Windows

કોર્ટનાનો લાભ ભારતીય યૂઝર્સને

સ્માર્ટફોનની વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો દબદબો વધી રહ્યો છે. એપલની સિરી, ગૂગલી નાઉ અને વિન્ડોઝની કોર્ટના સર્વિસમાં, આપણી જરૂરિયાતો પારખી લેવાની રીતસર હરીફાઇ મચી છે. સિરી અને નાઉનો ઘણા સમયથી ભારતીય યૂઝર્સને લાભ મળી રહ્યો છે, પણ  કોર્ટના માટે વિન્ડોઝ ફોન યૂઝર્સે રાહ જોવી પડી છે. વિન્ડોઝ ૮.૧માં તેું મર્યાદિત વર્ઝન ઉલબ્ધ હતું, પણ આખરે વિન્ડોઝ ૧૦ના બેસ્ટ ફીચર ગણાયેલ કોર્ટનાનો લાભ હવે ભારતીય યૂઝર્સને મળશે. યૂઝર્સ કોર્ટાની મદદથી રેલવે બુકિંગું  પીએનઆર સ્ટેસસ જાણવું, મૂવી ટિકિટ બુક કરવી કે એરટેલ અને વોડાફોન જેવી...

‘માય કમ્પ્યુટર’માં ડાબી બાજુ દેખાતી પેનલને ગાયબ કરો

તમે હજી પણ વિન્ડોઝ એક્સપીમાં કામ કરતા હો તો જ્યારે પણ તમે માય કમ્પ્યુટરમાં જાઓ ત્યારે એક તરફ તમારી બધી ડ્રાઇવ (C, D, E) વગેરે જોવા મળે છે અને તેની ડાબી બાજુ, બ્લુ રંગમાં તમને System Task¡, Other Places, Details જેવા ઓપ્શન જોવા મળે છે. જો તમે ફોલ્ડર બ્રાઉઝ કરતી વખતે વધુ જગ્યા જોઈતી હોય તો આ બ્લુ રંગની આખી પેનલને દૂર કરી શકાય. એ માટે... (૧) સૌ પ્રથમ ‘માય કમ્પ્યુટર’માં જાઓ. (૨) હવે ટૂલ્સમાં ફોલ્ડર ઓપ્શનમાં જાઓ. (૩) તેમાં જનરલમાં બીજા નંબરનો ઓપ્શન Use Windows Classic...

સમજીએ કમ્પ્યુટરની કંટ્રોલ પેનલ

કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ એટલે તેની ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય. અહીં પહોંચીને આપણે વિવિધ રીતે કમ્પ્યુટરની રીત-ભાત અને આપણી સગવડતા નક્કી કરી શકીએ છે. આગળ શું વાંચશો? સિસ્ટમ એન્ડ સિક્યુરિટી નેટવર્ક એન્ડ ઈન્ટરનેટ હાર્ડવેર એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ્સ યુઝર એકાઉન્ટ એન્ડ ફેમિલિ સેફટી એપિરિયન્સ અને પર્સનલાઈઝેશ ક્લોક, લેંગ્વેજ એન્ડ રિઝન ઈઝ ઓફ એક્સેસ દરેક મોટી સફરની શ‚રુઆત એક નાના કદમથી થાય છે’ વિદ્વાનો આવું કહી ગયા છે. આપણા સંદર્ભમાં, વિશાળ વેબજગતમાં આપણી સફરની શ‚રુઆત આપણા પોતાના કમ્પ્યુટરથી થાય છે, એને જેટલું વધુ જાણીએ એટલો આપણને વધુ લાભ!  કમ્પ્યુટરને વધુ જાણવા...

વિન્ડોઝ ફાયરવોલ શું છે?

