બીજી બધી વાત પછી, પહેલા તો એ કહો કે આ ઇઝીગાઇડનું શીર્ષક ગમ્યું? દિમાગ ના કહેવા કહેતું હશે, પણ દિલ હા પાડે છેને?! જિંદગીના પાંચ-છ દાયકા પછી કદાચ બધી વાતમાં આવું બનતું હશે. દિલ જે કરવા ઇચ્છે એ માટે દિમાગ ના પાડે.
ઘરમાં કમ્પ્યુટર હોય અને સૌ કોઈ ઈમેઇલ, ચૅટિંગ કે ફેસબુકની વાતો કરતા હોય એ જોઈને દિલમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ શીખવાની ઇચ્છા જાગે, પણ બીજા કોઈ કહે એ પહેલાં પોતાનું દિમાગ જ કહેવા લાગે, "હવે તો ઉંમર થઈ; આપણે તો બધું કરી પરવારી રહ્યા, બધાં હસશે. હવે શીખીને શું કરીશું? હવે એ બધું આવતા ભવે!
આપનું દિમાગ પણ આવું કંઈ કહેતું હોય તો એનું સાંભળશો નહીં; દિલને અનુસરજો. ઉંમર ૨૬ની હોય કે ૬૨ની, જિંદગીનો દરેક દિવસ બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ હોય છે અને બાકીની જિંદગીનો ઘણો ખરો આધાર પણ એ પહેલા દિવસના આપણા નિર્ણયો પર હોય છે.
એટલે જ દિલની વાતને અનુસરજો.
કમ્પ્યુટર કે ઇન્ટરનેટ માત્ર સમય સાથે ચાલવામાં જ ઉપયોગી છે એવું નથી. એ સરસ રીતે સમય પસાર કરવામાં પણ બહુ મદદરૂપ થાય છે.
રોજિંદી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થયા હો, સંતાનો મોટાં થઈ ગયાં હોય, પારિવારિક જવાબદારીઓ પૂરી થઈ ગઈ હોય, સંતાનો મોટાં થઈને દૂર ક્યાંક સ્થાયી થયાં હોય કે સાથે હોય તોય પોતાની જિંદગીમાં વ્યસ્ત હોય અને ઇચ્છે તો પણ આપને પૂરતો સમય આપી શકતાં ન હોય, આ બધામાં જીવનસાથીનો સાથ હોય અને બીજા નિવૃત્ત મિત્રોની મંડળી જામી હોય તો તો સદનસીબ, નહીંતર... જીવનમાં ક્યારેક ખાલીપાનો ભાર વતર્વિા લાગે તો આપના જૂના શોખના વિષયો ફરી તાજા કરવામાં કે જૂના મિત્રો સાથે ફરી સંપર્ક કેળવવામાં ઇન્ટરનેટ ખૂબ ઉપયોગી થાય તેમ છે.
આ બધું જાણવા છતાં ઘણી બધી મર્યાદાઓ કે અંતરાયોને કારણે આપ ઇન્ટરનેટનો પૂરતો ઉપયોગ ન કરી શકતા હો એવું બની શકે છે.
આ સાયબરસફર ઇઝીગાઇડ આ અંતરાયોને શક્ય એટલા દૂર કરવાનો એક પ્રયાસ છે.
રૂ.૭૦/-ની આ ઇઝીગાઇડ ઘેરબેઠાં મંગાવવા આ ફોર્મ ફરો...
આ ઇઝીગાઇડમાં આપ વાંચશો...
સ્વાગત છે આપનું, એક રોમાંચક સફર પર!
- આ ઇઝીગાઇડ આપના માટે છે, જો
કમ્પ્યુટર સાથે પહેલવહેલી ઓળખાણ
ઘરોબો કેળવીએ ઇન્ટરનેટ સાથે
- ઇન્ટરનેટની સફર માટે વાહન કયું પસંદ કરશો?
- ડાઉનલોડ અને ઇન્સ્ટોલેશન સમજીએ
- સોફ્ટવેર ડાઉનલોડ કરતાં પહેલાં સાવધાનીની વાત
- ડાઉનલોડ કરીએ એપિક બ્રાઉઝર
ઇન્ટરનેટની સફર, એપિકની આંગળી પકડીને!
- ઇન્ટરનેટ પર ગુજરાતીમાં લખતાં શીખીએ
- હવે સમજીએ બ્રાઉઝરના જુદા જુદા ભાગ
આગળ વધીએ ઇન્ટરનેટમાં
- ઇન્ટરનેટ પરનો પહેલો પડાવ - જોઈતી માહિતી સર્ચ કરીએ
- સર્ચ એન્જિનનાં વિવિધ પાસાં
ખાતું ખોલાવીએ ઇન્ટરનેટ પર
- હવે ઝંપલાવીએ જીમેઇલમાં
- ચૅટિંગની મજા, લખાણની ફટાફટ આપલે કરીને!
- પરદેશ ગયેલી દીકરીનું હસતું મોં જુઓ - વીડિયો ચૅટિંગથી!
- ફોટો-વીડિયો શૅરિંગ, પિકાસાની મદદથી!
આ પણ તપાસી જુઓ
- ગૂગલની બીજી સર્વિસીઝ
- આપને રસ પડે તેવી અન્ય સર્વિસીઝ
ફુરસદની પળોમાં
- ગુજરાતી બ્લોગજગત
- આ પણ ગમશે...
- ગુજરાતી/ભારતીય ગીત-સંગીત
- ઓનલાઇન અધ્યાત્મ
આપની આગળની સફર આનંદદાયક રહે!