ૐ
" શ્રીકૃષ્ણ: શરણં મમ "
(શ્રીમદ્ ભગવદ્ ગીતાજી)
આત્મીય સ્વજનશ્રી,
આપના હૃદયમાં વિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાનને પ્રણામ કરું છું.
જીવનને ઉજ્વળ પંથે લઈ જનાર, શ્રીમદ્ ભગવદ્ ગીતાજી વિષે આપણે જેટલું ચિંતન મનન કરશું, તેટલું આપણું જીવન ઉજ્વળ થશે, તેમાં કોઈ સંદેહ નથી. કોઈપણ ધર્મમાં માનનાર, કોઈપણ સંપ્રદાયના અનુયાયી, દેશ કે વિદેશમાં રહેવાવાળા, સ્ત્રી કે પુરુષ, જેમને પોતાનું જીવન ઉજ્વળ અને ઉન્નત બનાવવું છે, તે ગીતાજીનું ચિંતન કરી શકે છે. તેને માટે સાચી લગની જોઈએ. ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ કરવાની કોઈ જરુર નથી. જેટલું સમજાય તેટલું આચરણ કરીએ, તે પુરતું છે.
- અજ્ઞાત
પોષ વદ એકાદશી,
(સ્વ. પરમ પૂજ્ય મંદાકિનીબહેનની પૂણ્યતિથિ)
-------------------------------------------------
શ્રીકૃષ્ણ દર્શન ---
શ્રીકૃષ્ણ જીવન સંદેશ -
સદાય આનંદમાં રહો. સૌના પ્રત્યે અનન્ય પ્રેમ રાખો. ત્યાગી, ઉદાર અને ક્ષમાશીલ બનો.
ગીતા સંદેશ -
કર્મયોગ - નિષ્કામ કર્મ કરવું જોઈએ. એટલે કે, કોઈ પણ કાર્ય અંગત સ્વાર્થની દ્રષ્ટિથી ન કરવું જોઈએ. લાભ-ગેરલાભ, યશ- અપયશ, અથવા જય-પરાજયની પરવા કર્યા વિના પોતાની ફરજ અનુસાર કર્મ કરવું જોઈએ.સમાજનું કલ્યાણ થશે.
જ્ઞાનયોગ - સૌમાં પરમાત્મા વિરાજમાન છે, એમ સમજીને માતા-પિતા, ભાઈ-બહેન,પતિ-પત્ની, બાળક -- પરિવારના તમામ સભ્યો સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. પરિવારમાં કાયમી શાંતિ રહેશે.
ભક્તિયોગ - દુનીયાની સંપૂર્ણ ઉપાધિ છોડીને, પરમાત્માને સંપૂર્ણ આત્મસમર્પણ કરવું જોઈએ. આપનું આત્મકલ્યાણ થશે. સારા દેખાવું જરુરી નથી, પરંતુ સારા બનવું જરુરી છે.
(પારિવારિક શાંતિ, સમાજ શાંતિ, વિશ્વશાંતિ વગેરેની વાતો કરવાથી કાંઈ નહીં વળે. ગીતાજીને કંઠસ્થ કરવાથી કે માત્ર નિયમિત પઠન કરવાથી પણ કાંઈ નહીં વળે. જ્યાં સુધી આપણે સૌ, આપણું જીવન ન સુધારીએ, તેમ જ પરમાત્માએ દર્શાવેલા માર્ગ પર ચાલીને, નિષ્કામ કર્મ ન કરીએ, સૌ સાથે સારો વ્યવહાર ન કરીએ અને પરમાત્માને આત્મસમર્પણ ન કરીએ, ત્યાં સુધી જીવનમાં કોઈ પરિવર્તન નહીં થાય. જેટલું સમજાય તેટલું આચરણ કરીએ, એ બહુ મહત્વપૂર્ણ છે.)
-------------------------------------------------
(2)
ૐ
પરમાત્માની સાચી પૂજા કરવા માટે, ખૂબ પ્રેમપૂર્વક અને સંપૂર્ણ નિષ્કામ ભાવે-
(1) દર ત્રણ મહિને નિયમિત રુપે રક્તદાન કરવા માટે વિનમ્ર વિનંતિ --
- કોઈ માને બચાવશો તો - તેનાં બાળકો પણ બચી જશે.
