Tech Terms

ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો

જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ! આગળ શું વાંચશો? માર્જિન લીડિંગ કર્નિંગ/ટ્રેકિંગ બ્લીડ પોઇન્ટ પાયકા ગટર આરજીબી અને સીએમવાયકે માર્જિન ડોક્યુમેન્ટ પેજમાં લખાણના બંને છેડા અને પેજના છેડા વચ્ચેની કોરી જગ્યાને ‘માર્જિન’ કહેવામાં આવે છે. કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે સામાન્ય રીતે, લખાણ અને પેજના છેડા વચ્ચે દરેક બાજુએ ઓછામાં ઓછા અડધા ઇંચનો માર્જિન રાખવો...

ઇમેજનાં વિવિધ ફાઇલ ફોર્મેટ્સ

આગળ શું વાંચશો? .jpg (Joint Photographic Experts Group) .psd (Adobe Photoshop) .png (Portable Network Graphics) .pdf (Portable document format) .gif (Graphics Interchange Format) .eps (Encapsulated PostScript file) .jpg (Joint Photographic Experts Group) આ પ્રકારની ફાઇલનો હાઇ ક્વોલિટી ફોટોગ્રાફી માટે ઉપયોગ થાય છે. ઇન્ટરનેટ પર તેનો ઓછા રિઝોલ્યુશનમાં ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની ઇમેજને મોટી કરવામાં આવે તો તેની ગુણવત્તા બગડે છે. ઉપરાંત આ પ્રકારની ફાઇલમાં બેકગ્રાઉન્ડનો કેટલોક ભાગ ટ્રાન્સપરન્ટ રાખી શકાતો નથી. પ્રિન્ટિંગ સમયે આખી ડિઝાઇન આ ફાઇલ સ્વરૂપે આપી...

જાણી લો સ્માર્ટફોનના કેમેરા સંબધિત કેટલાક શબ્દોના અર્થ

રેઝોલ્યુશન એક ઇમેજમાં કેટલી વિગતો સમાઈ શકશે તેનું માપ. ડિજિટલ ઇમેજ ‘પિક્સેલ’ તરીકે ઓળખાતા સંખ્યાબંધ નાના રંગીન ડોટ્સથી બને છે. ઇમેજમાં જેમ વધુ પિક્સેલ (કે રેઝોલ્યુશન) તેમ તેમાં વધુ વિગતો સમાઈ શકે. આગળ શું વાંચશો? મેગાપિક્સેલ ડ્યુઅલ એલઇડી/ટ્રુ ટોન ફ્લેશ લેસર ઓટો ફોકસ ઓટો ફોકસ (એએફ) ફિક્સ્ડ ફોકસ બેક અથવા રીયર-ઇલ્યુમિનેટેડ સેન્સર એપર્ચર/એફ-નંબર ફૂલ એચડી ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન સ્લો-મો, સ્લોમોશન અથવા હાઇ ફ્રેમ રેટ વીડિયો જીઓટેગિંગ મેગાપિક્સેલ ડિજિટલ કેમેરાના સેન્સરનું રેઝોલ્યુશન દર્શાવવા વપરાતો શબ્દ. જોકે વધુ મેગાપિક્સેલનો કેમેરા એટલે વધુ સારી ઇમેજ એવું...

સમજી લઈએ ઓનલાઇન શોપિંગ સાથે સંકળાયેલા આ શબ્દો…

ભારતમાં ઓનલાઇન શોપિંગ સતત વધી રહ્યું છે, અલબત્ત જેમ આપણા માટે દુકાને રૂબરૂ જઈને ખરીદી કરવાનો અનુભવ નવો છે તેમ સંખ્યાબંધ ઓનલાઇન સાઇટ્સ માટે પણ આ એક નવા જ પ્રકારનો અનુભવ છે. વિદેશોમાં જોરદાર અનુભવ લઈને આવેલી કંપનીઓ માટે પણ ભારતીય ગ્રાહકો સાથે લેવડ-દેવડ કરવાનો નવો જ અનુભવ છે. પરિણામે, ગ્રાહકો અને ઓનલાઇન સાઇટ્સ બંને વચ્ચે એકબીજા પ્રત્યે હજી જોઈએ તેવો વિશ્વાસનો સંબંધ બંધાયો નથી. જો તમે પણ ઓનલાઇન શોપિંગનો નવો નવો અનુભવ કરી રહ્યા હો, તો ખરીદીની આ નવી રીત સાથે...

કરામતી કૂકીઝ

ઇન્ટરનેટ પર તમે જરા સતર્ક રહીને બ્રાઉઝિંગ કરતા હશો તો બે બાબતોએ તમારું ધ્યાન ખેંચ્યું હશે : એક, ઘણી વેબસાઇટ ઓપન કરતાં, તેના પર ઉપર કે નીચે, આપણું ધ્યાન ખેંચાય એ રીતે એક નોટિસ આવે છે (જુઓ ઉપરની ઇમેજ). બીજી બાબત જરા વધુ સતર્કતા માગી લે છે. આપણે અમુક વેબસાઇટની પહેલી વાર મુલાકાત લઈએ ત્યારે તે આપણને ‘વેલકમ ટુ અવર સાઇટ’ એવો કંઈક મેસેજ બતાવે છે અને કેટલાક દિવસો પછી ફરી એ વેબસાઇટની મુલાકાત લઈએ ત્યારે તે ‘વેલકમ બેક...

