014_April-2013

મેપ્સમાં આપણે શું શું સર્ચ કરી શકીએ?

ગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જ‚રુરી છે. આગળ શું વાંચશો? બિઝનેસ એડ્રેસ રોડ અને ઈન્ટરસેકશન્સ અક્ષાંસ-રેખાંશ સ્થળોઃ શહેરો, નગરો, રાજ્ય, દેશ વગેરે સર્ચ રીઝલ્ટમાં શું શું જાણવા મળે છે? મેપ્સ કેવી રીતે કામ કરે છે? બિઝનેસ તમે કોઈ ચોક્કસ બિઝનેસનું સ્થાન શોધી રહ્યા હો, તો જો તમને તેનું નામ ખબર હોય તો...

ગૂગલ મેપ્સમાં શક્ય છે આ બધું….

 જીપીએસ નેવિગેશન માત્ર એન્ડ્રોઇડ ડિવાઇસ પર મળતી સુવિધા. આ સગવડ ધરાવતા સ્માર્ટફોન સાથે તમે કારમાં જતા હો તો જ્યાં પહોંચવું હોય તેના દરેક વળાંકની માહિતી મળી રહે (આગળ વાંચો વિગતવાર લેખ). માય મેપ્સ ગૂગલ મેપ્સમાં તમે તમારી પસંદના નકશા બનાવીને મિત્રો સાથે શેર કરી શકો છો. તમે ઘણી બધી વેબસાઇટ પર તેમના એડ્રેસ સાથે તેનું લોકેશન બતાવતા ગૂગલ મેપ જોયા જ હશે! લાઇવ ટ્રાફિક શહેરના રસ્તાઓ પર બરાબર અત્યારે કેવો ટ્રાફિક ચાલી રહ્યો છે તે તમે ડેસ્કટોપ કે સ્માર્ટફોનના સ્ક્રીન પર જોઈ શકો છો. આ સર્વિસ છેક આપણા અમદાવાદ...

ગૂગલ મેપ્સની કેટલીક અજાણી, પણ મજેદાર વાતો

ગૂગલ મેપ્સમાં જગતની કેટલીક ઇમેજીસ એકઠી થઈ હશે? ગૂગલ મેપ્સમાં સેટેલાઇટ, પ્લેન કે રસ્તા પરથી થયેલી ફોટોગ્રાફીની મદદથી ખરેખર પાર વગરની ઇમેજીસ એકઠી કરવામાં આવી છે. આંકડાની રીતે જોઈએ તો ૨૦ પેટાબાઇટ્સથી વધુ, એટલે કે ૨૧૦ લાખ જીબી. આપણા કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની ક્ષમતા માંડ ૫૦૦ કે ૧૦૦૦ જીબીની હોય છે! આ બધી ઇમેજીસ ક્યારે ક્યારે અપડેટ થાય છે? એરિયલ કે સેટલાઇટ ઇમેજીસ સામાન્ય રીતે દર બે અઠવાડિયે અપડેટ થાય છે. સ્ટ્રીટ વ્યૂ ઇમેજીસ જેવી મળે કે તરત અપડેટ થાય છે. આમ છતાં, ઓછી વસતીવાળા ભાગોની ઇમેજીસ ખાસ્સી...

ગૂગલ મેપ્સમાં બિઝનેસ ફોટોઝ અને ઇન્ડોર મેપ્સ

વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું  હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય જોયાં હોય અને પછી રેસ્ટોરાંમાં દાખલ થાવ ત્યારે ઝાટકો લાગે કે અહીં તો ટેબલ્સ એટલાં નજીક નજીક છે કે બાજુમાં બેઠેલા બીજા કપલ સાથે કોણી અથડાય! તો? કોઈ અજાણ્યા સ્થળે આપણે પહેલી વાર જઈએ ત્યારે જુદા જુદા સંદર્ભમાં આવા ઝાટકા લાગવાના...

મેપ્સનું અમદાવાદી સિટી બસ કનેક્શન!

જો હાથમાં સ્માર્ટફોન હોય તો અમદાવાદની એએમટીએસ બસના સ્ટેન્ડ પર વાસણા કે મણીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે, ક્યાંથી મળશે એ જાણવા ફાંફાં મારવાં નહીં પડે. આ બધું જ તમને કહેશે ગૂગલ મેપ્સ. આગળ શું વાંચશો? મેપ્સમાં નેવિગેશન શું છે આ જીપીએસ? ધારો કે તમને કોઈ સારી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યૂનો કોલ આવ્યો છે. તમે એ કંપનીનું પોસ્ટલ એડ્રેસ લઈને ઇન્ટરવ્યૂ માટે નીકળ્યા છો, પણ ઓફિસનું લોકેશન જરા અટપટું છે એટલે શોધવામાં તકલીફ પડી રહી છે. તમે શુું કરશો? કંપનીના ફોન નંબર પર એડ્રેસ પૂછશો...

સમજીએ કમ્પ્યુટરની કંટ્રોલ પેનલ

કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ એટલે તેની ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય. અહીં પહોંચીને આપણે વિવિધ રીતે કમ્પ્યુટરની રીત-ભાત અને આપણી સગવડતા નક્કી કરી શકીએ છે. આગળ શું વાંચશો? સિસ્ટમ એન્ડ સિક્યુરિટી નેટવર્ક એન્ડ ઈન્ટરનેટ હાર્ડવેર એન્ડ સાઉન્ડ પ્રોગ્રામ્સ યુઝર એકાઉન્ટ એન્ડ ફેમિલિ સેફટી એપિરિયન્સ અને પર્સનલાઈઝેશ ક્લોક, લેંગ્વેજ એન્ડ રિઝન ઈઝ ઓફ એક્સેસ દરેક મોટી સફરની શ‚રુઆત એક નાના કદમથી થાય છે’ વિદ્વાનો આવું કહી ગયા છે. આપણા સંદર્ભમાં, વિશાળ વેબજગતમાં આપણી સફરની શ‚રુઆત આપણા પોતાના કમ્પ્યુટરથી થાય છે, એને જેટલું વધુ જાણીએ એટલો આપણને વધુ લાભ!  કમ્પ્યુટરને વધુ જાણવા...

