Home Smart Life

Smart Life

ઇન્ટરનેટને કારણે આપણી અંગત જિંદગી, બિઝનેસ, બેન્કિંગ વગેરે બધામાં બહુ મોટાં પરિવર્તનો આવી રહ્યાં છે. આ બધું જેટલું બદલાય છે એટલી જ ગૂંચવણો પણ ઊભી કરે છે એવું લાગે છે? આ વિભાગમાંના લેખો તમારી બધી ગૂંચવણો ઉકેલશો, સરળ રીતે, હળવાશથી.

ગૂગલ, ફેસબુક વગેરે સર્વિસને આપણો મોબાઇલ નંબર આપવો જોઈએ?

સવાલ મોકલનાર : સંધ્યા જોશી, ગાંધીનગર જરૂર આપવો જોઈએ. આપણા એકાઉન્સની સલામતી માટે આ જરૂરી છે. ગૂગલ, ફેસબુક અને તેના જેવી મોટા ભાગની ઇન્ટરનેટ પરની સર્વિસીસમાં આપણે એકાઉન્ટ ખોલાવીએ ત્યારે આ સર્વિસ આપણી પાસેથી આપણું ઈ-મેઇલ એડ્રેસ અને મોબાઇલ નંબર માગે છે. જ્યારે આપણે આ કોઈ સર્વિસમાં આપણે આપેલો પાસવર્ડ ભૂલી જઇએ ત્યારે આપણા એકાઉન્ટની ખરાઈ માટે જે તે સર્વિસ આપણે પહેલેથી આપેલા, બીજા ઈ-મેઇલમાં પાસવર્ડ રીસેટ કરવાની લિન્ક મોકલે છે અથવા આપણે આપેલા મોબાઇલ નંબરમાં એક વેરિફિકેશન કોડ મોકલે છે. એટલે જ, ગૂગલને તમને અવારનવાર તમે તેને...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? ફેસબુક ‘એમ’ને વિદાય વોટ્સએપ ફોર બિઝનેસ પેટીએમ ફોર બિઝનેસ હવે પ્લેનમાં પણ નેટ કનેક્ટિવિટી માઇક્રોસોફ્ટનું સ્ટુડન્ટ માટેનું લેપટોપ દરેક કોલેજમાં ફ્રી વાઇ-ફાઇ મળશે?! ફેસબુક ‘એમ’ને વિદાય બધી ટેક કંપનીઝ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ્સ પર મોટો મદાર બાંધી રહી છે. એપલમાં સિરી, વિન્ડોઝમાં કોર્ટના, ગૂગલમાં ગૂગલ આસિસ્ટન્ટ ધીમે ધીમે આપણે માટે ઉપયોગી બની રહ્યા છે. આ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણી સાથેની વાતચીતમાંથી અને તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી સતત નવું શીખી વધુ ને વધુ સ્માર્ટ બને છે. જિઓના સબસ્ક્રાઇબર્સ જાણતા હશે કે જિઓ પણ હેલ્લો જિઓ નામે વર્ચ્યુઅલ...

ક્યારેક ઈ-મેઇલ મોડા કેમ પહોંચે છે?

સવાલ મોકલનાર : ભાવેશ મકવાણા, ગારિયાધાર આજનો સમય ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશનનો છે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે, વિશ્વના કોઈ ખૂણે બેઠેલી વ્યક્તિ વિશ્વના બીજા ખૂણે બેઠેલી વ્યક્તિ ઈ-મેઇલ મોકલવા માટે સેન્ડ બટન પર ક્લિક કરે તેની થોડી જ ક્ષણોમાં તે સામેની વ્યક્તિના સ્ક્રીન પર આવી ગયેલો દેખાય. પરંતુ જેમ કમ્યુનિકેશનની ઝડપ વધી છે તેમ આપણી ઉતાવળ અને અધીરાઈ પણ વધી છે. ઘણી વાર એવું બને કે ઈ-મેઇલ કોઈ મહત્ત્વના કામકાજ સંબંધિત હોય તો ઈ-મેઇલ મોકલનારી વ્યક્તિ મેઇલ સેન્ડ કર્યાની સાથોસાથે સામેની વ્યક્તિને ફોન પણ...

રોજિંદા કામકાજ માટે ઉપયોગી છતાં ઘણી સસ્તી લેપબુક્સ

આજના સ્માર્ટફોન ધીમે ધીમે પર્સનલ કમ્પ્યુટર જેટલા જ પાવરફૂલ બનવા લાગ્યા છે. ઘણા લોકો ઇન્ટરનેટનો પહેલો પરિચય પોતાના સ્માર્ટફોનમાં જ મેળવે છે. તેમ છતાં, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા હજી પણ બહુ ઓછી થઈ નથી. સ્માર્ટફોન અને પીસી બંનેમાં એક સ્પષ્ટ તફાવત છે. વિવિધ કન્ટેન્ટ જોવા-વાંચવા માટે સ્માર્ટફોન વધુ સગવડભર્યા છે, પણ કન્ટેન્ટ જ સર્જવા માટે પીસી કે લેપટોપ વધુ સગવડદાયક અને પાવરફૂલ છે. ઓફિસ વર્કમાં હજી પણ પીસી કે લેપટોપ વગર ચાલે તેમ નથી, એ જ રીતે કોલેજ સ્ટુડન્ટ્સને પોતાના પ્રોજેક્ટ રિપોર્ટ, અસાઇન્મેન્ટ્સ વગેરે તૈયાર કરવા માટે...

