ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમનોલેજ પાવરમાઉસની પાંખે બ્રહ્માંડદર્શન

માઉસની પાંખે બ્રહ્માંડદર્શન

વેકેશન પૂરું થયા પછી ફરી સ્કૂલમાં ભેગાં થતાં ટાબરિયાંઓ વચ્ચે મોટા ભાગે એક જ ચર્ચા ચાલે  અમે તો ‘‘આબુ કે માથેરાન કે નૈનિતાલ ગ્યાં’તાં’’ તો કોઈ વળી થાઈલેન્ડ કે સિંગાપોરનું નામ લે. સ્કૂલમાં જ શા માટે, ઑફિસમાં પણ એકબીજા પર રોફ જમાવવાનો આવો જ માહોલ હોય છે. 

તમારે બીજા બધાથી અલગ તરી આવીને સૌને ચૂપ કરી દેવા હોય તો હવે કહી શકશો કે ‘‘અમે તો મંગળ ગ્રાહ પર ગયા હતા, ને એ પણ નાસાના વિજ્ઞાનીને ગાઇડ તરીકે સાથે લઈને!’’

આ બિલકુલ પોસિબલ છે! તમારા કમ્પ્યૂટરના સ્ક્રીનમાં સમાઇ જાય એવડા ટચૂકડા, પણ આખા બ્રહ્માંડમાં ઊંડે સુધી નજર ફેરવી શકાય એવી જબરજસ્ત ક્ષમતાવાળા વર્લ્ડવાઇડ ટેલિસ્કોપની મદદથી. આ વર્લ્ડવાઇડ ટેલિસ્કોપ વાસ્તવમાં એક વેબ ૨.૦ વિઝયુઅલાઇઝેશન સોફ્ટવેર છે, જે તમારા કમ્પ્યૂટરને ટેલિસ્કોપમાં ફેરવી નાખે છે. આ સોફ્ટવેર એક વેબસાઇટ (www.worldwidetelescope.org) સ્વરૂપે અથવા ડાઉનલોડ કરી શકાય એવા સ્વરૂપમાં ઉપલબ્ધ છે. એને ચાલુ કર્યા પછી, પૃથ્વીની સપાટી પર કે અવકાશમાં તરતાં મૂકાયેલાં બેસ્ટ ટેલિસ્કોપ્સ જે ઇમેજીસ કેપ્ચર કરી રહ્યાં છે એ તમે તમારા કમ્પ્યૂટર પર જોઈ શકો છો.

તમે કલ્પના કરી શકો છો? દુનિયાભરનાં ટેલિસ્કોપ્સ જે ઇમેજ અને ઇન્ફર્મેશન એકઠી કરે છે એ ટેરાબાઇટ્સમાં પહોંચતો ડેટા બિલકુલ સીમલેસ અને રીચ મીડિયા એક્સપીરિયન્સ તરીકે આપણે ઘેરબેઠાં જોઈ શકીએ છીએ  ઇન્ટરનેટની મદદથી!

માઇક્રોસોફ્ટે ડેવલપ કરેલા હાઇ પરફોર્મન્સ વિઝયુઅલ એક્સપીરિયન્સ એન્જિનની મદદથી ચાલતું આ વર્લ્ડવાઇડ ટેલિસ્કોપ ખરા અર્થમાં બ્રહ્માંડદર્શન કરાવે છે. આપણી આ કોલમ/વેબસાઇટનું સૂત્ર છે એમ  નવું જાણવા ને ઘણું માણવાની ઇચ્છા હોય તો માઉસને આપો પાંખો અને આકાશને પાર કરી, અવકાશમાં કરો સફર! માઉસ ફેરવતા જાઓ અને અફાટ અસીમ અવકાશ તમારી સમક્ષ ખૂલતું જશે, જુદા જુદા તારા કે ગ્રાહો પર પહોંચો અને ઝૂમ ઇન કરો! દરેક ઓબ્જેક્ટ માટે, માત્ર માઉસના ઇશારે તમને અલગ અલગ સ્ત્રોતમાંથી પાર વગરની માહિતી પણ મળી રહેશે.

