ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગઓનલાઇન શોપિંગ જરા સંભાલ કે!

ઓનલાઇન શોપિંગ જરા સંભાલ કે!

ગયા અઠવાડિયે વાત કર્યા મુજબ, આજે ગૂગલના ‘લાઇક’ બટનની વાત કરવાની હતી, પણ સંજોગવશાત વાત કરવાની થાય છે ‘ડિસલાઇક’ વિશે. એટલા માટે કે ‘લાઈક’ વિશે જાણવાથી તમને સીધો લાભ નથી, પણ  આ ‘ડિસલાઇક’ની વાત ન જાણો તો કદાચ સીધું નુક્સાન થઈ શકે છે.

વાત ઓનલાઇન શોપિંગના ન ગમતા પાસાંની છે અને વાત સ્વાનુભવની છે. ઇન્ટરનેટનો ફેલાવો સતત વધતો જાય છે તેમ તેમ ઓનલાઇન શોપિંગ કરાવતાં પોર્ટલ પણ વધતાં જાય છે. સગવડ સરસ છે, તમે ઘેરબેઠાં, માત્ર માઉસના ઇશારે ઘણું બધું ખરીદી શકો છો. એમાં જોરદાર બચત પણ છે, જેમ કે હમણાં અમે ચીનની એક કંપની પાસેથી એક નાનકડું સોફ્ટવેર ખરીદ્યું (વિચારો, ઇન્ટરનેટને બદલે ચીન જઈને ખરીદવું પડ્યું હોત તો?!). પ્રોસેસ એકદમ સરળ હતી  પહેલાં એ સોફ્ટવેરનું ડેમોવર્ઝન ડાઉનલોડ કર્યું, જે ફૂલ વર્ઝન જેવું જ હોય, ફક્ત એ સોફ્ટવેરથી જે પબ્લિકેશન બનાવી શકાય એમાં ડેવલપર કંપનીનું ‘ડેમો વર્ઝન’ એવું લખાણ નડતરરૂપ બને, જે તમે સોફ્ટવેર ખરીદીને દૂર કરી શકો. અમે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું અને તરત જ મેઇલમાં એ સોફ્ટવેરના લાઇસન્સની કી આવી ગઈ, જે ડેમોવર્ઝનમાં નાખી એટલે પેલું નડતર દૂર થઈ ગયું.

આમ ઓનલાઇન શોપિંગ ઉપયોગી, સરળ, ઝડપી અને તદ્દન ઓછું ખર્ચાળ છે, પણ સામે એમાં કેટલાંક જોખમ પણ છે.

સોફ્ટવેરની ખરીદી જેમ સહેલાઇથી પાર ઉતરી એ રીતે અમે એક વેબસાઇટ પરથી ફોટોગ્રાાફ ખરીદવાનું નક્કી કર્યું. એ સાઇટ પર એક ઓફર હતી  પહેલા સાત દિવસ મફત ટ્રાયલ. તમે રોજના પાંચ ફોટોગ્રાફ ડાઉનલોડ કરી શકો. પછી તમે એક, બે કે ત્રણ મહિનાના પ્લાન ખરીદી શકો. મફત ટ્રાયલ શરૂ કરવા માટે પણ તમારે પહેલાં, ઇન્ટરનેટ પરની બૅન્ક જેવી પેપાલ નામની એક સર્વિસમાં એકાઉન્ટ ખોલાવવું પડે અથવા ક્રેડિટ કાર્ડની વિગતો આપવી પડે. બરાબર સમજજો, આ આખી વ્યવસ્થામાં કશું જ ખોટું કે ગેરકાયદેસર નથી, વાત માત્ર આપણે ઝીણી વિગતોમાં ઊંડા ઊતરીએ નહીં તો કેવા ભરાઈ પડીએ એની છે!

અમે પેપાલમાં એકાઉન્ડ ખોલાવ્યું અને ક્રેડિટ કાર્ડની વિગતો આપી. ટ્રાયલ પીરિયડ સરસ રીતે વિત્યો એટલે એક મહિનાનો પ્લાન પણ ખરીદ્યો. એક મહિના સુધી રોજના પાંચ લેખે ફોટોગ્રાાફ ડાઉનલોડ કર્યા. બધું સરસ રીતે ચાલ્યું, પછી મહિનો પૂરો થયો, એટલે પેપાલમાંથી એક મેઇલ આવ્યો  તમારો પ્લાન ઓટોરીન્યુ થઈ ગયો છે  ક્રેડિટ કાર્ડમાંથી બીજા મહિનાના રૂપિયા કાપી લીધા છે!

