ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝફટાફટ ક્લિક્સ

ફટાફટ ક્લિક્સ

તહેવારના દિવસો ચાલતા હોય ત્યારે સૌને એક પર એક ફ્રીની ટેવ પડી જાય એ સ્વાભાવિક છે. અલબત્ત, આ તો ‘સાયબરસફર’ છે, અહીં સાદા નિયમો લાગુ નથી પડતા.

કાયમ ભલે એક જ સર્વિસની આપણે વાત કરતા હોઈએ, આજે એક પર એક નહીં, ૪૫ ફ્રીની ઑફર સાથે, માણો ક્વિકક્લિક્સ.

  • ઇમેઇલ, વોઇસમેઇલ અને હવે વિડિયોમેઇલ! ઘણી વાર એવું બનતું હોય છે કે તમે ઇમેઇલમાં લખ્યું કંઈક હોય અને ઇમેઇલ મેળવનાર સમજે કંઈક ભળતું જ. ઈંગ્લિશ ફાવતું ન હોય અને ઈંગ્લિશમાં મેઇલ ઠપકાર્યો હોત ત્યારે તો ખાસ આવું બને. હવે એનો સહેલો ઉપાય છે www.eyejot.com. આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરીને, કોઈ પ્રકારનું સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના તમે તમારે જે કહેવું હોય તે બોલીને, તેનો વિડિયો તૈયાર કરીને મેઇલ કરી શકો છો. ચાહો તો સાથે કંઈક નોટ પણ લખી મોકલો. વેબકેમ જોઈશે ખરો, પણ હવે તો એ સાવ સસ્તામાં મળે છે. વધુ સગવડ જોઈતી હોય તો પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે, પણ ખપ પૂરતી સગવડો ફ્રી છે.
  • તમારા વિચારો ૧૦૧૫ લોકો સુધી વ્યવસ્થિત અને અસરકારક રીતે પહોંચાડવાનો સૌથી સારો રસ્તો કયો? મોટા ભાગે જવાબ પાવરપોઇન્ટ જ રહેવાનો. પણ તમે તમારું મગજ બરાબર દોડાવતા હો તો તમને પાવરપોઇન્ટમાં ઘણી મર્યાદાઓ નડતી હશે. જેમ કે, તમારા વિચારો લિનિયર સ્ટાઇલમાં એટલે કે એક પછી એક સ્લાઇડ મુજબ જ આગળ વધે એવું થોડું છે? ત્રીજી સ્લાઇડના વિચારને સત્તરમી સ્લાઇડના વિચાર સાથે કનેક્શન હોય તો? તો હાજર છે બબલ્સ (www.bubbl.us). આ સાઇટમાં તમે એક વિશાળ કેન્વાસ પર, એકબીજા સાથે તમે ચાહો તે રીતે જોડાયેલા વિચારોને રજૂ કરતા માઇન્ડ મેપ્સ તૈયાર કરી શકો છો. તમારા માઇન્ડમેપ મિત્રો સાથે શેર કરીને સહિયારું બ્રેઇનસ્ટોર્મિંગ કરી શકો છો. આખા માઇન્ડ મેપને સેવ કરો કે ઇમેઇલ કરો કે તમારા બ્લોગ કે સાઇટ પર મૂકો - બધું જ મફતમાં!
  • ચેટિંગના ચસકો લાગ્યો હશે તો તમે મીબો (www.meebo.com) વિશે સાંભળ્યું જ હશે, ચેટિંગમાં હજી શરૂઆત કરી હશે તો યાહૂ મેસેન્જર, એમએસએન, જીટોક વગેરે વગેરે મેસેન્જર સર્વિસ પર આમથી તેમ જમ્પિંગ કરતા હશો કેમ કે આપણે જે સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ એ જ સર્વિસનો આપણા બધા જ મિત્રો ઉપયોગ કરતા હોય એવું જરૂરી નથી. આવી રીતે સર્વિસીઝ જમ્પ કરી કરીને થાક્યા હો તો સહેલો રસ્તો છે મીબો ટ્રાય કરવાનો. અહીં તમામ મેજર આઇએમ (ઇન્સ્ટન્ટ મેસેજિંગ!) નેટવર્ક પરના તમારા તમામ મિત્રોને એક બડીલિસ્ટમાં સામેલ કરી શકશો. કશું જ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવાનું નથી. ને બધું જ ફ્રી છે. મીબોની આ જ પ્રકારની વધુ કેટલીક સર્વિસ પણ છે, સીધા ચેટિંગમાં કૂદતાં પહેલાં એ બધું પણ જરા જોઈ લેજો.
  • યૂટ્યુબના વિડિયો ડાઉનલોડ કરવાનું કામ ઘણાને ઘણું કડાકૂટભર્યું લાગતું હોય છે. આપણે એ વિશે અગાઉ વાત કરી ગયા છીએ અને કેટલાક વાચકમિત્રોએ વધુ સહેલા ઉપાય પણ બતાવ્યા છે. આ કામ ઝંઝટભર્યું એટલા માટે હોય છે કે તેમાં નેટ પર જે તે ફાઇલ એક ફોર્મેટમાં હોય અને આપણા કમ્પ્યૂટરના પ્રોગ્રામ તેને બીજા કોઈ ફોર્મેટમાં ઓપન કરી શકતા હોય. જે તે સાઇટ પરથી ગીતો ડાઉનલોડ કરનારાને પણ આવા સવાલો સતાવતા હોય છે. www.zamzar.com સાઇટ પર જઇને તમે અનેક પ્રકારની ઓનલાઇન ફાઇલને અનેક પ્રકારનાં બીજાં ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો છો. તમારે ફક્ત જે તે ફાઇલનું યુઆરએલ આપવાનું અને તમારે કયા ફોર્મેટમાં જોઈએ છે તે જણાવીને તમારું ઇમેઇલ આઇડી આપવાનું એટલે એ ઇમેઇલમાં તમારી કન્વર્ટેડ ફાઇલની લિંક પહોંચી જાય! આ સર્વિસ પણ ફ્રી જ છે.
  • તમારે હેવી ફાઇલ્સ બિઝનેસ કે ફેમિલી યુઝ માટે (જેમ કે ફોટોઆલ્બમ) બીજા સાથે શેર કરવાની જરૂર પડતી હોય તો એ માટેની એક ફ્રી ફાઇલશેરિંગ અને સ્ટોરેજ સર્વિસ છે www.mediafire.com.ફાઇલ્સ અપલોડ કરવાનું કામ સહેલું છે, સૌથી મોટો ફાયદો એ છે કે આ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવીને ખાતું ખોલાવવાની મગજમારી નથી. એટલે કે વધુ એક યુઝરનેમ અને પાસવર્ડ યાદ રાખવાનું ટળ્યું!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Mahesh Makvana  - Download YouTube Videos easily !!!     |2010-09-19 02:07:05
Hello, There is a short way to download YouTube Videos easily, which is KissYouTube. Just add "kiss" before YouTube Video URL and you will have the video download links.

E.g., If you want to download this video,

http://www.youtube.com/watch?v=63lyA42Y6ug

then go to this YRL

http://www.kissyoutube.com/watch?v=63lyA42Y6ug

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com