Banking

બેન્કિંગ ક્ષેત્રમાં છેલ્લાં ચાલીસ વર્ષમાં જેટલાં પરિવર્તનો આવ્યાં નથી, એટલાં છેલ્લાં ચાર વર્ષમાં આવી ગયાં છે. પેટીએમ, યુપીઆઇ, ભીમ એપ વગેરે તમને ગૂંચવતાં હોય તો આ વિભાગ તમને આ બધાનાં બારીક પાસં સમજાવશે અને સતત અપડેટેડ રાખશે.

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો! એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ એમેઝોન કંપનીએ રૂ. ૧૦,૦૦૦ થી ઓછી કિંમતની ચીજવસ્તુઓ ખરીદવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ‚ કરી છે. એમેઝોનની મોબાઇલ એપ કે મોબાઇલ બ્રાઉઝરમાં ખરીદી કરતી વખતે યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે... પેમેન્ટની પદ્ધતિ પસંદ કરતી વખતે યુપીઆઈ પસંદ કરીને તમારો યુપીઆઈ આઇડી આપો. ‘વેરિફાય’ પર ક્લિક કરો. તમારો યુપીઆઈ આઇડી સાચો હશે...

રેલવે કાઉન્ટર પર ભીમ એપથી પેમેન્ટ

લાંબા સમયથી જેની શક્યતાઓ દેખાઈ રહી હતી એ વાત હવે અમલમાં મૂકાઈ ગઈ છે. ડિજિટલ પેમેન્ટને વેગ આપવા માટે ઇન્ડિયન રેલવેઝમાં ભીમ યુપીઆઈ એપથી બુકિંગ કરી શકાય એવી સુવિધા પહેલી ડિસેમ્બર ૨૦૧૭થી શરૂ થઈ ગઈ છે. આઇઆરસીટીસીની વેબસાઇટ પર ઇ-ટિકિટનું બુકિંગ કરાવતી વખતે ઓનલાઇન પેમેન્ટના બીજા વિકલ્પો ઉપરાંત ભીમ એપથી પેમેન્ટ કરી શકાય એવી સુવિધા તો છે જ, હવે રેલવે સ્ટેશનના બુકિંગ કાઉન્ટર પર પણ ભીમ એપથી પેમેન્ટ થઈ શકે તેવી શરૂઆત થઈ શકે છે. જો તમે ભીમ એપનો ઉપયોગ કરતા...

હવે પેટીએમ ‘લોન’ પણ આપશે!

ઇન્સ્ટન્ટ મેસેજિંગના જમાનામાં હવે લોન પણ ઇન્સ્ટન્ટ થવા લાગી છે! આમ તો, જો તમે તમારા બેન્ક ખાતામાં ઠીક ઠીક રકમ જમા રાખતા હો તો મોટા ભાગની બેન્ક લગભગ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત વગર લોન ઓફર કરતી હોય છે. એ દિશામાં એક ડગલું આગળ વધતાં પેટીએમ અને આઇસીઆઇસીઆઇ બેન્કે હવે જોડાણ કરીને ટૂંકા ગાળા માટે, નાની રકમની ઇન્સ્ટન્ટ લોન આપવાની શરૂઆત કરી છે. સામાન્ય રીતે મહિનો પૂરો થવામાં હોય અને પગાર હજી આવ્યો ન હોય ત્યારે જો આપણે નાણાભીડ અનુભવી રહ્યા હોઈએ...

ઝડપથી બદલાઈ રહી છે ડિજિટલ પેમેન્ટની દુનિયા

આગળ શું વાંચશો? ક્યુઆર કોડનો વધતો વ્યાપ આવે છે જિઓ પેમેન્ટ બેન્ક્સ કરિયાણાની દુકાનમાં નવું કેલ્સી એરટેલમાં યુપીઆઈ બેન્કનો ચેટબોટ ક્યુઆર કોડનો વધતો વ્યાપ કરિયાણાની દુકાને આપણે અત્યાર સુધી રોકડથી અથવા બહુ બહુ તો બેન્ક કાર્ડથી પેમેન્ટ કરતા આવ્યા છીએ. હવે તેમાં પેટીએમ જેવી મોબાઇલ વોલેટના ક્યુઆર કોડ ઉમેરાયા છે, જેને સ્કેન કરીને આપણે ફટાફટ પેમેન્ટ કરી શકીએ છીએ. પેટીએમ એપના સ્કેનરથી હવે આપણે કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરીને તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા...

હવે રૂપિયા સાથે કરો મેસેજની આપલે

થોડા સમય પહેલાં આપણે વાત કરી ગયા એ મુજબ ઇન્સટન્ટ મેસેજિંગ એપ્સ અને મોબાઇલ વોલેટ્સ વચ્ચે ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે. હાઇક જેવી ઇન્સટન્ટ મેસેજિંગ એપમાં યસ બેંકના સહયોગમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ છે તો રિલાયન્સ જિઓની ચેટ એપમાં મોબાઇલ વોલેટ જેવી પેમેન્ટ સુવિધા આવી ગઈ છે. જિઓ કંપની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે મળીને પેમેન્ટ બેંક શરૂ કરવાની તૈયારીમાં છે જે પૂરેપૂરી મોબાઇલ આધારિત હશે. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ સુવિધા આવવાની ઘડીઓ ગણાઈ...

