Home Blog
ગયા મહિને દિલ્હી પોલીસે તેના ટવીટર એકાઉન્ટ દ્વારા આવા એક પ્રયાસ તરફ ધ્યાન દોરીને લોકોને ચેતવ્યા હતા કે વિવિધ લોકોનો ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જાણવા માટે હેકર્સ એક અલગ પ્રકારની ટ્રિક અજમાવી રહ્યા છે. દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપીના એકાઉન્ટ પરથી થયેલા આ ટવીટ મુજબ કેટલાક લોકોને ગૂગલ તરફથી આવ્યો હોય એવો એક એસએમએસ મળે છે અને તેમાં તેમના...
નાયગ્રા ધોધ કે આપણા સરદાર સરોવર ડેમને આ રીતે, તમે ત્યાં રૂબરૂ જાઓ તો પણ જોઈ શકો નહીં. પૃથ્વીને નવી નજરે જોવાની તક આપતો ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે નવા વેબવર્ઝનમાં ઉપલબ્ધ છે! ‘‘નાઉ ગૂગલ અર્થ ઇઝ ડેડ! ગૂગલ અર્થ હવે મરવા વાંકે જીવી રહેલો પ્રોગ્રામ છે!’’ લોકો આમ કહેવા લાગ્યા હતા. વર્ષ 2001માં જેનાં મૂળ નંખાયાં અને 2004માં જે લોન્ચ...
આપણા મોબાઇલ અને પીસી, લેપટોપ કે ટેબલેટના બ્રાઉઝર હવે જાતભાતની એપ્સથી છલકાઈ રહ્યાં છે. આપણે ધારીએ ત્યારે, ધારીએ ત્યાંથી, ધારીએ તે કરવાની સગવડ આપતી એપ્સની દુનિયામાં એક લટાર. ધારો કે હમણાં જ તમે ખબર પડી છે કે મધરાતથી ફરી પેટ્રોલના ભાવ વધવાના છે! તમે તરત જ તમારી બાઇક કે કાર લઈને ટાંકી ફુલ કરાવવા પેટોલપંપ તરફ ભાગો છો. તમારી જેમ કેટલાય...
video
 વેકેશન અને ઉનાળો બંને હવે પૂરાં થવામાં છે, પણ હમણાં, સોમવાર, મે 28, 2018 ગૂગલે ભારતના 13થી18 વર્ષના વિદ્યાર્થીઓ માટે એક સમર કેમ્પ પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ પ્રોગ્રામમાં https://events.withgoogle.com/summercampwithgoogle/ પર તમને મે 28, સોમવારથી શરૂ કરીને ચાર સોમવાર સુધી ચાર અલગ અલગ એસાઇન્મેન્ટ આપવાનાં રહેશે. તમે ગૂગલ અર્થ, ગૂગલ ટ્રાન્સલેટ અને બીજી ગૂગલ સર્વિસીઝનો ઉપયોગ કરીને આ એસાઇન્મેન્ટ્સ...
રાઉટર આપણે માટે રોજ ઉપયોગી સાધન હોવા છતાં, તેનાં કેટલાંક પાસાં આપણાથી અજાણ્યાં હોઈ શકે છે, આ લેખમાં તેની પાયાની વાતો જાણીએ. આગળ શું વાંચશો? રાઉટર શું છે? તેની શા માટે જરૂર છે? રાઉટરના પ્રકાર તે કેવી રીતે કામ કરે છે? તેની સંભાળ કેમ કરવી? રાઉટરનું કવરેજ વિસ્તારી શકાય? રાઉટરનો પાસવર્ડ "અરે રાઉટર કામ નથી કરતું!, "પપ્પા રાઉટર ચેક કરો, "રાઉટર...
ગયા મહિને તમે અખબારોમાં વાંચ્યું હશે કે હવે ગૂગલે ભારતમાં નોકરી શોધી આપવાનું કામ શરૂ કર્યું છે. આ પહેલાં ફેસબુક પર શરૂ થયેલી આવી સર્વિસ વિશે આપણે વાત કરી ગયા છીએ. જો તમે નવી કે સારી નોકરીની શોધમાં હશો તો તમને ગૂગલની આ વાતમાં પણ રસ પડ્યો હશે. આ સમાચાર તમારા ધ્યાનમાં ન આવ્યા હોય કે ગૂગલની આ નવી સુવિધા...
