Home Knowledge Power

Knowledge Power

ઇન્ટરનેટ પર એવું ઘણું બધું છે, જે આપણને રોજિંદા સર્ફિંગમાં, વાતવાતમાં ઘણી નવી વાતો શીખવે. તમારા સર્ફિંગ અને વિચારોને વિચારોને નવી દિશા આપે અને જ્ઞાનની ક્ષિતિજો સતત વિસ્તારવામાં મદદરૂપ થાય તેવી વાતો જાણવા મળશે આ લેખોમાં!

ગૂગલ લેન્સ : હવે ગૂગલને લખીને નહીં, બતાવીને પૂછો!

આગળ શું વાંચશો? ગૂગલ લેન્સ એક્ઝેક્ટલી શું છે? ગૂગલ લેન્સનો લાભ કેવી રીતે લેશો? ગૂગલ લેન્સથી શું શું કરી શકાય છે? આપણે કોઈ પણ બાબતે, કંઈ પણ જાણવું હોય તો એ વિશે દિમાગ કંઈ નક્કી કરે એ પહેલાં તો આપણી આંગળીઓ આપોઆપ ગૂગલ તરફ વળવા લાગે એવી સ્થિતિ આવી ગઈ છે! પરંતુ એ માટે આપણે ગૂગલને કહેવું પડે કે આપણે શું જાણવા માગીએ છીએ. આપણા મનમાં કયો સવાલ છે એ આપણે કાં તો ગૂગલના સર્ચ બોક્સમાં ટાઇપ કરવો પડે અથવા હવે...

ઓલિમ્પિક્સનો આનંદ હોલોગ્રામ સ્વરૂપે!

વર્ષ ૨૦૨૦માં ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક્સ નવો વિક્રમ સર્જે તેવી શક્યતા છે, એ પણ રમતોના સ્ટેડિયમની બહાર! એક જાપાનીઝ કંપની એવી ટેક્નોલોજી વિક્સાવી રહી છે, જેના કારણે સ્ટેડિયમની બહાર રહેલા લોકો, પોતે સ્ટેડિયમની અંદર હાજર હોય એ રીતે રમતનો જીવંત અનુભવ માણી શકશે. ૩ડી હોલોગ્રામ્સ તરીકે પ્રોજેક્ટ થતાં આ દૃશ્યો સર્જવા માટે એથ્લેટ્સે કોઈ મોશન સેન્સર્સ પહેરવાની કે દર્શકોએ ૩ડી ગ્લાસીસ પહેરવાની પણ જરૂર રહેશે નહીં. આ માટે, સંખ્યાબંધ કેમેરાની મદદથી એથ્લેટ્સની મૂવમેન્ટ્સ ટ્રેક કરવામાં આવશે અને તેની ઇમેજીસ, રીયલ ટાઇમમાં અમુક...

હવે ઇતિહાસ ગોખવો નહીં પડે!

‘’સિકંદર ને પોરસ સે કી થી લડાઈ, જો કી થી લડાઈ તો મેં ક્યા કરું...!’’ તમે કદાચ આ ગીત સાંભળ્યું હશે. છેક ૧૯૬૨માં રીલિઝ થયેલી ફિલ્મ અનપઢના આ ગીતના શબ્દોમાં ઇતિહાસની ઘટનાઓને ગોખવા સામેની જે અકળામણ છે, એ અત્યાર સુધી યથાવત રહી છે. અત્યારે પરીક્ષાના દિવસો ચાલી રહ્યા છે એટલે ઘર ઘરમાં સોશિયલ સ્ટડીઝનું પેપર નજીક આવતાં જ ઇતિહાસ ગોખીને શીખવા સામેની અકળામણ ઠલવાતી હશે. હવે કદાચ, વર્ષો સુધી અસરકારક રહેલું આ ગીત એની અસર ગુમાવશે. ઇતિહાસ ગોખવા સામેની અકળામણ...

ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ સંબંધિત શબ્દો

જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ! આગળ શું વાંચશો? માર્જિન લીડિંગ કર્નિંગ/ટ્રેકિંગ બ્લીડ પોઇન્ટ પાયકા ગટર આરજીબી અને સીએમવાયકે માર્જિન ડોક્યુમેન્ટ પેજમાં લખાણના બંને છેડા અને પેજના છેડા વચ્ચેની કોરી જગ્યાને ‘માર્જિન’ કહેવામાં આવે છે. કોઈ પણ ડોક્યુમેન્ટ તૈયાર કરતી વખતે સામાન્ય રીતે, લખાણ અને પેજના છેડા વચ્ચે દરેક બાજુએ ઓછામાં ઓછા અડધા ઇંચનો માર્જિન રાખવો...

ઝડપથી વેબસાઇટ ઓપન કરો!

તમે cybersafar.com જેવી સાઇટની મુલાકાત લેવા માગતા હો અને વેબબ્રાઉઝરના એડ્રેસ બારમાં ફ્કત cybersafar લખશો તો એ શબ્દ ધરાવતી બધી સાઇટનું સર્ચ રિઝલ્ટ જોવા મળશે અને તમારે તેમાંથી cybersafar.com શોધીને તેના પર ક્લિક કરવું પડશે. આ કામ ઝડપી બનાવવા માટે તમે એડ્રેસ બારમાં ફક્ત cybersafar લખીને સીધું એન્ટર પ્રેસ કરવાને બદલે કન્ટ્રોલ + એન્ટર કી પ્રેસ કરશો તો એડ્રેસ બારમાં cybersafarની આગળ www. અને પાછળ .com આપોઆપ ઉમેરાઈ જશે અને સીધી જ એ વેબસાઇટ ઓપન થશે. આ સુવિધાનો લાભ માત્ર ડોટકોમ...

