Home Blog
ગયા મહિને દિલ્હી પોલીસે તેના ટવીટર એકાઉન્ટ દ્વારા આવા એક પ્રયાસ તરફ ધ્યાન દોરીને લોકોને ચેતવ્યા હતા કે વિવિધ લોકોનો ટુ-સ્ટેપ વેરિફિકેશન કોડ જાણવા માટે હેકર્સ એક અલગ પ્રકારની ટ્રિક અજમાવી રહ્યા છે. દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના ડીસીપીના એકાઉન્ટ પરથી થયેલા આ ટવીટ મુજબ કેટલાક લોકોને ગૂગલ તરફથી આવ્યો હોય એવો એક એસએમએસ મળે છે અને તેમાં તેમના...
નાયગ્રા ધોધ કે આપણા સરદાર સરોવર ડેમને આ રીતે, તમે ત્યાં રૂબરૂ જાઓ તો પણ જોઈ શકો નહીં. પૃથ્વીને નવી નજરે જોવાની તક આપતો ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે નવા વેબવર્ઝનમાં ઉપલબ્ધ છે! ‘‘નાઉ ગૂગલ અર્થ ઇઝ ડેડ! ગૂગલ અર્થ હવે મરવા વાંકે જીવી રહેલો પ્રોગ્રામ છે!’’ લોકો આમ કહેવા લાગ્યા હતા. વર્ષ 2001માં જેનાં મૂળ નંખાયાં અને 2004માં જે લોન્ચ...
એન્ડ્રોઇડના આઠમા વર્ઝનની આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. જેને નામ અપાયું છે એન્ડ્રોઇડ ઓરિયો. ગૂગલ પિક્સેલ, નેક્સેસ-૫ એક્સ અને નેક્સેસ-૬-પી તથા પિકસેલ સી અને નેક્સેસ પ્લેયર ડિવાઇસીસ માટે તે ટૂંક સમયમાં રીલિઝ થઈ જશે. એન્ડ્રોઇડના આ નવા વર્ઝનમાં પિક્ચર ઇન પિક્ચરની સુવિધા છે જેને કારણે તમે કોઈની સાથે વોટ્સએપમાં ચેટ કરી રહ્યા હો ત્યોર તેની ઉપર એક નાનકડી વિન્ડોમાં...
તમે સ્માર્ટફોનમાં યુસી બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો શક્ય છે કે, થોડા સમયમાં તમારે કદાચ બીજા બ્રાઉઝર તરફ નજર દોડાવવી પડશે. અત્યંત આક્રમક કન્ટેન્ટ ટાઇઅપ્સ અને માર્કેટિંગને જોરે યુસી બ્રાઉઝર ભારતમાં બહુ લોકપ્રિય બની ગયું છે પરંતુ તેના પર ફરી એક વાર ભારતના યૂઝર્સનો ડેટા ચોરવાનો આરોપ મૂકાયો છે. ભારતીય યૂઝરની જાણ બહાર યૂઝરનો ડેટા ચોરીને યુસી બ્રાઉઝર ચાઇનીઝ સર્વર્સને મોકલે...
સવાલ મોકલનાર : હેમંત દેકિવાડિયા, ગારિયાધાર એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં કોઈ પણ સ્ક્રીન પર આપણે ઉપરથી નીચે તરફ આંગળી લસરાવીએ એ સાથે નોટિફિકેશન શટર ઓપન થાય અને આપણાં ફોનમાંની વિવિધ એપ્સમાં ઉમેરાયેલી નવી બાબતોની આપણને જાણ થાય - આટલું તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ સવાલ મુજબ, જો આપણે નોટિફિકેશન્સનો ભરાવો થયા પછી તેને એક પછી એક અથવા એક સાથે નોટિફિકેશન શટરમાંથી...
આપણે ફેમિલી ફોટોગ્રાફ્સ કે ઓફિસની મહત્ત્વની ફાઇલ્સ અન્ય કોઈ વ્યક્તિને મોકલવી હોય ત્યારે સામાન્ય રીતે જીમેઇલ જેવી જૂની અને જાણીતી મેઈલ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આપણી ફાઇલ સાઇઝ ઘણી મોટી હોય તો આવી મેઇલ સર્વિસની મર્યાદા આવી જાય છે. જીમેઇલની વાત કરીએ તો તેમાં ૨૫ એમબીથી હેવી ફાઇલ્સ એટેચમેન્ટ તરીકે મોકલવી હોય તો જીમેઇલ તેને પહેલાં ગૂગલ ડ્રાઇવમાં અપલોડ...
