Creativity

ઘરની બહાર નીકળ્યા વિના આખી દુનિયાની સફર

આ લેખ સાથેની તસવીરો પર જરા ફરી એક વાર નજર નાખો. મોટા ભાગના લોકોની નજરે જે ટુરિસ્ટ પ્લેસીઝ કહેવાય એવાં દુનિયાનાં જાણીતાં સ્થળોને બદલે બિલકુલ અજાણી, વણખેડાયેલી રહેલી ભોમકા ખૂંદવા નીકળી પડેલી કોઈ વ્યક્તિએ નિજાનંદ માટે આ તસવીરો લીધી હોય એવું લાગે છે?  તો તમારી ભૂલ થાય છે! આ તસવીરો દુનિયા જોવા નીકળેલી વ્યક્તિએ નહીં, પણ ઘરનો ઊંબર પણ ઓળંગતાં ડરતી વ્યક્તિએ લીધેલી તસવીરો છે, એ પણ ઘરની બહાર એક ડગલું માંડ્યા વિના. ઉપરાંત, આ તસવીરો એના માટે...

ડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

થોડાં વર્ષ પહેલાં રીલિઝ થયેલી ‘જુડવા’ ફિલ્મ અને હમણાં રીલિઝ થયેલી ‘જુડવા-૨’ ફિલ્મમાં ફેર શું છે? ના. આપણે ફિલ્મની સ્ટોરી કે સ્ટારકાસ્ટની વાત નથી કરી રહ્યા. આપણા માટે રસપ્રદ ફેરફાર એ છે કે ૧૯૯૭માં પહેલી ‘જુડવા’ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આપણામાંથી લગભગ કોઈના હાથમાં સ્માર્ટફોન ન હતા અને હવે છે. તમને થશે કે ફિલ્મ અને સ્માર્ટફોનનું કનેકશન શું છે? કનેકશન એ છે કે, આ ફિલ્મ જોઈને તમને પણ ડબલ રોલ ભજવવાની ઇચ્છા થઈ હોય તો હવે હાથમાંના સ્માર્ટફોનની મદદથી તમે સહેલાઇથી...

માઇન્ડ મેપિંગ શીખવું છે?

તમારી વિચારશક્તિ કેટલીક ધારદાર છે? કોઈ પણ બાબત વિશે, ઇંગ્લિશમાં કહીએ તો ‘એનાલિટિકલ થિંકિંગ’ કે ‘ક્રિટિકલ થિંકિંગ’ કરી શકો છો? એક સાવ સાદો દાખલો લઈએ. વેકેશન પડી ગયું છે. માની લો કે તમે હવે ટુરનું પ્લાનિંગ કરી રહ્યા છો. હવે? શરૂઆત ક્યાંથી કરીશું? ટ્રેન કે ફ્લાઇટમાં ટિકિટ મળશે કે નહીં, ત્યાંથી? કે પછી ક્યાં ફરવા જવું છે, ત્યાંથી? કોઈ પેકેજ ટુરમાં જઈશું તો કેટલો ખર્ચ થશે? જાતે ઓનલાઇન સાઇટ્સ પર હોટેલ, ટ્રેન/ફલાઇટનું બુકિંગ કરીએ તો? પહેલાં કોઈ એક સ્થળનું બુકિંગ...

સોફ્ટવેર ડાઉનલોડ કરો, પેઇન્ટર બની જાઓ!

વોટરકલર કે કેન્વાસ પર ઓઇલ કલરથી પેઇન્ટિંગ કરવાની તમને ઇચ્છા થતી હોય, પણ એ કળા શીખી ન શક્યા હો તો અફસોસ ન કરશો, આ ફ્રી સોફ્ટવેરની મદદથી તમે માઉસના લસરકે પેઇન્ટિંગ કરવાની મજા માણી શકો છો. તમે ક્યારેય કોઈ કલાકારને પોતાના સ્ટુડિયોમાં કામ કરતા જોયા છે? સામે કોરોધાકોડ કેનવાસ હોય, એક હાથમાં રંગોની પેલેટ હોય, બીજા હાથમાં બ્રશ હોય અને મનમાં અનેક તરંગોનો ઘૂઘવતો દરિયો - એને કેનવાસ પર ઉતારવાની કલાકારની મથામણ જોવાનો આનંદ તમે ક્યારેય માણ્યો હોય, તો અચૂક...

ઇમોજીની મનમોજી વાતો

ગયા મહિને તમે સ્માર્ટફોન પર ‘હેપ્પી દિવાલી’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ના મેસેજ સૌને પાઠવ્યા ત્યારે તેમાં ઇમોજીની છૂટ્ટા હાથે લ્હાણી કરી હતીને? વડીલોને પ્રણામ માટે જોડેલા હાથનું ઇમોજી, મિત્રોને શુભેચ્છા માટેનું ઇમોજી અને નાના હોય એમને આશીર્વાદનું ઇમોજી! એ જ રીતે, આ મહિને આખી દુનિયા મેરી ક્રિસમસના મેસેજીસ વહેતા કરશે ત્યારે તેમાં કેક અને ગિફ્ટ બોક્સ જેવા ઇમોજી ઉમેરવાનું ભૂલશે નહીં. તમે વોટ્સએપ જેવી એપમાં મેસેજ લખતી વખતે કે રીપ્લાય કરતી વખતે સ્માઇલી કે થમ્સ અપની ઇમોજી ઉમેરતી વખતે, બીજો કોઈ મૂડ...

