નવું જાણવા, ઘણું માણવા... માઉસને આપો પાંખો!
સામાન્ય રીતે આપણે બે સંજોગોમાં ઇન્ટરનેટ સર્ફિંગ કરતા હોઈએ છીએઃ કોઈ ચોક્કસ સેવા કે માહિતીની શોધમાં અથવા તો અમસ્તા જ, કોઈ હેતુ વિના.
આ બંને સ્થિતિમાં એવું બનતું હોય છે કે આપણે જે શોધતા હોઈએ એ સહેલાઈથી મળે નહીં, અથવા તો શું જોવું એની સમજ પડે નહીં!
‘દિશાસૂચન’ વિભાગ એટલે આ બંને સ્થિતિમાં આપને મદદરૂપ થવાની એક કોશિશ. અહીં નાનાં ટાબરિયાંથી માંડીને વડીલો સુધીના સૌ કોઈને ઉપયોગી એવી અનેકવિધ સાઇટ્સની લિંક આપી છે. આપ ઇચ્છો તો એ સાઇટ્સ અહીં જ સર્ફ કરો, અથવા નવી વિન્ડોમાં જે તે સાઇટની વધુ રોમાંચક સફરે ઉપડો!