હજી પણ પીસી કે લેપટોપ વગર ચાલે તેમ નથી, એ જ રીતે કોલેજ સ્ટુડન્ટ્સને પોતાના પ્રોજેક્ટ રિપોર્ટ,...

ફ્લિપકાર્ટમાં એઆઈ

મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે. વિશ્વની સંખ્યાબંધ ટેક કંપનીઝ પોતપોતાના યૂઝર્સનો અત્યંત વિશાળ ડેટા લાંબા સમયથી સર્જી રહી છી અને હવે મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ડેટાનો પોતાના બિઝનેસના વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની નવી...

નવા સ્માર્ટફોન્સમાં નવા લાભ

દિવાળી વીતી ગઈ છે. દિવાળી પહેલાંના દિવસોમાં અખબારોમાં આખેઆખાં પાનાંની જાહેરાતોમાં શોપિંગ સાઇટ્સમાં મોબાઇલ પર મળતા ધરખમ ડિસ્કાઉન્ટથી તમે લલચાયા હો, પણ કોઈ કારણસર મોબાઇલ ખરીદી શક્યા ન હો તો નિરાશ થવાને બદલે રાજી થજો - હવે તમને વધુ સારા મોબાઇલ મળશે! આ વર્ષે શરૂઆતથી સ્માર્ટફોનમાં ડિસ્પ્લે પર સૌથી વધુ ધ્યાન અપાયું છે. મોટા ભાગની કંપનીએ તેના નવા સ્માર્ટફોનમાં, જુદાં જુદાં બજેટ માટે સ્પેસિફિકેશન્સ ભલે જુદાં જુદાં હોય, પણ સાઇઝ ૫.૫ ઇંચની આપવાનું મુનાસિબ માન્યું છે. એક સમયે આઇફોન માટે...

ઓનલાઇન શોપિંગ વિશ્વસનીય બનશે?

ભારતમાં ઓનલાઇન શોપિંગની વિશ્વસનીયતા સામે હજી પણ પ્રશ્નાર્થો છે ત્યારે, ફ્લિપકાર્ટે પોતાની વિશ્વનીયતા કેળવવાના પોતાની રીતે પ્રયાસો શરૂ કર્યા છે. અહેવાલો અનુસાર, ગયા વર્ષથી ફ્લિપકાર્ટે તેના પોતાના ૩૦૦ જેટલા કર્મચારીઓને ‘મીસ્ટ્રી શોપિંગ’નું કામ સોંપ્યું. જે મુજબ, આ કર્મચારીઓએ સામાન્ય ગ્રાહકોની જેમ ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવાની હતી અને પછી, તેમણે ફ્લિપકાર્ટ પરના સેલર્સ તરફથી તેમને કેવો પ્રતિસાદ મળ્યો, ઓર્ડર મુજબ સારી ગુણવત્તાની ચીજ મળી કે નબળી ગુણવત્તાની, આફ્ટર સેલ્સ સર્વિસ કેવી હતી વગેરે ફીડબેક કંપનીને આપવાનો હતો. કંપનીને ૬૦૦ જેટલા સેલર્સની...

ઓનલાઇન શોપિંગમાં વધારાની ‘બચત’ કરાવતી એપ

કલ્પના કરો કે તમે કોઈ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી ખરીદી કરી અને તેના બે-ત્રણ દિવસ પછી તમે ખરીદેલી ચીજના ભાવ ઘટે અને તમને ભાવફેર જેટલા રૂપિયા પરત મળે તો? કંઈક આવા જ આઈડિયા સાથેની એક મોબાઈલ એપ્લિકેશન લોન્ચ થઈ છે. ઈઝરાયેલના ડેવલપર્સે બનાવેલી આ એપ ‘અર્ની’ આપણા ઈમેઈલ અને એમેઝોન જેવી ઓનલાઇ શોપિંગ સાઇટમાંના આપણા એકાઉન્ટ સાથે કનેક્ટ થાય છે અને આપણી ઓનલાઈન ખરીદી ટ્રેક કરે છે. જો આ એપને આપણે ખરીદેલી વસ્તુનો ભાવ એમેઝોન પર ઘટ્યો હોવાની જાણ થાય...

એમેઝોન અને વોલમાર્ટની રેસ

પરંપરાગત રીટેલ શોપ્સ અને મોલ્સની સરખામણીમાં ઓનલાઈન શોપિંગ કેવું વધી રહ્યું છે એ આ એક ઉદાહરણ પરથી બહુ સ્પષ્ટ થાય છે.  અમેરિકામાં વર્ષોથી રીટેલ શોપિંગ ક્ષેત્રે વોલમાર્ટનું લગભગ એકચક્રી શાસન રહ્યું છે. લોકો વર્ષોથી આ કંપનીના મહાકાય સ્ટોર્સમાંથી ખરીદી કરતા રહ્યા છે. તેની સામે પડેલ એમેઝોનને વોલમાર્ટ જેટલા માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચતા પૂરા ૧૫ વર્ષ લાગ્યાં. પરંતુ એ પછીના ફક્ત ૨ વર્ષમાં એમેઝોન કંપની તેના આ સૌથી મોટા હરીફ કરતાં લગભગ બમણી ઊંચાઈએ પહોંચી ગઈ! એમેઝોનના શેર અત્યારે વિક્રમસર્જક ઊંચાઈએ પહોંચ્યા છે ત્યારે...