સવાલ મોકલનાર : કિશોર ગગલાણી, પોરબંદર રેન્સમવેરના હુમલા પછી ‘ફાયરવોલ’ શબ્દ થોડો વધુ ચર્ચામાં આવ્યો છે, પરંતુ છેલ્લાં ૧૩ વર્ષથી વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમના દરેક વર્ઝનમાં આ ઉપયોગી સેફ્ટી ટૂલ સામેલ રહ્યું છે. આ ટૂલ ચૂપચાપ પોતાનું કામ કરતું હોવાથી એ આપણી નજરમાં આવતું નથી પણ એ આપણા માટે ઘણું ઉપયોગી છે. આપણે વિન્ડોઝ ફાયરવોલને વધુ જાણીએ છીએ, પણ આપણા કમ્પ્યુટર માટે બે પ્રકારની ફાયરવોલ ઉપલબ્ધ હોય છે, એક છે હાર્ડવેર અને બીજી છે સોફ્ટવેર. આપણા પીસી અને બ્રોડબેન્ડ રાઉટર વચ્ચે એક વધારાનું ઇલેક્ટ્રોનિક સાધન મૂકવામાં આવે ત્યારે તે...

જાણો ડરામણા રેન્સમવેર સંબંધિત હકીકતો

ગયા મહિને દુનિયાભરમાં દરેક સમાચારપત્રો, ટીવી તેમ જ સોશિયલ મીડિયામાં ‘વોન્નાક્રાય’ નામનો રેન્સમવેર ખાસ્સો ચગ્યો. વિશ્વના લગભગ તમામ નાના મોટા આઇટી સેક્ટર, મીડિયા  તેમ જ સિક્યોરિટી એક્સપર્ટનું ધ્યાન ખેંચવામાં આ રેન્સમવેર સફળ રહ્યો. પ્રિન્ટ મીડિયા, ડિજિટલ મીડિયા તેમ જ સોશિયલ મીડિયામાં રેન્સમવેરને લગતી નાની મોટી (કેટલીક સાચી કેટલીક ખોટી) અને અધકચરી માહિતી તેમ જ સૂચનોનો ઉભરો ઠાલવવા લાગ્યો. પરંતુ આટલી બધી માહિતીના અતિક્રમણમાં મારા- તમારા જેવા સામાન્ય માણસને મૂંઝવણ થવી સ્વાભાવિક છે કે ખરેખર શું થઈ રહ્યું છે અને આપણે શું કરવાનું છે. આપણે જોઈએ કે...

લેપટોપમાં ટચપેડના પાવરયૂઝર બનો

લગભગ આપણને સૌને લેપટોપનું ટચપેડ, માઉસ જેટલું સહેલું અને સુવિધાજનક લાગતું નથી. માઇક્રોસોફ્ટ ‘પ્રિસિઝન ટચપેડ’થી આ કસર પૂરી કરવા માગે છે. જો તમારા રોજિંદા કામકાજ માટે સ્માર્ટફોન કાફી ન હોય અને તમારે ઓફિસમાં કે એરપોર્ટની લોન્જમાં કે વોલ્વો બસમાં બેઠાં બેઠાં લેપટોપ પર કામ કરવું પડતું હોય, તો તમને લેપટોપ સામે એક કાયમી ફરિયાદ હશે - તેમાં માઉસનો અભાવ. પીસીમાં કી-બોર્ડ પર ટેબલની બાજુમાં પડેલું માઉસ સ્ક્રીન પર આપણાં સંખ્યાબંધ કામ એટલી સરળતાની પૂરાં કરી આપે છે કે લેપટોપમાં તેની ગેરહાજરી એકદમ ખૂંચે. લેપટોપમાં તેના વિકલ્પ...

કમ્પ્યુટર પર કામ કરતી વખતે આંખો દુ:ખતી હોય તો આટલું જાણી લો…

જૂના ડબ્બા જેવા મોનિટર કરતાં સ્ટાઇલિશ લાગતા ફ્લેટ સ્ક્રીન અક્ષરો સ્પષ્ટ રીતે ડિસ્પ્લે કરવાની બાબતે નબળા છે. જોકે ‘ક્લિર ટાઇપ’ ટેક્નોલોજીથી આપણે આ ખામી સુધારી શકીએ છીએ. તમારે રોજેરોજ પર્સનલ કમ્પ્યુટર કે લેપટોપ પર કામ કરવાનું થાય છે? રોજબરોજનાં, ખાસ કરીને ઇન્ટરનેટ પર આધારિત મોટા ભાગનાં કામકાજ હવે સ્માર્ટફોન પર થઈ જાય છે, પણ જેમણે કન્ટેન્ટનો ફક્ત ઉપયોગ નથી કરવાનો પણ અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ સર્જવાનું પણ છે એ લોકો માટે તો હજી પણ પીસી જ વધુ ઉપયોગી છે. જો તમે પણ પીસી પર કામ કરતા...

