Infoworld

એક ટ્વીટની મજેદાર સફર

અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો  ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો!  સોશિયલ મીડિયાનો સૌથી સ્માર્ટ ઉપયોગ કર્યો બરાક ઓબામાએ. ૨૦૦૭ની શરુઆતમાં તેમને ખાસ કોઈ જાણતું નહોતું. ત્યાંથી શરુ કરીને નવેમ્બર ૨૦૦૮માં એ અમેરિકાના ૪૪મા પ્રમુખ બનવા સુધીની એમની સફરમાં સોશિયલ મીડિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો...

ગોવાળ ઘેર બેસીને ગાયો ચરાવશે?

સન ૨૦૨૦માં ઇન્ટરનેટ વાપરનારા કેટલા હશે તેના કરતાં તે કઇ રીતે અને ક્યાં ક્યાં વપરાશે તે જાણવું રસપ્રદ છે. એક ચક્કર લગાવીએ આંકડા અને અનુમાનોની દુનિયામાં! આપણે કેવા રસપ્રદ સમયમાં જીવીએ છીએ! જીવનના છ-સાત દાયકા પૂરા કરી લેનારા લોકોને પૂછો તો એ કહેશે કે "એક જમાનામાં અમે ફાનસના અજવાળે ભણતા! વીજળી વિનાના એ સમયમાં રાત્રે ફાનસ કે દીવાના અજવાળા સિવાય ક્યાંય અજવાળું જ ન હોય એવી સ્થિતિની આજે આપણે કલ્પના પણ કરી શકીએ છીએ? મુદ્દો એ છે કે વીજળીની શોધ થઈ અને ગામડાના...

ગૂગલ સર્ચ કેવી રીતે કરે છે?

આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? વેજ પેજીસમાં શોધ : ગૂગલ સર્ચ એન્જિન તેની આગવી ટેક્નોલોજીથી ઇન્ટરનેટ પરનાં અબજો પેજીસનો ઇન્ડેક્સ કરતું રહે છે, એટલે કે પેજીસની યાદી બનાવતું રહે છે. તમે જ્યારે પણ સર્ચ બોક્સમાં કંઈક લખીને સર્ચ બટન ક્લિક કરો કે તરત ગૂગલ આ અબજો વેબ પાનામાંથી તમે લખેલા...

કેરળ ભારતનું પહેલું ‘ડિજિટલ સ્ટેટ’ બન્યું!

કેરળ ભારતનું એવું પહેલું રાજ્ય બન્યું છે, જેનાં તમામ ગામડાંને બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી લિંક કરી લેવામાં આવ્યાં છે. ટેક્નોલોજીની વાત નીકળે ત્યારે કેરળ બીજી પણ ઘણી રીતે નોંધપાત્ર છે, જેમ કે... કુલ વસતિના ૯૩.૯૧ ટકા શિક્ષિત લોકો સાથે કેરળ ભારતનું સૌથી શિક્ષિત રાજ્ય છે. કેરળ છેલ્લા બે દાયકાથી આ સન્માન ભોગવે છે. કેરળની કુલ વસતિમાંથી ૯૫ ટકા લોકો મોબાઇલ ધરાવે છ અને ૬૦ ટકાથી વધુ લોકો ઇન્ટરનેટ એક્સેસ ધરાવે છે - આ બંને રીતે કેરળ આખા દેશમાં મોખરે છે. ડિજિટલ...

ટેલિકોમ કંપનીઓમાં પ્રાઇસ વોરની શરૂઆત

મોબાઇલ માર્કેટમાં રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ૪-જી લોન્ચ સાથે ટેલિકોમ કંપનીઓમાં આંચકા વર્તાવા લાગ્યા છે. રિલાયન્સ તેની પરંપરા મુજબ અત્યંત ઓછા દરના પ્લાન રજૂ કરે તેમ હોવાથી દરેક ટેલિકોમ કંપની પોતપોતાના ગ્રાહકો જાળવી રાખવા માટે અત્યારથી પાણી પહેલાં પાળ બાંધવા લાગી છે. ભારતી એરટેલ કંપનીએ તેના પ્રી-પેઇડ કસ્ટમર્સને તેમના વર્તમાન ખર્ચે લગભગ ૬૭ ટકા જેટલા વધુ ફાયદા આપવાની જાહેરાત કરી છે. આઇડિયા સેલ્યુલર કંપનીએ પણ આજ રીતે ૪૫ ટકા જેટલા વધુ ફાયદા આપવાની જાહેરાત કરી છે. વોડાફોન પણ આવનારા દિવસોમાં પોતાના...

