Home Knowledge Power English Learning

English Learning

આજના સમયમાં ઇંગ્લિશ પર પ્રભુત્વ મેળવ્યા વિના ચાલે તેમ નથી. સદભાગ્યે, હવે આ મજાની ભાષાનાં ઘણાં મજાનાં પાસાં આપણે આંગળીના ઇશારે શીખી-સમજી શકીએ છીએ. આ વિભાગમાં, આવી સંખ્યાબંધ સાઇટ, એપ્સ અને તેમાંથી શીખવા જેવા મુદ્દાઓ જાણવા મળશે.

અંગ્રેજી શબ્દભંડોળ વધારવું છે?

અંગ્રેજી ભાષા પર તમારી ઠીક ઠીક પકડ હોય, પણ તમે વિવિધ શબ્દોની ઊંડી સમજ કેળવવા માગતા હો તો આ વેબસાઇટની વારંવાર મુલાકાત લેવા જેવી છે! કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ પૂરેપૂરો ન સમજાય તો આપણે સૌ ડિક્શનરીનો આશરો લઈએ છીએ, પણ કઈ ડિક્શનરી? મોટા ભાગે ઇંગ્લિશ-ટુ-ગુજરાતી ડિક્શનરી. કારણ કે ઇંગ્લિશ-ટુ-ઇંગ્લિશ ડિક્શનરી હોય તો તો અર્થનો અર્થ સમજવા માટે આપણે વળી બીજી ડિક્શનરી શોધવી પડે! પરંતુ આવું જેમને ગુજરાતી ભાષા વધુ ફાવે છે એમની સાથે જ બને છે એવું નથી. ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા કે ભણતા લોકો માટે પણ...

ગ્રામરની ભૂલો સુધારતી સર્વિસ

તમે અંગ્રેજી ભાષાની ઠીક ઠીક સારી સમજ ધરાવતા હો, પણ તેની બારીક ખૂબીઓ સમજીને તમારા લખાણને વધુ સચોટ અને ભાષા પરની પકડને વધુ મજબૂત બનાવવા માગતા હો, તો તમારા માટે કામની છે આ વેબસર્વિસ. દિલ પર હાથ મૂકીને જવાબ આપો - તમારો દીકરો કે દીકરી ઇંગ્લિશનું કોઈ વાક્ય સાચું છે કે નહીં એવી મૂંઝવણ લઈને તમારી પાસે આવે, તો તમે ગૂંચવણ અનુભવો છો? અથવા, તમારા બિઝનેસને લગતો કોઈ મેઇલ ઇંગ્લિશમાં ટાઈપ કરી રહ્યા હો ત્યારે સ્પેલિંગ તો ઠીક, વ્યાકરણમાં કંઈક લોચો તો નહીં હોયને એવી...

એક મજાની શરૂઆતાક્ષરી!

કોઈ પણ ભાષા બોલતાં, લખતાં કે સમજતાં આવડવું એ એક વાત છે એ ભાષાના હાર્દ સુધી પહોંચવું એ બીજી વાત છે. ભાષાના હાર્દ સુધી પહોંચવું હોય તો આપણું એ ભાષાનું શબ્દભંડોળ વિસ્તારવું પડે. શબ્દભંડોળ વધારવાનો એક રસ્તો જેમ બને તેમ વધુ વાંચવાનો છે એ બીજો રસ્તો, મજાની ગેમ્સ રમવાનો છે! જો તમે તમારું અંગ્રેજીનું શબ્દભંડોળ વિસ્તારવા માગતા હો તો એક સરસ ઓનલાઇન સર્વિસ ટ્રાય કરવા જેવી છે. નામ છે નોવર્ડ (http://knoword.org/). આ એક પ્રકારી ગેમ જ છે, જેમાં આ સર્વિસ આપણે અમુક હિન્ટ કે ક્લૂ કે સંકેત...