પ્રતિભાવ

વિકિપીડિયા પર હું મારો પોતાનો લેખ કેવી રીતે લખી શકું? વિગતવાર માહિતી આપશો. - મહેન્દ્ર સામતરાય ‘સાયબરસફર’ મેગેઝિન તો સોળે કળાએ ખીલ્યું છે અને ઓનલાઇન અંકોનો ઠાઠ તો ઓર જ છે. માર્ચ ૨૦૧૩ના અંકમાં નેટજગતની માહિતીનો રસથાળ રજૂ કર્યો છે. લગભગ બે વરસથી મારા કમ્પ્યુટરની એક ડ્રાઇવ ખુલતી ન હતી, તમે એ પ્રોબ્લેમ ચપટી વગાડતાં સોલ્વ કર્યો... આભાર. ‘સાયબરસફર’ની આ સફર અવિરત ચાલતી રહે અને સદા ખીલતી રહે તેવી શુભેચ્છા. - રજનીકાંત મારુ નવા સોની પ્લેસ્ટેશન-૩ વિશે આવતા અંકમાં વિગતવાર માહિતી આપશો તો ઘણું ઉપયોગી બનશે, જેમ કે...

એપ્સ અપડેટ

એન્ડ્રોઇડમાં જીમેઇલનું નવું વર્ઝન તમે સ્માર્ટફોનમાં જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૦ આઇસક્રીમ સેન્ડવીચ કે જેલીબીન વર્ઝન ધરાવતો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો આનંદના સમાચાર એ છે કે એન્ડ્રોઇડ માટેની જીમેઇલ એપ અપડેટ કરવામાં આવી છે. આઇસક્રીમ સેન્ડવીચ વર્ઝન માટે સર્ચની સુવિધા વધુ ઝડપી બની છે, જ્યારે જેલીબીનમાં હવે જીમેઇલ ઓપન કર્યા વિના, નોટિફિકેશનમાંથી જ ઇમેઇલ વાંચીને તેને આકર્ઈિવ, રીપ્લાય કે ડીલિટ કરી શકાશે. જુદાં જુદાં લેબલ અનુસાર મેઇલ નોટિફિકેશન માટે અલગ અલગ સાઉન્ડ સેટ કરવાની સુવિધા તો છે જ.  આગળ શું...

રીડર રીટાયર થાય છે

વિવિધ સાઇટ પર પ્રસિદ્ધ થતા નવા કન્ટેન્ટને આપણે તે સાઇટની આરએસએસ ફીડની મદદથી એક જ વેબપેજ પર એક સાથે જોઈ શકીએ છીએ, એ તમે જાણતા જ હશો. સાયબરસફરના એપ્રિલ ૨૦૧૨ અંકમાં આરએસએસ ફીડ અને ગૂગલની રીડર સર્વિસની મદદથી આપણે, આપમેળે અપડેટ થતી પોતાની લાઇબ્રેરી કેવી રીતે બનાવી શકીએ એની પણ વિગતવાર વાત કરી હતી. આગળ શું વાંચશો? આવે છે સેમસંગની સ્માર્ટવોચ ઈમેજ સર્ચમાં સુવિધાઓ ઉમેરાઈ ઈન્ટરનેટના સર્જકોને એન્જિનિયરિંગના નોબેલ સમાન એવોર્ડ આ રીડર સર્વિસ હવે બંધ થઈ રહી છે. જુલાઈ ૧, ૨૦૧૩ના દિવસે ગૂગલ રીડર રીટાયર...

ટાઇટેનિકની સફર – ઇન્ટરનેટ પર

૧૪-૧૫ એપ્રિલ, ૧૯૧૨ની મધરાતે ડૂબેલી આરએમએસ ટાઈટેનિક આજે પણ અનેક રીતે ઈન્ટરનેટ પર તરતી રહી છે. આગળ શું વાંચશો? ટાઈટેનિકની ઈન્ટરએક્ટિવ ટાઈમલાઈન ટાઈટેનિક ટાઈમ મશીન કેવી હતી ટાઈટેનિકની રચના ટાઈટેનિક દુર્ઘટનાના ૧૦૦ વર્ષ પછી નેશનલ જ્યોગ્રાફિકની સાઈટ પર આ બધું પણ તપાસી જુઓ. ટાઇટેનિકની ઇન્ટરએકિટવ ટાઇમલાઇન ૧૯૦૯માં આયર્લેન્ડના એક શીપયાર્ડમાં મહાકાય ટાઇટેનિક જહાજનું નિમર્ણિ શરુ થયું ત્યારથી માંડીને એપ્રિલ ૨૦૧૨માં ‘ટાઇટેનિક’ ફિલ્મ ૩ડીમાં રજૂ થઈ ત્યાં સુધીની ટાઇટેનિકને લગતી તમામ માહિતીની ઇન્ટરએક્ટિવ ટાઇમલાઇન તૈયાર કરવામાં આવી છે સાયન્ટિફિક અમેરિકન મેગેઝિનની સાઇટ પર. http://goo.gl/x1jdW ટાઇટેનિક ટાઇમ મશીન ઇંગ્લેન્ડના શ્રીમંત અને પ્રતિષ્ઠિત...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.