Home CyberSafety

CyberSafety

ઇન્ટરનેટની સુવિધા જેટલી ઉપયોગી છે, એટલી જ જોખમી પણ છે. આ વિભાગમાં, આ જોખમી પાસાં તથા તેના ઉપાયોની સમજ આપતા લેખો મળશે.

ફેસબુકનું ડેટા કૌભાંડ : શું બન્યું, કેમ બન્યું? અને હવે આપણે શું કરવું?

ઇન્ટરનેટને નેટ એટલે કે ગજબની અટપટી રીતે ગૂંથાયેલું જાળું કેમ કહે છે એ વધુ એક વાર, ગયા મહિને પ્રકાશમાં આવ્યું - આ વખતે દુનિયાભરના અસંખ્ય લોકોની ફેવરિટ સોશિયલ સાઇટ ફેસબુકને કારણે! ફેસબુકના યૂઝર્સનો ડેટા ચોરી થયો અને બનાવટી, ફેક ન્યૂઝનો મારો ચલાવીને, અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતાડવા માટે તેનો ઉપયોગ થયો. આવું કંઈ પહેલી વાર બન્યું નથી, પણ આ વખતે વાત સૌને દિવસરાત સ્પર્શતી ફેસબુકની હતી એટલે પ્રમાણમાં વધુ હોબાળો થયો. હવે આ બધી વાત રાજકારણના અખાડામાં ચાલી ગઈ...

ફેસબુકમાંની અંગત વિગતો તપાસો

ફેસબુકનો તમે ઉપયોગ તો કરો છો, પણ શા માટે કરો છો? એ સવાલનો જવાબ ક્યારેક શાંતિથી વિચારો. તમે વર્ષો જૂના ને સમયના વહેણમાં ખોવાઈ ગયેલા મિત્રોને ફરી મળવા માટે ફેસબુક પર સક્રિય છો, કોઈ વ્યવસાયિક હેતુથી સક્રિય છો કે પછી ખરેખર નજીકનાં સગાસંબંધી-મિત્રો સાથે જ સંપર્કમાં રહેવા માગો છો? આ સવાલોના આધારે, ફેસબુક પર તમારા પોતાના પ્રોફાઇલમાં કેટલી વિગતો આપવી તે તમે નક્કી કરસી શકશો. તમે પ્રોફાઇલમાં આપેલી ઘણી ખરી વિગતો ફેસબુક પર તમામ સમયે સૌ કોઈ જોઈ શકે છે. તમારા હોમપેજ...

ફેસબુકમાં શંકાસ્પદ થર્ડ પાર્ટી એપ્સ આ રીતે દૂર કરો

તમે જાણે અજાણે સંખ્યાબંધ ફેસબુક એપ્સને તમારો ફેસબુક ડેટા એક્સેસ કરવાની વર્ષોથી મંજૂરી આપી રાખી હશે અને આવી એપ્સમાં જતો આપણો ડેટા છેવટે ક્યાં જાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની પરવા પણ કરી નહીં હોય. કમનસીબે ફેસબુક પોતાની પ્રાઈવસી પોલિસીમાં સતત ફેરફાર કરે છે અને પરિણામે આપણી પ્રાઇવસીને સંબંધિત ઘણાં પાસાનો સચોટ ટ્રેક રાખવો આપણે માટે મુશ્કેલ બની જાય છે. આમ છતાં, થર્ડ પાર્ટી એપ્સ શોધવી અને દૂર કરવી બહુ મુશ્કેલ નથી. એ માટે... ફેસબુકમાં લોગ-ઇન થયા પછી,...

ફેસબુકમાં જાહેરાતોને સંબંધિત સેટિંગ્સ તપાસો

ફેસબુકમાં જાહેરાતો એટલે ફેસબુક માટે સૌથી લાભદાયી અને આપણા માટે સૌથી નુક્સાનકારક પાસું! ફેસબુક પર આપણે આપણા વિશે જે કંઈ માહિતી મૂકી હોય, જે કંઈ પોસ્ટ કરી હોય અને બીજા લોકોની પોસ્ટ પર જે કંઈ એકશન લીધાં હોય તે બધું ધ્યાનમાં રાખીને ફેસબુક આપણને બીજા લોકોની કઈ પોસ્ટ વધુ પ્રમાણમાં બતાવવી તે નક્કી કરે છે અને તેની સાથોસાથ આ જ બધી વિગતોને આધારે આપણને કઈ જાહેરાત બતાવવી તે નક્કી થાય છે. આ વાત ઉદાહરણ આપીને સમજાવતાં ફેસબુક પોતે કહે છે...

ફેસબુકમાં લોકેશન સર્વિસ આ રીતે બંધ કરી શકાય

ફેસબુકમાંની સંખ્યાબંધ થર્ડ પાર્ટી એપ્સ જો આપણે લોકેશન સર્વિસ ઓન રાખી હોય તો સતત આપણું પગેરૂં દબાવી શકે છે. આપણે દિવસના કોઈ ચોક્કસ સમયે ક્યાંથી ક્યાં આવ્યા, આપણે ક્યાં રહીએ છીએ, આપણે ક્યાં કામ કરીએ છીએ, કઈ રેસ્ટોરન્ટસ કે મોલમાં આપણે વારંવાર આપણે જઇએ છીએ તે બધું જ આ એપ્સ જાણી શકે છે. ફેસબુક અને તેના પર જાહેરાત આપનારી કંપનીઝ માટે આ ડેટા મોટા ખજાના સમાન છે. તમારા એન્ડ્રોઇડમાં ફેસબુક માટે લોકેશન ટ્રેકિંગ બંધ કરવા માટે... મોબાઇલમાં ફેસબુક એપ ઓપન કરી...

