fbpx
આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ કરતાં આવડે છે? જીમેઇલમાં એક સરખો મેઇલ, સંખ્યાબંધ લોકોને મોકલતાં આવડે છે? સીસીમાં...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે જાણો માઉસનાં વિવિધ સેટિંગ્સ, તેના ઉપયોગ અને માઉસના સ્કોલ વ્હીલની વિવિધ કરામતો ઉલટા-પૂલટા સ્ક્રીન, સાથે જાણો ડિસ્પ્લેનું ઓરિએન્ટેશન ફેરવવાના ફાયદા પહેલી એપ્રિલ નજીક છે અને તમારા...
સમગ્ર વિશ્વમાં અત્યારે અવ્યવસ્થાનો માહોલ છે. કોવિડ-૧૯ વાઇરસે મચાવેલા તરખાટને પગલે ભારત જેવા દેશોમાં સંપૂર્ણ લોકડાઉન છે. લોકો પોતપોતાના ઘરમાં પૂરાઈ ગયા છે અને સરકારી તંત્રો, ખાસ કરીને આરોગ્ય તંત્ર આ મહામારી સામે કેવી રીતે લડવું તેની મથામણમાં છે. સમગ્ર વિશ્વની હૉસ્પિટલ્સ સામે અત્યારે બે...
ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે. તમે ખરેખરા ફૂડી એટલે કે ખાણીપીણીના શોખીન હો તો કોઈ ખમતીધર સંબંધીને ત્યાં મેરેજ કે રીસેપ્શનમાં જવાનું થાય ત્યારે હંમેશા મીઠી મૂંઝવણ અનુભવતા હશો સૂપ અને...
(માર્ચ ૨૦૨૦ અંકનો સ્વાગતલેખ) ઇન્ટરનેટ - આ શબ્દ કાને પડતાં જ આપણા મનમાં અત્યારે તો બે જ સાધનનો વિચાર જાગે છે, સ્માર્ટફોન અને કમ્પ્યુટર. આ બંનેમાં ડિસ્પ્લે સ્ક્રીન અને કી-બોર્ડની મદદથી આપણું ઇન્ટરનેટ સાથે અનુસંધાન થાય છે. પણ, આવી રહેલા સમયમાં ઇન્ટરનેટ આટલું સીમિત રહેવાનું નથી. આવનારો સમય ‘ઇન્ટરનેટ ઓફ થિંગ્સ’નો છે, જેમાં એક-બે નહીં પણ અનેક પ્રકારનાં સાધનો ઇન્ટરનેટ સાથે...
આપણે સૌ સ્માર્ટફોનથી વાત કરવા માટે ટેવાયેલા છીએ, પણ સ્માર્ટફોન સાથે વાત કરવાની આપણને ઓછી ટેવ છે! નજીકના ભવિષ્યમાં આપણે આ જ રીતે, આપણાં કામ કરવાની આદત પડવાની છે. અત્યારે ટીવી પર એમેઝોન એલેક્ઝા કે ગૂગલ હોમ જેવા સ્માર્ટ આસિસ્ટન્ટની જાહેરાતો જોઈને, આ ડિવાઇસીઝ એક્ઝેક્ટલી શું છે એ જાણવાનું તમને કુતૂહલ થતું હોય તો જાણી લો કે આ પ્રકારનો (કે...
અત્યારે આપણે ઇન્ટરનેટ પર ફૂડ ડિલિવરી એપ્સમાં કંઈ પણ ઓર્ડર કરીએ કે અન્ય કોઈ સાઇટ પર શોપિંગ કરીને પોતાના બેન્ક કાર્ડથી પેમેન્ટ કરીએ ત્યારે કાર્ડ નેટવર્ક તરફથી આપણી ઓળખ સાબિત કરવા માટે, એ કાર્ડ માટે આપણા રજિસ્ટર્ડ મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) મોકલવામાં આવે છે. સલામતી માટે આ વ્યવસ્થા બહુ ઉપયોગી છે પરંતુ તેનાથી ઓનલાઇન ટ્રાન્જેકશન થોડું અગવડભર્યું બને...
સિસ્કો નામની એક કંપનીના અહેવાલ અનુસાર આવતાં ત્રણ વર્ષમાં ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૯૦.૭ કરોડને આંબી જશે! ભારતની વસતી ૨૦૧૯માં ૧.૩૭ અબજને ઓળંગી ગયાનો અંદાજ છે. વર્ષ ૨૦૧૮ના આંકડા પ્રમાણે ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા ૩૯.૮ કરોડ એટલે કે કુલ વસતીના ૨૯ ટકા હતી, જે ૨૦૨૩ સુધીમાં કુલ વસતીના ૬૪ ટકા થઈ જશે. અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૩ સુધીમાં ભારતમાં નેટવર્ક...
ગૂગલ કંપની દર વર્ષે એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ કરતી રહે છે. આ વર્ષે ગૂગલે એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનની જરા વહેલી જાહેરાત કરી છે. સામાન્ય રીતે ગૂગલના ડેવલપર્સની આઇઓ ઇવેન્ટમાં તેની જાહેરાત થતી હોય છે પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ તેની જાહેરાત થઈ ગઈ છે અને ડેવલપર્સ માટે એન્ડ્રોઇડના ૧૧મા વર્ઝનનું પ્રારંભિક પ્રીવ્યૂ વર્ઝન લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આપણા હાથમાંના હાઇએન્ડ...
ગૂગલે વર્ષ ૨૦૧૮થી ભારતમાં રેલવે સ્ટેશન્સ પર ફ્રી વાઇ-ફાઇ આપવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. એ પછી ૪૦૦ જેટલાં સ્ટેશન્સ પર આ સર્વિસ ઉપલબ્ધ થઈ ગઈ હતી અને રેલવેમાં મુસાફરી કરતા પ્રવાસીઓ સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઇનો લાભ લઈ શકતા હતા. ગયા મહિને ગૂગલે જાહેરાત કરી છે કે હવે ભારતમાં સમગ્ર વિશ્વમાં લગભગ સૌથી ઓછા દરે મોબાઇલ ડેટા ઉપલબ્ધ થવા લાગ્યો હોવાથી...
Don`t copy text!
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.