ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગક્લિક ક્લિકના કકળાટનો કાયમી ઉપાય

ક્લિક ક્લિકના કકળાટનો કાયમી ઉપાય

‘‘તારીખ પે તારીખ, તારીખ પે તારીખ ઔર ફિર એક તારીખ...’’ સની દેઓલને હવે ખાસ ફિલ્મો મળતી નથી, બાકી આજના જમાનાની એની કોઈ ફિલ્મમાં તારીખને બદલે ‘ક્લિક’ શબ્દ સાથે આ ડાયલોગ સાંભળવા મળ્યો હોત. તમે જ વિચાર કરો, કમ્પ્યૂટર પર કામ કરતી વખતે આપણે કેટકેટલી વખત ક્લિક કરવી પડે છે?

કમ્પ્યૂટર ઓન કર્યા પછી કોઈ એપ્લિકેશન ઓન કરવા ક્લિક કરો. એમાં કશું પણ ટાઈપ કરવા ક્લિક કરો. વચ્ચે કોઈને મેઇલ કરવાનો થયો? તો બ્રાઉઝર ઓપન કરવા, જીમેઇલ કે યાહૂ ઓપન કરવા ક્લિક કરો. વળી મેઇલ કમ્પોઝ કરવા એના બટન પર ક્લિક કરો. પછી ટેક્સ્ટ બોક્સમાં ટાઇપ કરવા ત્યાં કર્સર મૂકવા ક્લિક કરો... માથામાં ક્લિક ક્લિકના સણકા વાગવા લાગ્યા? બિચારાં ટેરવાંનો કંઇ વાંક છે?

તમે નેટ પર જરા અમથું સર્ફિંગ કરી રહ્યા છો, કોઈક વાત મજાની લાગી અને થયું કે ચાલો મિત્રો સાથે શેર કરીએ. તો વળી શરૂ થાય ક્લિકનો કકળાટ. જે વાત મજાની લાગી હોય એ યુટ્યૂબ જેવી કોઈ સાઇટ પર કે કોઈ બ્લોગ પર હોય તો તો ઠીક કે તેમાં શેરિંગનાં બટન્સ હોય અને ફેસબુક કે ટિ્વટર સિલેક્ટ કરીને તમે પ્રમાણમાં ઓછી ક્લિકે વાત પતાવી શકો. પણ દર વખતે, જે વાત શેર કરવા જેવી લાગી હોય ત્યાં શેરિંગનું બટન હોય જ એવું બનતું નથી. ઉપરાંત, આપણે તો ત્રણ પેરેગ્રાફમાંથી ફક્ત બે લાઇન જ શેર કરવી હોય, જ્યારે પોસ્ટના અંતે આપેલું શેરિંગનું બટન હનુમાનજીની જેમ આખી પોસ્ટ જ શેર કરી આપે.

આનો કંઈક ઉપાય ન હોવો જોઈએ? સદભાગ્યે આપણા જેવી ક્લિકની તકલીફ દુનિયામાં બીજા એવા લોકોને પણ થાય છે, જે આનો કંઈક ઉપાય શોધવા જેટલા આઇટીના નિષ્ણાત હોય.

આવા લોકોએ ઉપાય શોધ્યો છે ક્લિક.ટુ (www.clicktoapp.com).

ક્લિક.ટુ એક એવું મજાનું, ટચૂકડું સોફ્ટવેર છે જે તમારા કમ્પ્યૂટરમાં જે કંઈ છે અથવા તો તમને સ્ક્રીન પર જે કંઈ દેખાય છે એને હાયપર લિંકમાં ફેરવી નાખે છે (વાસ્તવમાં નહીં, વાત એટલી સહેલી કરી નાખે છે એવા અર્થમાં!) . એટલે કે, ઉપર લખ્યું તેમ, કોઈ બ્લોગ પોસ્ટમાંની ફક્ત બે લાઇન તમારે ટિ્વટ કરવી હોય કે ફેસબુકમાં તમારી વોલ પર ચઢાવવી હોય તો એ બે લાઇનથી ટિ્વટર સુધીની યાત્રા તમે ફક્ત એક કે બે જ ક્લિકમાં પતાવી શકો છો. મજાની વાત એ છે કે આ ડેસ્કટોપમાં ઇન્સ્ટોલ કરવાનું સોફ્ટવેર હોવાથી નેટસર્ફંિગ ઉપરાંત તેના બીજા અઢળક લાભ તમે લઈ શકો છો.

