Home PC & Laptop

PC & Laptop

વર્ડમાંથી ઇમેજ સેવ કરવી છે?

કોઈ કારણસર તમારે વર્ડની આખી ફાઇલ કે તેના કોઈ હિસ્સાને ઇમેજ તરીકે સેવ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે? આ કામ કરી આપતાં કેટલાક ઓનલાઇન ટૂલ્સ પણ ઉપલબ્ધ છે. પરંતુ વર્ડની અંદર જ આ માટેની સુવિધા સમાયેલી છે, જે પ્રમાણમાં ઘણું સારું પરિણામ આપે છે. આ સુવિધાનો લાભ લેવા માટે : તમારું વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેમાં જે ભાગને ઇમેજ તરીકે સેવ કરવો હોય તે ભાગ માઉસની મદદથી સિલેક્ટ કરી લો. આ સિલેકશનને કોપી કરી લો. નવું ડોક્યુમેન્ટ ઓપન કરો. તેમાં મથાળાની...

એક્સેલમાં કોલમ-રો હાઇડ-અનહાઇડ કેવી રીતે કરાય

એક્સેલમાં કામ કરતી વખતે તમે ખાસ્સું મોટું ડેટા ટેબલ બનાવ્યું હોય તો ક્યારેક સંખ્યાબંધ રો અને ડેટાને કારણે ડેટાને બરાબર સમજવો મુશ્કેલ બની જાય છે. એ ટેબલની પ્રિન્ટ કાઢતી વખતે પણ મોટું ટેબલ મુશ્કેલી સર્જે છે. સદભાગ્યે એકસેલમાં આપણે કોલમ્સ અને રોને આપણી મરજી મુજબ હાઇડ કે અનહાઇડ કરી શકીએ છીએ, એટલે કે આપણી જરૂરિયાત મુજબ અમુક રો કે કોલમ ટેબલમાં રહે ખરી પણ ફક્ત દેખાતી બંધ થાય અને જરૂરિયાત મુજબ તે ફરીથી દેખાય એવું સેટિંગ કરી શકાય છે. કોલમ અને...

એક્સેલમાં એક સેલને પાસવર્ડ પ્રોટેક્ટેડ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : વિપુલકુમાર ડી.રાઠોડ, સંતરામપુર એક્સેલમાં કોઈ વર્કશીટમાં તમે લાંબી મહેનત કરીને ખાસ્સો ડેટા એન્ટર કરી, વિવિધ ફોર્મ્યુલા સેટ કરી હોય એ પછી બીજી કોઈ વ્યક્તિ સાથે એ વર્કશીટ શેર કરવાની થાય તો સ્વાભાવિક રીતે આપણને એવી ઇચ્છા થાય કે કાં તો આખી વર્કશીટ અથવા તેના અમુક ભાગને પાસવર્ડ પ્રોટેક્ટ કરીએ, જેથી બીજી કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં તેમાં કોઈ ફેરફાર ન કરે. એક્સેલમાં સામાન્ય રીતે આખી વર્કશીટને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય છે અને આમ કરતી વખતે બીજી વ્યક્તિ એ...

એક્સેલમાં કર્સરને રાખો તમારા કંટ્રોલમાં

એક્સેલમાં કોઈ સ્પ્રેડશીટમાં કામ કરતી વખતે આપણું કર્સર કોઈ એક સેલમાં હોય તેમાં ડેટા એન્ટર કર્યા પછી આપણે એન્ટર કી પ્રેસ કરીએ ત્યારે કર્સર કોઈ બીજા સેલમાં આગળ વધે છે. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જે સેલમાં કર્સર હોય) તેમાં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ કરતાં એ સેલની નીચેનો સેલ હાઇલાઇટ થતો હોય છે અને કર્સર તેમાં પહોંચી જતું હોય છે. આપણે જ્યારે ઊભી કોલમમાં એક પછી એક સેલમાં ડેટા એન્ટર કરવાનો હોય ત્યારે આ સગવડ ઉપયોગી છે...

કોઈ ફોલ્ડરમાંની સંખ્યાબંધ ફાઇલ એક સાથે પ્રિન્ટ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : ઘનશ્યામ દવે, મહેસાણા કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે. જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો. વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરીને ડાયરેક્ટ તેમાંથી જે તે ફાઇલ પ્રિન્ટ કરવા માટે, એ ફાઇલના નામ પર કર્સર રાખીને માઉસથી રાઇટ ક્લિક કરવું અને તેમાં મળતા પ્રિન્ટ કમાન્ડની મદદથી ફાઇલ પ્રિન્ટ કરવી. જ્યારે કોઈ ફોલ્ડરમાંની એકથી વધુ ફાઇલ પ્રિન્ટ કરવી...

