Home Smart Life Business

Business

તમે તમારો બિઝનેસ એ જ જૂની પદ્ધતિએ ચલાવો છે કે નવી, સ્માર્ટ રીતે? તમે ક્યાંય નોકરી કરતા હો, સેલ્ફ-એમ્પ્લોઇડ હો કે બિઝનેસમેન, આ વિભાગ તમને નવા વિચારો, નવી દિશાઓ આપશે.

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ...

એક સાથે અનેક લોકોને ઇ-મેઇલિંગની સગવડ આપતી ઉપયોગી મેઇલ સર્વિસીઝ

બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે. આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે - ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ પર એડ્સ વગેરે, પ્રમોશનના નીતનવા રસ્તા ખૂલી ગયા છે. આ બધામાં, લાંબા સમયથી એક રસ્તો સતત લોકપ્રિય રહ્યો છે - ઈ-મેઇલ માર્કેટિંગનો. વચ્ચેના થોડા સમયમાં તેનો અતિરેક અને બીજાં કારણોસર તેનાં વળતાં પાણી થયાં હતાં, પણ હવે મોબાઇલના જમાનામાં લોકોને આપણો...

જોજો, જીએસટીને નામે તમને કોઈ લૂંટી ન જાય!

ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી! ખાસ કરીને આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે જીએસટી માત્ર વેપારીઓ કે બિઝનેસને સંબંધિત મુદ્દો નથી. આપણે સૌ રોજબરોજની ખરીદી માટે ચૂકવણી કરતી વખતે જીએસટી ચૂકવીએ છીએ ત્યારે એ જાણવું બહુ જરૂરી છે કે આપણે જીએસટીને નામે જે વધારાની રકમ...

મહેનતનાં મીઠાં ને ઝડપી ફળ આપતાં સ્ટાર્ટ-અપ્સ

છેલ્લાં કેટલાંક વર્ષથી, અખબારોમાં અને બિઝનેસ સર્કલ્સમાં એક શબ્દ બહુ ગાજે છે - સ્ટાર્ટ-અપ! ‘ફલાણી કંપનીની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી અને આજે એ કરોડો રૂપિયામાં વેચાઈ’ એવી વાતો પણ સ્ટાર્ટ-અપના સંદર્ભમાં આપણે ઘણી વાર સાંભળીએ છીએ. અત્યાર સુધી આપણે જે ઉદ્યોગપતિઓ કે બિઝનેસમેનની વાતો સાંભળી હતી - રીલાયન્સના ધીરુભાઈ અંબાણી, નિરમાના કરસનભાઈ પટેલ કે ટોરેન્ટ ગ્રૂપના યુ. એન. મહેતા જેવા - એ બધાએ પણ સાવ નાના પાયે પોતપોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને વર્ષોની મહેનત પછી તેઓ આખી...

સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને લોકોને પરસ્પર વધુ નજીક લાવતા આ જબરા બિઝેસનો ઇતિહાસ તપાસીએ.  ૧૯૭૮ વોર્ડ ક્રિસ્ટેન્સન અને રેન્ડી સ્યુએસ નામના બે કમ્પ્યુટરા અખતરાબાજોએ મિત્રો સાથે નવાજૂનીનો આપલે કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ બુલેટિન બોર્ડ સિસ્ટમ (બીબીએસ) વિકસાવી. ૧૯૯૩ ...

ફેસબુકની કમાણી : કેટલી અને કેવી રીતે?

ગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે... સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક્ટિવ સભ્યો બીજી સાઇટ્સ પર કેટલો ટ્રાફિક મોકલી શકે છે અને અંતે એની કંપનીને કેટલો બિઝનેસ મળે છે એના આધારે સોશિયલ નેટવર્કિંગ સાઇટનું વજન મપાતું હોય છે. ગુજરાતનાં ગામડાંઓમાં ગામના ચોરે, વડલાના ઓટલે બેઠાં બેઠાં ગામના મોભીઓ અલકમલકની વાતો કરે એનાથી વડદાદાને શો ફાયદો થતો હશે એ તો વડલાને વાચા ફૂટે તો આપણને ખબર પડે, પણ આ જ...