નવી ટેક્નોલોજીના નવા શબ્દો, પણ સંદર્ભો જૂના

સમય સાથે નવાં કલેવર ધારણ કરતી ભાષામાં નવા ઉમેરાતા શબ્દો કાળક્રમે ડિક્શનરીમાં પણ સ્થાન પામે છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રતાપે, ભાષામાં નવા શબ્દો ઉમેરાવાનું પ્રમાણ વધ્યું છે. આવો જાણીએ આવા કેટલાક ‘નવા’ શબ્દો. બાર ગાઉએ બોલી બદલાય’ એવું એક સમયે કહેવાતું હતું, પણ આજના ઇન્ટરનેટના યુગમાં ભૌતિક અંતર જેવું લગભગ કંઈ રહ્યું જ નથી. આજે દુનિયાભરના લોકો પલકવારમાં એકમેકના જીવંત સંપર્કમાં આવી શકે છે. વિશ્વનો અનેક સંસ્કૃતિઓના આ અત્યંત ઝડપી સમન્વયથી એક નવી સંસ્કૃતિ વિકસી રહી છે અને એને પગલે આપણી ભાષાઓમાં નવા નવા...

અસાધારણ ઓનલાઇન ડિક્શનરી

એક એવી ડિક્શનરીની કલ્પના કરો, જે એક સાથે એક હજારથી વધુ ડિક્શનરી ફંફોસીને આપણે આપેલા શબ્દનો અર્થ શોધી બતાવે અને આપણા હૈયે હોય, પણ હોઠે આવતો ન હોય એવો શબ્દ પણ શોધી બતાવે. શબ્દ સાથે તમારે કેવોક પનારો? તમે કવિ કે સાહિત્યકાર હશો તો કદાચ કંઈક આવો જવાબ આપશો, "જનમજનમનો આપણો સથવારો, શબ્દ, તારો ને મારો આવો પનારો! પણ નોર્મલ વ્યક્તિ હશો તો કહેશો કે ખપ પૂરતો. આપણી જરુરિયાત પૂરી થઈ જાય એટલે ભયો ભયો, શબ્દોમાં એથી વધુ ઊંડા ઊતરવાની કોઈ જરુર નથી. વાત તો સાચી, પણ...

અભ્યાસમાં ઉપયોગી એપ્સ

કોલેજમાં અભ્યાસ કરતા પોતાના સંતાનને સ્માર્ટફોન અપાવતાં મા-બાપ ખચકાય છે. અભ્યાસ પર વિપરિત અસર થવાનો ડર સ્વાભાવિક છે, પણ આ જ સ્માર્ટફોન વિદ્યાર્થીઓને ઘણો મદદરૂપ પણ થઈ શકે છે. ઘાસની ગંજીમાં સોય શોધવી સહેલી, પણ સ્માર્ટફોન માટે એપ સ્ટોરમાંથી સારી એપ શોધી મુશ્કેલ - વાતમાં થોડી અતિશયોક્તિ છે, પણ થોડી જ! એન્ડ્રોઇડ, એપલ, વિન્ડોઝ વગેરે પ્લેટફોર્મ માટેના એપ્સ સ્ટોરમાં હવે એપ્સની સંખ્યા લાખોમાં પહોંચી છે ત્યારે જે સ્થિતિ ઇન્ટરનેટ પર છે એવી જ સ્થિતિ મોબાઇલ માટે સર્જાઈ રહી છે. કામ લાગે એવું ઘણું તેમાં હોય તો ખરું, પણ...

એવી કોઈ વેબસાઇટ છે, જે ઇંગ્લિશ ટુ ગુજરાતી કે ગુજરાતી ટુ ઇંગ્લિશ ભાષાંતર કરી આપે, ઉચ્ચારો સાથે?

સવાલ લખી મોકલનારઃ પ્રશાંત દવે, જામનગર  જો આપ ફક્ત ઓનલાઈન ગુજરાતી-ઇંગ્લિશ ડિક્શનરીની શોધમાં હો તો આ સાઇટ બહુ ઉપયોગી થશે : http://gujaratilexicon.com / આ સાઇટમાં શબ્દોના પ્રોનાઉન્સિએશન - ઉચ્ચાર પણ જાણવા મળશે.અને જો આપ આખાં વાક્યો ટ્રાન્સલેટ કરવા માગતા હો તો આ સાઇટ જુઓ : http://translate.google.com / જોકે ગૂગલની આ સર્વિસ હજુ બહુ પ્રાથમિક તબક્કામાં છે, અનુવાદમાં ખૂબ ભૂલો જોવા મળશે!

