ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસાયબરસફરબ્લોગર બેઝિક્સતમારો પડ્યો બોલ ઝીલવા હાજર છે બ્લોગિંગનો જીન!

તમારો પડ્યો બોલ ઝીલવા હાજર છે બ્લોગિંગનો જીન!

બ્લોગ વિશે ઘણું બધું સાંભળ્યા પછી, તમને પણ પોતાનો એક બ્લોગ બનાવવાની ઇચ્છા થઈ છે? સરસ. અત્યાર સુધી મોટા ભાગે તમારી પાસે બે વિકલ્પ હતા - વર્ડપ્રેસ અથવા બ્લોગર. આ ખૂબ લોકપ્રિય વિકલ્પો વિશે થોડી ફટાફટ વાત કરીને, ત્રીજા એક બહુ ઓછા જાણીતા પણ અદભુત, અફલાતૂન વિકલ્પની વાત કરીએ.

મોટા ભાગના ગુજરાતી બ્લોગ જે સર્વિસ પર ચાલે છે તે વર્ડપ્રેસમાં બ્લોગ બનાવવો હોય તો (www.wordpress.com) પર પહોંચો. તમારું ખાતું ખોલાવો, પૂછાતા સવાલોના જવાબ આપો, થીમ સિલેક્ટ કરો અને તમારો બ્લોગ તૈયાર. તમારુ એડ્રેસ આ પ્રકારનું હશે - (www.cybersafar.wordpress.com). હવે તમારે આ વચ્ચેનું વર્ડપ્રેસનું છોગું ન જોઈતું હોય અને તમારા પોતાના ડોમેઇન - જેમ કે www.cybersafar.com - પર તમારો બ્લોગ દેખાય એવું કરવું હોય તો વાત થોડી મુશ્કેલ છે. તમારે કોઈ જાણકાર શોધી, તેની પાસે તમારું ડોમેઇન રજિસ્ટર કરાવી, વેબસર્વર પર હોસ્ટિંગ માટે સ્પેસ ખરીદી, તેના પર વર્ડપ્રેસનું ઇન્સ્ટોલેશન કરાવવું પડશે. આમાં ઓછામાં ઓછો વાર્ષિક ત્રણચાર હજાર જેટલો ખર્ચ છે. પછી બ્લોગિંગ કરવાની વાત, પહેલાં જણાવ્યા જેટલી જ સરળ છે. આ પ્રકારના બ્લોગની ડિઝાઇન તમે ઇચ્છો તે રીતે બદલી શકો છો (એટલે કે કોઈ જાણકાર પાસે બદલાવી શકો છો!)

આ મુશ્કેલ લાગતું હોય તો તમે બ્લોગર (www.blogger.com) પર જાઓ. તમારા જીમેઇલના એકાઉન્ટથી જ લોગઇન થાઓ, પૂછાતા સવાલોના જવાબ આપો, થીમ સિલેક્ટર કરો અને તમારો બ્લોગ તૈયાર. તમારા બ્લોગનું એડ્રેસ આ પ્રકારનું હશે (www.cybersafar.blogger.com). હવે જો તમારે અહીં પણ તમારા પોતાના ડોમેઇન પર બ્લોગ દેખાય તેવું કરવું હોય તો માત્ર તમારું ડોમેઇન રજિસ્ટર કરાવો (જેનો દર વર્ષે રૂા. ૫૫૦ જેટલો ખર્ચ આવે છે). બ્લોગરના સેટિંગ્સમાં જઈને તમારો બ્લોગ જે તે ડોમેઇન પર દેખાય એવું સેટિંગ કરી દો. બ્લોગિંગ અહીં પણ બિલકુલ સરળ છે.

આ બંને સર્વિસ ખરેખર ઘણી સરળ હોવા છતાં, ઘણા લોકોને આટલું કરવું એ પણ ગૂંચવણભર્યું લાગે એ સ્વાભાવિક છે. તમે જો આ પ્રકારના લોકોમાંના હો તો એક સાદો સવાલ - તમને ઇમેઇલ કરતાં આવડે છે? તો હવે જેની વાત કરવાની છે એ ત્રીજા વિકલ્પ (www.posterous.com)ની મદદથી તમે તમારો પોતાનો બ્લોગ શરૂ કરી શકો છો!

