Home Mobile World

Mobile World

ફોનમાં બિનજરૂરી ફાઇલ્સનો ભરાવો થાય છે? ઉપયોગી થશે ‘ફાઇલ્સ ગો’

રોજ સવારે અનેક ભારતીય લોકોની જેમ તમે પણ તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરીને ઢગલાબંધ મિત્રો અને ગ્રૂપ્સમાં ગુડમોર્નિંગના મેસેજીસ મોકલતા હશો. તમારા આ મેસેજ અને મજાની ઇમેજીસ વોટ્સએપના ગ્રૂપ્સમાં અનેક લોકોની સવાર કદાચ સુધારી દેતી હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આ પ્રવૃત્તિ ગૂગલ માટે મોટો માથાનો દુ:ખાવો બનવા લાગી છે! છેલ્લા કેટલાય સમયથી અમેરિકાની સિલિકોન વેલીમાં બેઠેલા ગૂગલના એન્જિનિયર્સને એક વાત સમજાતી નહોતી. તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભારતમાં દર ત્રણમાંથી એક સ્માર્ટફોનમાં રોજે રોજ સ્ટોરેજ ફૂલ થઈ જાય છે! એનું કારણ શું? આખી...

ન્યૂઝપેપર્સના ઉપયોગી લેખ, જાહેરાત, વિઝિટિંગ્સ કાર્ડ વગેરે ડિજિટલ સ્વરૂપમાં કેવી રીતે સાચવી શકાય?

સવાલ મોકલનાર : જીતેશ પટેલ વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે. જીતેશભાઈએ પૂછ્યું છે કે "ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે સાચવવામાં બહુ તકલીફ પડે છે, એક તો જગ્યા બહુ રોકે અને સમય જતાં કાગળ પીળા અને નાજુક થઈ જાય, જલ્દી ફાટી જાય તેવા થઈ જાય છે, તો એનો મોબાઇલથી ફોટો પાડીને તેને વિવિધ ફોલ્ડર બનાવીને સારી રીતે સાચવી શકાય...

ડ્યૂઅલ સિમવાળા ફોનમાં એસએઆર વેલ્યૂ ડબલ થઈ જાય?

સવાલ મોકલનાર : માધવ જે. ધ્રુવ - જામનગર આ સવાલના જવાબમાં ઊંડા ઊતરતા પહેલાં એસએઆર વેલ્યૂ શું છે એ બરાબર જાણી લઈએ. એસએઆર શબ્દનું આખું સ્વરૂપ છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે સ્માર્ટફોન અને મોબાઇલ ટાવર વચ્ચે રેડિયો સિગ્નલ્સની આપ-લે થાય છે અને એક વીજચુંબકીય ક્ષેત્ર રચાય છે. આવા વીજચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવવાથી માનવ શરીર જે ઊર્જા શોષે તેનો દર માપવાનું એકમ એટલે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ (એસએઆર-સાર). સાર વેલ્યૂ મોબાઇલ ફોન ઉપરાંત રેડિયો સિગ્નલ્સનો ઉપયોગ કરતાં અન્ય સાધનોને પણ લાગૂ પડે છે. પરંતુ અહીં...

મોબાઇલમાં ઇન્ટરનેટ કનેક્શન વિના વિવિધ વેબસર્વિસનો લાભ!

ભારતમાં સ્માર્ટફોનનું સેકટર સતત બદલાઈ રહ્યું છે અને ગયા મહિને ભારતમાં વોટ્સએપની હરીફ હાઇક કંપનીએ એક બિલકુલ નવા પ્રકારની પહેલ કરી, કંપનીએ તેને નામ આપ્યું છે - ટોટલ. આ કંપનીએ એન્ડ્રોઇડના નોગટ વર્ઝનમાં ફેરફાર કરીને એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી છે, જેની મદદથી યૂઝર્સ પોતાના ફોનમાં ઇન્ટરનેટ ડેટા કનેકશન વિના પણ મેસેજની આપ-લે કરી શકશે, પેમેન્ટ્સ કરી શકશે અને વિવિધ પ્રકારની માહિતી મેળવી શકશે! ટોટલ એ કોઈ નવી એપ નથી પરંતુ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનું જ એક મોડીફાઇડ વર્ઝન છે એટલે કે આપણે પ્લે સ્ટોરમાંથી ટોટલ...

ફોનનું વાયરલેસ ચાર્જિંગ

આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયા છે અને તેના વિના લગભગ કોઈને એક ઘડી ચાલતુ નથી. પરંતુ સ્માર્ટફોનનું ચાર્જિંગ હજી પણ એક મોટી પળોજણનો વિષય છે. વિશ્વ આખાને આ એટલી મોટી સમસ્યા લાગે છે કે એક કંપનીએ તેનો કંઈક ઉપાય શોધ્યો અને તેને એ દિશામાં આગળ વધવા જરૂરી મંજૂરી મળી તો એ કંપનીના શેરના ભાવ રાતોરાત ત્રણ ગણા વધી ગયા! અમેરિકાના એનર્જસ નામના એક સ્ટાર્ટઅપે નવા પ્રકારની વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ વિકસાવી છે અને અમેરિકાના ફેડરલ કમ્યુનિકેશન્સ કમિશને આ ‘પાવર એટ એ ડિસ્ટન્સ ચાર્જર’ને સર્ટિફાઇ...

ચાર્જિંગ સમયે ફોન વાપરી શકાય?