ભારત આગળ વધે છે ડિજિટલ ઇન્ડિયા તરફ-‘ઉમંગ’ સાથે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના વહીવટથી તમને સંતોષ હોય કે ન હોય, એમની કાર્યપદ્ધતિ અને વચનોમાં તમને વિશ્વાસ હોય કે ન હોય, એક વાતે તમે સંમત થશો કે તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી, સરકારી વેબસાઇટ્સ અને એપ્સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. જીએસટીનાં સર્વર વારંવાર ઠપ થઈ જાય છે એ જુદી વાત છે, હવે નવી બની રહેલી વેબ સર્વિસીઝ, એટલિસ્ટ, જોવામાં સારી લાગે એવી તો હોય જ છે! ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરવામાં અને લોકોને એની તરફ વાળવા માટે પણ સરકાર ખરેખર...

તેઝ હોય કે ભીમ, મુખ્ય આધાર યુપીઆઇ શું છે એ સમજીએ…

ગયા મહિને વધુ એક ઓનલાઇન પેમેન્ટ સુવિધા લોન્ચ થઈ - ગૂગલ તેઝ! બીજા અસંખ્ય લોકોની જેમ તમે આ એપ ડાઉનલોડ તો કરશો, પરંતુ તેનો ઉપયોગ કરશો ખરા?! પહેલાં આ સવાલ થવાના કારણમાં થોડા ઊંડા ઊતરીએ! ગયા વર્ષે નોટબંધી પછી ઓનલાઇન પેમેન્ટને વેગ આપવા માટે ભારત સરકારે ઉતાવળે ઉતાવળે ભારત ઇન્ટરેફસ ફોર મની (ભીમ) એપ લોન્ચ કરી હતી. ત્યારે આ એપ ધડાધડ ડાઉનલોડ થવા લાગી પરંતુ જેટલી સંખ્યામાં ભીમ એપ ડાઉનલોડ થઈ એનાથી ક્યાંય ઓછી સંખ્યામાં લોકોએ તેનો ઉપયોગ શરૂ કર્યો. કેમ? ભીમ...

યુપીઆઇ વિશે ગૂંચવતા સવાલોના સરળ જવાબ…

યુપીઆઈ એક્ઝેટલી શું છે? યુપીઆઈ કોઈ એક એપ નથી. યુપીઆઈ એ ભારતની વિવિધ બેન્કસ દ્વારા બનેલી સંસ્થા  નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ)એ વિકસાવેલી એક વ્યવસ્થા છે, જેને કારણે ભારતની જુદી જુદી બેન્કના ખાતા વચ્ચે ખાતેદારો, ઇન્ટરનેટ ટેક્નોલોજીની મદદથી સહેલાઇથી રકમની આપ-લે કરી શકે છે. નીચેના ગૂંચવતા સવાલોના સરળ જવાબ માટે આગળ વાંચો ભીમ એપ એટલે જ યુપીઆઈ? તો પછી યુપીઆઇનો ઉપયોગ કરવા આપણે કઈ એપ ડાઉનલોડ કરવી? યુપીઆઈ એપ્સ અને  મોબાઇલ વોલેટ્સમાં ફેર શું છે? યુપીઆઇનો ઉપયોગ કેવી રીતે કરી  શકાય? ...

ગૂગલ તેઝમાં નવું શું છે?

તમે પોતાના અને કોઈ મિત્રના સ્માર્ટફોનમાં બ્લુટૂથ ઓન કરીને, સોંગ કે રિંગટોન ફાઇલની આપલે કરી છે? બરાબર એ જ રીતે, આપણે ગૂગલ તેઝમાં રૂપિયાની આપલે કરી શકીએ છીએ - શરત માત્ર એટલી કે બંને વ્યક્તિએ પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ તેઝ ઇન્સ્ટોલ કરી, તેમાં પોતાના બેન્ક ખાતાને જોડીને યુપીઆઇ આઇડી મેળવ્યું હોવું જોઈએ. જો આટલું હોય, તો હવે માની લો કે તમારે કરિયાણાની દુકાને રોકડથી નહીં પણ સીધી પોતાના બેન્ક એકાઉન્ટમાંથી જ રકમ ચૂકવવી છે. આ માટે... તમે ગૂગલ તેઝ એપ લોન્ચ...

સમજીએ મોબાઇલમાં આધાર એપનો ઉપયોગ

જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી - અત્યાર સુધી આ શબ્દો આપણે જીવન વીમા માટે જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે આ શબ્દો આધાર કાર્ડને પણ પૂરેપૂરા લાગુ પડે છે. ફોન માટે નવું સિમ કાર્ડ મેળવવું હોય કે બેન્કમાં નવું ખાતું ખોલાવવું હોય તો આધાર કાર્ડ હવે અનિવાર્ય બની ગયું છે. ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે મૃત્યુનો દાખલો મેળવવા માટે પણ મૃતકનું આધાર કાર્ડ જોઈશે એવી વાત આવી હતી. જોકે પછી સરકારે સ્પષ્ટતા કરી છે કે...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.