Home Knowledge Power Science & Maths

Science & Maths

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

જો તમે વિદ્યાર્થી, શિક્ષક,  સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક હોમવર્ક કરવામાં થાય. વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના થાય : જે હોમવર્ક કરવાનું છે, એ આવડે છે? જો હા, તો આગળ વધો અને ફટાફટ હોમવર્ક પૂરું...

જાતે બનાવો ઈલેક્ટ્રિક મોટર!

સ્ટેપ-૧ આપણે આટલી વસ્તુઓ જોઈશે ત્રણ રીંગ આકારના ચુંબકો ઇન્સ્યુલેટેડ વાયર (ચારેક ફૂટનો હોય તો સારું) વાયરના છેડા સલામત રીતે છોલી શકાય તેવું સાધન એક મોટો પાવર સેલ બે મોટી પેપરક્લિપ (યુપિન) ચોંટાડવાની ટેપ સ્ટેપ-૨ વાયરને ત્રણ ટુકડા થાય એમ કાપો. જેમાં એક ટુકડો ૧૮ ઈંચનો અને બીજો ટુકડો ૧૨ ઈંચ લાંબો રાખો. વાયરના ત્રણેય ટુકડાઓના બંને છેડેથી એક ઈંચ જેટલો તાર ખુલ્લો કરો. જે વાયરનો ટુકડો સૌથી લાંબો છે તેના અડધા ભાગ સુધી પરમેનન્ટ માર્કરથી કાળો રંગ કરો. સ્ટેપ-૩ વાયરનો મોટો ટુકડો લો....

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં લટાર

છેલ્લાં ૧૬ વર્ષથી પૃથ્વીથી ૪૦૦ કિલોમીટર ઊંચે, અવકાશયાત્રીઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છ-છ મહિના જેટલો સમય ગાળીને વિવિધ સંશોધનો કરતા રહે છે. જુદાં જુદાં ૧૫ મોડ્યુલ્સના બનેલા માળખામાં અવકાશયાત્રીઓ કેવી રીતે રહેતા હશે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંદરથી કેવું દેખાતું હશે એવું આપણને કૌતુક હોય, પણ છ મહિના સુધી સ્પેસ સ્ટેશનમાં ફ્લાઇટ એન્જિનીયર તરીકે ગાળીને પૃથ્વી પર પાછા ફરેલા, યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી થોમસ પેસ્ક્વેટનું કહેવું છે કે "મેં સ્પેસ સ્ટેશનમાં છ મહિના ગાળ્યા પણ સ્પેસમાં રહેવાનો અનુભવ કેવો છે એ દર્શાવતો...

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭, ૧૯૬૯ના રોજ ‘ટાઇમ્સે’ પોતાની પાંચ દાયકા જૂની ભૂલ બદલ માફી માગી. પ્રવાહી બળતણના ઓછામાં ઓછા જથ્થા દ્વારા મહત્તમ વેગ અને ધક્કો હાંસલ કરીને અવાજથી વધારે ઝડપે ઉડ્ડયનો યોજવાનું - બીજા ગ્રહો સુધી પહોંચવાનું સુધ્ધાં શક્ય છે એવું પહેલી વાર ગોડર્ડે કહ્યું...

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧ ખગોળઅભ્યાસી વિલિયમ હર્ષલે આકાશભણી ટેલિસ્કોપ માંડીને યુરેનસ ગ્રહની હાજરી પહેલી વાર નોંધી ત્યારે તેમને એ ગ્રહને બદલે ધૂમકેતુ લાગ્યો હતો. અગાઉના ખગોળશાસ્ત્રીઓ તેની હાજરી નોંધી ચૂક્યા હતા, પણ તેનો વધુ અભ્યાસ કરીને પ્રચલિત ગ્રહોમાં સ્થાન અપાવવાનું શ્રેય હર્ષલને મળ્યું. ગ્રહના નામકરણમાં ખુદ હર્ષલે બ્રિટનના રાજા જ્યોર્જ ત્રીજાના નામનું સૂચન કર્યું, પરંતુ જર્મન ખગોળશાસ્ત્રી બોડના સૂચનથી, ગ્રીક દંતકથાના પાત્રના આધારે તેને ‘યુરેનસ’ નામ મળ્યું. હર્ષલના અવલોકનનાં ૨૦૫ વર્ષ પછી વોયેજર ટુ યાને ૧૯૮૬માં યુરેનસની...