ઓનલાઇન શોપિંગ સાઇટ સાથે ચીટિંગ

ભારતમાં ઓનલાઇન શોપિંગ વધી રહ્યું છે, છતાં હજી પણ ઘણા લોકો ઓર્ડર આપેલી વસ્તુ ખરેખર મળશે કે નહીં એ વાતે ખચકાટ અનુભવતા હોય છે. એનાં વાજબી કારણો પણ છે કારણ કે આપણે અખબારોમાં અવારનવાર વાંચીએ છીએ કે ઓનલાઇન શોપિંગમાં ફોનનો ઓર્ડર નોંધાવ્યો હતો, પણ ડિલિવર થયેલા બોક્સમાંથી પથરા કે સાબુ નીકળ્યા! પરંતુ હમણાં તેનાથી તદ્દન જુદો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગયા વર્ષે, અતુલ શર્મા અને નવીન કુમાર નામના હૈદરાબાદના બે યુવાને ફ્લિપકાર્ટ પરથી રૂ. ૫૧,૫૯૦ની કિંમતે આઇફોન ખરીદ્યો. ઓર્ડર નવીન કુમારના...

પોસ્ટ ખાતામાં નવો પ્રાણ?

હવે ટપાલ ભલે કોઈ લખતું ન હોય, પોસ્ટ ખાતાને ઈ-કોમર્સ નામનો મોટો જોડીદાર મળી ગયો છે અને હવે સરકાર પણ પોસ્ટના વિશાળ નેટવર્કને નવી ટેક્નોલોજીથી, નવેસરથી ધમધમતું બનાવવા માગે છે. યાદ કરો, છેલ્લે તમે પોસ્ટકાર્ડ ક્યારે લખ્યું હતું? તમારાં બાળકોએ તો પોસ્ટકાર્ડ જોયું પણ ન હોય એવું બની શકે છે. અત્યારે આપણે વોટ્સએપ કે ફેસબુક પર કોઈ મેસેજ મોકલીએ તો એ આંખના પલકારામાં આખી દુનિયામાં ગમે ત્યાં પહોંચી શકે, મફતમાં ખરું, પણ ડિજિટલ સ્વરૂપમાં. જ્યારે આપણું ભારતીય પોસ્ટ ખાતું, ફક્ત ૫૦...

ઓનલાઇન મોબાઇલ ખરીદતાં પહેલાં…

હજી હમણાં સુધી, આપણે એમેઝોન.ઇન પરથી ફોન નિશ્ચિત દિવસોમાં પરત કરી રીફંડ મેળવી શકતા હતા, પણ હવે કંપનીએ પોતાની રીફંડ પોલિસી બદલી છે, શક્ય છે કે બીજી કંપનીઓ પણ તેને પગલે ચાલે. અમદાવાદમાં એનઆરજી (વિદેશમાં વસતા ગુજરાતી)ની મજાક ઉડાવતી એક રેડિયો જાહેરાતમાં કહેવામાં આવે છે કે આપણા ગુજ્જુભાઈ અમેરિકામાં પોતાને ઘેર કોઈ મહેમાન આવે ત્યારે સ્ટોરમાંથી ક્રોકરી ખરીદી લાવે અને મહેમાન જાય ત્યારે ક્રોકરી ‘ગમી નથી’ એમ કહી, સ્ટોરમાં પરત કરીને રીફંડ લઈ આવે! એવું લાગે છે કે આપણી આ ‘સ્માર્ટ’...

સમજી લઈએ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલા આ શબ્દો…

ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, અલબત્ત જેમ આપણા માટે દુકાને રૂબરૂ જઈને ખરીદી કરવાનો અનુભવ નવો છે તેમ સંખ્યાબંધ ઓનલાઇન સાઇટ્સ માટે પણ આ એક નવા જ પ્રકારનો અનુભવ છે. વિદેશોમાં જોરદાર અનુભવ લઈને આવેલી કંપનીઓ માટે પણ ભારતીય ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવાનો નવો જ અનુભવ છે. પરિણામે, ગ્રાહકો અને ઓનલાઇન સાઇટ્સ બંને વચ્ચે એકબીજા પ્રત્યે હજી જોઈએ તેવો વિશ્વાસનો સંબંધ બંધાયો નથી. જો તમે પણ ઓનલાઇન શોપિંગનો નવો નવો અનુભવ કરી રહ્યા હો, તો ખરીદીની આ નવી રીત સાથે...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.