જો રસ પડ્યો હોય, તો હવે આ સોફ્ટવેરની સાઇટ પર જાવ. ચાહો તો સર્વિસની સમજ આપતો વિડિયો જોઈને આગળ વધો અથવા સીધા જ ‘ડાઉનલોડ નાઉ’ બટન પર ત્રાટકો. સોફ્ટવેર ફક્ત ૩ એમબીનું છે. એને ઇન્સ્ટોલ કરશો એટલે શરૂઆતમાં તમને પૂછવામાં આવશે કે તમે કઈ કઈ સાઇટ કે વેબ એપ્લિકેશન કે ડેસ્કટોપ એપ્લિકેશનનો વધુ ઉપયોગ કરો છો? તમારી પસંદગી જણાવીને ઇન્સ્ટોલેશન પૂરું કરશો એટલે એક ઊંચે જતા તીરનો રેડ આઇકન તમારા કમ્પ્યૂટરમાં નીચેના જમણા ખૂણે ગોઠવાઈ જશે.

હવે ધારો કે તમે વર્ડમાં કંઈક લખ્યું. તમારે એ લખાણ કોઈને મેઇલ કરવું છે કે ટિ્વટ કરવું છે? તો લખાણ સિલેક્ટ કરીને કન્ટ્રોલ પ્લસ સી (કોપી માટેનો કમાન્ડ) ક્લિક કરો એટલે તરત ક્લિક.ટુ એક્ટિવ થશે અને તમારા લખાણની ઉપર જ, તમે આપેલી પસંદગી અનુસાર જીમેઇલ, ટિ્વટર, ફેસબુક વગેરે આઇકન દેખાશે. ધારો કે એ લખાણ ટિ્વટ કરવું છે તો ટિ્વટર પર ક્લિક કરો એટલે કામ પત્યું (પહેલી વાર તમારે જે તે સર્વિસને આ નવી સર્વિસના યુઝ માટે પરમિશન આપવા થોડી વધુ ક્લિક્સ કરવી પડશે!) તમે જે લખ્યું એ વિશે વિકિપીડિયા કે ગૂગલ કે ગૂગલ મેપ કે ફ્લિકર કે યુટ્યૂબ વગેરેમાં સર્ચ કરવું હોય તો બસ, જે તે શબ્દ સિલેક્ટ કરી કન્ટ્રોલ પ્લસ સી ક્લિક કરી, જે તે સર્વિસ સિલેક્ટ કરો એટલે ધડાક દઈને તમારા ડિફોલ્ટ બ્રાઉઝરમાં જે તે સર્વિસ, સર્ચ રીઝલ્ટ સાથે ઓપન થશે!

તમે વેબ પર કંઈ સર્ચ કરો છો અને કોઈ લખાણની પીડીએફ કે વર્ડની નવી ફાઇલમાં નાખવું છે? ફરી સિલેક્ટ કરો, કન્ટ્રોલ પ્લસ સી ક્લિક કરો અને પીડીએફ કે વર્ડ સિલેક્ટ કરો એટલે (સોર્સની વિગતો સાથે) કામ પત્યું! કોઈ લખાણ ગૂગલ ટ્રાન્સલેટની મદદથી ટ્રાન્સલેટ કરવું હોય તો પણ આ જ વિધિ. કોપી કરવી, જે તે સર્વિસ ઓપન કરવાની, એમાં આગળ વધવા ક્લિક્સ કરવાની, પેસ્ટ કરવાનું, ઓકે કહેવાનું વગેરે કોઈ જ ઝંઝટ નહીં! વર્ડમાંથી એક્સેલમાં કંઈક મોકલવું હોય, વર્ડમાંથી બ્લોગર કે વર્ડપ્રેસમાં ચઢાવવું હોય કે એવું કંઈ પણ કરવું ક્લિક.ટુની મદદથી ખરેખર ઝડપી બની જાય છે.

તમે પણ કમ્પ્યૂટર જેટલા જ કામઢા હો તો આ ફ્રી સર્વિસમાં થોડા સમયનું શરૂઆતી ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Coach Outlet Online  - Cheap Coach Knockoffs     |2012-09-25 02:04:45
I join bbwatches.com. It was and with me. Let's discuss this question.
patel   |2011-07-18 09:41:57
u hostig your website from justhost.com
i founded that
Other Patel     |2011-07-22 02:34:05
How did you do that?
simran  - nice post     |2011-12-23 23:07:21
There is obviously a lot to know about this. I think you made some good points in Features also.
thesis writing  - respond     |2011-07-17 11:23:24
People do know that that is more effortless to purchase the thesis example and thesis writing close to this good post, than to finish by own efforts.
buy resume  - answer     |2011-07-17 07:27:28
A lot students pass the duty to qualified resume writers because they lack the skill to write a satisfactory resume in order that the reason why students need to professional resume service, but such customers like composer don't do that. Thanks for the topic. Really important article about this post.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com