સાઇટ પર સમજાવ્યું છે કે આ ટેલિસ્કોપ કે ટેક્નોલોજી વાસ્તવમાં કેટલી પાવરફૂલ છે એ સમજવા માટે એટલું જાણી લો કે દરેક અવકાશી પદાર્થ અત્યંત વિશાળ રૅન્જની વેવલેન્થમાં ઊર્જા વિખેરતા હોય છે, જે રેડિયોવેવ્ઝ, કે ઇન્ફ્રારેડ કિરણો કે ઓપ્ટિકલ, અલ્ટ્રાવાયોલેટ કે એક્સરે અને ગામારેના સ્વરૂપમાં હોઈ શકે છે. આ અવકાશી પદાર્થોનાં ભૌતિક રહસ્યો જાણવાં હોય તો અનેક અલગ અલગ વેવલેન્થ પર થયેલાં અવલોકનો, સંશોધનોને એકસૂત્રે સાંકળવાં અનિવાર્ય છે. બસ આ કામ આ વર્લ્ડવાઇડ ટેલિસ્કોપ શક્ય બનાવે છે!

સાઇટ પરથી તમે અવકાશની ગાઇડેડ ટુર પર પણ જઈ શકો છો. જુદા જુદા અવકાશવિજ્ઞાનીઓની કોમેન્ટરી સાથેની આ ટુરમાં અપાતી માહિતી કદાચ આપણી સમજની બહાર રહેશે, પણ કમ સે કમ, આપણા અસ્તિત્વ અને બ્રહ્માંડમાં આપણા સ્થાન વિશે આપણને વિચારતા જરૂર કરી દે તેમ છે.

સાઇટ પર પહોંચીને તમે કાં તો આ સોફ્ટવેર ડાઉનલોડ કરી લો અથવા વેબક્લાયન્ટને જ ચાલુ કરીને ઝંપલાવો. શરૂઆતમાં માઉસ કે કીબોર્ડની મદદથી ટેલિસ્કોપને કેવી રીતે નેવિગેટ કરવું એની સમજ આપતું એક બોક્સ ખૂલશે, એને ધ્યાનથી વાંચી જજો. સ્ક્રીનમાં ઉપર અને નીચે જુદી જુદી થમ્બ ઇમેજીસ આપી છે તેના પર ડબલ ક્લિક કરીને સીધા જે તે ગ્રાહ કે તારા પર પહોંચી શકશે.

જોેકે એક તો સાયન્સ અને એમાં પાછો ખગોળશાસ્ત્ર જેવો ગહન વિષય એટલે શરૂઆતમાં તો કશું જ મગજમાં ઉતરશે નહીં. એમાં જો બાજુમાં ખરું જિજ્ઞાસુ ટાબરિયું હશે તો એ પણ પૂછપૂછ કરીને માથું ખાશે, પણ ધીરજથી આગળ વધશો તેમ તેમ બધું સ્પષ્ટ થતું જશે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Krish j.Thakkar   |2012-02-20 22:12:09
i have never read such type of artical on net.it's the best.
khushbu     |2011-05-07 08:15:28
22222222222222222222 gud yaar better try it
dilip desai  - exxelant     |2011-05-04 15:12:16
good for all
dilip desai  - good     |2011-05-04 15:11:15
best for all
dilip desai   |2011-05-04 15:09:26
best for all
mukund mudholkar  - Comment on your article on space related websites     |2011-05-04 02:46:52
Your articles are very interesting.
I like your style of writing too.
I propogate vedic mathematics thru workshops.
But I always inform my students about the list of websites mentioned in your articles.
To name a few, stellarium, neave planetarium, celestia. All the web sites have generated interest in space with my students. I would like to thank you for the same.

My son omkar std. X reads your article with keen interest.
mukund
હિમાંશુ કીકાણી   |2011-05-04 03:13:22
Thanks for your kind words and help Sir!
Can you send me a brief write up about Vedic mathematics, along with introduction to you and your activities?
We are planning a section where people like you with profound knowledge on any useful subject can share expertise.
Regards,
Jeet Patel   |2011-05-08 04:31:48
some sites

http://www.vedicmaths.org

http://www.sanalnair.org/articles/vedmath/example1.htm

http://easyvedicmaths.blogspot.com

http://www.angelfire.com/me/marmalade/mathtips.html

hope u will find something for all of us...


jeetpatelindia1@gmail.com

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

નોલેજ પાવરમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com