Maps

કાગળના નક્શા ડિજિટલ બન્યા પછી જાણે પુનર્જન્મ પામ્યા છે.

રોજિંદા જીવનમાં અનેક રીતે સંકળાવા લાગેલા ડિજિટલ મેપ્સની અનેક ખૂબીઓ જાણો, આ લેખોમાં.


ડિઝનીલેન્ડના સ્ટ્રીટ વ્યૂ

વેકેશન પડી ગયું છે. ક્યાંય ફરવા જવા માટે આયોજન ન થઈ શક્યું હોય કે રીઝર્વેશન ન મળતું હોય તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. હજુ મોડું થયું નથી. તમે ઇચ્છો તો પરિવારને અમેરિકાના ડિઝનીલેન્ડ પાર્કસની મુલાકાતે લઈ જઈ શકો છો - એ પણ એક રૂપિયાનો ખર્ચ કર્યા વિના! ગૂગલ મેપ્સના સ્ટ્રીટ વ્યૂ સેકશનમાં અમેરિકાના ફ્લોરિડા સ્ટેટસમાંના ડિઝની પાર્કના સ્ટ્રીટ વ્યૂ ઉમેરાઈ ગયા છે. આ સેકશનમાં કુલ ૧૧ પાર્ક્સ અને રીસોર્ટ્સની મુલાકાત લઈ શકાય છે. એ માટે તમારા પીસીમાં ગૂગલ મેપ્સ કે સ્માર્ટફોનમાં...

મેપ્સમાં કાર પાર્કિંગ નોંધી લો!

એરપોર્ટના વિશાળ પાર્કિંગ પ્લોટ્સ જેવી કોઈ જગ્યાએ તમે કાર પાર્ક કરો પછી કાર એક્ઝેટલી ક્યાં પાર્ક કરી હતી તે યાદ રાખવું મુશ્કેલ બની જતું હોય તો ગૂગલ મેપ્સ તમારી મદદ કરી શકે છે. જોકે એ માટે તમારા ફોનમાં લોકેશનનું સેટિંગ ઓન હોવું જરૂરી છે. કાર પાર્ક કર્યા પછી સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ એપન ઓપન કરો અને તેમાં દેખાતા બ્લુ ડોટ પર ક્લિક કરો. આ ડોટ મેપ પર આપણું સ્થાન દર્શાવે છે. દેખાઈ રહેલા વિકલ્પોમાં ‘સેવ યોર પાર્કિંગ’ વિકલ્પ ક્લિક કરો. હવે દેખાતા સ્ક્રીનમાં ‘મોર ઇન્ફો’...

મેપ્સમાં અંતર કેવી રીતે જોઈ શકાય?

આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી લીટીમાં ઊડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે તો તે કેટલું અંતર કાપે એ જાણવું હોય તો? એ માટે... ગૂગલ મેપ્સમાં કોઈ પણ સ્થળ સર્ચ કરો. નકશા પર એ સ્થળનું...

મેપ્સમાં બસનું રીયલ ટાઇમ ટ્રેકિંગ

સાયબરસફરના જૂના વાચકોને યાદ હશે કે, આપણે છેક એપ્રિલ, ૨૦૧૩ના અંકમાં જાણ્યું હતું કે ગૂગલ મેપ્સમાં અમદાવાદની એએમટીએસ અને બીઆરટીએસ ઉપરાંત જુદા જુદા સંખ્યાબંધ શહેરોની સીટી બસ, લોકલ ટ્રેન તથા મેટ્રો સર્વિસનું ટાઇમ ટેબલ જોઈ શકાય છે અને જ્યારે આપણે આ વિગતો તપાસી રહ્યા હોઈએ, બરાબર ત્યારે હવે પછી કેટલા વાગે, ક્યા નંબરની બસ, ક્યા બસ સ્ટોપ પરથી મળશે તે પણ જાણી શકાય છે. ગૂગલ મેપ્સમાં આ માહિતી જે તે શહેરની નિશ્ચિત સર્વિસના પહેલેથી નિર્ધારિત ટાઇમ ટેબલને આધારે આપવામાં આવતી...

ગૂગલ અર્થ પર કરો દાંડીકૂચ

દાંડીકૂચ. આ શબ્દ કાને પડતાં તમારા મનમાં કેવાં ચિત્રો કે વિચારો ઊભા થાય છે? અંગ્રેજોએ મીઠા સામે કંઈક કર વધાર્યો હતો એના વિરોધમાં ગાંધીજીએ આ કૂચ યોજી હતી એવી તમને આછી પાતળી સમજ હશે. પણ અંગ્રેજોએ ખરેખર કેટલો કર વધારો કર્યો હતો એ તમને ખબર છે? જો તમે રિચર્ડ એટનબરોની ક્લાસિક ‘ગાંધી’ ફિલ્મ જોઈ હશે તો તેમાં દાંડીકૂચનાં દૃશ્યો કદાચ તમને યાદ હશે. એ દૃશ્યોમાં પોતાના બીજા સહયાત્રીઓને રીતસર પાછળ રાખીને ગાંધીજી જે તીવ્ર વેગે ચાલતા હતા એ દૃશ્યો પણ કદાચ...

