Home Fun Zone

Fun Zone

દિમાગ કસવામાં મદદરૂપ ગેમ્સ

દિલથી વિચારો અને દિમાગથી કામ કરો - આવી સલાહ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ આપણે રોજિંદાં કામ કરતી વખતે દિમાગને કેટલુંક દોડાવી શકીએ એ ક્યારેય તપાસ્યું છે? એપ સ્ટોરમાં ઘણી બધી બ્રેઇન ગેમ છે, એમાંની એક છે બ્રેઇન ટ્રેનિંગ (Brain Training, by App Holdings). આ એક એપમાં નાની નાની ગેમ્સ છે, જે આપણા મગજની કાર્યશક્તિને જુદી જુદી રીતે તપાસે છે. દરેક ગેમમાં જેમ લેવલ પાર કરતા જાવ તેમ ગેમ વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય. શરૂઆતમાં છોકરાંની રમત જેવી લાગતી...

ગૂંચવણો ઉકેલતાં શીખવતી ગેમ

ક્યારેય તમે એવા તાળાની કલ્પના કરી શકો ખરા, જેની ચાવી તમારા હાથમાં હોય છતાં તમે તેને ખોલી ન શકો? કચ્છના એક ખૂણામાં, સાવ નાના એવા સુથરી નામના ગામમાં વસતો એક લુહાર પરિવાર આવાં તાળાં બનાવી જાણે છે. બિલકુલ હાથે બનાવેલાં, અસલ પિત્તળનાં આ તાળાંમાં આ પરિવારના કસબીઓ અલગ અલગ પ્રકારની એવી કરામત ગોઠવે છે કે તે આપણી નજર સામે તાળું બંધ કરીને તેની ચાવી આપણા હાથમાં આપે છતાં આપણે તેને ખોલી ન શકીએ! આ કળા તો હવે લગભગ મરી પરવારી છે...

તમે કેટલી ગૂંચવણ ઊભી કરી શકો?

દિવાળીની રજાઓ પૂરી થયા પછી અભ્યાસમાં કામે ચઢવું તો પડ્યું હોય, પણ હજી રજાની મજા યાદ આવતી હોય, કોઈ વાતે મન, કોઈ વાતમાં પરોવાતું ન હોય તો પહોંચો આ સાઇટ પર : http://entanglement.gopherwoodstudios.com નિષ્ણાતો અને ખાસ તો અનુભવીઓ એમ કહે છે કે જ્યારે આપણે કોઈ વાતમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હોઈએ ત્યારે કંઈક એવું કરવું જે મનને બીજે ક્યાંય ભાગવા ન દે, ફરજિયાત એક જ વાતમાં જકડી રાખે! હમણાં નાના મોટા સૌમાં જેનો જબરો ક્રેઝ ઊભો થયો હતો એ ફિજેટ સ્પીનર...

એર પ્લેન પાઇલોટ સિમ્યુલેશન

એન્જિન સ્ટાર્ટ કરો, કોકપીટનો દરવાજો લોક કરો,  હવે ધીમે ધીમે એન્જિન થ્રોટલ આગળ તરફ લઈ જાઓ, સ્પીડ ૨૦૦થી આગળ જાય એટલે સ્માર્ટફોનને જરા નમાવો... અને તમારું હવે તરી રહ્યું છે હવામાં! તમે પોતે કોઈ પ્લેનના પાઇલટ છો અને તમારે એક ટાપુ પરથી પ્લેનને ટેક-ઓફ કરી, નજીકના બીજા ટાપુ પર તેનું સલામત લેન્ડિંગ કરવાનું છે. શરૂઆતમાં તમને સ્ક્રીન પર જુદી જુદી સૂચનાઓ મળતી રહેશે. એક એક પછી એક લેવલ પાર કરતા જશો તેમ તેમ થોડી મુશ્કેલીઓ ઉમેરાતી જશે. સ્માર્ટફોન કે ટેબલેટમાં રમી...

બેસ્ટ પાસવર્ડ

ઇન્ટરનેટ પર હવે તો કેટકેટલી જગ્યાએ આપણે ખાતાં ખોલાવીએ છીએ! જેટલી નવી સર્વિસ જાણીએ એટલી વાર નવું ખોલવવાનું અને દરેક જગ્યાએ નવો પાસવર્ડ યાદ રાખવાનો. યાદશક્તિની પછી હદ આવે કે નહીં? એક ભેજાબાજે એનો સરસ ઉપાય શોધી કાઢ્યો. એ દરેક સર્વિસમાં પાસવર્ડ રાખે છે Incorrect જ્યારે પણ એ પાસવર્ડ ભૂલી જાય અને ખોટો પાસવર્ડ લખે ત્યારે તરત સિસ્ટમ જ એને યાદ અપાવે - Your password is incorrect!! આગળ શું વાંચશો? કોન્ફિડન્ટ સોફ્ટવેર ડેવલપર સમય કેવો બદલાઈ રહ્યો છે કોન્ફિડન્ટ સોફ્ટવેર ડેવલપર એક...

ફટાફટ ટાઇપિંગ શીખવું છે?