મેપ્સમાં અંતર કેવી રીતે જોઈ શકાય?

આમ તો ગૂગલમાં નેવિગેશનમાં બે સ્થળ લખીએ એ સાથે ગૂગલ મેપ એક સ્થળથી બીજા સ્થળ સુધીના જુદા જુદા રસ્તા બતાવીને આપણે જે રસ્તો પસંદ કરીએ તે રસ્તો કેટલો લાંબો છે અને કારમાં કે ચાલતા કેટલો સમય લાગશે તે આપણને જણાવે છે. પરંતુ આપણે એવું રસ્તાનું અંતર માપવાને બદલે કોઈ પંખી એક સીધી લીટીમાં ઊડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે તો તે કેટલું અંતર કાપે એ જાણવું હોય તો? એ માટે... ગૂગલ મેપ્સમાં કોઈ પણ સ્થળ સર્ચ કરો. નકશા પર એ સ્થળનું નામ દેખાશે અને તેનું સ્થાન...

એક સાથે અનેક લોકોને ઇ-મેઇલિંગની સગવડ આપતી ઉપયોગી મેઇલ સર્વિસીઝ

બિઝનેસ વધારવા માટે તમારા કોન્ટેક્ટ્સના લાઇવ ટચમાં રહેવું બહુ જરૂરી છે. આજના સમયમાં, ઓછા ખર્ચે લાઇવ ટચમાં રહેવાના ઘણા બધા રસ્તા છે - ફેસબુકમાં પોસ્ટિંગ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, પિન્ટરેસ્ટ વગેરેમાં પોસ્ટિંગ અને મેસેજિંગ, થોડો ખર્ચ કરવાની તૈયારી હોય તો ફેસબુક, ગૂગલ પર એડ્સ વગેરે, પ્રમોશનના નીતનવા રસ્તા ખૂલી ગયા છે. આ બધામાં, લાંબા સમયથી એક રસ્તો સતત લોકપ્રિય રહ્યો છે - ઈ-મેઇલ માર્કેટિંગનો. વચ્ચેના થોડા સમયમાં તેનો અતિરેક અને બીજાં કારણોસર તેનાં વળતાં પાણી થયાં હતાં, પણ હવે મોબાઇલના જમાનામાં લોકોને આપણો ઈ-મેઇલ આવ્યાનું નોટિફિકેશન પણ આપી...

ફેસબુકમાં ફોટો ટેગિંગમાં પરિવર્તન

કલ્પના કરો કે તમે મિત્રો સાથે પિકનિક કે પાર્ટીમાં ગયા છો. તમારા ગ્રૂપે રાબેતા મુજબ સંખ્યાબંધ ગ્રૂપ સેલ્ફી લીધી અને ગ્રૂપમાંના બેચાર મિત્રોએ એ ફોટોગ્રાફ ફેસબુક પર શેર કર્યા. અત્યાર સુધી એવું થતું હતું કે ફેસબુક પર ફોટોઝ અપલોડ કરનાર વ્યક્તિ એ ફોટોમાંના અન્ય મિત્રોને ટેગ કરે એટલે કે એ કોણ છે તે ફેસબુકને ઓળખાવે તો ફેસબુક એ અન્ય વ્યક્તિને  એટલે કે આપણને જાણ કરે કે તમારા ફલાણા મિત્રે ફેસબુક પર તમારો ફોટો અપલોડ કર્યો છે અને તમને ટેગ કર્યા છે. હવે ફેસબુક આમાં પરિવર્તન લાવે...

જોજો, જીએસટીને નામે તમને કોઈ લૂંટી ન જાય!

ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)એ કેવો ભાગ ભજવ્યો અને જીએસટી વિશે લોકોમાં ખરેખર આક્રોશ છે કે નહીં એ વિશે મતમતાંતર હોઈ શકે, પણ એક સ્પષ્ટ હકીકત છે કે જીએસટી વિશે લોકોમાં હજી પણ પૂરતી જાણકારી નથી! ખાસ કરીને આપણે સૌએ એ જાણવાની જરૂર છે કે જીએસટી માત્ર વેપારીઓ કે બિઝનેસને સંબંધિત મુદ્દો નથી. આપણે સૌ રોજબરોજની ખરીદી માટે ચૂકવણી કરતી વખતે જીએસટી ચૂકવીએ છીએ ત્યારે એ જાણવું બહુ જરૂરી છે કે આપણે જીએસટીને નામે જે વધારાની રકમ ચૂકવીએ છીએ તે ખરેખર સરકાર...

જાણો જીમેઇલની મર્યાદાઓ

તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે એકથી વધુ ફાઇલ, પણ કુલ ફાઇલ સાઇઝ ૨૫ એમબી)ની મર્યાદામાં એટેચમેન્ટ મોકલી શકીએ છીએ. જ્યારે મોકલવાની એક ફાઇલની સાઇઝ ૨૫ એમબી કરતાં વધુ હોય ત્યારે જીમેઇલ તેને એટેચમેન્ટ તરીકે મોકલવાને બદલે ગૂગલ ડ્રાઇવની લિંક બનાવીને એ...

ફ્લિપકાર્ટમાં એઆઈ

મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે. વિશ્વની સંખ્યાબંધ ટેક કંપનીઝ પોતપોતાના યૂઝર્સનો અત્યંત વિશાળ ડેટા લાંબા સમયથી સર્જી રહી છી અને હવે મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ડેટાનો પોતાના બિઝનેસના વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની નવી રીતો શોધી રહી છે. આ દિશામાં...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.