સાયન્સના ફેન બનાવતી એપ

કોલ્ડડ્રિંકની જૂની પ્લાસ્ટિક બોટલ, દોરી, પેન્સિલ, કાગળ વગેરે તદ્દન ઘરવપરાશની વસ્તુઓમાંથી વિવિધ સિદ્ધાંત સમજાવતાં મજાનાં રમકડાં બનાવતાં શીખવું હોય તો ડાઉનલોડ કરી લો આ એપ. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે ને વેકેશનમાં શું કરવું એનો કંટાળો શરૂ થઈ ગયો હોય તો ફક્ત એક મિનિટનો આ પ્રયોગ કરી જુઓ. એક મીણબત્તી શોધી કાઢો અને તેને એક થાળી કે ડીશ લઈ, તેની વચ્ચે મૂકીને પેટાવો. હવે ડીશમાં થોડું પાણી રેડો, પાણી રંગીન હોય તો વધુ મજા પડશે, પણ સાદુંય ચાલશે. હવે એક કાચનો ગ્લાસ...

શાળાઓ માટે શાર્કોપીડિયા!

વિકિપીડિયાને તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ઇન્ટરનેટ પર તેના જેવા બીજા, અલગ અલગ વિષયની માહિતીના અનોખા ભંડાર પણ છે. ડિસ્કવરી ચેનલે શાર્ક વિશે તૈયાર કરેલી સાઇટ નવી ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ જોવા જેવી છે. હમણાં આવેલી જુરાસિક વર્લ્ડ ફિલ્મ તમે જોઈ? જુરાસિક સીરિઝની આ ચોથી ફિલ્મ છે અને આ ફિલ્મના ડિરેક્ટર તો કોઈ બીજા છે, પહેલી ફિલ્મ જુરાસિક પાર્ક સ્ટીવન સ્પીલબર્ગે બનાવી હતી. સ્પીલબર્ગની ફિલ્મની યાદી જુઓ તો એક-એકથી ચઢે એવાં નામ જોવા મળે (અને રેન્જ કેવી? ઇન્ડિયાના જોન્સ, ઇટી, લિંકન...

જાણો કંઈક નવું, દરરોજ!

ભૂકંપ, ત્સુનામી કે મહાપૂર જેવી આફતો પછી સામાન્ય રીતે અખબારો એ ટીવીમાં આફતથી થયેલી તારાજીની માહિતી આપવામાં આવે છે, પણ કુદરતી આફતો પાછળના વૈજ્ઞાનિક કારણોની સરળ સમજ આપવાનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ઇન્ટરેટ પર આ માહિતી શોધવા જઈએ તો અહીં માહિતી વધુ પડતા પ્રમાણ, ઓવરલોડનો પ્રશ્ન છે. પરંતુ કેટલીક એવી સાઇટ્સ હોય છે જે અલગ અલગ મુદ્દાઓ પરથી વૈજ્ઞાનિક, મુદ્દાસર અને છતાં સહેલાઈથી પચાવી શકાય એટલા પ્રમાણમાં જ માહિતી પૂરી પાડે છે. આવી એક વેબસાઇટ છે : eschooltoday.com નામ પ્રમાણે આ સાઇટ શાળાના...

એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ – અનોખી રીતે

જે કાંઈ સાંભળ્યું, વાંચ્યું કે ગોખેલું હોય તેના કરતાં જે કર્યું હોય એ બરાબર સમજાવાની અને યાદ રહેવાની શક્યતા ઘણી વધુ હોય છે  -આવી રીતે જાતે પ્રવૃત્તિ કરીને શીખવામાં તમને મજા આવતી હોય તો આ સાઈટ તમારે કામની છે. આગળ શું વાંચશો? સિમ્પલ મશીન્સ (વિવિધ મશીન્સના પાયાના સિદ્ધાંત સમજાવતી રમત) ગો-રીએક્ટ (રસાયણોની ક્રિયા-પ્રતિક્રિયા દર્શાવતી રમત) પરીક્ષાઓ નજીક આવતાં મોટા ભાગના વિદ્યાર્થીઓને એક નવું ટેન્શન થવા લાગે છે, પોતાને બધું આવડે છે કે નહીં એ ટેન્શન નહીં, પણ જે આવડે છે એ પરીક્ષાના...

પૃથ્વીની પ્રદક્ષિણા કરતા સેટેલાઇટ્સ તપાસો

ગયા અંકમાં આપણે અગાશીએ ચઢીને નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવાની વાત કરી હતી, એ વાંચીને અને જાતઅનુભવ કર્યા પછી તમને ચોક્કસ સવાલ થયો હશે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા બીજા કેટલા સેટેલાઇટ્સ અત્યારે આપણી માથે, અંતરિક્ષમાં ચકરાવા લેતા હશે? જવાબ મળી શકે છે કે એક મજાના ઇન્ટરએક્ટિવ વેબપેજ પરથી. http://qz.com/  નામની એક વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ વેબપેજ પર ‘ધ વર્લ્ડ અબાવ અસ’ નામે, પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતા દરેક એક્ટિવ સેટેલાઇટને દશર્વિવામાં આવ્યો છે. આપણે આ ઇન્ટરએક્ટિવ પેજ કેવી રીતે જોવું તે સમજીએ. ઉપર આપેલી...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.