રાતદિવસ વોટ્સએપ પર એક્ટિવ લોકોને ધડાધડ ટાઇપિંગની પ્રેક્ટિસ થઈ જ જાય છે, પણ નાનાં બાળકોને ગેમ્સ માટે ફક્ત એરો કીથી આગળ વધારીને ટાઇપિંગની પ્રેક્ટિસ કરાવવી હોય કે ચાલીસી વટાવી ગયેલા લોકોએ સ્માર્ટફોન પર આંગળીઓને ફટાફટ ફરતી કરવી હોય તો એ માટે તેમણે પૂરતી પ્રેક્ટિસ કરવી પડે. એન્ડ્રોઇડ અને આઇઓએસ માટે આવી એક ગેમ છે ઝેડટાઇપ. આ જ ગેમ તમે પીસીમાં પણ રમી શકો છો, એ માટે આ વેબસાઇટ જુઓ http://zty.pe/ વિન્ડોઝ ફોન માટે ટાઇપિંગ ટ્યૂટર જેવી ગેમ અજમાવી શકાય. ઝેડટાઇપ ગેમ...

મજાની મગજમારી કરાવતી ગેમ

વેકેશનમાં ‘હું શું કરું, મમ્મી/પપ્પા?’ એવા બાળકોના સવાલોથી થાક્યા? અથવા તમે પોતે ફુરસદના સમયમાં દિમાગની ધાર કાઢવા માગો છો?  તો એક મજાની ગેમ છે ટેનગ્રામ. પણ વેઇટ, ગેમનું નામ જાણી લીધા પછી તરત તમારા સ્માર્ટફોનના પ્લે સ્ટોર તરફ દોટ મૂકશો નહીં! ત્યાં તો આ ગેમ ડિજિટલ સ્વરૂપમાં મળી જ આવશે, પણ મજા જરા વધુ લંબાવવી હોય તો એક મોટા કાગળ પર બાજુમાં આપેલા ડાયાગ્રામ મુજબ આકાર દોરો અને આખા કાગળને અહીં બતાવેલા સાત ટુકડાઓમાં કાપી લો. ફક્ત આ સાત ટુકડાઓને અલગ અલગ...

નેટ કનેક્શન ન હોય ત્યારે બે ઘડી મજા કરાવતી કરામત!

વેકેશન શરૂ થઈ ગયું છે તો બે ઘડી મજાની વાત કરીએ. ધારો કે તમે મોબાઇલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું અને કોઈ વેબસાઇટ જોવા માટે તેનું એડ્રેસ ટાઇપ કર્યું. હવે કોઈ કારણસર તમારું વાઇ-ફાઇ કનેક્શન બંધ છે અથવા મોબાઇલના ડેટા પ્લાનનાં સિગ્નલ પકડાતાં નથી. દેખીતું છે કે ક્રોમ બ્રાઉઝર તમને કહેશે કે તમે ઓફલાઇન છો, ‘યુ આર ઓફલાઇન, યોર ડિવાઇસ ઇઝ ઓફલાઇન’. હવે તમારી પાસે બે વિકલ્પ છે, ક્રોમ બંધ કરો અને બીજા કોઈ કામે વળગો, અથવા, ઓફલાઇનનો મેસેજ આપતા...

મેસેન્જરમાં બાસ્કેટબોલની મજા!

ગરમીના દિવસોમાં રોજિંદા કામકાજમાં કંટાળો આવતો હોય ત્યારે મજાનો બ્રેક લેવો છે? જો તમારા સ્માર્ટફોનમાં ફેસબુક મેસેન્જર એપ હોય તો તમે એમાં બાસ્કેટબોલની મજા માણી શકો છો! જો તમે લાંબા સમયથી ફેસબુક પર એક્ટિવ હશો તો સ્માર્ટફોન માટેની તેની મેસેન્જર એપથી પરિચિત હશો જ. તમારા કોન્ટેક્ટ લિસ્ટમાંના મિત્રો સાથે વન-ટુ-વન કે ગ્રૂપમાં ચેટિંગ કરવાની સગવડ આપતી આ એપ લોન્ચ થઈ ત્યારે તેના વિશે ઘણા વિવાદો ઉઠ્યા હતા, પરંતુ હવે તેની લોકપ્રિયતા સતત વધી રહી છે. ફેસબુક પણ મેસેન્જરને આપણા રોજિંદા જીવનનો...

ગેમ ઝોન

આગળ શું વાંચશો? Laserbreak Lite 100 Logic Games On the White Way  Laserbreak Lite લોજિકલ થિંકિંગ તમને ગમતું હોય તો આ ગેમ તમને ગમશે. એક તરફ લેસર લોન્ચર છે અને બીજી તરફ તેનું ટાર્ગેટ છે. વચ્ચે જુદા જુદા અંતરાય છે અને અલગ અલગ પ્રકારના રીફ્લેક્ટર્સ પણ છે. આપણે લેસર લોન્ચરને જરા વધુ પ્રેસ કરી લેસર કિરણની દિશા નક્કી કરવાની, સાથોસાથ જુદા જુદા રીફ્લેક્ટર્સને પણ એ જ રીતે ફેરવીને લેસર બીમ તેના પરથી રીફ્લેક્ટ થઈને આગળ વધી શકે એવી વ્યવસ્થા કરવાની છે....
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.