ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરશરૂ થઈ ગઈ છે ઓનલાઇન કરન્સી

શરૂ થઈ ગઈ છે ઓનલાઇન કરન્સી

1876માં, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલે શોધેલા ટેલિફોનને પહેલી વાર જોઈને અમેરિકાના પ્રમુખ રુધરફોર્ડ હેયેસે કહ્યું હતું કે ‘‘આ શોધ તો ખરેખર ગજબની છે, પણ એનો ઉપયોગ કોણ કરશે?’’ કંઈક આવો જ ઘાટ અત્યારે ઇન્ટરનેટ પર ઘડાઈ રહ્યો છે. ઇન્ટરનેટ પર થોડા સમયથી એક નવી જ શોધની ચર્ચા ચાલી રહી છે - ઇન્ટરનેટ પર ચાલે એવાં નાણાં - કરન્સીની શોધની આ વાત છે!

જાપાનના સેટોશી નાકામોટો નામના એક સોફ્ટવેર ડેવલપરે બિટકોઈન નામે એક ઓનલાઇન-કરન્સી ઇન્ટરનેટ પર તરતી મૂકી છે. બિટકોઇનની શરૂઆત તો 2009માં થઈ ગઈ હતી, પણ હવે તેનું મહત્ત્વ વધતાં વૈશ્વિક નાણાવ્યવસ્થા પર તેની અસરની ગંભીરતાએ લોકોને વિચારતા કરી દીધા છે.

આગળ કહ્યું એમ બિટકોઇનને આપણે ઇલેક્ટ્રોનિક કેશ પણ કહી શકીએ. જેનો રૂપિયા, ડોલર કે પાઉન્ડની જેમ ઉપયોગ કરીને, ઇન્ટરનેટ પર જ્યાં બિટકોઇનનું ચલણ સ્વીકારાતું હોય ત્યાં તમે વિવિધ પ્રોડક્ટ્સ કે સર્વિસીઝ ખરીદી શકો. બિટકોઇનના સર્જકોએ બિટકોઇન શું છે એ સમજાવતો એક વિડિયો તૈયાર કર્યો છે અને એમાં એમનો દાવો છે કે જેમ ઇન્ટરનેટે અત્યારે પબ્લિશિંગ ઇન્ડ્રસ્ટ્રીમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે તેમ બિટકોઇન વિશ્વની નાણાવ્યવસ્થામાં બદલાવ લાવશે (જુઓ www.weusecoins.com).

અત્યારની નાણા વ્યવસ્થામાં આપણે કોઈને પેમેન્ટ આપવાનું હોય તો બે રસ્તા છે - એક તો આપણે રૂબરૂ મળીને હાથોહાથ રોકડ નાણાંની આપલે કરી લઈએ, અથવા તો ચેક લખીને કે ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા વ્યવહાર કરીએ. આ બીજા રસ્તામાં આપણી અને નાણા સ્વીકારનારની વચ્ચે બેન્ક હોય છે. જગત આખાની  નાણાવ્યવસ્થામાં આ બૅન્કિંગ સિસ્ટમ બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. હમણાં વિકિલિક્સ સાઇટે જુદા જુદા માહિતીબૉમ્બ ફોડીને અમેરિકા સહિત દુનિયાના જુદા જુદા દેશોની સરકારોને ધ્રુજાવી દીધી ત્યારે વિકિલિક્સના સર્જકોને ભીંસમાં લેવા માટે અમેરિકાએ બૅન્કિંગ ચોકીદારને જ કામે લીધો હતો. વિકિલિક્સ જગતભરમાં ફેલાયેલા તેના સમર્થકોના ડોનેશનથી ચાલે છે. હવે આ ડોનેશન વિકિલિક્સ સુધી પહોંચે કઈ રીતે? જુદી જુદી બૅન્ક કે પે-પાલ જેવી ઇન્ટરનેટ પરની પેમેન્ટ સિસ્ટમથી. એવું કહેવાય છે કે અમેરિકાના દબાણથી અનેક બૅન્ક અને પે-પાલે વિકિલિક્સ માટે આવતાં નાણાં વિકિલિક્સના એકાઉન્ટમાં જમા કરવાનું બંધ કરી દીધું છે.

હવે જો આ રીતે  નાણાં આપનાર અને લેનાર વચ્ચે બૅન્ક જેવું કંઈ હોય જ નહીં તો? આપણી વાસ્તવિક જગતની નાણા-વ્યવસ્થા અને ડિજિટલ કરન્સીમાં બીજો પણ એક પાયાનો તફાવત છે. મારી પાસે 100રૂપિયાની નોટ હોય અને એ હું તમને આપી દઉં, તો એનો મતલબ સ્પષ્ટ કે એ 100રૂપિયાની નોટ હવે મારા હાથમાં નથી. ડિજિટલ કરન્સી એવી ટૅન્જીબલ - હાથમાં પકડી શકાય એવી નથી. એમાં અંતે તો બધું જ 1અને 0ના અંકોમાં જ ગૂંચવાયેલું રહે છે. એટલે જ અગાઉ ડિજિટલ કરન્સી ડેવલપ કરવાના જેટલા પણ પ્રયાસ થયા તેમાં કરન્સી આપનાર અને લેનાર વચ્ચે બૅન્ક જેવી કોઈ થર્ડ પાર્ટીની વ્યવસ્થા તો રહેતી જ હતી.

