Home FAQ

FAQ

ઇન્ટરનેટ, સ્માર્ટફોન કે કમ્પ્યુટરના ઉપયોગ સંબંધિત સવાલો અને તેના જવાબ!

તસવીરમાં આ શું દેખાય છે?

સવાલ મોકલનાર : કૈલાશકુમાર જોશી, પાલનપુર કૈલાશભાઈએ વોટ્સએપમાં, અહીં આપી છે તે નહીં પણ તેના જેવી જ એક તસવીર મોકલીને ‘સાયબરસફર’ને આ સવાલ પૂછ્યો છે - "તસવીરમાં માઇક ઉપરાંત તેના જેવું પણ કાચની પારદર્શક ફ્રેમ જેવું આ શું દેખાય છે? આ સવાલ ‘સાયબરસફર’ને પૂછાવાનું એક કારણ એ પણ ખરું કે સવાલ ગૂગલને સહેલાઈથી પૂછી શકાય તેવો નથી! જે ફક્ત દેખાય છે, શું છે એની જાણ નથી એ ગૂગલને કઈ રીતે પૂછવું?! આ જ અંકમાં ‘ગૂગલ લેન્સ’ વિશેનો જે લેખ છે તેમાં આ...

એક્સેલમાં એક સેલને પાસવર્ડ પ્રોટેક્ટેડ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : વિપુલકુમાર ડી.રાઠોડ, સંતરામપુર એક્સેલમાં કોઈ વર્કશીટમાં તમે લાંબી મહેનત કરીને ખાસ્સો ડેટા એન્ટર કરી, વિવિધ ફોર્મ્યુલા સેટ કરી હોય એ પછી બીજી કોઈ વ્યક્તિ સાથે એ વર્કશીટ શેર કરવાની થાય તો સ્વાભાવિક રીતે આપણને એવી ઇચ્છા થાય કે કાં તો આખી વર્કશીટ અથવા તેના અમુક ભાગને પાસવર્ડ પ્રોટેક્ટ કરીએ, જેથી બીજી કોઈ વ્યક્તિ જાણતાં કે અજાણતાં તેમાં કોઈ ફેરફાર ન કરે. એક્સેલમાં સામાન્ય રીતે આખી વર્કશીટને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય છે અને આમ કરતી વખતે બીજી વ્યક્તિ એ...

ન્યૂઝપેપર્સના ઉપયોગી લેખ, જાહેરાત, વિઝિટિંગ કાર્ડ વગેરે ડિજિટલ સ્વરૂપમાં કેવી રીતે સાચવી શકાય?

સવાલ મોકલનાર : જીતેશ પટેલ વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે. જીતેશભાઈએ પૂછ્યું છે કે "ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે સાચવવામાં બહુ તકલીફ પડે છે, એક તો જગ્યા બહુ રોકે અને સમય જતાં કાગળ પીળા અને નાજુક થઈ જાય, જલ્દી ફાટી જાય તેવા થઈ જાય છે, તો એનો મોબાઇલથી ફોટો પાડીને તેને વિવિધ ફોલ્ડર...

કોઈ ફોલ્ડરમાંની સંખ્યાબંધ ફાઇલ એક સાથે પ્રિન્ટ કેવી રીતે કરી શકાય?

સવાલ મોકલનાર : ઘનશ્યામ દવે, મહેસાણા કમ્પ્યુટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે. જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો. વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન કરીને ડાયરેક્ટ તેમાંથી જે તે ફાઇલ પ્રિન્ટ કરવા માટે, એ ફાઇલના નામ પર કર્સર રાખીને માઉસથી રાઇટ ક્લિક કરવું અને તેમાં મળતા પ્રિન્ટ કમાન્ડની મદદથી ફાઇલ પ્રિન્ટ કરવી. જ્યારે કોઈ ફોલ્ડરમાંની એકથી વધુ ફાઇલ પ્રિન્ટ કરવી...

ડેટા માઇનિંગ શું છે?

સવાલ મોકલનાર : ગોપાલભાઈ ગોવિંદભાઈ શાહ, નડિયાદ સાદા શબ્દોમાં ડેટા માઇનિંગ એટલે બહુ મોટા પ્રમાણમાં અને કંઇક અંશે વિખરાયેલા ડેટામાંથી જરૂરી અને ઉપયોગી ડેટા અલગ તારવવાની પ્રક્રિયા એટલે ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટામાંથી ચોક્કસ પ્રકારની પેટર્ન તારવવામાં આવે છે. ઇન્ટરનેટને પ્રતાપે વિવિધ પ્રકારના બિઝનેસને ડેટા માઇનિંગ વરદાનરૂપ સાબિત થઈ રહ્યું છે. આ વાતને કોઈ શોપિંગ સાઇટના સાદા ઉદાહરણ સાથે સમજીએ. કરિયાણાની સાદી દુકાન ધરાવતા કોઈ વેપારી પાસે પોતાના ગ્રાહકોનાં સરનામાં અને બહુ બહુ તો મોબાઇલ નંબર સિવાય...

ડ્યૂઅલ સિમવાળા ફોનમાં એસએઆર વેલ્યૂ ડબલ થઈ જાય?