ચેન્નાઈના પૂરગ્રસ્ત વિસ્તારોનો નક્શો

ગયા મહિને ચેન્નાઈમાં અતિ ભારે વરસાદને પગલે આખું શહેર જળબંબાકાર થયું. ત્યારે શહેરના ચોક્કસ કેટલા ભાગમાં પાણી ભરાયાં હતાં એ જોવું હોય તો આપણે જોવો પડે આ નક્શો : http://osm-in.github.io/flood-map/chennai.html મેપબોક્સ નામની એક કંપની ઓપનસોર્સ ટેક્નોલોજીથી વિવિધ કંપનીઓને પોતાની એપ કે વેબસાઇટ માટે કસ્ટમાઇઝ્ડ મેપ્સ તૈયાર કરવાનાં સોલ્યુશન્સ આપે છે. મેપબોક્સમાં કાર્યરત અરુણ ગણેશ અને અરુણા શંકરનારાયણે ચેન્નાઈમાં પૂરને પગલે, પોતાનો અનુભ અને આવડત કામે લગાડ્યાં અને લોકો પોતે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો જેને અપડેટ કરી શકે એવો નક્શો તૈયાર કર્યો. નક્શાનો...

એરલાઇન્સ દ્વારા બેગેજનું સ્માર્ટ ટ્રેકિંગ

તમે અમદાવાદથી મુંબઈ કે લંડનની ફ્લાઇટમાં મુસાફરી કરો અને તમારી બેગ્ઝ દિલ્હી કે સિંગાપોર પહોંચી ગઈ હોય એવું તમારી સાથે બન્યું છે? આવા કિસ્સામાં મુસાફરોને તો હાલાકી થાય જ છે, પણ સામાન પરત લાવવામાં એરલાઈનને પણ મોટો ખર્ચ થાય છે. જગતભરની એરલાઈન્સ પોતાની નાલેશી ટાળવા એ વધારાનો ખર્ચ ઘટાડવા બેગેજ હેન્ડલિંગને વધુ સ્માર્ટ બનાવવા પ્રયાસ કરી રહી છે. કેટલીક એરલાઈને વીઆઈપી ટ્રાવેલર્સને તેઓ પોતાની બેગ એપ પર ટ્રેક કરી શકે તેવી સુવિધા આપી છે. પરંતુ હવે ડેલ્ટા નામની એક અમેરિકન એરલાઈન...

ઓફલાઇન મેપ્સ હવે સ્ટોર કરો ડેટા કાર્ડમાં

મોબાઇલમાં અપૂરતી સ્પેસ એ સ્માર્ટફોન ધરાવતા લગભગ બધા ભારતીયોનો પ્રાણપ્રશ્ન છે અને હવે આ વાત ગૂગલને પણ સમજાઈ છે. તમે કોઈ અજાણ્યા શહેરમાં જતા હો ત્યારે ગૂગલ મેપ્સમાંનો તેનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે સ્માર્ટફોનમાં સેવ કરી શકાય છે એ તમે જાણતા જ હશો (વાંચો ‘સાયબરસફર’નો નવેમ્બર ૨૦૧૫ અંક). આ મેપનો ડેટા સામાન્ય રીતે ફોન કે ટેબલેટની ઇન્ટરનલ મેમરીમાં સ્ટોર થાય છે. હવે જો તમારા ફોનમાં મેપ્સનું લેટેસ્ટ વર્ઝન હોય તો તમે મેપ્સના સેટિંગ્સમાં જઈને આ ડેટાને એસડી કાર્ડમાં ટ્રાન્સફર કરી શકો...

નવી નવાઈનું નકશાનું વિશ્વ

હજી દસ વર્ષ પહેલાં જે માત્ર કાગળ કે કાપડ પર જોવા મળતા હતા એ નકશાએ આજે આપણા ડેસ્કટોપ કે મોબાઇલ ડિવાઇસમાં બિલકુલ નવો ડિજિટલ અવતાર મેળવ્યો છે અને હવે એ એકદમ ઝડપથી આપણી દુનિયા બદલી રહ્યા છે. આગળ શું વાંચશો? ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ માની લો કે ‘ખુશ્બુ ગુજરાત કી’ આખી દુનિયામાં પ્રસરી છે અને અમિતાભ બચ્ચનના ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’ એવા આમંત્રણને માન આપીને એક યુરોપિયન કપલ ગુજરાતના પ્રવાસે આવ્યું છે અને...

પહેલાં મેળવીએ ગૂગલ મેપ્સનો પ્રારંભિક પરિચય

ગૂગલ મેપનો ઉપયોગ આમ તો તદ્દન સરળ છે, પણ તેમાં એટલી બધી સુવિધાઓ છે કે ક્યારેક તેનો નવોસવો ઉપયોગ કરનારી વ્યક્તિ ગૂંચવાઈ શકે છે. અહીં ડેસ્કટોપ પર ગૂગલ મેપ્સમાં જોવા મળતો સામાન્ય ઇન્ટરફોસ અને તેનાં દરેક પાસાંની માહિતી આપી છે. આપણા દેશ અનુસાર, આમાંની કેટલીક બાબતો બદલાઈ શકે છે. ડિરેક્શન્સ મેળવો : તમારે જે સ્થળે પહોંચવું હોય તેનું નામ લખો અને ચાલતાં, કારમાં, બસમાં કે સાઇકલ પર ત્યાં પહોંચવાનો રસ્તો જાણો. માપ પ્લેસીઝ : અહીં ક્લિક કરીને તમારી પોતાની...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.