ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમસ્માર્ટ સર્ફિંગકરો મેઇલનો સફાયો!

કરો મેઇલનો સફાયો!

નવરાત્રિદિવાળી નજીક છે, ઘરની સાથોસાથ ઇમેઇલ એકાઉન્ટની પણ સાફસૂફી કરી લો.

તમે ઇમેઇલનો કેટલોક ઉપયોગ કરો છો? ભવાં સંકોચવાની જરૂર નથી, નિર્દોષભાવે, તમે પૂરતો ઉપયોગ કરતા જ હશો એમ માનીને પૂછ્યું છે.

ખરેખર તો, કદાચ જરૂર કરતાં વધુ ઉપયોગ કરતા હશો અથવા તમારા ઓળખીતાપાળખીતા અને એ કેટેગરીમાં કોઈ રીતે ન સમાતા લોકો પણ તમને ઇમેઇલનો ભરપૂર ઉપયોગ કરવાની ફરજ પાડતા હશે. જો આવું થતું હશે, તો તમે પણ ઇમેઇલનું ખાતું ભરાઈ જવાની સમસ્યાથી પીડાતા હશો. બૅન્ક કરતાં આ બિલકુલ ઊંધું ખાતું છે  અહીં જમા ખાતે ભરાવો થાય તો ઉપાધિ વધે!

આમ તો ગૂગલ કે યાહુ આપણી સામાન્ય ને વાસ્તવિક જરૂરિયાત કરતાં ઘણી વધુ સ્પેસ પ્રોવાઇડ કરે છે, પણ જો ‘મિત્રો’ તરફથી આવતા ફોટોગ્રાફ, ગીતો કે તેના જેવી બીજી હેવી ફાઇલ્સ ધરાવતા મેઇલને સમયસર સગેવગેર કરવામાં જો તમે કાચા પડો તો અનલિમિટેડ લાગતી સ્પેસ પણ ભરાઈ જતાં વાર લાગતી નથી.

આવું થાય ત્યારે તમારા ઇનકમિંગ મેઇલ આવતા બંધ થાય છે (મતલબ કે ઘણા કેસમાં જીવાદોરી કપાઈ જાય છે). આમાંથી ઉગરવાના કેટલાક લાંબાટૂંકા ઉપાય છે.

આમાં પાયાની વાત છે બિનજરૂરી મેઇલ્સ દૂર કરવાની. આ માટે, જીમેઇલે હમણાં પ્રાયોરિટી ઇનબોક્સની એક સવલત આપી છે. તેને ઇનેબલ કરતાં, તમારી પ્રાઇવેટ સેક્રેટરી કે જાદુઈ જીનની જેમ જીમેઇલ તમારા કામના મેઇલ અલગ તારવી આપે છે. બાકી રહેતા મેઇલ મોટે ભાગે (હંમેશા નહીં) બિનજરૂરી મેઇલ હશે, જેને તમે ઇચ્છો ત્યારે ડિલીટ કરી શકો છો. સગવડ સારી છે, પણ એ તો હવે પછી આવતા મેઇલ્સ માટે છે. પહેલેથી ઘર કરી ગયેલા જમ જેવા નકામા મેઇલ્સનું શું કરવું?

આ માટે www.otherinbox.com નામની એક સર્વિસ છે. આ સર્વિસની મદદથી તમે તમારા જીમેઇલ કે યાહૂના એકાઉન્ટની સાફસફાઈ કરી શકો છો. આ સર્વિસ તમારા તમામ મેઇલને ચકાસીને, બલ્કમાં અનેક લોકોને મેઇલ્સ મોકલતા સેન્ડર્સ, જેમ કે ઓર્કૂટ, ફેસબુક વગેરે કે શોપિંગ મોલ્સ વગેરેના મેઇલ્સને અલગ તારવી આપે છે. તમે ઇચ્છો ત્યારે તેમને ડિલીટ કરો. જોકે આ સર્વિસમાં તમારે તમારા ઇમેઇલનો પાસવર્ડ આ સર્વિસને આપવો પડે છે.

બીજી મુશ્કેલી એ પણ છે કે આ પ્રકારના મેઇલ નકામા હોય છે, પણ હેવી નથી હોતા, એટલે મેઇલબોક્સના ભરાવાનો દોષ ઝાઝા ભાગે એમના શિરે નથી. ખરો દોષ નકામા અને હેવી મેઇલ્સનો હોય છે. એમને દૂર કરવા જરૂરી છે. આ લાગે છે એટલું સહેલું કામ નથી. જીમેઇલની વાત કરીએ તો તેમાં મેઇલને સાઇઝ મુજબ સોર્ટ કરી શકાતા નથી. એટલે ઘાસની ગંજીમાંથી હથોડા (મતલબ કે હેવી ફાઇલ્સ) ગોતવાનું કામ અહીં મુશ્કેલ છે.