સવાલ મોકલનાર : માધવ જે. ધ્રુવ - જામનગર આ સવાલના જવાબમાં ઊંડા ઊતરતા પહેલાં એસએઆર વેલ્યૂ શું છે એ બરાબર જાણી લઈએ. એસએઆર શબ્દનું આખું સ્વરૂપ છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે સ્માર્ટફોન અને મોબાઇલ ટાવર વચ્ચે રેડિયો સિગ્નલ્સની આપ-લે થાય છે અને એક વીજચુંબકીય ક્ષેત્ર રચાય છે. આવા વીજચુંબકીય ક્ષેત્રના સંપર્કમાં આવવાથી માનવ શરીર જે ઊર્જા શોષે તેનો દર માપવાનું એકમ એટલે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ (એસએઆર-સાર). સાર વેલ્યૂ મોબાઇલ ફોન ઉપરાંત રેડિયો સિગ્નલ્સનો ઉપયોગ કરતાં અન્ય સાધનોને પણ...

ક્યારેક ઈ-મેઇલ મોડા કેમ પહોંચે છે?

સવાલ મોકલનાર : ભાવેશ મકવાણા, ગારિયાધાર આજનો સમય ઇન્સ્ટન્ટ કમ્યુનિકેશનનો છે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે, વિશ્વના કોઈ ખૂણે બેઠેલી વ્યક્તિ વિશ્વના બીજા ખૂણે બેઠેલી વ્યક્તિ ઈ-મેઇલ મોકલવા માટે સેન્ડ બટન પર ક્લિક કરે તેની થોડી જ ક્ષણોમાં તે સામેની વ્યક્તિના સ્ક્રીન પર આવી ગયેલો દેખાય. પરંતુ જેમ કમ્યુનિકેશનની ઝડપ વધી છે તેમ આપણી ઉતાવળ અને અધીરાઈ પણ વધી છે. ઘણી વાર એવું બને કે ઈ-મેઇલ કોઈ મહત્ત્વના કામકાજ સંબંધિત હોય તો ઈ-મેઇલ મોકલનારી વ્યક્તિ મેઇલ સેન્ડ કર્યાની...

ચાર્જિંગ સમયે ફોન વાપરી શકાય?

સવાલ મોકલનાર : મિતેશ ગજ્જર, મહેસાણા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ફોન ચાર્જ થતો હોય ત્યારે તે ફાટવાની શક્યતા હોવાથી ચાર્જિંગ સાથે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ વાસ્તવમાં આપણે ખામીવાળું ચાર્જર ઉપયોગ કરીએ કે સેમસંગ નોટ-૭ના કિસ્સામાં જોવા મળ્યું તેમ ફોનના મેન્યુફેક્ચરરથી જ ફોનમાં કોઈ ખામી રહી ગઈ હોય તો જ ફોન ફાટતા હોય છે. જો ફોન અને તેનું ચાર્જર બંને બરાબર હોય તો ચાર્જિંગ વખતે ફોનનો ઉપયોગ કરવાથી ફોન ફાટવાની કોઈ શક્યતા નથી. આમ છતાં ચાર્જિંગ વખતે ફોન...

સ્માર્ટફોનમાં માલવેર કેવી રીતે આવી શકે અને કેવી રીતે બચી શકાય?

તમારા સ્માર્ટફોનમાં એક અછડતી નજર ફેરવો અને જુઓ કે તમે કેટલીક એપ્સ ઇન્સ્ટોલ કરી છે અને તેમાંની કેટલીનો ખરેખર ઉપયોગ કરો છો? આપણે જરૂર હોય કે ન હોય, કોઈ મિત્ર આપણને કોઈ એપ સૂચવે કે બીજી કોઈ જગ્યાએથી કોઈ નવી એપ વિશે જાણવા મળે એટલે આપણી આંગળી આપોઆપ પ્લે સ્ટોર તરફ વળે છે અને ખાસ કશું તપાસ્યા કે વિચાર્યા વિના આપણે એ એપ ઇન્સ્ટોલ કરી લઇએ છીએ. આવી એપ્સનો આપણે ખરેખર પૂરતો ઉપયોગ કરીએ છીએ કે નહીં તેના કરતાં પણ વધુ...

સ્ટોક એન્ડ્રોઇડ શું છે?

સવાલ મોકલનાર : હેમંત ચુડાસમા, અમદાવાદ એપલ કંપનીના આઇફોન અને ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનમાં એક પાયાનો તફાવત એ છે કે એપલના આઇફોનમાં એપલે ડિઝાઇન કરેલી આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમ કોઈ પણ ફેરફાર વગર ઉપયોગમાં લેવામાં આવે છે કારણે આઇફોનના મેન્યુફેક્ચરિંગ પર એપલનો જ અંકુશ છે. જ્યારે એન્ડ્રોઇડના કિસ્સામાં વિવિધ હેન્ડસેટ મેન્યુફેકચરિંગ કંપનીને ગૂગલ પોતાની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડનું બિલકુલ પાયાનું વર્ઝન તદ્દન ફ્રી આપે છે અને મેન્યુફેકચરિંગ કંપની તેમાં પોતપોતાની રીતે વિવિધ સુવિધા ઉમેરે છે. આમ છતાં ઘણી કંપની પોતાનાં કેટલાંક...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.