ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝઇમેઇલ પોર્ટેબિલિટી પણ છે!

ઇમેઇલ પોર્ટેબિલિટી પણ છે!

એમએનપી. મોબાઇલ નંબર પોર્ટેબિલિટી. આપણામાંના ઘણા લોકો લાંબા સમયથી આ સુવિધાની રાહ જોતા હતા. કારણ? પડોશીના બગીચાનું ઘાસ હંમેશા વધુ લીલું દેખાય! આ માનવસહજ નબળાઈ ઉપરાંત, મોટા ભાગની મોબાઇલ સર્વિસ પ્રોબાઇડર કંપનીઓની નબળી સેવા પણ જવાબદાર ખરી. પરિણામે, સંતોષ તો લગભગ કોઈને નથી હોતો, પણ નંબર બદલાઈ જવાની એકમાત્ર ચિંતાને કારણે આપણે સર્વિસ પ્રોવાઇડર બદલતાં ખચકાતા હતા.

હવે એ અંતરાયનો ઉપાય આવી ગયો છે. પણ થયું છે એવું કે હજી ઘણા લોકોને આ એમએનપી ખરેખર શું છે એ બરાબર સમજાયું નથી, જેમને સમજાયું છે એમને એનો લાભ લેવાની વિધિ બરાબર સમજાતી નથી, અને જેમને વિધિ પણ સમજાય છે એમને કંપનીઓ સહેલાઈથી પોતાની વંડી ઠેકીને બીજે જવા દેતી નથી.

આ તો વાત મોબાઇલની થઈ, તમને ઇમેઇલમાં પણ નંબર એટલે કે આઇડી બદલ્યા વિના સર્વિસ પ્રોવાઇડર બદલવાનો વિચાર આવ્યો છે? યાહૂમાંથી જીમેઇલમાં કે જીમેઇલમાંથી હોટમેઇલમાં જવાની ઇચ્છા સળવળ્યા કરતી હોય, પણ ઇમેઇલ આઈડી બદલાવાની ને સૌને નવી આઇડી જણાવવાની જંજાળ આવું કરતાં અટકાવે છે? અથવા તો, તમે હંમેશા જે ઇમેઇલ આઇડીનો ઉપયોગ કરતા હો એમાં સ્ટોરેજ સ્પેસ ખૂટી ગઈ હોય પણ સર્વિસ પ્રોવાઇડર બદલ્યા વિના નવું ખાતું ખોલાવવા જતાં આઇડી બદલવી પડે એવી કડાકૂટ છે?

પહેલાં તો એ વાત કરીએ કે આવા પ્રોબ્લેમ ઊભા કેમ થાય છે? મુખ્ય કારણ એ કે મોબાઇલમાં તમારે પૈસા ખર્ચીને નંબર મેળવવો પડે છે અને એ જાળવી રાખવા વારંવાર રૂપિયા ખર્ચતા રહેવું પડે છે. એટલે મોટા ભાગે લોકો એક કે બે નંબરથી વધુ નંબરની જંજાળ ઊભી કરતા નથી (જોકે હવે તો એક હેન્ડસેટમાં ત્રણ સીમ કાર્ડ નાખી શકાય છે!). આવું ઇમેઇલમાં નથી, અહીં બધું મફત છે એટલે ક્યારેક ઉંમરનાં વર્ષ કરતાં ઇમેઇલ એકાઉન્ટની સંખ્યા ઘણી વાર વધી જાય છે, જેમાંનાં ઘણાં ખરાં એકાઉન્ટ વપરાયા વિના પડ્યાં રહે. તમે બેત્રણ ઇમેઇલ આઇડી દર્શાવતાં વિઝિટિંગ કાર્ડ પણ જોયાં હશે.