તેનો થોડો લાંબો ઉપાય એ છે કે તમે જીમેઇલના સેટિંગ્સમાં જઈ, પોપ કે આઇમેપ ને ઇનેબલ કરીને થંડરબર્ડ કે આઉટલૂક જેવા ડેસ્કટોપ પ્રોગ્રામમાં તમારો ઇમેલ એકાઉન્ટ એક્સેસ કરો. આ કામ લાગે છે એટલું કડાકૂટભર્યું નથી, જીમેઇલ હેલ્પમાં સ્ટેપ બાય સ્ટેપ સમજણ આપેલી છે. યાદ રહે કે ડેસ્કટોપ પ્રોગ્રામમાં માત્ર ઇમેઇલના હેડર્સ ડાઉનલોડ થાય એવું સેટિંગ કરજો. અહીં તમે ઓલ મેઇલના ફોલ્ડરમાં જઈને તમામ મેઇલને સાઇઝ પ્રમાણે સોર્ટ કરી, બિનજરૂરી અને હેવી મેઇલ સહેલાઇથી ડિલીટ કરી શકો છો.

એ સિવાય, મેઇલ સેટિંગ્સમાં ફિલ્ટર સેટ કરીને તમે તમારા પર નકામા અને હેવી મેઇલ્સનો મારો ચલાવતા લોકોના મેઇલ્સનો એક ઝાટકે ખાત્મો બોલાવી શકો છો. જાણેઅજાણ્યે અનેક ગ્રાુપમાં સામેલ થવાથી કે ‘પરોપકારી’ મિત્રોના પ્રતાપે આવા મેઇલ્સની ભરમાર રહેતી હોય તો જે તે સ્થાને જઈને અનસબસ્ક્રાઇબ કરો અને એ રીતે કામ ન પતે તો, ફિલ્ટરમાં જઈને આવા મેઇલ્સને તમારી નજરમાં આવે તે પહેલાં જ ડિલીટ કરવાની સગવડ પણ હોય છે.

આમાંનું કશું જ ન કરવું હોય તો એક, સૌથી સહેલો, પણ થોડો અળવીતરો ઉપાય છે તમારું નવું આઇડી ક્રિએટ કરી લેવાનો. ડોન્ટ વરી, તમારે તમામ કોન્ટેક્ટ્સને ‘નવું ઘર માંડ્યાનો’ (આ મુહાવરાનો ખરો અર્થ જાણો છો?) સંદેશો મોકલવાની જરૂર નથી. જીમેઇલના સેટિંગ્સમાં જઇને તમે એવી ગોઠવણ કરી શકો છો કે તમારા જૂના મેઇલ એકાઉન્ટ (એ સાવ ભરાઇને બંધ થયું ન હોવું જોઈએ) પર આવતા તમામ મેઇલ્સ ટપ્પો ખાઇને તમારા નવા મેઇલ આઈડી પર ફોરવર્ડ થાય અને તમે જૂના આઇડીના નામે જ નવા મેઇલ મોકલી શકો. દુનિયા તમારું જૂનું આઇડી જ જાણે, ફક્ત તમારે નવું નક્કોર ને ખાલીખમ એકાઉન્ટ ઓપરેટ કરવાનું  સિમ્પલ!

આવું પણ ન કરવું હોય તો? નિયમિત નકામા મેઇલ ડિલીટ કરતા રહેવાનું.

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Yankee   |2011-02-12 08:18:28
very nice. Mr. Himanshu. please keep it up.

Give us Information about every thing that you know.

if you don't mind can give other website which is also like cybersafar & that is also in gujarati.
tarun  - karo mail no safayo   |2011-01-29 04:13:00
hiiii......
Nailesh Thakore   |2010-09-30 00:57:01
હિમાંશુભાઈ, બહુ સરસ માહિતી આપી છે 'કરો મેઈલનો સફાયો'વાળા લેખમાં. ઘણા વખતથી આ સમસ્યાનો ઉપાય શોધતો હતો, જે મને તમારા લેખ દ્વારા મળી ગયો. આની પહેલા સંજયભાઈ દવે (ચરખા, સાકાર 4)ને ત્યાં તમે યુનિકોડ ફોન્ટથી ગુજરાતી, હિન્દીમાં એમએસ ઓફિસમાં ટાઈપ કેવી રીતે થાય તે મને બતાવ્યું હતું. જે મને ઘણું જ કામમાં આવી રહ્યું છે. આવી રીતે જ માહિતી મોકલતા રહેજો તેવી આશા સાથે...નૈલેષ ઠાકોર (ઉન્નતિ, સાકાર 4)
Mrugesh Jani  - બહુજ સરસ સર્વિસથી માહિતગાર કર્યા   |2010-09-29 06:50:35
જો તમે તમારા ઇમેઇલનું ખાતું ભરાઈ જવાની સમસ્યાથી પીડાતા હોવ તો આ બધા સિવાય બીજો પણ એક રસ્તો છે, Microsoft Windows Live મેઇલ સર્વિસમાં તમારું એકાઉન્ટ બનાવો અને તમારા બધા જ જીમેઇલ કે યાહૂના મેઇલને Windows Live નાં ઈનબોક્સમાં ઈમ્પોર્ટ કરી દો, અને હા Windows Live અનલિમિટેડ સ્પે સવાપરવની સવલત આપે છે.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

સ્માર્ટ સર્ફિંગમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com