Email

જમાનો ઇન્સ્ટન્ટ મેસેજિંગનો હોવા છતાં, ઈ-મેઇલ વિના કોઈને ચાલે તેમ નથી. આપણા દૈનિક જીવનના અભિન્ન અંગ જેવી ઈ-મેઇલ સર્વિસ સંબંધિત અનેક અવનવી વાતો, આ વિભાગમાં.

જાણો જીમેઇલની મર્યાદાઓ

તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે એકથી વધુ ફાઇલ, પણ કુલ ફાઇલ સાઇઝ ૨૫ એમબી)ની મર્યાદામાં એટેચમેન્ટ મોકલી શકીએ છીએ. જ્યારે મોકલવાની એક ફાઇલની સાઇઝ ૨૫ એમબી કરતાં વધુ હોય ત્યારે જીમેઇલ તેને એટેચમેન્ટ તરીકે મોકલવાને બદલે ગૂગલ ડ્રાઇવની લિંક બનાવીને એ...

જીમેઇલ એપમાં નવા પ્રકારની લિંક્સની સુવિધા મળી

ગૂગલે તેની જીમેઇલ અને ઇનબોક્સ એપમાં હમણાં એક એવી સુવિધા ઉમેરી છે જે તેને ખરેખર ઘણા સમય પહેલાં ઉમેરી દેવા જેવી હતી! અત્યાર સુધી આપણને કોઈ મેઇલમાં વેબપેજનુ એડ્રેસ આવ્યું હોય તો તે લિંક તરીકે કામ કરતું અને તેના પર ક્લિક કરતાં એ પેજ બ્રાઉઝરમાં ઓપન થતું હતું. પરંતુ આવી સગવડ એડ્રેસ કે ફોન નંબરમાં મળતી નહોતી. કોઈ વ્યક્તિ આપણને ઇમેઇલમાં પોતાનો ફોન નંબર કે એડ્રેસ મોકલે અને આપણે તેમને એ નંબર પર કોલ કરવો હોય કે મેપ્સમાં તેમનું એડ્રેસ જોવું હોય તો ઈ-મેઇલમાંથી આ...

મેઇલ બીજી વ્યક્તિને ઓટો ફોરવર્ડ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : નયન ગણાત્રા, નખત્રાણા, કચ્છ તમારા બિઝનેસની જ‚રૂરિયાત અનુસાર જો તમારે તમારા અમુક ઈ-મેઇલ સામેની પાર્ટી ઉપરાંત અમુક ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ કરવાના થતા હોય (ઉદાહરણ તરીકે તમારા પોતાના બેકઅપ માટે પોતાના જ બીજા ઈ-મેઇલ આઇડી પર) તો જીમેઇલમાં થોડા સેટિંગ્સ કરી લીધા પછી કશું કર્યા વગર દરેક વખતે આ કામ આપોઆપ થઇ શકે છે. વિશેષ ફાયદો એ વાતનો છે કે તમે તમારી જ‚રૂરિયાત મુજબ નિશ્ચિત શરતો ગોઠવીને એ મુજબ માત્ર અમુક ઈ-મેઇલ ચોક્કસ ઈ-મેઇલ એડ્રેસ પર ઓટો ફોરવર્ડ થાય તેવાં સેટિંગ્સ...

કોઈ તમારા ઈ-મેઇલ એકાઉન્ટ પર કબજો જમાવે તે પહેલાં…

તમને ક્યારેક તમારા કોઈ મિત્ર કે પરિચિતના ઈ-મેઇલ આઇડી પરથી, ખરેખર એમણે ન મોકલ્યો હોય એવો ઈ-મેઇલ આવી પડ્યો હશે. એ વ્યક્તિનું ઈ-મેઇલ એકાઉન્ટ કોઈ હેક કરી લે અને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલી તમામ વ્યક્તિને ખોટા ઈ-મેઇલ મોકલવા લાગે ત્યારે આવું થતું હોય છે. હેકરે એ એકાઉન્ટમાં ઘૂસાડેલા પ્રોગ્રામથી આવા સ્પામ મેઇલ્સ રવાના થવા લાગતા હોય છે. આવું બની રહ્યું હોય તેની ઈ-મેઇલ એકાઉન્ટના મૂળ માલિકને તો ખબર પણ હોતી નથી. તમારા ધ્યાનમાં આવો મેઇલ આવે એટલે તમે એ વ્યક્તિને જાણ કરો અને પછી એ...

તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે?

હમણાં આવી એડ્સનું પ્રમાણ થોડું ઘટ્યું છે, પણ થોડા સમય પહેલાં હરીફ કંપનીઓ એકબીજાની પ્રોડક્ટસ અને બ્રાન્ડ એમ્બેસેડરી ઠેકડી ઉડાવતી જાહેરાતોના રવાડે ચઢી હતી. કોકા-કોલા કંપનીએ વર્લ્ડ કપ સ્પોન્સર કર્યો અને ચારેતરફ ‘ઓફિશિયલ સ્પોન્સર ઓફ વર્લ્ડ કપ’ની જાહેરાતો ચલાવી ત્યારે પેપ્સીએ ‘નથિંગ ઓફિશિયલ એબાઉટ ઇટ’ સ્લોગનનું તીર ફેંકીને યંગ જનરેશનનું દિલ જીતી લીધું હતું અને સાથોસાથ કોકા-કોલા કંપનીના સઢમાંથી હવા કાઢી નાખી હતી, એ યાદ છેને? આગળ શું વાંચશો? તારી ક્લિકનો બંધાણી.... ગૂગલ સર્ચ સમજાવતો વીડિયો કંઈક આવી જ સ્થિતિ હવે ઇન્ટરનેટ પર પણ જોવા મળે...

જીમેઇલનો બેકઅપ કેવી રીતે લેશો?

સવાલ લખી મોકલનારઃ ચંદ્રકાન્તભાઈ એન. દોશી, મુંબઈ આજના સમયમાં રોજિંદા કમ્યુનિકેશન માટે ઈ-મેઇલનું સ્થાન ઇન્સ્ટન્ટ મેસેજિંગે લઇ લીધું છે તેમ છતાં બિઝનેસ સંબંધી કામકાજ માટે અને પ્રમાણમાં મોટી ફાઇલ્સની આપ-લે માટે હજી પણ ઇ-મેઇલનો ઉપયોગ અનિવાર્ય છે.  ઉપરાંત, વોટ્સએ જેવી સર્વિસની સરખામણીમાં ઈ-મેઇલમાં આપણા કમ્યુનિકેશનનો રેકોર્ડ વધુ વ્યવસ્થિત રીતે સચવાઈ શકે છે. જો તમે જી-મેઇલનો ઉપયોગ કરતા હો તો તેમાં ૧૫ જીબી જેટલી સ્પેસ મળે છે પરંતુ આ સ્પેસ આપણા જી-મેઇલ, ગૂગલ ડ્રાઇવ તથા ગૂગલ ફોટોસ વચ્ચે વહેંચાયેલી છે. થોડા વર્ષ પહેલાં ૧૫ જીબી પૂરતી સ્પેસ ગણાતી...

વેકેશનમાં ઈ-મેઇલ ઓટોરીપ્લાય કરો આ રીતે…

કોઈ કારણસર તમે અમુક દિવસ ઈ-મેઇલના જવાબ આપી શકવાના ન હો, તો તમને મળેલા ઈ-મેઇલ્સના ઓટોમેટિક જવાબ મોકલવાનું સેટિંગ કરી શકાય છે. ઉનાળાના વેકેશન દરમિયાન તમે થોડા દિવસ ફરવા જવાના હો અને એ દિવસોમાં સતત તમે તમારું ઈ-મેઇલ એકાઉન્ટ ચેક કરી શકો તેમ ન હો એવું બની શકે. અથવા એવું પણ બને કે પ્રવાસ દરમિયાન રોજિંદા કામમાંથી પૂરેપૂરો બ્રેક લેવાનો આપણો ઈરાદો હોય. આ બંને સ્થિતિમાં, આપણને ઈ-મોકલનાર વ્યક્તિ સાવ અંધારામાં રહે એવું પણ આપણે ઇચ્છતા ન હોઈએ. વેકેશન ઉપરાંત પરિવારમાં પ્રસંગ હોય ત્યારે કે આપણે...

