નવું જાણવા, ઘણું માણવા... માઉસને આપો પાંખો!
જાન્યુઆરી ૨૦૦૮માં, ‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં બિલકુલ નાના પાયે જેની શરૂઆત થઈ એ ‘સાયબરસફર’ આટલી વિસ્તરશે એવી બિલકુલ કલ્પના નહોતી. કારણ કદાચ એ છે કે ઇન્ટરનેટ અત્યંત તેજ ગતિએ વિસ્તરી રહ્યું છે. હજી ચાર-પાંચ વર્ષ પહેલાં જે ફેસબુક કે ટ્વીટર પર ગુજરાતીઓ શોધ્યા જડતા નહોતા, ત્યાં આજે હાજર ન હોય એવા લોકો વાસ્તવિક જગતમાં શોધવા મુશ્કેલ થવા લાગ્યા છે!
વિજ્ઞાનનાં દરેક પાસાંની જેમ ઇન્ટરનેટ પણ બેધારી તલવાર છે, આપણે આપણા જીવન પર ઇન્ટરનેટની અસર અટકાવી શકવાના નથી અને એટલે જ તેની ઉજળી બાજુને શક્ય એટલી વિસ્તારવી જરૂરી છે.
‘સાયબરસફર એજ્યુમીડિયા’ એ દિશામાંનો વધુ એક પ્રયાસ છે. હજી પણ આપણને સૌને પુસ્તક હાથમાં લઈને વાંચવું વધુ ગમે છે અને ઇન્ટરનેટ હજી બહુ મોટા વર્ગને સાવ સુલભ નથી. આ બે વાત ધ્યાને લઈને, ‘સાયબરસફર એજ્યુમીડિયા’ દ્વારા વિવિધ પ્રકાશનો તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઇન્ટરનેટની વિવિધ સર્વિસની સરળ સમજ ઉપરાંત, ઇન્ટરનેટમાંથી મળતું અન્ય વિષયોનું જ્ઞાન સૌને હાથવગું બનાવવાનું આ સાહસ છે, જોઈએ સફર કેટલે દૂર સુધી જઈ શકે છે!
Advertisements

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com