સમજી લઈએ પ્રિન્ટરની ખરીદી સાથે સંકળાયેલા આ શબ્દો…

આગળ શું વાંચશો? રેઝોલ્યુશન/ડીપીઆઇ પ્રિન્ટિંગ સ્પીડ કનેક્શન ટાઇપ ડુપ્લેક્સિંગ મંથલી ડ્યુટી સાઇકલ ઇન્ટર્નલ મેમરી મેમરી કાર્ડ સ્લોટ મોબાઇલ પ્રિન્ટિંગ  રેઝોલ્યુશન/ડીપીઆઇ ટીવી કે સ્માર્ટફોનના સ્ક્રીન માટે જેમ પિક્સેલ-પર-ઇંચ (પીપીઆઇ) મહત્વના છે, તેમ પ્રિન્ટરમાં ડીપીઆઇનો અર્થ જાણી લેવો જરૂરી છે. ડીપીઆઇ એટલે ડોટ-પર-ઇંચ. તે બતાવે છે કે જે તે પ્રિન્ટર એક ચોરસ ઇંચ ભાગમાં કેટલી સંખ્યામાં ડોટ્સથી પ્રિન્ટિંગ થઈ શકે છે. જોકે હવે પ્રિન્ટિંગ ટેક્નોલોજી એટલી વિકસી છે કે તમે ડીપીઆઇ તરફ બહુ ધ્યાન ન આપો તો ચાલે. કોઈ ડોક્યુમેન્ટનો પ્રૂફિંગ માટે સાદો ડ્રાફ્ટ કાઢવો...

આખરે આ ૩-ડી પ્રિન્ટિંગ છે શું?

અખબારમાં આપણે વારંવાર કોઈ વ્યક્તિએ ૩-ડી પ્રિન્ટ કરીને ગન બનાવી કે આખી કાર બનાવી કે પછી આખેઆખું બિલ્ડિંગ બનાવ્યું એવા સમાચાર વારંવાર વાંચીએ છીએ. કમનસીબે આ સમાચારોમાં ૩-ડી પ્રિન્ટિંગ ખરેખર શું છે એ વિશે ખાસ સ્પષ્ટતા હોતી નથી. સાદા શબ્દોમાં કહીએ તો ડિજિટલ ડિઝાઇનમાંથી ત્રિપરિમાણિય એટલે કે થ્રી ડાયમેન્શનલ નક્કર અને વાસ્તવિક વસ્તુઓ બનાવવાની પ્રક્રિયા ૩-ડી પ્રિન્ટિંગ તરીકે ઓળખાય છે. આખી વાતને અત્યંત સાદી રીતે સમજીએ તો એમ કહી શકાય કે જેમ આપણે કમ્પ્યુટરમાંથી કોઈ વર્ડ ડોક્યુમેન્ટની પ્રિન્ટરની મદદથી કાગળ...

રેટિના અને રેટિના એચડી ડિસ્પ્લે શું છે?

વારંવાર વંચાતા અને સંભળાતા, પણ ઓછા સમજાતા ટેકનિકલ શબ્દોની સરળ સમજણ સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત નીકળે એટલે ચર્ચા કરનારા જો જરા જાણકાર હોય તો એક શબ્દ જરૂર સાંભળવા મળે - રેટિના ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઇફોન ૬ લોન્ચ થયા પછી, તેમાં વળી એચડીનું છોગું ઉમેરાયું છે. તો આ રેટિના કે રેટિના એચડી ડિસ્પ્લે ખરેખર છે શું? આગળ શું વાંચશો? રેટિલા ડિસ્પ્લે ખરેખર શું છે? રેટિના ડિસ્પ્લે કોને કહેવાય? રેટિના ડિસ્પ્લેમાં સ્ક્રીન રેગ્યુલેશન કેટલું હોય છે? ...

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ સંબંધિત શબ્દો

આઇપી એડ્રેસ (IP Address) એક રીતે જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબના મસમોટા જાળાને યોગ્ય રીતે જાળવી રાખવાનું બહુ મોટું કામ આ આઇપી એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસથી થાય છે.   આગળ શું વાંચશો? બ્રેક લિંક બ્રોકન લિંક એડ્રેસ બાર એચટીએમએલ ડોમેઈન અને હોસ્ટિંગ નેટવર્ક સાથે જોડાયેલાં તમામ કમ્પ્યુટર કે અન્ય સાધનોને એક ચોક્કસ એડ્રેસ મળે છે. ટૂંકમાં સમજીએ તો, આપણે જ્યારે આપણા કમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડીએ છીએ ત્યારે તેે એક લોકલ આઇપી એડ્રેસ મળે છે. બીજી કેટલીક પ્રક્રિયા વટાવીને આપણે કોઈ વેબપેજ...

મોબાઇલ ડિવાઇસીઝ સંબંધિત ટેકનિકલ શબ્દો

ઓપરેટિંગ સિસ્ટમ (OS: Operating System) સ્માર્ટફોન વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમથી ચાલી શકે છે, જેમ કે અત્યારે સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે. આઇઓએસ, વિન્ડોઝ વગેરે અન્ય પ્રકારની લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે. આગળ શું વાંચશો? પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ ટીએફટી રેમ આઈપીએસ પીપીઆઈ ઓએલઈડી એમએએચ એ-જીપીએસ વાઈ-ફાઈ સેન્સર્સ બ્લુટૂથ   પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ (ડ્યુઅલ-કોર, ક્વાડ-કોર, ઓક્ટા કોર પ્રોસેસર વગેરે) ફોન એક કમ્પ્યુટર ચીપની શક્તિથી ચાલે છે, જે પ્રોસેસર કહેવાય છે. તેની સ્પીડ ગીગાહર્ટ્ઝ (GHz)માં મપાય છે, તેે ક્લોક સ્પીડ પણ કહેવાય છે. ફોનના પ્રોસેસરના ગીગાહર્ટ્ઝ જેમ વધુ તેમ ફોન...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.