ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરઆ સાઇટને ‘નોબેલ’ આપીશું?

આ સાઇટને ‘નોબેલ’ આપીશું?

હમણાં નોબેલ પ્રાઇઝની સીઝન ચાલે છે. છેલ્લા થોડા સમથી તમે અખબારોમાં ક્યાંક ક્યાંક ૨૦૧૧ના વર્ષ માટે પીસ, મેડિસિન, ફિઝિક્સ, કેમિસ્ટ્રી વગેરે ક્ષેત્રો માટે જાહેર થયેલા એવોડર્ઝના સમાચારો વાંચતા હશો (કે ફક્ત જોતા હશો!). ‘કૌન બનેગા કરોડપતિ’માં ભાગ લેવાનાં સપનાં જોતા હશો તો કદાચ આ સમાચારો વધુ ધ્યાનથી વાંચ્યા હશે, બાકી હેડલાઇન પર નજર ફેરવીને મોંઘવારી, રથયાત્રા, ચૂંટણી, કૌભાંડ વગેરે સમાચારો વધુ ધ્યાનથી વાંચવા તરફ આગળ વધી ગયા હશો.

નોબેલ પ્રાઇઝ કોને મળ્યું અને તેમણે એવી કઈ ધાડ મારી કે તેમને આ વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત પારિતોષિક આપવામાં આવ્યું એ જાણીને આપણે શું? ઠીક છે, આપણા કોઈ ઇન્ડિયનને મળ્યું હોય તો જરા છાતી ફુલાવી લઈએ, એમાંય જો ભારતીય મૂળના પણ વિદેશમાં સ્થાયી થયેલા કોઈને આ સન્માન મળે તો ‘મૂળ તો ભારતીય’ એવો ગર્વ કરી લઈને ‘જોયું, ઇન્ડિયામાં રહ્યા હોત તો આવી કદર ન થાત’ એવો બળાપો કાઢી લઈએ એટલે વાત પૂરી!

જો તમને ઉપર લખ્યું એથી વિશેષ નોબેલ પ્રાઇઝ વિશે જાણવામાં રસ હોય તો થોડો સમય કાઢીને એની ઓફિશિયલ સાઇટ (www.nobelprize.org) અચૂક જોજો. આપણા દેશમાં સારાં સારાં ઇન્સ્ટિટ્યૂશન્સ પણ હજી ઇન્ટરનેટનેપોતાના છપાયેલા રિપોટર્સમાં છપાયેલી માહિતી જેમની તેમ ‘ચઢાવી દેવાનું’ સાધન જ ગણે છે, ત્યોર ઇન્ફર્મેશન ટેક્નોલોજીનાં વિવિધ પાસાંનો ઉપયોગ કરીને, માહિતી આપવા ઉપરાંત વેબસાઇટને ખરા અર્થમાં ઇન્ટરએક્ટિવ બનાવવી હોય તો શું શું થઈ શકે એ જોવાસમજવા માટે પણ નોબેલ પ્રાઇઝની વેબસાઇટ જોવા જેવી છે.

સાઇટનાં વિવિધ પાસાં તો તમે જાતે જોઈ લેજો, પણ આપણે એના એક વિભાગ એજ્યુકેશન  વિશે થોડી વિગતવાર વાત કરી લઈએ.

નોબેલ પ્રાઇઝના સમાચારોમાં આપણને ઝાઝો રસ નથી પડતો એનું મુખ્ય કારણ કદાચ એ કે ‘એ આપણી લેન નહીં ને!’ વિશ્વ શાંતિનો પુરસ્કાર કેમ મળ્યો એ તો કદાચ સમજાઈ જાય, પણ મેડિસિન કે કેમિસ્ટ્રીની શોધની વાત આપણા માથા ઉપરથી જ જાય એ સ્વાભાવિક છે. પણ, આ સાઇટના એજ્યુકેશન વિભાગમાં પહેલી જ લાઇન કંઈક આવી છે કે ‘નોબેલ વિજેતાઓનાં કામ સમજવા માટે તમારે પોતે જિનિયસ હોવું જરૂરી નથી!’