જાણો વિન્ડોઝ ‘રન’ કમાન્ડ અને તેનો ઉપયોગ

વિન્ડોઝમાંની સંખ્યાબંધ ખૂબીઓમાંની એક, જેનો તમે કદાચ લાભ લેતા નહીં હો. વિન્ડોઝમાં જેટલા અલગ અલગ પ્રકારની સુવિધાઓ છે, એટલી જ વિવિધતા આ સુવિધાઓ સુધી પહોંચવામાં છે! સામાન્ય રીતે આપણે સ્ટાર્ટ બટન પર ક્લિક કરી, જુદા જુદા પ્રોગ્રામ્સના લિસ્ટમાં જઈ, જે તે પ્રોગ્રામ કે સુવિધા ઓપન કરતા હોઈએ છીએ, પણ વિન્ડોઝમાંનો ‘રન’ કમાન્ડ આ કામ ઘણું સહેલું બનાવી દે છે. ‘રન’ કમાન્ડ બોક્સમાં વિન્ડોઝના કોઈ પણ પ્રોગ્રામનું ખાલી નામ ટાઇપ કરી તે પ્રોગ્રામ કે સોફ્ટવેરને સ્ટાર્ટ કરી શકાય છે. વિન્ડોઝનાં નવાં વર્ઝન્સમાં સર્ચ બોક્સ આવ્યા પછી તે...

વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં ટેબ બનાવો, વેબ બ્રાઉઝરની જેમ!

વેબ બ્રાઉઝરમાં નવું પેજ ઓપન કરવા માટે આપણે ટેબનો ઉપયોગ કરી છીએ. આ ટેબ આપણા બ્રાઉઝિંગને બહુ સહેલું બનાવી દે છે. તમે ઇચ્છો તો તમારા કમ્પ્યુટરમાં પણ આવાં ટેબ્સ ઉમેરી શકો છો. Clover 3 એક એવું એક્સટેન્શન છે જેની મદદથી આપણે વિન્ડોઝ એક્સ્પ્લોરરમાં પણ ટેબનો ઉપયોગ કરી શકીએ. વિન્ડોઝ એક્સ્પ્લોરરનું કામ કમ્પ્યુટરની ફાઇલ્સઅને ફોલ્ડર્સને સારી રીતે ગોઠવવાનું હોય છે. આ એક્સટેન્શન ઉમેર્યા પછી તમે જેટલી વાર જુદી જુદી ડ્રાઇવ કે ફોલ્ડર (એટલે કે વિન્ડોઝ એક્સપ્લોરર) ઓપન કરશો ત્યારે વેબ બ્રાઉઝરની જેમ તે જુદાં જુદાં ટેબમાં ઓપન...

પેનડ્રાઇવને પાસવર્ડ પ્રોટેક્શન કેવી રીતે આપી શકાય?

તમે કોઈ પેનડ્રાઇવમાં અગત્યનો બેકઅપ સાચવતા હો અને તેને પાસવર્ડ પ્રોટેક્શન આપવા માગતા હો, તો જાણી લો પેનડ્રાઇવના ‘એન્ક્રીપ્શન’ની આ સહેલી રીત! વોટ્સએપને કારણે, એન્ક્રીપ્શન ટેક્નોલોજી ફરી એક વાર ચર્ચામાં આવી ગઈ છે. સામાન્ય રીતે, વોટ્સએપમાંના આપણા મેસેજ ખાસ અગત્યના હોતા નથી અને સરેરાશ યૂઝરને પોતાના વોટ્સએપ ડેટાને અત્યંત ગુપ્ત રાખવાની જરૂર હોતી નથી, પણ આપણા પીસી, લેપટોપ કે યુએસબીમાંના ડેટાને તમારે સલામત રાખવાની જરૂર હોય એવું બની શકે છે. જેમ કે આપણે આપણા બિઝનેસ એકાઉન્ટની ફાઇલ્સનો કોઈ યુએસબી પેન ડ્રાઇવમાં બેકઅપ લેતા હોઈએ તો...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.