Photos

ફેસબુકમાં ફોટો ટેગિંગમાં પરિવર્તન

કલ્પના કરો કે તમે મિત્રો સાથે પિકનિક કે પાર્ટીમાં ગયા છો. તમારા ગ્રૂપે રાબેતા મુજબ સંખ્યાબંધ ગ્રૂપ સેલ્ફી લીધી અને ગ્રૂપમાંના બેચાર મિત્રોએ એ ફોટોગ્રાફ ફેસબુક પર શેર કર્યા. અત્યાર સુધી એવું થતું હતું કે ફેસબુક પર ફોટોઝ અપલોડ કરનાર વ્યક્તિ એ ફોટોમાંના અન્ય મિત્રોને ટેગ કરે એટલે કે એ કોણ છે તે ફેસબુકને ઓળખાવે તો ફેસબુક એ અન્ય વ્યક્તિને  એટલે કે આપણને જાણ કરે કે તમારા ફલાણા મિત્રે ફેસબુક પર તમારો ફોટો અપલોડ કર્યો છે અને તમને ટેગ કર્યા...

ફોટોગ્રાફીમાં નવા વિચાર લાવતા અનોખા ‘એપ્સપરિમેન્ટ્સ’!

આખી દુનિયામાં લગભગ બે અબજ લોકો પોતાના ખિસ્સામાં કેમેરા લઇને ફરે છે! એટલે જ તો હવે અગાઉ કરતાં ક્યાંય વધુ પ્રમાણમાં આપણી જિંદગીનું ફોટો ડોક્યુમેન્ટેશ વા લાગ્યું છે! આજકાલ નાની નાની વાતમાં સ્માર્ટફોનમાં કેમેરા એપ ઓપન કરીને ક્લિક ક્લિક કરવામાં આપણે પરોવાઇ જઈએ છીએ, પણ ફોટોગ્રાફી કેવી રીતે વિકસી અને એમાં કેવાં રસપ્રદ પરિવર્તનો આવી રહ્યાં છે એ મુદ્દા તરફ આપણું ભાગ્યે જ ધ્યાન જાય છે. ફોટોગ્રાફી શબ્દ છેક 1839ના વર્ષમાં જન્મ્યો. ગ્રીક ભાષામાં મૂળ ધરાવતા આ શબ્દનો અર્થ થાય છે...

ડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

થોડાં વર્ષ પહેલાં રીલિઝ થયેલી ‘જુડવા’ ફિલ્મ અને હમણાં રીલિઝ થયેલી ‘જુડવા-૨’ ફિલ્મમાં ફેર શું છે? ના. આપણે ફિલ્મની સ્ટોરી કે સ્ટારકાસ્ટની વાત નથી કરી રહ્યા. આપણા માટે રસપ્રદ ફેરફાર એ છે કે ૧૯૯૭માં પહેલી ‘જુડવા’ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આપણામાંથી લગભગ કોઈના હાથમાં સ્માર્ટફોન ન હતા અને હવે છે. તમને થશે કે ફિલ્મ અને સ્માર્ટફોનનું કનેકશન શું છે? કનેકશન એ છે કે, આ ફિલ્મ જોઈને તમને પણ ડબલ રોલ ભજવવાની ઇચ્છા થઈ હોય તો હવે હાથમાંના સ્માર્ટફોનની મદદથી તમે સહેલાઇથી...

નેટ સર્ફિંગ વખતે ક્લિક કર્યા વિના ફોટો ઝૂમ કરો!

જે લોકો કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્ટરનેટ પર ફોટો સર્ચ કરતાં હોય અથવા જે લોકોને નાની સાઇઝની ઇમેજ જોવામાં તકલીફ થતી હોય એવા લોકો માટે ઉપયોગી આ બ્રાઉઝર એક્સટેન્શન. ‘hover zoom+’ બ્રાઉઝર એક્સટેન્શન ઇન્ટોલ કર્યા પછી ફક્ત તમે કોઈ પણ વેબસાઇટ પરની કોઈ પણ ઇમેજ ઉપર માઉસનું કર્સર લઈ જવાથી ફોટો આપોઆપ તેની ઓરિઝનલ સાઇઝમાં ઝૂમ થઈ જશે. એટલે કે આપણે કોઈ પણ થમ્બનેઇલ જોવા માટે તેના ઉપર ક્લિક કરવાની જરૂર નથી, આપણે ફક્ત માઉસ કર્સર લઈ જવાનું અને એટલું કરતાં તે ઓરિઝનલ...

ક્લિક કર્યા વિના ફોટોગ્રાફી કરતો કેમેરા!

તમારી સાથે આવું થતું હશે - તમારી ઢીંગલી જેવી દીકરી પૂરી તલ્લીન થઈને એની ઢીંગલી સાથે કંઈક રમત રમી રહી હોય, તમને એના ફોટોગ્રાફ્સ લઈ લેવાનું મન થાય, તમે સ્માર્ટફોન લઈને તેની સામે ધરો એ સાથે તેની રમત અટકી જાય! અત્યાર સુધી જે કોઈ કેમેરા શોધાયા છે એ બધામાં આ તકલીફ છે - ફોટો લેનાર વ્યક્તિ કેમેરા ગોઠવે એ સાથે સામેની વ્યક્તિ તેની સહજતા ગુમાવી દે. હવે આપણને એક એવો કેમેરા મળ્યો છે, જેમાં આ તકલીફ નહીં રહે. આ કેમેરામાં...