પ્રેપોઝિશન શીખવાની સહેલી રીત

ઇંગ્લિશ ગ્રામર ગૂંચવણભર્યું તો છે, પણ એ પણ સ્વીકારવું રહ્યું કે તેને સહેલું બનાવવાના પ્રયાસો પણ સતત થતા રહે છે. ઇંગ્લિશ ગ્રામરના કેટલાક પાયાના સિદ્ધાંત સમજવામાં ચિત્રો બહુ મદદરૂપ થઈ શકે છે. આ રહ્યાં ઉદાહરણ... પ્રેપોઝિશન વાક્યમાંના નાઉન, પ્રોનાઉન અને ફ્રેઝને અન્ય શબ્દો સાથે જોડે છે. પ્રેપોઝિશન સામાન્ય રીતે ‘ટેમ્પોરલ’, ‘સ્પેશિયલ’ કે ‘લોજિકલ’ રીલેશનશીપ દશર્વિે છે. ગૂંચવાઈ ગયા? ઇંગ્લિશ ભાષામાં પ્રેપોઝિશન શીખવવાની આ અઘરી રીત થઈ. બીજી સહેલી રીત છે, ચિત્રોની મદદથી વાક્યમાં કયા પ્રેપોઝિશનનો ઉપયોગ થાય એ સમજાવવાની રીત. બાજુમાં અને નીચે આપેલી ઇમેજીસની મદદથી...

વિઝ્યુઅલ ડિક્શનરી-થિસોરસ

અંગ્રેજી શબ્દોનું ભાષાભંડોળ વધારવા માગતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે આ સાઈટ મોટું ભાથું તૈયાર કરી આપે છે. ભાષાની મજા એ છે કે તેમાં અનેક શબ્દો સમાયેલા હોય છે અને ઘણા બધા શબ્દો એકબીજા સાથે કંઈક મજાની રીતે સંબંધ ધરાવતા હોય છે. ડિક્શનરી કે થિસોરસમાં આપણે જુદા જુદા શબ્દો વાંચીએ ત્યારે એના અર્થ અને જે તે શબ્દ સાથે સંબંધિત બીજા શબ્દો જાણવા મળે, પણ કાગળ પર લખાયેલા શબ્દોની મયર્દિા હોય છે, તે પૂર ઝડપે દોડતી આપણી કલ્પના સાથે તાલ મિલાવી શકતા નથી.પરંતુ, એક બીજા સાથે સંબંધ...

અંગ્રેજીની ગૂંચવણો ઉકેલતો માઇન્ડમેપ

સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી પ્રાચીન અને સૌથી સુવ્યવસ્થિત ભાષાઓમાંની એક ગણાય છે, ત્યાં સુધી કે ઇન્ફર્મેશન ટેક્નોલોજીમાં સંસ્કૃતના ઉપયોગની હિમાયત કરનારા નિષ્ણાતો પણ છે. તેનું મુખ્ય કારણ એ છે કે સંસ્કૃત એકદમ આયોજનબદ્ધ વ્યાકરણના પાયા પર વિક્સેલી ભાષા છે. છતાં, મજા જુઓ કે સંસ્કૃત સામાન્ય વ્યવહારમાંથી ભૂંસાઈ ગઈ છે અને જેના વ્યાકરણમાં જેટલા નિયમો છે એટલા જ અપવાદો હોવાનું કહેવાય છે એ અંગ્રેજી ભાષાનો ફેલાવો અને ઉપયોગ સતત વધી રહ્યાં છે! પોતાની માતૃભાષા ઉપરાંતની ભાષા તરીકે ઇંગ્લિશ શીખતા લોકો તો આ ભાષાના ઘણા મુદ્દે ગૂંચવણ...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.