ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગડેવલપ કરો તમારી આઇસાઇટ!

ડેવલપ કરો તમારી આઇસાઇટ!

અતિ સર્વત્ર વર્જયેત... કોઈ પણ બાબતનો અતિરેક ટાળવો જોઈએ. વાત સરસ છે, પણ ઇન્ટરનેટના જમાનામાં એનો અમલ મુશ્કેલ છે, કેમ કે ઇન્ટરનેટ પર તો જે કંઈ છે એ બધું જ અતિરેકની બધી મર્યાદાઓને અતિક્રમી જાય એટલી પ્રચૂર માત્રામાં છે.

શુદ્ધ ગુજરાતીનો અતિરેક થઈ ગયો? સોરી, આપણે આપણી વાતમાં આગળ વધીએ!

આપણે કોઈ પ્રોજેક્ટ પર કામ કરતા હોઈએ, કોઈ ખાસ માહિતી શોધતા હોઈએ કે અમસ્તાં જ થોડું અમથું સર્ફિંગ કરતાં હોઈએ, ત્યારે અંદાજ પણ ન રહે એટલી બધી સાઇટ્સ આપણે જોઈ નાખતા હોઈએ છીએ. ટેબ્ડ બ્રાઉઝિંગને કારણે તો સર્ફિંગની કોઈ લિમિટ જ ન રહે એવું થાય છે. એમાં પાછું એવું બને કે જુદી જુદી સાઇટ પર જુદી જુદી બાબતો વધતા ઓછા પ્રમાણમાં કામની લાગે. અમસ્તાં જ સર્ફિંગ કરતા હોઈએ તો તો ઠીક છે કે જે કામનું લાગ્યું એમાંથી જેટલું મગજમાં ઊતર્યું એટલું ખરું, બાકી બધું ફરી ઇન્ટરનેટની અગાધ દુનિયામાં ખોવાઈ જાય તો એમાં આપણને ખાસ કંઈ નુક્સાન નથી.

પણ જો તમે ગંભીરતાથી ચોક્કસ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને, ખાસ પ્રકારની માહિતી શોધવા માટે જુદી જુદી સાઇટ્સ જોતા હો ત્યારે માહિતીનો અતિરેક માથાનો દુઃખાવો થઈ પડે છે. જુદું જુદું કેટલુંક તમે કોપીપેસ્ટ કરીને તમારા કમ્પ્યૂટર પરની ફાઇલમાં સેવ કરતા જાવ? આ રીતમાં બીજી એક તકલીફ એ પણ ખરી કે જો દરેક માહિતીનો સોર્સ જાળવી રાખવો જરૂરી હોય તો દરેક વખતે પેજનું યુઆરએલ પર કોપીપેસ્ટ કરવું પડે. પેજને બુકમાર્ક કરી રાખવાનો સરળ ઉપાય છે, પણ બુકમાર્ક તો તમે જે તે સમયે જોયેલા પેજનું સરનામું નોંધી રાખે છે. વખત જતાં, માહિતી મેળવવા કે ફરી સંદર્ભ તાજો કરવા તમે બુકમાર્કની મદદથી એ પેજ પર પહોંચો ત્યારે એ પેજ બદલાઈ ગયું હોય કે વેબમાસ્ટરે દૂર જ કરી દીધું હોય એવું પણ બને.

આનો એક સરસ રસ્તો ગૂગલે શોધ્યો હતો ગૂગલ નોટબુકના સ્વરૂપમાં. આપણે મોલની ટ્રોલી સાથે એને સરખાવીને, જે ગમે તેને નોટબુકમાં ઠાલવવા અંગે અગાઉ વિગતવાર વાત કરી હતી. હવે થયું એવું કે ગૂગલે આ સર્વિસ પર નવું ડેવલપમેન્ટ બંધ કરી દીધું. તમારી જૂની નોટ્સ સચવાઈ રહે, પણ કાયમી ઉપયોગ પર પૂર્ણવિરામ!

ગૂગલની ખાસિયત પ્રમાણે તેની ગૂગલ નોટબુક વપરાશમાં અત્યંત સરળ હતી. એના જેવી બીજી સંખ્યાબંધ સર્વિસ છે જ, પણ એમાંની ઘણી ખરી કાં તો મફત નથી, અથવા ઠીકઠીક કવાયત કરાવે એવી છે. એક સર્વિસ આ બધામાં કંઈક જુદી પડે છે  આઇસાઇટ (http://www.icyte.com), જે મફત પણ છે.