સ્નેપચેટથી શરૂ થયેલી ‘સ્ટોરી’ની સફર ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક અને હવે મેસેન્જરમાં પણ ઉમેરાઈ ગઈ છે. સ્ટોરીઝને મળી રહેલો પ્રતિસાદ જોઈને, ફેસબુકમાં તેમાં વધુ ફીચર્સ આવી રહ્યાં છે. હવ તેમાં ફેસબુક એપમાં કેમેરાથી લીધેલા ફોટોઝ અને વીડિયો ડાયરેક્ટ ફેસબુકમાં સેવ થઈ શકશે અને તે સ્માર્ટફોનમાં જગ્યા રોકશે નહીં. એ જ રીતે ફેસબુક સ્ટોરીઝમાં ૨૦ સેકન્ડ લાંબી વોઇસ પોસ્ટ્સ પણ શેર કરી શકાશે. ઉપરાંત,...
આગળ શું વાંચશો? મોબાઇલ વોલેટ્સમાં છેતરપીંડીની નવી રીત ઇન્ટરનેટ વિના સ્માર્ટ પેમેન્ટ! ભારતમાં આર્થિક લેવડદેવડના ક્ષેત્રે હમણાં ખાસ્સી એવી ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ રોકડ નાણાંની તીવ્રી તંગી સર્જાતાં બેન્કનાં એટીએમ ખાલીખમ રહેવા લાગ્યાં અને લોકોને નોટબંધી પછીના દિવસો યાદ આવી ગયા (આવું બનવા પાછળ કણર્ટિકની ચૂંટણીએ ભાગ ભજવ્યો હોય તો પણ નવાઈ નહીં!). જ્યારે બીજી તરફ કેશલેસ ટ્રાન્ઝેકશન્સને...
તમે સ્પામ મેઇલ મોકલ્યા ન હોય તો પણ તમારા સેન્ટ ફોલ્ડરમાં એવા મેઇલ જોવા મળી શકે છે તમે તમારા ઈ-મેઇલ પ્રોગ્રામનાં વિવિધ ફોલ્ડર્સ થોડા થોડા સમયે તપાસો છો? ન તપાસતા હો તો એ ટેવ રાખવા જેવી છે. ગયા મહિને એવું બન્યું કે જીમેઇલના સંખ્યાબંધ યૂઝર્સે પોતાનું સેન્ટ મેઇલ્સનું ફોલ્ડર તપાસતાં તેમણે આંચકો અનુભવ્યો! એ ફોલ્ડરમાં, તેમણે મોકલ્યા હોય એવા સ્પામ...
ફોનમાં વણજોઇતા ફોન તમને પરેશાન કરે છે? એક સમયે ભારતના નાણામંત્રીએ પણ સંસદમાં કહ્યું હતું કે લોન કે ફ્રી ક્રેડિટ કાર્ડ આપવાની ઓફર કરતા ફોન એમને પણ સતાવે છે. સામાન્ય રીતે બહુ મોટા પાયે માર્કેટિંગ કોલ્સ કરનારી કંપની જુદા જુદા નંબર પરથી કોલ કરતી હોય છે. એટલે તેનો પીછો છોડાવવો મુશ્કેલ હોય છે પરંતુ અમુક ચોક્કસ નંબર પરથી તમને વારંવાર...
એવું કહેવાય છે ભારતમાં લગભગ જેટલા પણ લોકો સ્માર્ટફોન ધરાવે છે એ તમામ વોટ્સએપ પર સક્રિય છે! સ્માર્ટફોન સસ્તા થવાને કારણે ઓછી આવક ધરાવતા લોકો પણ એ લેવા લાગ્યા છે અને બીજી તરફ ડિજિટલ જાણકારી વધવાને કારણે મોટી ઉંમરના લોકો પણ સ્માર્ટફોન લેવા લાગ્યા છે. એ બધા જ છેવટે વળે છે વોટ્સએપ તરફ. પરંતુ આને કારણે થયું છે એવું કે...
ઘણી વાર આપણો મોબાઇલ હેંગ થઈ જાય એટલે કે સ્ક્રીન પર એક પણ ઓપ્શન કામ ન કરતા હોય ત્યારે આપણે તેને રિસ્ટાર્ટ કરવાની જરૂર પડતી હોય છે. મોટા ભાગનાયૂઝર્સ ફોન રિસ્ટાર્ટ કેમ કરવો તે જાણતા હોય છે (એમાં શું મોટી વાત છે, છેલ્લો રસ્તો, બેટરી કાઢો અને ફરી ફિટ કરો, એટલે રિસ્ટાર્ટ થઈ જાય!). જોકે હવે મોટા ભાગના મોબાઇલમાં બેટરી...
X

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.