હાલના અને ભાવિ એન્જિનીયર્સ માટે ચેલેન્જ!

કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર હતા આ વર્ષે ગુજરાતમાં એન્જિનીયરિંગની સીટ્સ એટલી વધી ગઈ છે કે બારમા ધોરણમાં ૪૫ ટકા લાવનારને પણ એન્જિનીયરિંગમાં એડમિશન મળી જશે! શિક્ષણનું શું થવા બેઠું છે? એવી ચિંતા કરવાનો કોઈ અર્થ નથી, અત્યારે એન્જિનીયરિંગ ભણી રહેલા...

તમારા પ્રિન્ટરને ધમધમતું રાખો, પ્રિન્ટેબલ્સથી!

બાળકોની રમતથી માંડીને બિઝનેસમાં ઉપયોગી સંખ્યાબંધ ‘રેડી-ટુ-યૂઝ’ ટેમ્પ્લેટ્સનો આ ખજાનો ફુરસદે તપાસવા જેવો છે વેકેશનમાં તમારી દીકરી વારંવાર ‘મમ્મી, કહેને, હું શું કરું’ એમ કહીને પજવે છે? અવા તમે જ દીકરાના પ્રોજેક્ટ માટે ક્લિપઆર્ટ શોધી શોધીને થાક્યાં છો? કે પછી તમે તમારા બિઝનેસ માટે સહેલાઈથી ઉપયોગમાં લઈ શકાય એવું ઇનવોઇસનું ટેમ્પ્લેટ શોધી રહ્યા છો? ઘરના સૌથી નાનકડા સભ્યને બીઝી રાખવા માટે તેે કાગળ અને રંગ પકડાવી દેવાની વાત હોય કે પછી સ્કૂલના વિવિધ પ્રોજેક્ટ માટે ચાર્ટ પેપર પર વિવિધ ચિત્રો ચોંટાડવાની વાત...

પેનોરમિક ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

સ્માર્ટફોનથી ઘણી બધી બાબતોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં છે અને એમાંની એક બાબત એટલે ફોટોગ્રાફી. એન્ડ્રોઇડમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ સાદી કેમેરા એપથી પણ આપણે કરામતી પેનોરમિક ફોટોગ્રાફી કરી શકીએ છીએ, આ રીતે... રો  ફોટોગ્રાફનો આગલા લેખનો વિષય જરા અઘરો લાગ્યો? ડોન્ટ વરી, આપણે કરવામાં સાવ સરળ અને છતાં પરિણામમાં મજા પડે એવી વાત કરીએ. ડિજિટલ ફોટોગ્રાફીની મજા એ  છે કે તેમાં નવા નવા અખતરા કરવામાં કોઈ અવરોધ હોતો નથી. આ વેકેશનમાં તમે ક્યાંક ફરવા જાવ તો સ્માર્ટફોનના કેમેરામાં પ્રયોગો કરવાની મજા માણી જુઓ. આવો...

સમજીએ ‘રો’ ફાઈલ ફોર્મેટ

ફોટોગ્રાફીના આઉટપૂટમાં મહત્ત્વનો ભાગ ભજવતું એક પરિબળ છે રો ફાઇલ ફોર્મેટ. જેના કારણે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સની તસવીર અને આપણે લીધેલી તસવીરમાં આસમાન-જમીનનો તફાવત વર્તાય છે એવા આ પરિબળમાં એવી તે શી ખૂબી છે તે સમજાવતો આ લેખનો વિષય જરા ટેકનિકલ છે, પણ સમજવાની મજા આવશે. આગળ શું વાંચશો? શું દરેક રો ફાઈલ સરખી જ હોય છે? કોઈ મેગેઝિનમાંની તસવીરો જોઈને તે આટલી જીવંત  કેમ લાગે છે અને આપણે લીધેલી તસવીરોમાં એવી મજા કેમ આવતી નથી એવો સવાલ તમને પણ ઘણી વાર થતો હશે....

દુબઈનું જરા જુદું દૂરદર્શન

એક સ્થળના અનેક ફોટોગ્રાફ્સ લઈને તેમાંથી સર્જાતા પેનોરમા વિશે તો હવે તમે જાણો છો. દુબઈમાં આ ટેક્નોલોજીને જરા આગળ વધારીને, વીડિયો જેવો અનુભવ આપતા ઇન્ટરએક્ટિવ પેનોરમા સર્જવાનું કામ શરૂ થયું છે ૩૬૦ ડીગ્રી પેનોરમિક હવે કોઈ ખાસ નવી વાત રહી નથી. વિશ્વની અનેક લક્ઝરી હોટેલ્સથી માંડીને રીયલ એસ્ટેટ ડેવલપર્સ પોતાના પ્રોજેક્ટનો લોકોને ઘેરબેઠાં નિકટનો પરિચય કરાવવા માટે આ ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગૂગલ મેપ્સ પર જઈને આપણે કેટલીય રેસ્ટોરાં અને રીટેઇલ શોરૂમમાં પણ આ જ ટેક્નોલોજીથી ‘ડોકિયાં’ કરી શકીએ...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.