આના બે ઉપાય છે, બંને સહેલા છે કે નહીં એ તમે નક્કી કરજો. પહેલો ઉપાય, ડેસ્કટોપ પરના ઇમેઇલ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો છે, જેમ કે આઉટલૂક, આઉટલૂક એક્સપ્રેસ કે થંડરબર્ડ. આ પ્રોગ્રામમાં તમે જુદાં જુદાં ઇમેઇલ એકાઉન્ટ એક સાથે એક્સેસ કરી શકો છો. પરંતુ એમાં, તમે એક જ પીસી કે લેપટોપ પર બંધાઈ જાવ છો. બીજો ઉપાય વેબબેઝડ છે અને હવે જીમેઇલ, યાહૂ અને હોટમેઇલ સહિતના મોટા ભાગના ઇમેઇલ સર્વિસ પ્રોવાઇડર્સ આ સગવડ આપે છે. તેમાં તમે કોઈ પણ એક સર્વિસનો ઉપયોગ કરીને, જુદા જુદા ઇમેઇલ આઇડી મેનેજ કરી શકો છો. દરેક સર્વિસ પ્રોવાઇડરમાં આ માટેની વિધિ થોડી થોડી અલગ છે અને દરેકને વિગતવાર સમજાવવા જેટલી સ્પેસ આપણી પાસે નથી, એટલે આખી વાતનો સાર ટૂંકમાં સમજી લઈએ. એ પછી તમારે થોડી જાતમહેનત કરવાની રહેશે.

ધારો કે તમારું યાહૂમાં એક એકાઉન્ટ છે. તમે તમારાં બીજાં એકાઉન્ટ્સમાં આવતા મેઇલ યાહૂ તરફ વાળી શકો છો. એના બે રસ્તા છે  એક તો યાહૂના સેટિંગ્સમાં જઈને તમે તમારી બીજી  ધારો કે જીમેઇલની આઇડી આપો એટલે યાહૂ વેરિફિકેશન માટે તમારા જીમેઇલ પર એક મેઇલ મોકલશે. એને ક્લિક કરીને તમે, એ આઇડી તમારી જ હોવાની ખાતરી આપો એટલે યાહૂ, તમને જીમેઇલ પર આવતા મેઇલ ચેક યાહૂમાં જ કરવાની સગવડ કરી આપે. જોકે યાહૂ, યાહૂના આઇડી પર આવતા મેઇલની તેમ, જીમેઇલ પર આવતા મેઇલ  ઓટોમેટિક ચેક ન કરી આપે, એ કામ તમારે પોતે ક્લિક કરીને કરવું પડે. બીજો રસ્તો, જીમેઇલના સેટિંગ્સમાં જઈને તમારા મેઇલ યાહૂમાં ફોરવર્ડ કરવાનો છે.

આ રીતે, તમે તમારા જુદા જુદા એકાઉન્ટના મેઇલને યાહૂ તરફ રીડાઇરેક્ટ કરી શકો છો. ત્યાર પછી, જો તમે જે તે ઇમેઇલ એકાઉન્ટમાંથી જ જવાબ જાય એવું ઇચ્છતા હો તો એવું સેટિંગ પણ કરી શકો છો.

આ રીતે, તમે જુદા જુદા એકાઉન્ટના કોન્ટેક્ટ્સ પર એક જ સર્વિસમાં ઇમ્પોર્ટ કરી શકો છો. જોકે એ સતત સિંક્ડ નહીં રહે.

યાહૂએ એક ડગલું આગળ વધીને તમે યાહૂમાં તમારા ગૂગલ અને ફેસબુકના આઇડીથી લોગઇન કરી શકો એવી સગવડ પણ કરી આપી છે. ટ્રુસ્વિચ (www.trueswitch.com) નામની એક સર્વિસ તો વળી તમારા એક એકાઉન્ટના તમામ મેઇલ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર પણ કરી આપે છે, તમને આ કામ અનિવાર્ય લાગતું હોય તો ચેક કરી જોજો!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
RAJU PATEL  - ઇમેઇલ પોર્ટેબિલિટી પણ છે!   |2012-07-11 03:00:33
Dear Shri Himashu Kikani, Editor,
Thank you for presenting so many information in a very easy & simple ways. My little suggestion is to give us more & more information without increasing Pages or Size of the Magazine. That is to little bit decrease the space between the lines and thus morethan 3-4 pages matters you can accomodate in the same magazine. And we can get that much knowledge for us. Regards.
Dharmin  - Great Website     |2011-05-31 09:34:02
Plz tell me best forum website.E-Mail me
Visit my blog:dharmin17.blogspot.com

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com