સવાલ મોકલનાર : મિતેશ ગજ્જર, મહેસાણા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફોન ચાર્જ થતો હોય ત્યારે તે ફાટવાની શક્યતા હોવાથી ચાર્જિંગ સાથે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ વાસ્તવમાં આપણે ખામીવાળું ચાર્જર ઉપયોગ કરીએ કે સેમસંગ નોટ-૭ના કિસ્સામાં જોવા મળ્યું તેમ ફોનના મેન્યુફેક્ચરરથી જ ફોનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો જ ફોન ફાટતા હોય છે. જો ફોન અને તેનું ચાર્જર બંને બરાબર હોય તો ચાર્જિંગ વખતે ફોનનો ઉપયોગ કરવાથી ફોન ફાટવાની કોઈ શક્યતા નથી. આમ છતાં ચાર્જિંગ વખતે ફોન ન વાપરવો સલાહભર્યો છે કારણ...

સ્માર્ટફોનમાં ઝડપથી ફેરવો કર્સરને!

સ્માર્ટફોનમાં, વોટ્સએપમાં કે અન્ય જગ્યાએ ટાઇપિંગ કરતી વખતે કંઈક ભૂલ થતા કે લખાણમાં કોઈ ફેરફાર કરવા માટે તમારે કર્સરને આમતેમ ફેરવવાની જરૂર પડે છે? ટચ સ્ક્રીન પર આંગળીથી કર્સરને ફેરવવું બહુ સગવડભર્યું નથી, પરંતુ જીબોર્ડ કીબોર્ડ તેનો બહુ સરળ ઉપાય આપે છે. તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં જીબોર્ડ કીબોર્ડ ઇન્સ્ટોલ કરી લો. હવે જ્યારે પણ તમારે લખાણમાં કર્સરને આગળ પાછળ ફેરવવું હોય ત્યારે લખાણ પર આંગળી ફેરવવાને બદલે કીબોર્ડમાં સ્પેસબાર પર આંગળી ફેરવો. તમારું કામ બહુ સહેલું થઈ જશે. જીબોર્ડના કીબોર્ડ પર ગૂગલના લોગો પર ક્લિક...

સંરક્ષણની દૃષ્ટિએ જોખમી એપ્સ

તમારા ફોનમાં વી-ચેટ, યુસી બ્રાઉઝર, ટ્રુકોલર, શેરઇટ, ક્લિન માસ્ટર જેવી કોઈ એપ હોય તો આ લેખ ધ્યાનથી વાંચજો. વિવિધ અહેવાલો મુજબ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળોના તમામ અધિકારીઓ અને જવાનોને એક આદેશ જારી કરીને ઉપર લખેલી એપ્સ સહિત કુલ ૪૨ એપ તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા કહ્યું છે. આ આદેશ અનુસાર આ એપ્સ સ્પાયવેર અથવા માલવેર હોવાને કારણે ભારતની સલામતી માટે જોખમી બની શકે તેમ છે. શરૂઆતમાં આ આદેશ ચીન સાથેની સરહદે તૈનાત જવાનો માટે હતો. ભારતીય લશ્કરના જવાનો ફરજ પર હોય ત્યારે તેમના ફોનના ઉપયોગ...

ગૂગલ ફ્રી વાઇ-ફાઇ હવે શહેરોમાં પણ વિસ્તરશે

અત્યારે ભારતનાં ૨૨૭ સ્ટેશન પર ગૂગલ દ્વારા પબ્લિક વાઇ-ફાઇનો લાભ મળે છે (જુઓ અંક માર્ચ-૨૦૧૭). ૨૦૧૮માં આ સુવિધા હેઠળ ૪૦૦ જેટલાં સ્ટેશન્સને આવરી લેવામાં આવશે. ગયા વર્ષના અંત ભાગમાં યોજાયેલી ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ગૂગલના ‘નેકસ્ટ બિલિયન યૂઝર્સ’ પ્રોજેક્ટના વાઇસ પ્રેસિડેન્ટે સી.સેનગુપ્તાએ જણાવ્યું હતું કે ગૂગલ હવે શહેરોમાં પણ ફ્રી વાઇ-ફાઇ સુવિધા શરૂ કરવાનું આયોજન કરે છે. આ ઉપરાંત ગૂગલના જણાવ્યા અનુસાર યુપીઆઈ આધારિત ગૂગલ તેઝ એપમાં ટૂંક સમયમાં આપણે વિવિધ પ્રકારનાં બિલનું પેમેન્ટ કરી શકીએ તેવી સુવિધા ઉમેરાઈ જશે. તેઝમાં અત્યારે ૭૦ જેટલી વિવિધ કંપની...

ફ્લિપકાર્ટમાં એઆઈ

મુકેશ અંબાણી જ્યારે રિલાયન્સ જિઓના લોન્ચિંગ વખતે એમ કહે કે ‘ડેટા એ નવા વિશ્વ માટે ઓઇલ સમાન છે’ ત્યારે આપણે આપણી સગવડતા મુજબ ડેટા શબ્દનો અર્થ ‘મોબાઇલમાં ઇન્ટરનેટ સર્ફ કરવાની સુવિધા’ એટલો સીમિત કરી લઇએ છીએ. પરંતુ યૂઝર કરતાં બિઝનેસીઝ માટે ડેટાનો અર્થ ઘણો વ્યાપક છે. વિશ્વની સંખ્યાબંધ ટેક કંપનીઝ પોતપોતાના યૂઝર્સનો અત્યંત વિશાળ ડેટા લાંબા સમયથી સર્જી રહી છી અને હવે મશીન લર્નિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આ ડેટાનો પોતાના બિઝનેસના વિકાસમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની નવી રીતો શોધી રહી છે. આ દિશામાં...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.