વેકેશનમાં ટુરમાં જાઓ ત્યારે, હોટેલમાં મળતા ફ્રી વાઇ-ફાઇથી સાવધાન!

ઉનાળાની રજાઓમાં પ્રવાસે જવાનું પ્લાનિંગ કરતી વખતે બીજા અનેક લોકોની જેમ કદાચ તમે પણ હોટેલ્સનું ઓનલાઇન બુકિંગ કરતા થઈ ગયા હશો. વિવિધ હોટેલ બુકિંગ સાઇટ્સ પર જુદી જુદી હોટેલ્સ આપણે તપાસીએ ત્યારે એક મુદ્દો હોટેલ્સ દ્વારા ગાઈ વગાડીને મોટી સુવિધા તરીકે બતાવવામાં આવે છે અને એ છે ફ્રી વાઇ-ફાઇ! હોટેલ વિશે અન્ય મુલાકાતીના રીવ્યૂ વાંચીએ તો પણ હોટેલની ‘વાઇ-ફાઇ સુવિધા બહુ સારી હતી’ એવાં વખાણ અથવા તો ‘બહુ ધીમી હતી’ એવી ફરિયાદો વારંવાર જોવા મળે છે. નવાઇની વાત તો એ...

એરાઉન્ડ ધ વેબ

આગળ શું વાંચશો? એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ રેલવેના રિઝર્વેશન ચાર્ટ હવે ડિજિટલ બનશે આ મહિને જિઓફાઇબર લોન્ચ થવાની શક્યતા હવે સાયબરસેફ્ટી માટે પણ વીમો! એમેઝોનમાં પણ યુપીઆઇથી પેમેન્ટની સગવડ એમેઝોન કંપનીએ રૂ. ૧૦,૦૦૦ થી ઓછી કિંમતની ચીજવસ્તુઓ ખરીદવા માટે યુપીઆઈથી પેમેન્ટ કરવાની સુવિધા શરૂ‚ કરી છે. એમેઝોનની મોબાઇલ એપ કે મોબાઇલ બ્રાઉઝરમાં ખરીદી કરતી વખતે યુપીઆઈથી પેમેન્ટ કરવા માટે... પેમેન્ટની પદ્ધતિ પસંદ કરતી વખતે યુપીઆઈ પસંદ કરીને તમારો યુપીઆઈ આઇડી આપો. ‘વેરિફાય’ પર ક્લિક કરો. તમારો યુપીઆઈ આઇડી સાચો હશે...

ટૂંકી લિંક કેવી રીતે ચકાસશો?

તમારા પીસી કે સ્માર્ટફોનને વાઇરસથી સલામત રાખવાનો અને તમારી મહત્ત્વની માહિતી પણ સલામત રાખવાનો એક સાદો ઉપાય આટલો જ છે - કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં ચાર વાર વિચાર કરવો! પણ સવાલ એ થાય કે લિંક ક્લિક કરવા યોગ્ય છે કે નહીં એ નક્કી કેવી રીતે કરવું? ઇન્ટરનેટનું આખું જગત લિંક્સ પર ચાલે છે અને આવી લિંક્સ આપણને જુદી જુદી વેબસાઇટ્સ ઉપરાંત ફેસબુક, ટવીટર જેવી સાઇટ, વોટ્સએપ, મેસેન્જર જેવી મેસેજિંગ એપ અને ઈ-મેઇલ વગેરેમાં મળતી રહે છે. લિંકના પ્રકાર સ્રોત ગમે...

સંરક્ષણની દૃષ્ટિએ જોખમી એપ્સ

તમારા ફોનમાં વી-ચેટ, યુસી બ્રાઉઝર, ટ્રુકોલર, શેરઇટ, ક્લિન માસ્ટર જેવી કોઈ એપ હોય તો આ લેખ ધ્યાનથી વાંચજો. વિવિધ અહેવાલો મુજબ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે ભારતીય સશસ્ત્ર દળોના તમામ અધિકારીઓ અને જવાનોને એક આદેશ જારી કરીને ઉપર લખેલી એપ્સ સહિત કુલ ૪૨ એપ તાત્કાલિક અનઇન્સ્ટોલ કરવા કહ્યું છે. આ આદેશ અનુસાર આ એપ્સ સ્પાયવેર અથવા માલવેર હોવાને કારણે ભારતની સલામતી માટે જોખમી બની શકે તેમ છે. શરૂઆતમાં આ આદેશ ચીન સાથેની સરહદે તૈનાત જવાનો માટે હતો. ભારતીય લશ્કરના જવાનો ફરજ પર...

ફેસબુક એકાઉન્ટ હેક થાય તો શું કરવું?

સૌથી પહેલાં તો એ જાણી લો કે તમારું ફેસબુકનું એકાઉન્ટ હેક થાય અને તમને તેની જાણ પણ ન થાય એવું બની શકે છે! કોઈ વ્યક્તિ, કોઈ પણ રીતે તમારું ફેસબુક એકાઉન્ટ એક્સેસ કરી લે અને પછી તેમાં કોઈ દેખીતા ફેરફાર ન કરે ત્યાં સુધી, બીજી કોઈ વ્યક્તિ આપણા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકે છે એવી આપણને ખબર પણ ન પડે - જો એવી જાણ થાય એ માટે જરૂરી કેટલાંક સેટિંગ્સ આપણે કર્યાં ન હોય તો. પોતાનું એકાઉન્ટ હેક થયાની ત્યારે ખબર...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.