એચડીઆર+ શું છે?

સવાલ મોકલનાર : માધવ ધ્રુવ, જામનગર વાચકો જ્યારે સમય કરતાં આગળ હોય તેવા સવાલો પૂછે ત્યારે ‘સાયબરસફર’ની બધી મહેનત સાર્થક થતી લાગે છે! સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી કરતા સંખ્યાબંધ લોકોને તેના સ્ક્રીન પર જોવા મળતો એચડીઆર મોડ ખરેખર શું છે એ ખબર નથી હોતી ત્યારે આ વાચક મિત્રને એચડીઆર+ શું છે એ જાણવાની ઉત્કંઠા જાગી છે! સામાન્ય એચડીઆર વિશે તો આપણે ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં વિગતવાર માહિતી મેળવી લીધી છે. એ મુજબ એચડીઆર એટલે હાઇ ડાઇનેમિક રેન્જ. જ્યારે આપણે ફોટોગ્રાફી કરીએ ત્યારે કેમેરામાં રહેલ સેન્સર જેટલી...

ફોટોગ્રાફીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ કૈસે? વેકેશનમાં ફરીને આવેલા કોઈ મિત્ર તેમની ફેમિલી ટૂરના ફોટોગ્રાફ્સ તમને ઉત્સાહથી બતાવતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક તમને આવો વિચાર આવી જતો હશે. એ તો દેખીતું છે કે મિત્રના ફોટોગ્રાફ્સની ક્લેરિટી તમે લીધેલા ફોટોગ્રાફ્સ કરતાં વધુ સારી હોય તો એમાં કોઈ ડિટર્જન્ટનો ફાળો નથી. ફોટોગ્રાફસની ક્લેરિટી ઘણી બાબતો પર આધારિત હોય છે. વ્યક્તિની પોતાની આવડત ઉપરાંત કેમેરા અથવા સ્માર્ટફોનના સ્પેસિફિકેશન્સ અને લેન્સની ગુણવત્તાની તેમાં મોટી ભૂમિકા હોય છે. આપણે ખાતે જો આ બધું...

ગૂગલ મેપ્સમાં બિઝનેસ ફોટોઝ અને ઇન્ડોર મેપ્સ

વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું  હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય જોયાં હોય અને પછી રેસ્ટોરાંમાં દાખલ થાવ ત્યારે ઝાટકો લાગે કે અહીં તો ટેબલ્સ એટલાં નજીક નજીક છે કે બાજુમાં બેઠેલા બીજા કપલ સાથે કોણી અથડાય! તો? કોઈ અજાણ્યા સ્થળે આપણે પહેલી વાર જઈએ ત્યારે જુદા...

બજેટ ફોનમાં પણ સારી ફોટોગ્રાફી થઈ શકે, આ રીતે…

આજકાલ સ્માર્ટફોન કંપનીઝમાં તેમના ફોનને સેલ્ફી કેમેરા અને રિયર કેમેરાની કેપેસિટીના જોરે વેચવાનું પ્રમાણ વધી રહ્યું. ઓપો, વીવો, ઝાયોમી વગેરે કંપની ફોનના અન્ય ફિચર્સને બદલે માત્ર કેમેરા પર ભાર મૂકી રહી છે. જો તમારી પાસે આવો, પાવરફૂલ કેમેરા ધરાવતો ફોન ન હોય, પણ પ્રમાણમાં સાદો, એવરેજ બજેટ સ્માર્ટફોન હોય તો તો તેમાં પણ કેટલીક ખાસ બાબતોનો ઉપયોગ કરીને સ્માર્ટફોનથી થતી ફોટોગ્રાફીની ગુણવત્તા ખાસ્સી વધારી શકો છો. જેમ કે...  અન્ય કેમેરા એપ અજમાવી જુઓ  જો તમારા સ્માર્ટફોનમાંની ડિફોલ્ટ કેમેરા એપનાં પરિણામોથી તમને...

સ્માર્ટફોનમાં ફોટોગ્રાફ્સનું ઇઝી મેનેજમેન્ટ

ખિસ્સામાં સ્માર્ટફોન હોય અને તેમાં વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ હોય તો સૌ સાથે સંપર્કમાં રહેવાનું, ફોટોગ્રાફ્સની આપલે કરવાનું વગેરે ઘણું સહેલું બની જાય, પણ સાથોસાથ ફોનની ગેલેરીમાં જમા થતા જતા ફોટોગ્રાફ્સને મેનેજ કરવાનું મુશ્કેલ પણ બનતું જાય. તમે જાણતા જ હશો કે આપણા ફોનની ફોટોગેલેરીમાં કેમેરા, સ્ક્રીનશોટ, વોટ્સએપ ઇમેજીસ વગેરે જુદાં જુદાં નામનાં ફોલ્ડર બનતાં હોય છે અને સ્માર્ટફોનમાં જે રીતે ઇમેજીસ આવતી જાય એ રીત મુજબ, તે સોર્ટ થતા જતા હોય છે. ગેલેરીમાં ફોટોગ્રાફ્સનો ભાર વધતો જાય એટલે એને મેનેજ...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.