ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમફોર યોર કીડ્ઝવિજ્ઞાનમાં તમને કેટલોક રસ છે?

વિજ્ઞાનમાં તમને કેટલોક રસ છે?

આમ તો તમે આ વાંચતા હશો ત્યારે નવા વર્ષનો ઉત્સાહ જૂનો થઈ ગયો હશે, છતાં, નવા વર્ષમાં કંઈક નવું કરવાનો ઉમંગ હજી ઓસર્યો ન હોય તો એક સૂચન - નવા વર્ષમાં વિજ્ઞાનને પાઠ્યપુસ્તકોની બહાર લઈ આવવા કંઈક કરીએ તો કેવું?

તમે વિદ્યાર્થી, વાલી કે શિક્ષક હો અને તમારી નજર આવતા માર્ચ કે એપ્રિલ મહિનાની પરીક્ષાથી આગળ પણ પહોંચતી હોય અને તમને વિજ્ઞાનમાં ખરેખર ઊંડો રસ હોય તો અમેરિકાના બોસ્ટનમાં રહેતા ‘સાયન્સ બોબ’ સાથે તમને ગોઠશે. આ ‘સાયન્સ બોબ’ ભાઈએ ‘મેકિંગ સાયન્સ ફન એન્ડ ઇન્ટરેસ્ટિંગ’ એવો જીવનમંત્ર બનાવી લીધો છે અને એ એમનો કદાચ નવા વર્ષનો નિર્ધાર નહીં હોય એટલે લાંબો સમય અસરકારક રીતે ચાલ્યો પણ ખરો. આ બોબનું આખું નામ પણ છે, પણ એટલું ગરબડીયું છે કે એમણે ‘સાયન્સ બોબ’નું ઉપનામ અપનાવી લીધું છે અને એમની સાઇટ (http://www.sciencebob.com) જોતાં લાગે છે એમણે ઉપનામને જીવી બતાવ્યું છે.

તો વાત કરીએ આ સાઇટની. સાઇટ ખરેખર વિજ્ઞાનનો ખજાનો છે. ‘સાયન્સ એક્સપરીમેન્ટ વિભાગ’માં વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતોને આધારે જુદા જુદા પ્રયોગો સમજાવ્યા છે. અહીં પ્રયોગ માટે જોઈતી સામગ્રી અને પ્રયોગ કરવાની રીત ઉપરાંત પ્રયોગ કેવી રીતે કામ કરે છે એની સમજણ તો આપી જ છે, સાથોસાથ એની પાછળનું વિજ્ઞાન પણ સમજાવવામાં આવ્યું છે.
‘સાયન્સ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર’ના વિભાગમાં વિવિધ સવાલોનો સરળ ઉત્તર મળી રહે છે. જેમ કે, કોઈ વ્યક્તિનો ક્લોઝઅપ ફોટોગ્રાફ લેવા જતાં ફોટોગ્રાફમાં આંખની કીકીઓ લાલ થઈ ગયેલી દેખાય છે. આવું કેમ થાય છે? એવો સવાલ થતો હોય તો તેનો જવાબ આ સાઇટ પરથી મળી રહેશે.

‘વિડિયોઝ’ સેક્શનમાં જુદા જુદા પ્રયોગો લાઇવ જોવા મળશે. અહીંથી તમે સાયન્સ બોબની યુટ્યૂબ ચેનલ પર પણ પહોંચી શકો છો. વિડિયો ઉપરાંત, એ વિડિયો કે આખી સાઇટ પાછળનો જે મૂળ હેતુ છે એ મુજબ જો તમને પણ એ પ્રયોગ કરવાનું મન થાય તો ફરી તેની વિગતો, સૂચના અને પ્રયોગ પાછળનું વિજ્ઞાન સમજાવતી માહિતીનું પાનું તો મળી જ રહેશે!

‘સાયન્સ ફેર આઇડિયાઝ’ વિભાગમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વધુ મજા પડે તેમ છે.  અહીં વાત માત્ર આઇડિયા પૂરતી સીમિત નથી. અહીં પ્રયોગ એટલે કે એક્સપરીમેન્ટ અને ડેમોન્સ્ટ્રેશન એટલે કે નિદર્શન વચ્ચેનો તફાવત પણ સરસ રીતે સમજાવવામાં આવ્યો છે. જેમ કે, વિજ્ઞાન મેળામાં વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો કે કુદરતી પરિબળો કેવી રીતે કામ કરે છે એ દર્શાવતાં મોડેલ બનાવવામાં આવે તો એ થયું માત્ર નિદર્શન. પણ, જો એ વાતમાં વધુ ઊંડા ઊતરીને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવામાં આવે તો એ થયો પ્રયોગ. આ સાઇટ પર આ પ્રકારના વિવિધ અખતરાની માહિતી છે અને તેમાં નિદર્શનથી આગળ વધીને, તેને પ્રયોગ કઈ રીતે બનાવી શકાય, કયા સવાલોને આધાર બનાવીને આગળ વધી શકાય એ પણ સમજાવવામાં આવ્યું છે.

તેમ, વૈજ્ઞાનિક દ્રુષ્ટિકોણ કેવી રીતે કેળવી શકાય એ દર્શાવતું પેજ લખાયું છે વિદ્યાર્થીઓ માટે, પણ વાલીઓએ અને શિક્ષકોએ ખાસ વાંચવા જેવું છે.

બધું મળીને, ડિઝાઇન કે નેવીગેશનની રીતે આ સાઇટ ‘ક્લાસી’ની કક્ષામાં આવે એવી નથી, પણ એક વ્યક્તિ, કોઈ એક વિષય પ્રત્યેના તેના પેશનને કેવી રીતે આગળ ધપાવી શકે છે અને કેવી રીતે એનો લાભ બીજા અનેક લોકો સુધી પહોંચાડી શકે છે એ સમજવું હોય તો આ સાઇટ અદભુત છે.

ટૂંકમાં, ‘તારે ઝમીં પર’ કે ‘થ્રી ઇડિયટ્સ’જેવી ફિલ્મ જોઈને પોતાના સંતાનને માર્ક્સની રેસમાં ન જોતરવાનો નિર્ધાર કરી લેવાથી કે ‘આખી એજ્યુકેશન સિસ્ટમ નકામી છે’ અથવા ‘માબાપે ગમતી લાઇન ન લેવા દીધી એટલે માર્ક ઓછા આવે છે’ એવો મનગમતો સાર તારવી લેવાથી વાત પૂરી થતી નથી. વિષયો અને એનું જ્ઞાન તો જે છે એ જ છે, તમે પોતે તેને તમારા સંતાન માટે કેટલું રસપ્રદ બનાવી શકો છો કે તમે પોતે તેમાં ઊંડા ઊતરીને કેટલા આગળ વધી શકો છો એ અગત્યનું છે.

આ વાત વિગતવાર સમજવી હોય તો આ સાઇટ અચૂક જોવા નહીં, સમજવા જેવી છે.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
KANZARIYA RAMESH MAGANBHAI  - R KANZARIYA QUZE     |2012-10-08 00:41:08
FATE TO AVAJ NO AAVE
*2 AVU KYU VASTU KE JE AJAVADAMANA DEKHAY
*3
Bipin Soni  - Special Thanks   |2011-11-17 06:44:57
I would never find this in any search engine!
I every time feel that you know all my interests and curiosity.
Thank you so much..........
hemalee   |2011-05-19 03:26:23
its amazing & very usefull.....v creative site. thank u for sharing such unique sites

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

ફોર યોર કિડ્ઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com