2012 Issues

‘સાયબરસફર’ કોને માટે છે?

આ વેબસાઇટનાં જુદા જુદા લેખોનાં શીર્ષક પર આછી નજર ફેરવો, તમને એ લેખ આખા વાંચવાનો રસ જાગે છે?
તો ’સાયબરસફર’ તમારા માટે છે!

’સાયબરસફર’ પરિવારની દરેક વ્યક્તિને રસ પડે અને તેમને મોટા ભાગે આજે જ, અત્યારે જ ઉપયોગી થાય તેવું વાંચન આપે છે.

આજની સ્માર્ટ ટેક્નોલોજીને કારણે આપણા સૌનું જીવન અત્યંત તેજ ગતિએ બદલાઈ રહ્યું છે. ‘સાયબરસફર’ બે પ્રકારની વ્યક્તિને ઉપયોગી છે

  1. એવી વ્યક્તિને, જે બદલાતા સમયની ગતિ સાથે તાલ મિલાવવામાં મુશ્કેલી અનુભવતી હોય
  2. એવી વ્યક્તિને, જે આ પરિવર્તનો બરાબર સમજીને સ્માર્ટ ટેક્નોલોજીના ખરેખર સ્માર્ટ યૂઝર બનવા માગતી હોય

અહીં ટેકનિકલ બાબતોમાં બહુ ઊંડા ઊતરવાને બદલે, તેનો આપણે રોજિંદા જીવનમાં વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકીએ તેના પર વધુ ભાર મૂકવામાં આવે છે, એ પણ સરળ, હળવી, આપણી ભાષામાં.

‘સાયબરસફર’માં મુખ્યત્વે કેવા લેખ હોય છે?

’સાયબરસફર’ના લેખો મુખ્યત્વે ત્રણ બાબતો પર આધારિત છે – સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર.

અલબત્ત, આ ત્રણેય માત્ર સાધન છે. ‘સાયબરસફર’ ત્રણ લક્ષ્યો પર કેન્દ્રિત છે ઃ

  1. ક્યુરિયોસિટીઃ જિજ્ઞાસા સંતોષવી અને વિસ્તારવી
  2. ક્રિએટિવિટીઃ  સર્જનાત્મકતા કેળવવી
  3. પ્રોડક્ટિવિટીઃ કાર્યક્ષમતા વધારવી

’સાયબરસફર’ના દરેક લેખ પારિવારિક આનંદ આપે, અભ્યાસ/કારકિર્દીમાં ઉપયોગી થાય અને વ્યવસાય/નોકરીના કામકાજમાં મદદરૂપ થાય તે રીતે ટેક્નોલોજીનો ઉપયોગ સમજાવે છે.

’સાયબરસફર’ કદાચ તમારા બધા પ્રશ્નોના જવાબ ન આપી શકે, પરંતુ એ નવા પ્રશ્નો જરૂર ઊભા કરશે. આખરે, જીવનમાં પ્રગતિ માટે જવાબો કરતાં પ્રશ્નો જ વધુ મદદરૂપ થતા હોય છે!

અને હા, ઇન્ટરનેટની જેટલી ઉજળી બાજુ છે એટલી જ કાળી બાજુ છે. ’સાયબરસફર’ એવાં જોખમો સામે સાવધાન જરૂર કરશે, પણ તેમાં કોઈ છીછરી વાતને ક્યારેય સ્થાન નહીં મળે, ક્યારેય નહીં.

આ વેબસાઇટનો પૂરો લાભ કેવી રીતે લેશો?

આ વેબસાઇટ, ફેબ્રુઆરી ૨૦૧૨થી પ્રકાશિત પ્રિન્ટેડ ‘સાયબરસફર’ મેગેઝિનનું ડિજિટલ સ્વરૂપ છે.

આ વેબસાઇટ માટેની ઓનલાઇન એક્સેસ ધરાવતા મિત્રો અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના તમામ લેખ, લોગ-ઇન પછી વેબ આર્ટિકલ સ્વરૂપે પૂરેપૂરા વાંચી શકે છે. જ્યારે અન્ય મિત્રો, દરેક લેખનો પ્રારંભિક ભાગ વાંચી શકે છે. કેટલાક લેખો લોગ-ઇન વિના પણ પૂરે પૂરા વાંચી શકાય છે.

મેગેઝિનના લેખો વેબસાઇટ પર, પ્રિન્ટના લેઆઉટને બદલે વેબ આર્ટિકલ સ્વરૂપે મૂકવાને કારણે તમામ લેખનું કન્ટેન્ટ સર્ચ કરી શકાય છે અને વિવિધ રીતે – અંક મુજબ અથવા ટોપિક મુજબ – જોઈ-વાંચી શકાય છે. વેબ આર્ટિકલ સહેલાઈથી અપડેટ પણ થઈ શકે છે.

આમ તો, ‘સાયબરસફર’ના લેખો વાંચવા માટે તમારે નેટ કનેક્શન જોઈશે, પણ તમે મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો, તો ‘સાયબરસફર’નો કોઈ લેખ વાંચતા હો ત્યારે બ્રાઉઝરના મેનુમાં, સૌથી મથાળે ડાઉનલોડના આઇકન પર ક્લિક કરીને એ એક ડાઉનલોડ કરી શકશો અને પછી તેને ઓફલાઇન પણ વાંચી શકશો.

વેબસાઇટનું કન્ટેન્ટ બે રીતે વાંચી શકાય છેઃ એક) મેનુમાં વર્ષ અને મહિના મુજબ જે તે અંક પસંદ કરીને, અથવા બે) જુદા જુદા ટોપિક પસંદ કરીને. જેમ કે, મેનુમાં ટોપિકમાં તમે ‘એફએક્યુ’ પસંદ કરશો તો અત્યાર સુધીના તમામ અંકોમાં ‘એફએક્યુ’ વિભાગમાં જેટલા લેખો પ્રકાશિત થયા છે તે તમામ એક સાથે જોઈ શકશો.

ટોપિક્સમાં, ‘ફીચર્ડ’ શીર્ષકમાંના લેખો મુખ્યત્વે જુદા જુદા અંકમાં કવરપેજ પર સ્થાન પામેલા લેખો છે.

ઓનલાઇન એક્સેસ ધરાવતા મિત્રો, મેનુમાં ‘યોર એકાઉન્ટ’ પર ક્લિક કરીને, તેમની ઓનલાઇન એક્સેસનું લવાજમ ક્યારે પૂરું થઈ રહ્યું છે તે જોઈ શકે છે. યાદ રાખશો કે એ પેજ માત્ર ઓનલાઇન એક્સેસનો સમયગાળો દર્શાવે છે, પ્રિન્ટેડ મેગેઝિનનો નહીં.

ઓનલાઇન એક્સેસ ધરાવતા મિત્રો દરેક લેખના પેજ પર ’બુકમાર્ક’ની નિશાની ક્લિક કરીને, તેને બુકમાર્ક કરી શકે છે. તમારી પસંદગીના આ લેખોની આ યાદી મેનુમાં ‘યોર એકાઉન્ટ’માં ‘યોર બુકમાર્ક્સ’ પેજમાં જોઈ શકાશે. આ યાદી માત્ર તમે જ જોઈ શકશો.

આપની સફર આનંદમય રહે!

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.