શાર્ક અને માણસની સરખામણી

શાર્ક - આ શબ્દ વાંચતાં જ આપણા મનમાં મહાસાગરના ઊંડાણમાં ફરતી મહાકાય અને મહાવિનાશક વ્હેલ માછલીનું ચિત્ર ખડું થાય, પણ આપણી આ માન્યતામાં બે ખામી છે.  એક શાર્ક હંમેશા તોતિંગ જ હોય એવું જરૂરી નથી, તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં માંડ 2-4 ફૂટની લંબાઈ ધરાવતી અને તેથીય નાની, માત્ર 7-8 ઇંચ લાંબી શાર્ક પણ હોય છે! બીજી માન્યતા - શાર્ક માત્ર મહાસાગરમાં જ હોય - પણ ખોટી છે. કેટલાક દેશોમાં, જેમાંથી એક ભારત પણ છે, નદીઓમાં પણ શાર્ક જોવા મળે...

વિશ્વમાં ફક્ત ૧૦૦ લોકો હોત તો…

ઘણી વાર અમુક બાબતોને આપણે શક્ય એટલી સરળ બનાવી શકીએ તો તેનું ઊંડાણ સમજી શકીએ. પૃથ્વી પર વસતા લોકોના સંદર્ભમાં, આપણા સૌનું જીવન, રહેણીકરણી, ધર્મ, કુદરતી અને માનવસર્જિત સંસાધનો વગેરે આપણા સૌ વચ્ચે કેવા પ્રમાણમાં વહેંચાયેલું છે એ સમજવા માટે, કેટલાક લોકોએ આપણી પૃથ્વી પર ફક્ત ૧૦૦ લોકો વસતા હોય એવી કલ્પના કરીને વિવિધ સ્રોતમાંથી આંકડા તારવ્યા. આ આમ તો ટકાવારીની જ વાત થઈ, પણ પરિણામ આપણને વિચારતા કરે તેવું છે : ૧૨ લોકોની પહેલી ભાષા ચાઈનીઝ, પાંચ-પાંચ લોકોની સ્પેનિશ,...

વિશ્વનો પરિચય, વિવિધ ગેમ્સમાં

આ પૃથ્વી પર નદીઓ, પહાડો, મહાસાગરો, દેશો, ખંડો વગેરે ઘણું એવું છે, જેના વિશે આપણે ઘણું જાણતા નથી. આપણી પૃથ્વીનાં જાણીતાં છતાં અજાણ્યાં પાસાંનો પરિચય કેળવવાનો એક સહેલો રસ્તો છે, એટલાસ અથવા તો નક્શા. પરંતુ પ્રિન્ટેડ એટલાસ હાથમાં લઈએ કે ઇન્ટરનેટ પરના ડિજિટલ મેપ્સમાં ખાબકીએ, એમાં એક સાથે એટલું બધું સામે આવે કે આપણે ગૂંચવાઈ જઈએ! સદનસીબે કેટલીક સાઇટ્સ એવી પણ છે, જે મજાની રીતે આપણું ભૂગોળનું જ્ઞાન વધારી આપે છે. આવી એક સાઇટ એટલે www.world-geography-games.com. નેધરલેન્ડની એક મીડિયા કંપનીએ આ સાઇટ બાળકોને ધ્યાનમાં...

પૃથ્વીના કેન્દ્ર સુધીની સફર!

માણસ પોતાના માથા પર આકાશ અને અવકાશમાં ઘણે ઊંચે સુધી પહોંચ્યો છે, પણ પગ તળેની ધરતીનાં ઘણાં રહસ્યો હજી પણ વણઉકેલાયેલાં છે. બીબીસીએ સર્જેલું એક ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક આપણને પૃથ્વીના કેન્દ્ર સુધી લઈ જાય છે. આપણે જમીન ખોદવાનું શરૂ કરીએ અને ખોદતા જ જઈએ તો પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચી શકીએ? અને ત્યાંથી પણ આગળ ખોદતા રહીએ, તો પૃથ્વીના બીજા છેડા સુધી પહોંચી શકીએ? આ સવાલ જીવનના એક તબક્કે કાં તો તમને પોતાને થયો હશે અથવા તમે બીજા કોઈના મોંએ સાંભળ્યો હશે! માનવ...

માઇક્રોસોફ્ટનો ૩૦ વર્ષનો ઇતિહાસ

તમે કદાચ જાણતા હશો કે વિન્ડોઝ ૧૦ લોન્ચ થયું એ પછી માઇક્રોસોફ્ટે જાહેરાત કરી છે કે આ વિન્ડોઝનું છેલ્લું વર્ઝન હશે! જેનાં મૂળ ૩૦ વર્ષ પહેલાં, ૧૯૮૫માં છે, તે વિન્ડોઝની આજ સુધીની સફર પર એક નજર નાખવી હોય તો તમને માઇક્રોસોફ્ટટ્રેનિંગ.નેટ નામની એક કંપનીએ બનાવેલું આ ઇન્ફોગ્રાફિક ગમશે. અહીં આપણે એના મુખ્ય મુદ્દાઓ પર નજર નાખી લઈએ. ૧૯૮૫ : માઇક્રોસોફ્ટે તૈયાર કરેલા પ્રોગ્રામ માટે ‘ઇન્ટરફેસ મેનેજર’ જેવું કંઈક નામ વિચારાયું હતું, પછી કોઈએ નામ સૂચવ્યું વિન્ડોઝ, કેમ કે આ ઓપરેટિંગ...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.