જાણી લો વાઇ-ફાઇ સિગ્નલ ડ્રોપ થવાનાં કારણો

આગળ શું વાંચશો? રેડિયો સિગ્નલમાં અંતરાય રાઉટરથી ડિવાઇસનું અંતર રાઉટર પર વધુ પડતું ભારણ ખોટા વાઇ-ફાઇ નેટવર્ક સાથે જોડાણ રાઉટર કે અન્ય સાધનને અપગ્રેડ કરવાની જરૂર જો તમે ઘરમાં રાઉટર વસાવ્યું હોય અને તેની મદદથી તમારા ઘરમાં પીસી, લેપટોપ અને મોબાઇલ ફોનમાં વાઇ-ફાઇ સિગ્નલથી કનેકશન મેળવતા હો તો તમારો અનુભવ હશે કે ઘણી વાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી કોઈ કારણ વગર બંધ થાય અને થોડી વારમાં આપણે કશું કર્યા વિના પાછી ચાલુ પણ થઈ જાય! આવું થવું બહુ સામાન્ય છે અને સદનસીબે તેના...

વર્ડમાં ‘કંટ્રોલ કી’ની મદદથી કર્સરને ધારી જગ્યાએ દોડાવો!

માઇક્રોસોફ્ટ કામ કરતી વખતે ટાઇપ થયેલા લખાણમાં આપણે એક એક અક્ષરને સિલેક્ટ કરવો હોય કે ડિલીટ કરવો હોય ત્યારે આપણે એરો, બેકસ્પેસ અને ડિલીટ કીનો ઉપયોગ કરવા વિશે તો જાણીએ છીએ પરંતુ કંટ્રોલ કીની મદદથી આપણે આખા શબ્દ કે પેરેગ્રાફમાં એક સાથે જોઇતા ફેરફાર કરી શકીએ છીએ. જેમ કે... Ctrl+Left Arrow: કોઈ પણ લખાણમાં કર્સર ગમે ત્યાં મૂકીને કંટ્રોલ કી સાથે લેફ્ટ એરો કી પ્રેસ કરશો તો કર્સર આગલા શબ્દની શ‚રૂઆત સુધી કૂદકા મારતું જશે. Ctrl+Right Arrow: કોઈ પણ લખાણમાં કર્સર ગમે ત્યાં...

રોજિંદા કામકાજ માટે ઉપયોગી છતાં ઘણી સસ્તી લેપબુક્સ

આજના સ્માર્ટફોન ધીમે ધીમે પર્સનલ કમ્પ્યુટર જેટલા જ પાવરફૂલ બનવા લાગ્યા છે. ઘણા લોકો ઇન્ટરનેટનો પહેલો પરિચય પોતાના સ્માર્ટફોનમાં જ મેળવે છે. તેમ છતાં, પર્સનલ કમ્પ્યુટરની ઉપયોગિતા હજી પણ બહુ ઓછી થઈ નથી. સ્માર્ટફોન અને પીસી બંનેમાં એક સ્પષ્ટ તફાવત છે. વિવિધ કન્ટેન્ટ જોવા-વાંચવા માટે સ્માર્ટફોન વધુ સગવડભર્યા છે, પણ કન્ટેન્ટ જ સર્જવા માટે પીસી કે લેપટોપ વધુ સગવડદાયક અને પાવરફૂલ છે. ઓફિસ વર્કમાં હજી પણ પીસી કે લેપટોપ વગર ચાલે તેમ નથી, એ જ રીતે કોલેજ સ્ટુડન્ટ્સને પોતાના પ્રોજેક્ટ રિપોર્ટ,...

એક્સેલમાં કર્સર ફેરવો-તમારી ઇચ્છા મુજબ

એક્સેલમાં કામ કરતી વખતે, એરો કીની મદદથી કે માઉસની મદદથી આપણે કર્સરને ધારીએ તે સેલમાં લઈ જઈએ છીએ, પણ તમારો અનુભવ હશે કે એક સેલમાં ડેટા એન્ટર કી પ્રેસ કર્યા પછી કર્સર આપણા કંટ્રોલમાં રહેતું નથી. તે કોઈ એક નિશ્ચિત દિશામાં જ, પહેલા સેલ પછીના સેલમાં આગળ વધે છે - ખુશીની વાત એ છે કે આ દિશા આપણે નક્કી કરી શકીએ છીએ. સામાન્ય રીતે હાઇલાઇટેડ સેલ (એટલે કે જેમાં કર્સર હોય તે સેલ)માં કામ પૂરું થયા પછી એન્ટર કી પ્રેસ...

બ્રાઉઝરને ધીમું કે હેંગ થતું અટકાવો!

આપણે કમ્પ્યુટર કે ટેબલેટમાં બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે એક સાથે ઘણી બધી ટેબ ઓપન કરતા હોઈએ તેના કારણે ઘણી વખત આપણું બ્રાઉઝર બહુ ધીમું અથવા તો હેંગ થઈ જાતું હોય છે, પણ જો તમે ક્રોમ કે ફાયરફોક્સ બ્રાઉઝર ઉપયોગ કરતા હો તો તમારા માટે કામનું છે આ એક્સટેન્શન. વન ટેબ એક્સટેન્શન (One Tab Extension) ૬૫૬ કેબીનું બ્રાઉઝર ટૂલ છે. તેનો ઉપયોગ ક્રોમ અને ફાયરફોક્સ બ્રાઉઝરમાં ટેબ કંટ્રોલ માટે કરવામાં આવે છે. ‘વન ટેબ એક્સટેન્શન’ ઇન્સ્ટોલ કર્યા પછી બ્રાઉઝરમાં ઉપર ડાબી બાજુ...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.