બિટકોઇનની વ્યવસ્થામાં, પીયર-ટુ-પીયર નેટવર્ક દ્વારા લેવડદેવડના વ્યવહારની સીધી જ આપલે થાય છે - વચ્ચે કોઈ થર્ડ પાર્ટી વિના. આનો મતલબ એવો પણ થયો કે જેમ ભારતમાં નાણાવ્યવસ્થાની આખરી સત્તા રિઝર્વ બૅન્ક છે એમ બિટકોઇ કરન્સી માટે કોઈ એક સેન્ટ્રલ ઓથોરિટી છે જ નહીં!

તો મારા-તમારા જેવા લોકો સુધી આ બિટકોઈન પહોંચે કઈ રીતે? કોણ આપે? જવાબ છે આપણું કમ્પ્યૂટર પોતે! હું કે તમે બિટકોઇની સાઇટ પરથી એક સોફ્ટવેર ડાઉનલોડ કરીને ‘માઇનિંગ’તરીકે ઓળખાતી એક પ્રક્રિયા કરીને બિટકોઈન બનાવી શકીએ છીએ. અલબત્ત, આ સોફ્ટવેર જગતભરના તમામ બિટકોઇન માઇનર્સના સંપર્કમાં રહીને, એક જટિલ અલ્ગોરિધમને અનુસરીને ચોક્કસ ગણતરી અનુસાર બિટકોઈન બનાવે છે.

આખી વાત ગૂંચવણભરી લાગે છેને? છતાં અત્યારે બિટકોઇન ઇન્ટરનેટ પર ચલણમાં આવી ગયા છે. જેમ આપણે રૂપિયા આપીને ડોલર ખરીદી શકીએ એમ બિટકોઇન આપીને ડોલર ખરીદી શકાય છે. આપણા 1રૂપિયાના બદલામાં આપણને 0.02ડોલર મળે જ્યારે એક બિટકોઇનના બદલામાં અત્યારે 5થી 7ડોલર મળી શકે છે.

દેખીતું છે કે કાળાં નાણાંની જેમ આ બિટકોઇન ઇન્ટરનેટ પર ગેરકાયદે પ્રવૃત્તિઓને સરળ બનાવી શકે છે, દરેક શોધની જેમ આના લાભ ને ગેરલાભ બંને છે. નિષ્ણાતો કહે છે કે બિટકોઇન લાંબા ગાળે જુદા જુદા દેશની સરકારો અને બેન્ક વ્યવસ્થા સામે જોખમ ઊભું કરી શકે છે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Bipin Soni   |2011-11-21 06:01:05
Very Nice!
navin thakkar  - BEAT COIN   |2011-11-02 02:01:52
THANKS FOR NEWS.
dirgesh suthar  - good   |2011-09-21 05:02:26
nice artical for internet user

thank u
Dr. Krushal Sheladiya  - About Bitcoin     |2011-09-06 23:04:14
I Like your artical. It is very useful for internet user.

..nice job...congratulation 4 knowledge sharing...
Makwana tejendra  - Bitcoin.     |2011-07-30 23:50:54
Tamara article vachva mate me 3 varse thi magzine sachvi rakhi 6.mane tamara badha article khub game 6.bit coin & website making vise deep ma janvu 6.thanks
HEMU PATEL   |2011-07-23 11:55:56
nice article about bitoin but give in very deeply in gujrati language
manu patel   |2011-06-15 22:34:52
Very nice article abovt bitoin congratulation.
Manu Patel.
Hardik  - thanx   |2011-06-11 03:49:34
thanx himanshu,, for provide us this amazing information.
હિમાંશુ કીકાણી   |2011-06-11 04:53:59
Always my pleasure!
Mahesh  - Good article.     |2011-05-31 23:52:00
I haven't heard about Bitcoins before. Thanks for the info.
હિમાંશુ કીકાણી   |2011-06-11 04:54:35
Even I was not aware about this before. Let's see how it takes shape!
Dharmesh Bhalodia   |2011-05-30 15:37:03
Very nice article....
Prerak Trivedi  - IToons     |2011-05-26 00:40:13
Himanshubhai, mast article 6,ane tame amne 100 rs apya (Virtually) pan e kejo k binary ma apya k decimal ma... Nahitar 96 rupya no difference ave.. Ha ha ha by the way nice 'bitcoined' article..
હિમાંશુ કીકાણી   |2011-06-11 04:55:13
Nahi binary ke nahi decimal man, mai to dil thi aapya!!

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com