Home Knowledge Power Action Replay

Action Replay

આજનું આપણું વિશ્વ જુદા જુદા અનેક વળાંકો, ઉતાર-ચઢાવોમાંથી પસાર થઈને આજના તબક્કે પહોંચ્યું છે. જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીની કલમે, મુખ્યત્વે ટેક્નોલોજીના સંદર્ભે, આવી કેટલીક ઐતિહાસિક ઘટનાઓની ટૂંકી, પણ તલસ્પર્શી સમજ મળે છે આ લેખોમાં.

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫

ઇન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણ: ૨૫ માર્ચ, ૧૯૯૫ વેબસાઇટનું નામ હતું વિકીવિકીવેબ. તેનો હેતુ ફક્ત લોકો માટે નહીં, પણ લોકો દ્વારાની ભાવના અમલી બનાવવાનો હતો. વેબસાઇટ પર ગણ્યાગાંઠ્યા લોકો લખે ને બાકીના ફક્ત વાંચે એવું નહીં. અમુક મયર્દિામાં રહીને સૌ સાઇટ પરની સામગ્રીમાં પોતાનું પ્રદાન આપી શકે. એ રીતે વિકી-સાઇટ દુનિયાના જુદા જુદા ખૂણે બેઠેલા લોકોનું સહિયારું સર્જન બની રહે. સાઇટની શરુઆત કરનાર વોર્ડ કનિંગહામના મનમાં હવાઈ ટાપુની મુલાકાત વખતે કાને પડેલો શબ્દપ્રયોગ વિકીવિકી વસી ગયો હતો. તેનો અર્થ હતો...

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬

‘ટ્વીટર’ પર પહેલો ટહુકો : ૨૧ માર્ચ, ૨૦૦૬ ફક્ત ૧૪૦ અક્ષરો (કેરેક્ટર)માં હાલ-એ-દિલ જાહેર કરવાની સુવિધા આપતી ‘માઇક્રોબ્લોગિંગ સાઇટ’ ‘ટ્વીટર’નું માળખું ગોઠવાયા પછી, તેના થકી વહેતો મુકાયેલો પહેલો ટ્વીટ હતો : ‘ઇનવાઇટિંગ કોવર્કર્સ.’ લખનાર હતા કંપનીના સહસ્થાપક જેક ડોર્સી. શરુઆતમાં twttr તરીકે ઓળખાતી આ સેવાએ પક્ષીઓના કલબલાટ માટે વપરાતા ‘ટ્વીટ’ શબ્દનો અર્થ ધરમૂળથી બદલી નાખ્યો અને અંગ્રેજી ભાષાને, ‘ટ્વીટરવર્સ’ (ટ્વીટરજગત) જેવો નવો શબ્દ આપ્યો. ટ્વીટર પર હવે રોજના લાખોની સંખ્યામાં માણસો સાર્થક-નિરર્થક તમામ પ્રકારનો કલબલાટ મચાવે છે. ‘ટ્વીટર’ પર નબળી ક્ષણોમાં...

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬

ચંદ્રયાત્રાનાં દ્વાર ખોલતી રોકેટ-ઉડાન : ૧૬ માર્ચ, ૧૯૨૬ ૧૯૨૦ના દાયકામાં અમેરિકાના વિજ્ઞાની રોબર્ટ ગોડર્ડે રોકેટના જોરે ચંદ્ર સુધી પહોંચવાની વાત કરી ત્યારે ‘ન્યુયોર્ક ટાઇમ્સ’ જેવા પ્રતિષ્ઠિત અખબારે તેમની હાંસી ઉડાવી હતી, પણ ‘એપોલો ૧૧’ યાનની સફળ ચંદ્રયાત્રા પછી ૧૭, ૧૯૬૯ના રોજ ‘ટાઇમ્સે’ પોતાની પાંચ દાયકા જૂની ભૂલ બદલ માફી માગી. પ્રવાહી બળતણના ઓછામાં ઓછા જથ્થા દ્વારા મહત્તમ વેગ અને ધક્કો હાંસલ કરીને અવાજથી વધારે ઝડપે ઉડ્ડયનો યોજવાનું - બીજા ગ્રહો સુધી પહોંચવાનું સુધ્ધાં શક્ય છે એવું પહેલી વાર ગોડર્ડે કહ્યું...