એક્સેલમાં ડેટા વેલિડેશન સ્માર્ટ વર્કિંગનું એક ખરેખર સરસ ઉદાહરણ છે. આ એક એવી સુવિધા છે જેને કારણે એક્સેલની સ્પ્રેડશીટમાં એક ચોક્કસ સેલમાં તમે ઇચ્છો તે જ પ્રકારનો ડેટા આવી શકે, બીજા કોઈ પણ પ્રકારનો નહીં! ઉદાહરણ સાથે વાત કરીએ તો ધારો કે કોઈ સ્પ્રેડશીટમાં જુદા જુદા લોકોએ અમુક નિશ્ચિત દિવસો વચ્ચેની કોઈ તારીખ લખવાની છે. આપણે પોતે ભૂલથી અથવા એ...
જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી - અત્યાર સુધી આ શબ્દો આપણે જીવન વીમા માટે જ સાંભળતા આવ્યા છીએ. પરંતુ હવે આ શબ્દો આધાર કાર્ડને પણ પૂરેપૂરા લાગુ પડે છે. ફોન માટે નવું સિમ કાર્ડ મેળવવું હોય કે બેન્કમાં નવું ખાતું ખોલાવવું હોય તો આધાર કાર્ડ હવે અનિવાર્ય બની ગયું છે. ત્યાં સુધી તો ઠીક હતું પણ હવે...
ઓફિસમાં તમારું મન કામમાં ચોંટતું ન હોય તો એનું કારણ તમારા બોસ ઉપરાંત તમારા પીસીમાં ડેસ્કટોપ પર જમા થયેલા આઇક્ધસ પણ હોય શકે છે. ઘણા લોકોની જેમ તમને પણ જુદી જુદી ફાઇલ્સ ડેસ્કટોપ પર સેવ કરી લેવાની આદત હોય તો આ આદત તમારી કાર્યક્ષમતા પર અસર કરી શકે છે. કામકાજના ટેબલની જેમ પીસી પર ડેસ્કટોપ ચોખ્ખું ચણાક હોય તો...
તમે જાણતા હશો કે ભારતમાં લગભગ બધા મોબાઇલ વોલેટ બે પ્રકારના એકાઉન્ટની સુવિધા આપે છે. પહેલું બેઝિક એકાઉન્ટ છે, જેમાં આપણે ફક્ત નામ, મોબાઇલ નંબર અને ઈ-મેઇલ જેવી પ્રાથમિક વિગતો આપીને એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ અને સહેલાઇથી રૂપિયાની લેવડદેવડ શરૂ કરી શકીએ છીએ. પરંતુ આવા બેઝિક એકાઉન્ટમાં મહિનામાં અમુક નિશ્ચિત રકમ સુધીની લેવડદેવડની મર્યાદા હોય છે. બીજા પ્રકારના એકાઉન્ટમાં, રોજિંદા બેંક...
બ્લુ વ્હેલ ચેલેન્જ કે સારાહાહ જેવી એપ્સ તમને ચિંતા કરાવતી હોય તો આ અંકમાં તમારે માટે સાયબર સેફ્ટી વિષયના નિષ્ણાતનો લેખ છે એ વાંચવાની તો ભલામણ છે જ, પણ એ લેખથી ઘણો નાનો એવો "ગૂગલ પર દાંડીકૂચ’’નો લેખ પણ વાંચવાની ખાસ ભલામણ છે. કેમ? કારણ કે એ લેખમાં તમારી બધી ચિંતાનો સચોટ જવાબ સમાયેલો છે. દરેક સજાગ માબાપને બાળકોના અભ્યાસમાં...
ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ કૈસે? વેકેશનમાં ફરીને આવેલા કોઈ મિત્ર તેમની ફેમિલી ટૂરના ફોટોગ્રાફ્સ તમને ઉત્સાહથી બતાવતા હોય ત્યારે ક્યારેક ને ક્યારેક તમને આવો વિચાર આવી જતો હશે. એ તો દેખીતું છે કે મિત્રના ફોટોગ્રાફ્સની ક્લેરિટી તમે લીધેલા ફોટોગ્રાફ્સ કરતાં વધુ સારી હોય તો એમાં કોઈ ડિટર્જન્ટનો ફાળો નથી. ફોટોગ્રાફસની ક્લેરિટી ઘણી બાબતો પર આધારિત હોય છે....

Please log-in to read more

Forgot Password?

Join Us

Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.