હા, તમારે બીજું કશું જ કરવાની જરૂર નથી. ફક્ત This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it એડ્રેસ પર કશુંક પણ લખીને મેઇલ મોકલી દો. તરત જ એ સર્વિસ પરથી તમને રીપ્લાય મળશે, જેમાં, તમે મોકલેલા લખાણ સાથેના તમારા નવા બ્લોગની લિંક હશે! પછી તમે ઇચ્છો એ પ્રમાણે તમારા બ્લોગનું નામ નક્કી કરો, તમારો પાસવર્ડ નક્કી કરો, ફુરસદે ડિઝાઇનમાં સુધારવધારા કરો... આ બધું ઇચ્છો ત્યારે કરો, પણ પછી જ્યારે પણ તમને બ્લોગ પર નવું લખાણ મૂકવાનું મન થાય ત્યારે એ લખાણનો એક મેઇલ, પહેલી વારની જેમ, મોકલી દેવાનો. મેઇલની અંદર જ તમારું લખાણ મૂકો તો વધુ સારું, બાકી ઇચ્છો તો તમે વર્ડ, પાવરપોઇન્ટ, પીડીએફ, જેપીસી, જીફ, પીએનજી અને વિડિયો કે ઓડિયો જેવી ફાઇલ પણ એટેચ કરી શકો છો. પોસ્ટરસની સર્વિસ તેને ફોગ્ય ફોર્મેટમાં ફેરવીને તમારા બ્લોગમાં મૂકી દેશે. તમે ઓડિયો કે વિડિયો ફાઇલ એટેચ કરી હશે તો તમારા બ્લોગ પર તેનું પ્લેયર મૂકી આપશે, તમારા મુલાકાતીઓ તેને સાંભળી કે જોઇ શકશે. તમે યુટ્યૂબના વિડિયોની લિંક આપી હશે તો તેનું પણ પ્લેયર ગોઠવી આપશે. તમે એકથી વધુ ફોટોગ્રાાફ એટેચ કર્યા હશે તો જરૂર મુજબ રીસાઇઝ કરીને તેની ગેલેરી બનાવી દેશે. તમારે તો બસ, ઇમેઇલ દ્વારા હુકમ કરવાનો, બાકીનું બધું કામ આ જીન કરી આપશે!

બ્લોગ શરૂ કરવા વિશે કશું જ જાણતા ન હોય, પણ ફક્ત ઇમેઇલ કરતાં આવડતું હોય તો આ સર્વિસ ખરેખર તમારે કામની છે. અલબત્ત, સાઇટ પર પૂછાતા સવાલોના જવાબ આપવા જેટલું ઈંગ્લિશ આવડવું જરૂરી છે.

અને હા, વાત અહીં પૂરી થતી નથી.

આ સાઇટ માત્ર બ્લોગિંગ પૂરતી સીમિત નથી. તમે તેની ઓટોપોસ્ટ સર્વિસનો ઉપયોગ કરીને તમારી પોસ્ટને એક સાથે ફેસબુક, ટિ્વટર, લિંક્ડઇન, ગૂગલ બઝ, બ્લોગર, વર્ડપ્રેસ, ફ્લિકર, પિકાસા, યુટ્યૂબ વગેરે પર પણ જે તે સર્વિસને અનુરૂપ સ્વરૂપમાં પોસ્ટ કરી શકો છો. તમે બીજી સાઇટ્સ સર્ફ કરતા હો ત્યારે જે ટેક્સ્ટ, ફોટો, વગેરે ગમી જાય તેને એક ક્લિકથી તમારા બ્લોગ પર મોકલી દેવાની સગવડ પણ આમાં છે! આ બધું જ અત્યારે ફ્રી છે, ભવિષ્યમાં નવી પેઇડ સર્વિસ ઉમેરાશે, પણ જરૂરી બધું મફત રહેશે.

તો હવે મળીએ પોસ્ટરસ પર પણ!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
milan M langalia  - Clay Art     |2011-01-31 11:16:13
i make clay Art website
manish   |2011-01-05 06:01:34
how are you
vinubhaisah  - tisdt     |2010-12-07 22:22:54
please social help for GAUPROTECTION&GAUSHALADEVELOPMENTS






THANKS
VINUBHAISHAH
7874312117
salman  - bhai sab   |2010-11-07 21:25:32
bhai sab its a cybersafar.blogspot.com not a cybersafar.blogger.com

ane tamne kai aavadtu nathi amtha website kholi betha cho kai internet vishe vadhare khabar to nathi.
hu mark karu chu ke tamari post ma dum nathi hoto.
google adsense thi ketlu kamavay che te pan tame gappa mare la.
hu google adsense par maru aakhu ghar chalavu chu.b
Abhishek Deshkar  - How to creat??     |2010-10-25 12:22:55
How to creat web site??
Mahesh Makvana  - Create your free website !     |2010-11-07 05:14:43
You can create your free website at:
(1) http://www.webs.com
(2) http://www.weebly.com

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."