યાહૂના મેઇલ ઓપન કરો જીમેઇલ એપમાં!

ગૂગલે એક તરફ, એક તરફ પિકાસા જેવી સરસ સર્વિસ પાછી ખેંચી છે, તો બીજી તરફ બીજી એક નવી સુવિધા આપી છે  જીમેઇલમાં, જીમેઇલ એકાઉન્ટ વિના લોગ-ઇન થવાની સગવડ! નવાઈ લાગીને? તમે જાણતા જ હશો કે એન્ડ્રોઇડમાં જીમેઇલ એપમાં આપણે આપણા યાહૂ, હોટમેઇલ વગેરે પણ એક્સેસ કરીને એક જ ઇનબોક્સમાં તમામ મેઇલ જોઈ શકીએ છીએ, એ જ પ્રકારે હવે જરા વધુ સગવડ મળશે. જીમેઇલમાં ઇનબોક્સમાંના વિવિધ મેઇલ્સને ઓટોમેટિક સોર્ટ કરીને ઓર્ગેનાઇઝ કરવાની સગવડ, ગૂગલ નાઉ સાથેનું ઇન્ટીગ્રેશન, એડવાન્સ્ડ સર્ચના ઓપ્શન્સ વગેરે બધું હવે યાહૂ અને હોટમેઇલ...

જીમેઇલમાં કામના મેઇલ્સ શોધો સહેલાઈથી!

જીમેઇલમાં આપણે લગભગ કોઈ ઈ-મેઇલ ડિલીટ કરતા નથી, પણ એટલે જ તેમાં એટલા બધા ઈ-મેઇલ્સનો ભરાવો થતો જાય છે કે કામના મેઇલ્સ શોધવાનું કામ ક્યારેક થોડું મુશ્કેલ બને છે. જીમેઇલમાં સામાન્ય રીતે આપણે જોઈતો મેઇલ શોધવાનાં ત્રણ પગલાં છે :  ઇનબોક્સ પરના સર્ચબોક્સમાં કોઈ પણ કીવર્ડ લખીને. એ રીતે જોઈતો મેઇલ ન મળે તો ડાબી તરફની પેનલમાં સ્પામ ફોલ્ડર શોધીને તેમાં શોધી શકાય (અથવા સર્ચબોક્સમાં in:spam લખીને પછી જોઈતા કીવર્ડ લખતાં માત્ર સ્પામ ફોલ્ડરમાં મેઇલ્સ શોધવામાં આવશે) હજી પણ આપણો મેઇલ ગાયબ રહે તો ...

જીમેઇલમાં મલ્ટીપલ સાઇન-ઇન શું છે?

સવાલ લખી મોકલનારઃ ફૈયાઝ શેખ, અમદાવાદ  ફૈયાઝભાઈનો મૂળ સવાલ જરા લાંબો છે "મેં x@gmail.com નામે ગૂગલ એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરીને જીમેઇલ વગેરેનો ઉપયોગ કર્યો. તે પછી ફોન તથા પીસીમાં y@gmail.com નામે એકાઉન્ટ ઓપન કર્યું. તેમાં લોગ-ઇન કરતાં, x@gmail.com ઉપર લોગ-ઇન થઈને જીમેઇલ વગેરે ઓપન થાય છે. ફોન તથા પીસીમાં આપણી ઇચ્છા મુજબ એક્સ કે વાય એકાઉન્ટમાં કઈ રીતે લોગ-ઇન કરી શકાય? આ સવાલ ખરેખર લાંબો નહીં, પણ અટપટો લાગ્યો હશે. તેમાં વાંક ફૈયાઝભાઈનો નહીં, પણ નવી ટેકનોલોજી અને આપણી નવી નવી જરૂરિયાતોનો છે! ખરેખર આવી મૂંઝવણ અનેક લોકોની...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.