tadalafil online

મેગેઝિનના લવાજમ માટે અહીં ક્લિક કરો

CyberSafar Edumedia Store

અમીઝરણું…

અમીઝરણું...

અમીઝરણું...
 • હેમંત પૂણેકર
  ક્યાં   કહું   છું   કે   ફૂલછાબ   આપો ફૂલ એક આપો, પણ ગુલાબ આપો. કાળી   રાતો   ને  જેમ  ચંદ્ર   મળે બંધ   આંખોને  એવું   ખ્વાબ મળે. સ્વપ્ન   આંખોએ  કેટલાં  જોયાં ? ચાલો, આંસુભીનો હિસાબ આપો. આંખોઆંખોમાં  પ્રશ્ન  પૂછ્યો  છે હોઠથી  હોઠને   જવાબ    આપો. મેં તો […]

 • ગિરનાર :: ઉર્વીશ વસાવડા
  કોઇ અગમ શિખરથી ગિરનાર સાદ પાડે પ્રત્યેક ટૂંક પરથી ગિરનાર સાદ પાડે આંખો અગર મીચું તો દેખાય દત્ત સામે કેવી અમીનજરથી ગિરનાર સાદ પાડે પળભર ઊભી પગથિયે પુલકિત થઇ જવાતું સ્પર્શી અદીઠ કરથી ગિરનાર સાદ પાડે જો કાળમીંઢ પથ્થરનું મૌન સાંભળી લે લાગે બીડ્યા અધરથી ગિરનાર સાદ પાડે આ તાલ મંજીરાનો, કરતાલ, ચાખડીઓ મીઠા પ્રભાતી […]

 • એક વ્યક્તિ :: નિનાદ અધ્યારુ.
  રાત આખી જાગવા જેવી હતી, એક વ્યક્તિ ચાહવા જેવી હતી. ઉમ્રભર એને કદી આપી નહી, એક વસ્તુ આપવા જેવી હતી. છોકરો દોડ્યા કર્યો હરણાની જેમ, છોકરી પણ ઝાંઝવાં જેવી હતી. આપણે છીએ કે નીચું ના નમ્યા, વાત એની ત્રાજવા જેવી હતી. માત્ર આંસુઓ જ જોયાં છે તમે, આંખ એની વાંચવા જેવી હતી.

 • ગીત :: સુરેશ દલાલ.
  પંખીને ગાવાનો બોજો નથી ને ફૂલોને મ્હોરવાનું ટેન્શન નથી, ઝીણી ઝીણી ઘટના પર ઓવારી જવાનું માણસનું ક્યાંયે એટેન્શન નથી. ઝાડ કોઇની નોકરી કરતું નથી, અને ખુશ્બુ નહીં કરે કોઇ ધંધો. માણસ તો પૈસા માટે કંઇ પણ કરે મધમીઠો ને ભીતરથી ખંધો. સાંજ પડે સૂરજ આથમે છે તોય એને કોઇ મળતું પેન્શન નથી, પંખીને ગાવાનો બોજો […]

 • નીરખું લાલાને
  સંધ્યાવેળાએ નીરખું વાલાને આરતી વેળાએ નીરખું વાલાને મોરમનોહર વાંસલડી સાથે ધીમે સાદે ગા’તા આવે નંદજીના લાલ ગોવાળિયાની મંડલીમાં વા’લાજીનો સાથ… સંધ્યા વેળાએ… મોર મુકુટ ને કાને કુંડળ સાર ગળામાં સોહે ગુંજા કેશ હાર… સંધ્યા વેળાએ… ગૌધન ચરાવી ગોવિંદ આવ્યા ઘેર લુણ ઉતારે પ્રભુજીની સુભદ્રાજી બેન… સંધ્યા વેળાએ… ગૌધન ચરાવી ગોવિંદ આવ્યા ગોવાળિયાની સાથ આરતી ઉતારે […]