- કોઈ ઘરના મોભીને બચાવશો તો - તેનો પરિવાર બચી જશે.
- કોઈ બાળકને બચાવશો તો - તેનાં માતા પિતા બચી જશે.
- કુદરત બહુ ઉદાર છે. આપે આપેલું રક્ત આપને ત્રણ મહિનામાં પાછું મળી જશે. આપને કોઈ નુકશાન નહીં થાય.
(2) મૃત્યુ બાદ આંખની રાખ કરવી ઠીક નથી. ચક્ષુદાન કરવા માટે વિનમ્ર વિનંતિ -કોઈ અંધ માનવીના જીવનમાં પ્રકાશ ફેલાઈ જશે.
(3) કોઈ ભૂખ્યા માનવીને ભોજન કરાવવું, એ અન્નદાન તથા કોઈ ફુટપાથ પર સૂનારા, ઠંડીથી પરેશાન માનવીને ધાબળો ઓઢાડવો, નવાં ન આપી શકીએ તો જુનાં વસ્ત્ર આપવાં, એ વસ્ત્રદાન પણ ઉત્તમ સેવા છે. પરમાત્મા માત્ર મંદિરની મૂર્તિમાં જ નથી, પરંતુ બહાર પણ છે, એ વાત ભૂલવી ન જોઈએ.
(4) માત્ર સ્વયંનું નહીં પરંતુ સૌનું કલ્યાણ થાય, એવા પ્રયત્નો કરતા રહેવું એ માનવ ધર્મ છે.
ૐ
** શ્યામનું શરણું **
હું તો તુજ શરણું ઈશ ! યાચું, યાચું શ્યામ હે !
હું તો તુજ શરણું ઈશ ! યાચું ...
તુજ દર્શનની હું અભિલાષી, કાં ન મળે અવિનાશી ?
હૃદય ચક્ષુથી તને નીરખવા, મન ગંગા તલસાતી,
હું તો તુજ શરણું ઈશ ! યાચું,
હરિ ! તુજ પંથે પળતાં મુજને, કોઈ ન રોકી શકે છે,
જીવન પંથ મારો છે ન્યારો, મારી લાજ તને છે,
હું તો તુજ શરણું ઈશ ! યાચું,
( સ્વ. પ.પૂ. માતુશ્રી પ્રેમીલાબહેન રચિત )
-------------------------------------------------
(4)
ૐ
“ ગીતાજી વિષે વિચારશું ? ”
-------------------------------------------------
(5)
*** અર્પણ ***
પરમ કૃપાળુ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન
તથા
સ્વ.પ.પૂ.પિતાશ્રી સૂર્યશંકરભાઈ - સ્વ.પ.પૂ. માતુશ્રી પ્રેમીલાબહેન
સ્વ.પ.પૂ. બહેનશ્રી ચંદ્રિકાબહેન - સ્વ.પ.પૂ. બહેનશ્રી મંદાકિનીબહેન
સ્વ.પ.પૂ. પિતાશ્રી નટવરલાલભાઈ - સ્વ.પ.પૂ. માતુશ્રી ચંદ્રિકાબહેન
યશ કે ધનની કોઈ અપેક્ષા વિના જ, આ નાનકડું પુસ્તક,
આપ સૌના પવિત્ર ચરણે અર્પણ કરતાં અમે સૌ,
ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ.
જીવનમાં ક્યારેય પણ,
અજાણતાં અમે કરેલી ભૂલો બદલ અમને ક્ષમા કરજો.
આપની અખંડ કૃપા અને આપના આશીર્વાદ અમે કાયમ અનુભવીએ છીએ.
ૐ શ્રીકૃષ્ણ: શરણં મમ - ૐ શ્રીકૃષ્ણ: શરણં મમ - ૐ શ્રીકૃષ્ણ: શરણં મમ
-------------------------------------------------
(6)
ૐ
*** ઋણ સ્વીકાર ***
અ.સૌ. વીણા,
ચિ. ચૈતન્ય, ચિ.અ.સૌ. પ્રીતિ, ચિ. નુપૂર, ચિ. ભૈરવી,
ચિ.અ.સૌ. જાહ્નવી, ચિ. વિશ્વેશભાઈ, ચિ. રાધા, ચિ. ઓમ,
ચિ. હિમાંશુ, ચિ.અ.સૌ. ચૌલા, ચિ. જ્યોત ...