ઓનલાઇન શોપિંગનું આ એક બારીક પાસું છે, જેનો ઓનલાઇન શોપ્સ ચલાવતી કંપનીઓ ખાસ લાભ લે છે. તમે જેને એક વારની ખરીદી માની હોય એ વાસ્તવમાં ઓટોરીન્યુ થતો પ્લાન હોઈ શકે છે! અમારા કિસ્સામાં, અમે પેલી ફોટોસાઇટ પર એકાઉન્ટ બંધ કરવાની લિંક શોધી તો મળી જ નહીં! પછી સપોર્ટમાં મેઇલ કર્યો તો તરત જવાબ મળ્યો, જેમાં ઓટોરીન્યુવાળી વાત હતી અને સમજાવ્યું હતું કે તમારે એકાઉન્ટ બંધ કરવું હોય તો અમારો નહીં, પેપાલનો સંપર્ક કરો. એટલું ચોક્કસ કે સપોર્ટમાં પેપાલમાં એકાઉન્ટ કેવી રીતે બંધ કરવું એની સ્ક્રીનશોટ સાથે સમજણ આપી હતી. હવે આ પેપાલ સામે આપણી રીઝર્વ બૅન્કને વાંકું પડ્યું છે એટલે એની સાઇટમાં કંઈક પ્રોબ્લેમ ચાલે છે. સાઇટ ખૂલે તો તમે એકાઉન્ટ બંધ કરોને? પછી ક્રેડિટ કાર્ડમાંથી પેમન્ટ થતું અટકાવી જોવા કાર્ડ આપનારી બૅન્કનો સંપર્ક કર્યો, તો એમણે હાથ ઊંચા કર્યા  ‘અમે ચેકનું પેમન્ટ અટકાવી શકીએ, ક્રેડિટ કાર્ડનું નહીં  પેપાલને મળો!’ પેપાલની સાઇટ ખૂલે નહીં. તો કરવું શું?

પછી એક મિત્રની સલાહથી, ઑફિસમાં જે ઇન્ટરનેટ પ્રોવાઇડરનું નેટ કનેક્શન છે એના સિવાયની બીજી કંપનીની યુએસબી ડિવાઇસથી પેપાલની સાઇટ ખોલવાનો પ્રયાસ સફળ થયો. પછી તો વાત સરળ હતી, એકાઉન્ટ બંધ કરાવી શકાયું.

ફરી બરાબર સમજજો, આખી વાતમાં ગેરકાયદે કશું જ નથી, આપણે એકાઉન્ટ ખોલાવતી વખતે કે પેમેન્ટ કરતી વખતે જે લાંબાંલચક ટર્મ એન્ડ કન્ડીશન્સ વાંચ્યા વિના એક્સેપ્ટ કરી લઈ છીએ એમાં આ ઓટોરીન્યુવાળી ક્યાંક લખી જ હશે. એટલે સવાલ આપણે પોતે સજાગ રહેવાનો છે.

ઓનલાઇન શોપિંગ ચોક્કસપણે ઉપયોગી છે જ, બસ થોડી કાળજી રાખવી જરૂરી છે. અમારા અનુભવનો તમે લાભ લેજો!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Ramji Patel   |2012-07-10 01:52:45
your experiance is our way to online shop. thanks.
and how i am recharge online with dabit cards ?
રોહિત ચૌહાણ  - Online shopping     |2012-06-19 23:36:40
નમસ્કાર સાહેબ,ઓનલાઈન શોપિંગ ખરેખર એક અદ્ભુત અને સરળ રસ્તો છે ખરીદી નો....હમણાં થોડાક દિવસ પહેલા જ હું આના પરિચય માં આવ્યો,થીડી ખરીદી પણ કરી,૩ દિવસ માં જ પાર્સલ મળી ગયું,બઝાર ભાવ કરતા ઘણું જ સસ્તું અને અસલ વસ્તુ મળી.....પણ આપે કહુયું એમ સાવચેતી ખુબ જ જરૂરી છે.માત્ર સ્ટેટસ બતાવવા કરતી ખરીદી માં ક્યારેક .........................આભાર...
bhavsar umang  - online shoping     |2011-06-23 10:43:59
iam very happy this web site

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com