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫

પહેલા ‘ડોટ કોમ’ એડ્રેસની નોંધણી : ૧૫ માર્ચ, ૧૯૮૫ વેબસાઇટના આંકડાકીય સરનામાને સરળ સ્વ‚પે રજૂ કરતાં ‘ડોમેઇન નેમ’નો આંકડો અત્યારે કરોડોમાં પહોંચ્યો છે, પણ પહેલું ડોમેઇન નેમ symbolics.com નોંધાવવાનો વિચાર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સોફ્ટવેરના ક્ષેત્રે કામ કરતી મેસેચુસેટ્સની સિમ્બોલિક્સ કંપનીને આવ્યો, ઇન્ટરનેટ ત્યારે ગણ્યાગાંઠ્યા અભ્યાસીઓ પૂરતું મર્યિદિત હતું. વર્લ્ડ વાઇડ વેબ (ૂૂૂ) તરીકેનું તેનું વિરાટ-લોકભોગ્ય સ્વરુ‚પ આવવાની વાર હતી. એટલે જ કંપનીના નામનું ડોમેઇન નેમ રજિસ્ટર કરાવવાની કોઈને ઉતાવળ ન હતી. આખા ૧૯૮૫માં ફક્ત પાંચ ડોમેઇન નેમ રજિસ્ટર થયાં. ‘એપલ’ કંપનીએ ૧૯૮૭માં...

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧

સાતમા ગ્રહની શોધ : ૧૩ માર્ચ, ૧૭૮૧ ખગોળઅભ્યાસી વિલિયમ હર્ષલે આકાશભણી ટેલિસ્કોપ માંડીને યુરેનસ ગ્રહની હાજરી પહેલી વાર નોંધી ત્યારે તેમને એ ગ્રહને બદલે ધૂમકેતુ લાગ્યો હતો. અગાઉના ખગોળશાસ્ત્રીઓ તેની હાજરી નોંધી ચૂક્યા હતા, પણ તેનો વધુ અભ્યાસ કરીને પ્રચલિત ગ્રહોમાં સ્થાન અપાવવાનું શ્રેય હર્ષલને મળ્યું. ગ્રહના નામકરણમાં ખુદ હર્ષલે બ્રિટનના રાજા જ્યોર્જ ત્રીજાના નામનું સૂચન કર્યું, પરંતુ જર્મન ખગોળશાસ્ત્રી બોડના સૂચનથી, ગ્રીક દંતકથાના પાત્રના આધારે તેને ‘યુરેનસ’ નામ મળ્યું. હર્ષલના અવલોકનનાં ૨૦૫ વર્ષ પછી વોયેજર ટુ યાને ૧૯૮૬માં યુરેનસની...

ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬

ટેલિફોનનો સફળ પ્રયોગ : ૧૦ માર્ચ, ૧૮૭૬ ડેશ અને ડોટના મોર્સ કોડ થકી મોકલાતા ટેલિગ્રાફ સંદેશાની બોલબાલા હતી, ત્યારે એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ અને એલિશા રે પોતપોતાની રીતે અવાજને મોજાં સ્વ‚રુપે એક છેડેથી બીજા છેડે મોકલવાના પ્રયોગ કરી રહ્યા હતા. બન્નેનું કામ લગભગ સાથે પૂરું થયું અને પોતપોતાની ડિઝાઇન સાથે તે પેટન્ટ ઓફિસ પહોંચ્યા, પણ પેટન્ટ રજિસ્ટર કરાવવામાં બેલનો નંબર પહેલો લાગ્યો. ટેલિગ્રાફ પર એકસાથે એકથી વધુ સંદેશા મોકલવાના અખતરા કરતી વખતે બેલને અવાજ મોકલવાની તરકીબ હાથ લાગી ગઈ. તેના આધારે ડિઝાઇન...

યુદ્ધમાં પહેલી વાર અણુબોમ્બનો પ્રયોગ : ૬ ઓગસ્ટ, ૧૯૪૫

હિટલરના નાઝી જર્મની સહિત બીજા દેશો અણુશસ્રો વિકસાવવા માટે મથતા હતા. તેમાં ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ અંતર્ગત અમેરિકા સૌથી પહેલા સફળ થયું, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના ગીચ વસ્તી ધરાવતા શહેર હીરોશીમા પર અને ત્રણ દિવસ પછી નાગાસાકી પર- અણુબોમ્બ ઝીંક્યા, ત્યારે મોટા ભાગના વિજ્ઞાનીઓએ કપાળ કૂટ્યું. હિંસક જાપાનને નમાવીને વિશ્વયુદ્ધ અંત લાવવા માટે અણુહુમલો જરૂરી હતો, એવો અમેરિકાના પ્રમુખ રુઝવેલ્ટનો ખુલાસો બોમ્બથી થયેલી નિર્દોષોની તારાજી સામે પાંગળો જણાયો. ‘ઇનોલા ગ્રે’ યુદ્ધવિમાનમાંથી હીરોશીમા પર ફેંકાયેલા અણુબોમ્બ ‘લિટલ બોય’ને કારણે હીરોશીમાની...