પરમાત્માએ મને ખૂબ સુંદર તેમ જ સુગંધી પુષ્પો આપ્યાં છે.
પરમ કૃપાળુ પરમાત્માની અખંડ કૃપાથી, તમે સૌ
સદાય હસતાં ખીલતાં રહો, એવી પરમાત્માને
પ્રાર્થના કરું છું. તમારે સૌ માટે હું, અત્યંત
ગૌરવ અને અવર્ણનીય આનંદ,
કાયમ અનુભવું છું. તમારા
સૌના અનન્ય સ્નેહથી
જ હું ઉજળો છું.
સ્નેહનું ઋણ શબ્દોથી ન ચૂકવી શકાય,
એટલે એવી વ્યર્થ કોશિષ કરવી ઉચિત નથી.
તમારા સૌના સહયોગથી જ લખાયેલું, આ નાનકડું
પુસ્તક, નાનકડી ભેટ રુપે તમે સૌ પ્રેમથી સ્વીકાર કરજો.
- અજ્ઞાત
-------------------------------------------------
(7)
ૐ
તેજપુંજનાં દર્શનની ઝંખના
( જન્માષ્ટમી )
ઘનઘોર મેઘલી રાત હતી એ, આઠમની અધરાત હતી એ,
સકલ વિશ્વનું તિમિર હરવા, ' પ્રભુ પધાર્યા ' રાત હતી એ,
મારે તો મધરાત હજી છે, આઠમ નહીં પણ અમાસની છે,
કૃષ્ણ વિનાની કાજળકાળી, મારા દિલમાં રાત હજી છે,
સૂર્ય ઉગતાં, રાત જશે ને, દિવસ થશે એ વાત નક્કી છે,
તેજપુંજ ! તમે વ્હેલા આવો, કૃષ્ણ વિના આ આંખ સૂની છે ...
- (અજ્ઞાત)
-------------------------------------------------
(8)
ૐ
તેજસ્વી શીતળ સૂર્ય- પ.પૂ પિતાશ્રી સૂર્યશંકરભાઈ
સદા સૌને ચ્હાવું, ભૂલી જઈ સૌ દોષ પરના,
પડે જો સહેવું તો સહન કરવું, હા, જલી જવું,
હશે કેવાં શીળાં, મધુર કિરણો, તાત ! ઉજળાં !
ન જોયાં, કાં દૈવે તિમિર ભરીયું બાલ્ય વયમાં ? ....
................
સહ્યાં કેવાં કષ્ટો, જનની ! અમ કાજે જગતમાં,
જલીને તેં પોતે, અમ જીવનમાં તેજ ભરીયાં,
શીળી કેવી છાયા !, અખિલ જગનું હેત સઘળું,
નિહાળ્યું છે માતા ! તમ હૃદયમાંથી જ વહેતું ....
..............
આંખો તારી અમી નિતરતી, હૈયું સ્નેહે દ્રવેલું,
ભાઈ કાજે તન મન, સહુ છેક વિસારી દીધું,
કિંતુ બહેની ! મુજ સમ અરે, ક્રૂર કોઈ ન દીઠો,
જેણે તારા કુમળી કળી શા, દેહને દાહ દીધો ....
| Comments |
|
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||
|
||||||||


‘‘કૃષ્ણ હાથ ઝાલે તો, આખી દુનિયા તજી દે તોય માણય ક્યારેય ત્યજાયેલો હોતો નથી. દુનિયા આખી માથે મૂકીને નાચે, પરંતુ કૃષ્ણ આંગળી છોડી દે, તો મનુષ્ય ક્યારેય ક્યાંયનો રહેતો નથી.’’ - ‘‘હે શ્રીકૃષ્ણ ભગવાન! મને ક્યારેય તરછોડશો નહીં. મારું અસ્તિત્વ ભૂલીને તમારામાં સંપૂર્ણપણે ખોવાઈ જવા ઇચ્છું છું. મારો હાથ ઝાલશોને, પ્રભુ?’’