વાતમાં હવે રસ પડ્યો? આ વિભાગમાં, વિવિધ નોબેલ વિજેતાઓનાં કામને રમતાં રમતાં સમજાવતી વિવિધ ગેમ્સ અને સિમ્યુલેશન્સ આપવામં આવ્યા છે. જેમ કે એક ઇન્ટરએક્ટિવ ગેમમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ સમજાવવામાં આવી છે. વિવિધ રોગનાં જીવાણુ આપણા શરીરમાં ઘૂસીને રોગ ફેલાવી શકે એ પહેલાં એમણે ૧૦ પ્રકારના રક્ષકકોઠા ભેદવા પડે છે. આ ગેમમાં આ દરેક કોઠા વિશે સ્ટેપ બાય સ્ટેપ તમે ઘણું શીખી શકો છો. કહેવાની જરૂર નથી કે રોગપ્રતિકાર શક્તિ અંગે જુદાં જુદાં ઘણાં સંશોધનો કરનારા સંશોધકોેને નોબેલ પ્રાઇઝ મળ્યાં છે.

એવી બીજી એક ઇન્ટરએક્ટિવ ગેમ છે વિશ્વના જુદા જુદા દેશોમાં લોકશાહીની સ્થિતિ વિશે. આમ તો સમગ્રા વિશ્વમાં ફક્ત ચાર દેશ સિવાય બધા જ દેશ પોતે લોકશાહી હોવાનો દાવો કરે છે. જ્યારે હકીકતમાં ૧૦૦ જેટલા દેશોમાં વાસ્તવિક લોકશાહી નથી. આ સિમ્યુલેશનમાં, તમે સૌથી પહેલાં જે તે દેશના દાવા મુજબ, સમગ્રા વિશ્વમાં લોકશાહી છે એવું દર્શવતો વિશ્વનો નક્શો જોશો. પણ પછી એક તબક્કે, માઉસને ક્લિક કરીને નક્શાના એક છેડેથી બીજા છેડા તરફ લઈ જશો એટલે કેટલા દેશોમાં આંશિક લોકશાહી છે અને કેટલા દેશમાં લોકશાહીને નામે મીંડું છે એ જોવા મળશે! આ બધા દેશમાં શાંતિ અને લોકશાહી માટે લોકલડત ચલાવનારા અનેક લોકોને વિશ્વ શાંતિ માટેનાં નોબેલ પ્રાઇઝ મળ્યાં છે. એ સૌ અને તેમનાં કામ વિશે તમે આ સિમ્યુલેશનમાં વિગતવાર જાણી શકશો!

નોબેલ પ્રાઇઝ ફેક્ટ્સ વિભાગમાં અત્યાર સુધીમાં કોને કોને કયા કયા વિભાગમાં આ પ્રાઇઝ મળ્યાં એની યાદી ઉપરાંત, આ પ્રાઇઝ મેળવવા છતાં હિટલરને કારણે પ્રાઇઝ ગુમાવનારા લોકો, આ પ્રાઇઝ નકારનારા લોકો, એકથી વધુ વાર નોબેલ મેળવનારા અને એક જ પરિવારમાંના વિનર્સ વગેરે વિશેની રસપ્રદ માહિતી પણ મેળવશો.

બધું જ સ્વાભાવિક રીતે ઈંગ્લિશમાં છે, પણ સરસ નેવિગેશન, સરળ ભાષા અને સુંદર શૈલીને કારણે આ બધી ‘ભારેખમ’ માહિતી તમે હળવાશથી માણી શકશો!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
દિગંબરભાઇ સ્વાદિયા  - સાયબર યાત્રા   |2011-10-25 07:34:01
આપણે ત્યાં યાત્રા - જાત્રાનો મહિમા ઘણો છે. આ સાઇટ તો લોક-પરલોક્ની જાત્રા કરાવે છે.
દિગંબરભાઇ સ્વાદિયા  - નોબેલ પુરસ્કાર   |2011-10-25 07:29:44
લેખ ઘણો માહિતીપૂર્ણ લાગ્યો. ઇન્ટરવ્યૂ સાંભળવાની મજા આવી.
manu patel  - mr.     |2011-10-16 11:49:08
Shri Himanubhai.
jaishri krishana.

This is very very nice information. Perticular people who want increse his knowldge
Thanks for all very good articals

Manu patel

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com