હોમવર્ક સરળ બનાવી, ટૂંકા સમયમાં વધુ શીખવતી સ્માર્ટ ટીચર જેવી એપ!

જો તમે વિદ્યાર્થી, શિક્ષક,  સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક હોમવર્ક કરવામાં થાય. વિદ્યાર્થી જ્યારે હોમવર્ક કરવા બેસે ત્યારે તેણે મોટા ભાગે નીચેની સ્થિતિઓનો સામનો કરીને, એ મુજબ નિર્ણય કરવાના થાય : જે હોમવર્ક કરવાનું છે, એ આવડે છે? જો હા, તો આગળ વધો અને ફટાફટ હોમવર્ક પૂરું...

વાઇ-ફાઇ ભૂલી જાવ, હવે આવે છે પ્રકાશની પાંખે ડેટા!

આગળ શું વાંચશો? નવી રીતે ડેટા કનેક્ટિવિટી વાઇ-ફાઇમાં શું ખામી છે? પ્રકાશ કેવી રીતે ડેટા વહન કરે? અત્યારે કેટલી પ્રગતિ થઈ છે? કલ્પના કરો કે તમે કોઈ શહેરના બીઝી રોડ પરથી પસાર થઈ રહ્યા છો. તમારી ચારેય બાજુ જુદી જુદી બ્રાન્ડનાં મસમોટાં હોર્ડિંગ દેખાઈ રહ્યાં છે. માની લો કે અહીં બે હરીફ કંપની કોકા-કોલા અને પેપ્સી બંનેનાં હોર્ડિંગ છે. તેમાંથી પેપ્સીનું સાદું હોર્ડિંગ છે, પણ કોકા-કોલા કંપનીએ એક ખાસ પ્રકારનું એલઇડી લાઇટવાળું હોર્ડિંગ બનાવ્યું છે. તમે આ બંને કંપનીનાં હોર્ડિંગ પાસેથી પસાર થશો અને...

આજે કોઈ ક્લિકની વાત કરવી નથી!

‘સાયબરસફર’ના આ અંતિમ પેજ પરથી જ મોટા ભાગે તમારી સાયબરસફરની શરૂઆત થતી હશે કેમ કે આ પેજ પર હંમેશા કોઈ અજાણી, અનોખી વાત કહેતા વેબપેજનો પરિચય કરાવવામાં આવે છે, પણ આજે આ પેજ પર કોઈ ક્લિકની વાત કરવી નથી! કારણ છે, વોટ્સએપ પર ફરતી થયેલી આ મજાક... "આવનારી પેઢીમાં મમ્મી બાળકોને કહેશે કે તમને મોટાં કરવા હું ૧૦-૧૦ કલાક ઓફલાઇન રહી છું... આજે સૌ કોઈ વોટ્સએપ, ફેસબુક, યુટ્યૂબ વગેરેમાં પરોવાયેલાં જોવા મળે છે ત્યારે આપણી આસપાસની દુનિયા કરતાં જરા મોટા...

વાઇ-ફાઇનો વધતો વ્યાપ

ફ્રી વાઇ-ફાઇ! જુદી જુદી વ્યક્તિના મનમાં આ ત્રણ શબ્દ જુદી જુદી જાદુઈ અસર ઊભી કરે છે. આપણા જેવા સરેરાશ યૂઝરને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પ્લાન ઘણો સસ્તો થયા પછી પણ મોંઘો લાગતો હોય એમને ફ્રી વાઇ-ફાઇનો લાભ લૂંટવામાં મજા પડે છે. બીજી તરફ ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટેક્નોલોજી કંપનીને ફ્રી વાઇ-ફાઇની મદદથી વધુ ને વધુ લોકોને પોતાની સર્વિસિઝ તરફ વાળવાની તક દેખાય છે. તો ટેલિફોન કંપનીઝ માટે ફ્રી વાઇ-ફાઇ એક રીતે હરીફ સમાન છે, પરંતુ બીજી રીતે પોતાના જ યૂઝર્સને વધારાની...

આધારને વધુ સલામત બનાવવાના પ્રયાસો કેટલા મજબૂત? કેટલા કારગત?

દરેક ભારતીયને એક અજોડ ઓળખ આપતી આધાર વ્યવસ્થા તેનાં અનેક જમા પાસાં હોવા છતાં ગૂંચવણોની રીતે પણ અજોડ બનવા લાગી છે. આપણા આધાર ડેટાની સલામતી અંગે વારંવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે ત્યારે સરકારે વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (વીઆઇડી) નામે આપણા આધાર ડેટા પર સલામતીનું એક નવું સ્તર રચવાનો પ્રયાસ કર્યો છે. આ વાત દેખીતી રીતે આપણી અંગત માહિતી સાથે સંકળાયેલી હોવાથી તેને બરાબર સમજવી જરૂરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વીઆઇડીની સાથોસાથ બેન્ક, મોબાઇલ કંપની, એલઆઈસી, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં આપણી...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.