બિઝનેસની વેબસાઇટ બનાવો ૧૦ મિનિટમાં. મોબાઇલમાં. મફતમાં.

તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન પાર્લર હોય, ઝેરોક્સ શોપ હોય, નાનું રેસ્ટોરાં હોય, બ્યુટી પાર્લર હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હો... તો તમને નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે મળે? છાપાં ભેગાં લીફલેટ વહેંચવાં, ટચૂકડી જાહેરખબરો કરવી વગેરે જૂની પદ્ધતિઓ ઉપરાંત ઓનલાઇન માર્કેટિંગનો પણ તમે લાભ લઈ શકો છો - જો તમારી એક વેબસાઇટ હોય! સામાન્ય રીતે નાના બિઝનેસ માટે પોતાની વેબસાઇટ બનાવવી એ ઘણું મુશ્કેલ કામ છે. બ્લોગર, વર્ડપ્રેસ વગેરે પ્લેટફોર્મ પર આ કામ પ્રમાણમાં સહેલું...

વિચારોને સાચવી લો, સહેલાઈથી!

બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે... આ બધું તરત ને તરત સાચવી લેવું હોય  અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ. કલ્પના કરો કે તમે (પતિ-પત્ની બંને) એક બીઝી, વર્કિંગ પર્સન છો. સાંજે તમે દીકરીની બર્થ-ડે પાર્ટી રાખી છે અને ઓફિસેથી ઘરે પહોંચતાં પહેલાં, પોતપોતાની ઓફિસની નજીકના મોલમાં જઈને અને ત્યાર પછી બીજી બે-ચાર શોપ ફરીને તમારે કેટલીય વસ્તુની ખરીદી કરવાની છે. તમે ખરીદવાની ચીજવસ્તુઓનું...

તમારા પ્રિન્ટરને ધમધમતું રાખો, પ્રિન્ટેબલ્સથી!

બાળકોની રમતથી માંડીને બિઝનેસમાં ઉપયોગી સંખ્યાબંધ ‘રેડી-ટુ-યૂઝ’ ટેમ્પ્લેટ્સનો આ ખજાનો ફુરસદે તપાસવા જેવો છે વેકેશનમાં તમારી દીકરી વારંવાર ‘મમ્મી, કહેને, હું શું કરું’ એમ કહીને પજવે છે? અવા તમે જ દીકરાના પ્રોજેક્ટ માટે ક્લિપઆર્ટ શોધી શોધીને થાક્યાં છો? કે પછી તમે તમારા બિઝનેસ માટે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય એવું ઇનવોઇસનું ટેમ્પ્લેટ શોધી રહ્યા છો? ઘરના સૌથી નાનકડા સભ્યને બીઝી રાખવા માટે તેે કાગળ અને રંગ પકડાવી દેવાની વાત હોય કે પછી સ્કૂલના વિવિધ પ્રોજેક્ટ માટે ચાર્ટ પેપર પર વિવિધ ચિત્રો ચોંટાડવાની વાત...

ઇઝી ઓનલાઇન એકાઉન્ટિંગ

તમે નાના પાયે બિઝનેસ શરૂ‚ કર્યો હોય કે પછી તમે પ્રોફેશનલ હો, ખર્ચ વધાર્યા વિના તમારું એકાઉન્ટિંગ તમે જાતે કરવા માગતા હો તો આ ફ્રી વેબસર્વિસ ખરેખર ખૂબ ઉપયોગી થાય તેમ છે જેમ બેસતા વર્ષે કે પહેલી જાન્યુઆરીએ આપણને ફિટનેસ સંબંધિત નવી નવી ટેવ પાડવાનો ઉત્સાહ જાગતો હોય છે તેમ નવું નાણાકીય વર્ષ શરુ થાય એ સાથે ફાઇનાન્સ બાબતે બધું એકદમ પ્રોપર કરી નાખવાનો અને નવા વર્ષમાં પરફેક્ટ એકાઉન્ટિંગ કરવાનો ઉત્સાહ ઘણા લોકોને જાગતો હોય છે, ખાસ કરીને એવા લોકોને, જેમનો...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.