ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરબ્રહ્માંડદર્શન કરાવતી થોડી વધુ સાઇટ્સ

બ્રહ્માંડદર્શન કરાવતી થોડી વધુ સાઇટ્સ

ગયા અઠવાડિયે વર્લ્ડવાઇડ ટેલિસ્કોપની મદદથી બ્રહ્માંડદર્શન કર્યા પછી, અવકાશમાં ઊંડા ઊતરવાનો ચસકો લાગ્યો છે? ધીમે ધીમે શાળાઓમાં મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન્સથી વિવિધ વિષયો ભણાવવામાં આવે એવો જમાનો હવે આપણી શાળાઓમાં પણ આવી પહોંચ્યો છે 

ત્યારે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ આ વિષયમાં ઇન્ટરનેટમાં ખાંખાંખોળાં શરૂ કરે તો આ અદભુત વિષય અંગે સહિયારી રુચિ કેળવી શકાય. ઘણા બધા વાચકમિત્રો  ખાસ કરીને શિક્ષકોએ  આ પ્રકારની વધુ વેબસાઇટ્સ વિશે જાણવામાં રસ બતાવ્યો છે. આપ સૌની ઇચ્છાને માન આપીને...

  • સ્પેસની વાત હોય ત્યારે સ્વાભાવિક રીતે નજર સૌથી પહેલાં અમેરિકન સંસ્થા નાસા તરફ વળે. નાસાએ સોલર સિસ્ટમની ઊંડાણભરી સમજ આપતી એક પેટાવેબસાઇટ તૈયાર કરી છે(http://solarsystem.nasa.gov).વિજ્ઞાન ભણતા વિદ્યાર્થીઓને તો રસ પડે જ પણ મોટેરાંને પણ અવકાશમાં નવો નવો રસ જાગે એ રીતે આખી વેબસાઇટ તૈયાર કરાઈ છે. છેલ્લાં ૫૦ વર્ષથી વિવિધ સ્પેસસ્ટેશન્સમાં પહોંચેલા કે સ્પેસશટલમાં અવકાશયાત્રાએ ગયેલા રોબોટ્સે તેમની યાત્રા દરમિયાન જે ઇમેજીસ, ડેટા, સાઉન્ડ્સ વગેરે એકઠાં કર્યાં છે તેનાં મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન આ સાઇટ પર આપેલાં છે.
  • બીજી એક સાઇટ છે કિડ્ઝએસ્ટ્રોનોમી.કોમ (www.kidsastronomy.com). કિડ્ઝનોઇટ નામના એક નેટવર્કના એક ભાગરૂપે તૈયાર થયેલી આ વેબસાઇટમાં પણ બાળકોને ધ્યાનમાં રાખીને, સોલર સિસ્ટમનાં વિવિધ પાસાંની રસપ્રદ સમજણ અને માહિતી આપી છે. સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય છે અને તેની આસપાસ ગ્રાહો ફરે છે અને તેમના ઉપગ્રાહો વળી પાછા ગ્રાહોની આસપાસ ફરે છે... એવી બધી વાતો પુસ્તકોમાં વાંચીએ કે બાળકોને સમજાવવા મથીએ તેના કરતાં આ બધું મલ્ટીમીડિયા સ્વરૂપે, લગભગ જીવંત કહી શકાય એ રીતે જોવા મળે ત્યારે આખી વાત સમજવા અને સમજાવવામાં ગજબની સરળતા આવી જાય. આ સાઇટ પર જુદા જુદા ગ્રાહો વિશે વિગતવાર માહિતી છે અને તમારે પોતે, પોતાની રીતે સોલર સિલ્મટ બનાવવી હોય તો તેની એક ઇન્ટરએક્ટિવ રમત પણ છે. અવકાશમાં ખાંખાંખોળાં કરીને કંટાળો તો બાયોલોજી, જ્યોગ્રાફી, હિસ્ટરી, મેથ્સ, મેમરી, સ્પેલિંગ વગેરેને લગતી વિવિધ ગેમ્સ રમવાની સગવડ પણ છે.
  • સોલર સિસ્ટમ સ્કોપ (www.solarsystemscope.com) વળી વધુ એક એવી સાઇટ છે જેના પર તમે માઉસના સથવારે અવકાશમાં ઇન્ટરએક્ટિવ સફર ખેડી શકો છો. આ સાઇટ પર તમે વાસ્તવિક સમયમાં વિવિધ ગ્રાહો અને નક્ષત્રોની સ્થિતિ વિશે જાણકારી મેળવી શકો છો. અહીં ત્રણ રીતે અવકાશદર્શન કરી શકાય છે  એક તો, આપણે પોતે અવકાશમાં વિવિધ ગ્રાહોની વચ્ચે સ્પેસશટલમાં ફરતા હોઈએ એ રીતે, બીજું, પૃથ્વી કેન્દ્રમાં હોય અને તેની ફરતેનું અવકાશદર્શન થાય એ રીતે અને ત્રીજું, પૃથ્વી પરથી ટેલિસ્કોપની મદદથી જેવું અવકાશ દેખાય એ રીતે. ત્રણેય રીતે, તારાઓની આરપાર જવાની મજા લેવા જેવી છે. વિવિધ ગ્રાહો પર ક્લિક કરીને તેમના વિશે વધુ માહિતી તેમ જ જુદા જુદા ગ્રાહો કે સૂર્યથી તેમનું અંતર પણ જાણી શકાય છે.
  • આ વિષયમાં ઊંડા ઊતરેલા વિવિધ નિષ્ણાતોએ વ્યક્તિગત રીતે પણ સોલર સિસ્ટમને લગતી વેબસાઇટ્સ બનાવી છે. જેમ કે સોલરવ્યૂઝ.કોમ (www.solarviews.com). આ સાઇટ પર પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને રસ પડે એવાં, જુદા જુદા ગ્રાહોને લગતાં મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન્સ જોવા મળશે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Thummar Vijay  - Universe Information     |2011-11-28 00:11:19
please suggest for Gujarati book that covers all information about Universe.....
yasin m.  - Bramhand Darshan     |2011-11-16 21:20:03
I like this information & i also apply this info. in my classroom teaching & share with my students. Thanks Himansubhai.
jagdish   |2011-10-13 11:46:24
nice site and a very useful
parth  - cybersafar   |2011-09-16 00:57:56
•સોલર સિસ્ટમ સ્કોપ (www.solarsystemscope.com)
સોલરવ્યૂઝ.કોમ (www.solarviews.com).
કિડ્ઝએસ્ટ્રોનોમી.કોમ (www.kidsastronomy.com).
vivek   |2011-08-03 05:45:17
thank you veru much it's amezing
amita  - bhramand darshan karavati sight   |2011-06-14 05:56:58
very interesting
dilip desai  - wow   |2011-05-26 08:42:24
aakha brahmand ma fero lagavi didho. maza aavi gai,jo tamne sky gamtu hoy to jarur site open karjo. time jase pan mazo aavi jase. thanx.
virat41     |2011-05-26 01:05:32
ngu uy jh
virat41     |2011-05-26 01:06:48
thank you v.
dilip  - wow !!!   |2011-05-21 10:09:43
ghana samay thi aavij koi website joiti hati te mali gayi thanx
Kishor Marthak  - બ્રહ્માંડદર્શન કરાવતી થોડી વધુ સાઇટ્સ   |2011-05-18 01:36:06
This is really very nice article. I gained lot of from this article.
Raj Kakkad  - On Bramhand darshan   |2011-05-14 03:04:18
It was a nice experience to visit such knowledge worthy sites thanks for the same

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com