૨૦૧૫ના વિતેલા વર્ષમાં…

સમગ્ર વિશ્વ અને ભારત માટે, ૨૦૧૫નું વીતેલું વર્ષ ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણી બધી રીતે નોંધપાત્ર રહ્યું. આગળ શું વાંચશો? નેટ ન્યુટ્રલિટી મોબાઇલ વોલેટ ડ્રોન વર્ચ્યુઅલ રીયાલિટી વેરેબલ ટેક્નોલોજી ડિજિટલ ઇન્ડિયા ટેક ઇન્ડિયન્સ આલ્ફાબેટ નેટ ન્યુટ્રલિટી ઇન્ટરનેટ સૌ માટે સમાન હોવું જોઈએ કે નહીં એ મુદ્દો આમ તો વિશ્વભરનો ચર્ચિત મુદ્દો છે, પણ ભારતમાં આ વર્ષે એ ખાસ્સો ગરમ રહ્યો. કેટલીક ટેક કંપની અને ટેલિકોમ કંપની પોતાના યૂઝર્સની ફ્રી એક્સેસ ઓફર કરી રહી છે, પરંતુ અમુક સાઇટ પૂરતી જ. બીજી તરફ, ઇન્ટરનેટ પરથી મળતી...

આધુનિક એન્જિનીયરિંગની અજાયબી

પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી પનામા નહેરમાં મહાકાય જહાજોને ‘પાણીનાં પગથિયાં’ની મદદથી ચઢ-ઉતર કરાવવામાં આવે છે - આ અજબગજબ નહેર સો વર્ષ પહેલાંની ટેક્નોલોજીથી બનેલી છે એ માનવું મુશ્કેલ છે. પંદરમી ઓગસ્ટ જેમ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, એમ આ દિવસ વિશ્વભરના એન્જિનીયર્સ માટે પણ ઐતિહાસિક છે. પૂરી એક સદી પછી, આજે પણ જેની ગણના મોડર્ન એન્જિનીયરિંગ માર્વેલ્સમાં થાય છે એવી પનામા નહેર ૧૫ ઓગસ્ટ, ૧૯૧૪ના દિવસે ઉપયોગ માટે ખૂલી મુકાઈ હતી. આ નહેર વિશ્વના બે સૌથી મોટા મહાસાગર, પ્રશાંત...

વર્લ્ડ વાઈડ વેબની ૨૫ વર્ષની સફર

માર્ચ મહિનામાં વર્લ્ડ વાઈડ વેબને ૨૫ વર્ષ થયાં, ત્યારે આખી દુનિયાને એકમેક સાથે સાંકળી રહેલું આ અજબ-ગજબ જાળું કેવી રીતે ગૂંથાયું એ જાણવું રસપ્રદ બનશે.  ૧૨ માર્ચ, ૧૯૮૯ બ્રિટિશ કમ્પ્યુટર વિજ્ઞાની ટીમ બર્નર્સ-લીએ યુરોપીયન સંગઠન સીઇઆરએન સાથે સંકળાયેલા વિશ્વભરના  વિજ્ઞાનીઓનાં કમ્પ્યુટરને એકમેક સાથે જોડવાની  પ્રપોઝલ રજૂ કરી અને તે સાથે વર્લ્ડ વાઈડ વેબનો પાયો નખાયો. તેમણે ૧૯૯૦માં નાતાલના દિવસે તેનો કોડ સૌને માટે ખૂલ્લો મુક્યો. ૧૯૯૩ કનેક્ટેડ કમ્પ્યુટર્સમાંની માહિતી જોવા યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસના માર્ક એન્ડ્રીસેન અને તેમની ટીમે વિકસાવેલા મોઝેક બ્રાઉઝરથી વેબની લોકપ્રિયતા...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.