હવેની વાત, એક્શનનો આધાર લઈને જ કરીએ. સાઇટ પર જાઓ. આજુબાજુ જરા નજર ફેરવી, ‘ક્રિએટ એકાઉન્ટ’ના બટન પર ક્લિક કરીને, આઇસાઇટનું બુકમાર્કલેટ કે એડઓન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લો. આઇસાઇટ ફાયરફોક્સ, એપિક, ક્રોમ, આઇઇ વગેરે બધામાં ચાલે છે. સાઇટની ડિઝાઇન બહુ સરસ છે એટલે એકાઉન્ટ ઓપન કરીને તેના ઉપયોગ સુધી પહોંચવામાં તમને કોઈ તકલીફ નહીં પડે.

બ્રાઉઝર રીસ્ટાર્ટ થયા પછી, એડઓન બરાબર ઇન્સ્ટોલ થઈ જાય એટલે ટૂંકી માહિતી આપીને તમારું એકાઉન્ટ એક્ટિવેટ કરી લો. પછી રાબેતા મુજબ તમે સર્ફંિગ કરતા રહો. કોઈ વેબપેજ પર તમને કોઈ માહિતી ઉપયોગી લાગે તો તેને હાઇલાઇટ કરો અને બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં ગોઠવાઈ ગયેલા ‘સાઇટ ધીસ’ના બટન પર ક્લિક કરી દો. તરત એક વિન્ડો ખૂલશે. તમે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ પર કામ કરતા હો તો તેનું નામ અને પાછળથી જે તે માહિતી શોધવામાં સરળતા રહે એટલા પૂરતા ટેગ્સ આપીને, કંઈક નોટ ઉમેરવી હોય તો એ ઉમેરીને પેજ સેવ કરી લો.

આટલું કરીને, તમે તમને ઉપયોગી લાગેલી માહિતી હાઇલાઇટેડ હોય એવા સ્વરૂપમાં એ વેબપેજને યથાવત, આઇસાઇટના તમારા એકાઉન્ટમાં જમા કરી દીધું! ઇચ્છો તો તમને એનો મેઇલ મળી જાય એવી ગોઠવણ કરી શકો. પછી આઇસાઇટની સાઇટ પર જાઓ અથવા નવા ઉમેરાયેલા ‘વ્યૂ સાઇટ્સ’બટન પર ક્લિક કરીને ખોલી શકાતી એક સાઇડ પેનલમાં તમારી બધી સાઇટ્સ જુઓ, વાંચો, સર્ચ કરો, કોઈને ઇમેઇલ કરો કે શેર કરો! ફેસબુક કે ટિ્વટર પર તમે વેબપેજ શેર કરવા માગતા હો તો તેને આવી સાઇટ્સના સ્વરૂપમાં શેર કરવું વધુ સારું કેમ કે તો તમારા ફોલોઅર્સ એ વેબપેજ પર જાય તો તેમને ‘એરરનો વેબપેજ ફાઉન્ડ’જેવો સંદેશો ભટકાવાની શક્યતા નહીં. તેમ, આખા પેજમાં તમને શું કામનું લાગ્યું હતું એ જોવા ફાંફાં મારવાની પણ જરૂર નહીં, કેમ કે એટલો પોર્શન હાઇલાઇટેડ હોય. આઇસાઇટની સાઇટ પર તમે બીજાએ પબ્લિક રાખેલી સાઇટ્સ જોઈ શકો છો અને સર્ચ કરી શકો છો.

ખાસ તો, આ સર્વિસ કેવી રીતે કામ કરે છે અને કોને કોને ઉપયોગી છે એના ટચૂકડા વિડિયો ખરેખર મજાના છે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
kiran joshi  - question   |2011-05-04 00:41:04
sorry! karan ke comment ni jagya ae question puchu chu tame javab aa e-mal par moklso please...! mare ek blog banavo che te mate me khani kosis kari pan no chance mate tame blog banava mate ni information moklone please jo tame bog banavana screenshot moklaso to vadhu saru to please...please...please...please...! send me your answere...

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com