 • નિમંત્રણ
  રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ, ઝરૂઝડે  દીવા  બળે  રે  લોલ. રાધા ગોરી ! ગરબે રમવા આવો ! સાહેલી  સહુ  ટોળે  વળે  રે લોલ. ત્યાં છે મારા રૂપસંગ ભાઇની ગોરી, હાથડીએ  હીરા  જડ્યા રે લોલ. ત્યાં છે મારા માનસંગ ભાઇની ગોરી, પગડીએ  પદમ  જડ્યાં રે લોલ. ત્યાં છે મારા ધીરસંગ ભાઇની ગોરી, મુખડલે  અમી  ઝરે  રે […]

 • ફકીર જેમ :: ગોવિંદ ગઢવી ‘સ્મિત’
  ના તો અમીર જેમ કે ના તો ફકીર જેમ મારું લખાણું ભાગ્ય છે જળમાં લકીર જેમ આવે, અડે, ઉડે ને પછી ક્યાંક જઇ ચડે આ આયખું છે આપણું વાતા સમીર જેમ માન્યું હતું કે ઉંઘથી આરામ થઇ જશે સ્વપનાઓ હારબંધ છૂટ્યા તાતા તીર જેમ આંસુના એક ટીપે આ દરિયો બની ગયો જોતા રહ્યાં આ વાદળા […]

 • જય શ્રી કૃષ્ણ…
  મીરાં પ્રેમની    પ્રેમની    પ્રેમની  રે    મને   લાગી  કટારી  પ્રેમની  રે. જળ જમુનાનાં  ભરવા ગ્યા’તાં,   હતી  ગાગર માથે હેમની રે. કાચે  તે  તાંતણે   હરિજીએ  બાંધી,   જેમ  ખેંચે  તેમ  તેમની રે. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, શામળી સૂરત શુભ એમની રે. ગોકુલ વહેલા પધારજો  –  નરસિંહ મહેતા ગોકુલ વહેલા પધારજો રે ; મથુરા જાવ તો મારા સમ હો […]

 • પ્રેમમાં તો એવું યે થાય છે :: તુષાર શુક્લ
  પ્રેમમાં તો એવું યે થાય છે સાવ અણધાર્યું કોઇ ગમી જાય છે. પ્રેમમાં ના પડવાનું , ઉપડવાનું છે રે સખી ઉડવાનું સંગાથે થાય છે. જ્યારે અણધાર્યું કોઇ ગમી જાય છે. આકાશે આષાઢી વાદળનો વૈભવ ને છાતીમાં અણજાણ્યો ડૂમો ઝરમરની આંખોમાં જામે તૈયારી તમે પાલવને એકલાં જ ચૂમો ત્યારે અંદરથી મેઘ કોઇ ગાય છે. આસપાસ બળબળતું […]

 • સાંધ્યકાળ :: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  અજવાળું પણ નથી અને અંધાર પણ નથી, સંન્યાસ પણ નથી અને સંસાર પણ નથી. કૈં પણ નથી અસાર, કશો સાર પણ નથી, ઇચ્છાના કેન્દ્રમાંય નથી બહાર પણ નથી. શબ્દો વગરનું સુઝી રહ્યું છે બધેબધું, સમજી શકું હું એવો સમજદાર પણ નથી. સાબિત કરું તો કઇ રીતે ? કેવળ છે પ્રતીતિ, આધાર પણ નથી, હું નિરાધાર […]

ઝલકગુર્જરી

અહીં આપ જુઓ છો, તે જુદા જુદા ગુજરાતી બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક માત્ર છે. ટેકનિકલ મર્યાદાઓને કારણે આ કૃતિઓ (જેમ કે કાવ્યો) તેમના અસલ સ્વરૂપમાં જોઈ શકાતી નથી. જે તે બ્લોગ પર જવાથી આ કૃતિઓને પૂરેપૂરી માણી શકાશે!