ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝઅનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા

અનેક આઇડિયા, જે બદલે આપણી દુનિયા

આખી દુનિયાને ખરેખર બદલવાની તાકાત ધરાવતા વિચારો રજૂ કરતાં અફલાતૂન પ્રવચનો જોવાં સાંભળવાંમાણવાં હોય તો...

ગયા અઠવાડિયે આપણે થોડી ટાઇમપાસ ટાઇપની રમત કરી હતી. આજે, એનાથી બિલકુલ ૩૬૦ ડીગ્રીએ સામેની બાજુ રહેલી વાત કરીએ. ૩૬૦ ડીગ્રી પર અટક્યા? ગુડ! બિલકુલ વિરુદ્ધની વાત ૧૮૦ ડીગ્રીની હોય, ૩૬૦ની નહીં. જો તમે અટક્યા હો તો તમે પૂરતા જાગ્રાત છો, જો ન અટક્યા હો તો આ આર્ટીકલ તો એમને એમ વાંચી લેશો તો ચાલશે, પણ એમાં જે સર્વિસની વાત કરી છે એ જરા મોં ધોઈ, ફ્રેશ થઈને પછી ટ્રાય કરજો!

હવે વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું  આ બંને બાબત આગળ વધવાની અનિવાર્ય શરત છે. આઇડિયાઝ વર્થ સ્પ્રેડિંગ - અચૂક વિસ્તારવા જેવા વિચારો - બસ, આટલા વિચારના પાયા પર, ૧૯૮૪માં ટેડ નામની એક નોનપ્રોફિટ કંપનીની રચના થઈ.  ટેડ શબ્દ બન્યો ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ અને ડિઝાઇનના ત્રણ પહેલા અક્ષરથી.

ટેડ સંસ્થાએ દર વર્ષે એક કોન્ફરન્સના આયોજનથી શરૂઆત કરી. ધીમે ધીમે તેનો પણ વિસ્તાર થયો. આ કોન્ફરન્સમાં વિશ્વભરમાંથી, અલગ અલગ ક્ષેત્રના, ખરા અર્થના મહારથીઓને આમંત્રણ આપવામાં આવે છે, આ મહાનુભાવો સામે, તેમને માટે અતિ મહત્ત્વના વિષય પર, તેમના જીવનની સર્વશ્રેષ્ઠ કહી શકાય એવી, ફક્ત ૧૮ મિનિટની સ્પીચ આપવાનો પડકાર હોય છે.

સાઇટ પર, અત્યાર સુધીની કોન્ફરન્સીઝમાં અપાયેલાં શ્રેષ્ઠ પ્રવચનોના ૭૦૦ જેટલા વિડિયોઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સ્ટેજ પર રહેલી વ્યક્તિ અને સામે ઓડિયન્સમાં બેઠેલી તમામ વ્યક્તિઓ લગભગ એક જ સ્તરની હોય એવાં આ અદભુત પ્રવચનોનો લાભ આપણે બિલકુલ મફતમાં લઈ શકીએ છીએ.

www.ted.com સાઇટ પર તમે ટેક્નોલોજી, એન્ટરટેઇન્મેન્ટ, ડિઝાઇન, બિઝનેસ, સાયન્સ, કલ્ચર, આટર્સ, ગ્લોબલ ઇસ્યુઝ વગેરે થીમ પરનાં પ્રવચનો જોઈસાંભળી શકો છો. ટેડ પર કેવા કેવા મહાનુભાવોએ, કેવા કેવા વિષયો પર પ્રવચનો આપ્યાં છે એની નાની અમથી યાદી આપવાનો પણ અર્થ નથી, કેમ કે, આપણા કમનસીબે આમાંનાં ઘણાં ખરાં નામ આપણા સૌ માટે અજાણ્યાં છે. છતાં, બિલ ગેટ્સ જેવાં નાનું ટાબરિયું પણ જેને જાણતું હોય એવા લોકો તો અહીં અચૂક મળવાના જ છે.

જોકે, ‘આ બધું તો અમેરિકન્સ માટેનું, અમેરિકન ઈંગ્લિશમાં હોવાનું’ એવો અફસોસ નહીં કરતા. અહીં ઇન્ફોસિસ અને યુનિક આઇડી ફેમ નંદન નિલેકની ઇન્ડિયન ઇંગ્લિશમાં ભારતના ભાવિ વિશે વાત કરે છે, તો હર્ષ ભોગલે ‘ધ રાઇઝ ઓફ ક્રિકેટ’ની વાત માંડે છે. આપણા ગુજરાતી પ્રણવ મિસ્ત્રી એમનો સિક્સ્થ સેન્સનો અદભુત વિચાર સમજાવતા અહીં હાજર છે. તો અનુપમ મિશ્ર જળવારસાની વાત કરે છે. મલ્લિકા સારાભાઈ અને પ્રો. અનિલ ગુપ્તા પણ અહીં છે. આમાંનાં ઘણાં ખરાં પ્રવચન ૨૦૦૯માં મૈસૂરમાં યોજાયેલી કોન્ફરન્સમાં અપાયેલાં હતાં.

હજી પણ, ‘છેવટે તો આ બધું ઈંગ્લિશમાં જ ને?’ એવો નિસાસો નાખતા હો તો સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! ઘણાં પ્રવચનોનો કુલ ૭૭ જેટલી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. પ્રવચન સાથે જે તે બીજી ભાષામાં સબટાઇટલ્સ અને આખા પ્રવચનની ટ્રાન્સસ્ક્રિપ્ટ પણ સામેલ છે. અને યસ, યસ, બીજી ભાષાઓની યાદીમાં હિન્દી અને આપણી ગુજરાતી પણ છે! હિન્દીમાં કુલ ૨૭ પ્રવચન છે અને ગુજરાતીમાં ૬ પ્રવચન છે.

સાઇટનું નેવિગેશન અને પ્રેઝન્ટેશન સરસ છે, પ્રવચનો જે વાતાવરણમાં, જે રીતે અપાય છે એ પણ ઘણું શીખવે એમ છે. પણ યાદ રહે, જરા મોં ધોઈને, ફ્રેશ થઈને...!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
Austin home builders  - answer this post     |2012-10-02 13:13:33
Austin home builders always give greatdeals!
Video Production London  - answer     |2012-10-01 12:49:54
Video Production London will transform your ideas into high quality video beginning from DVD video to web videos!
sanjay     |2012-09-28 05:21:51
wow ! very nice and useful for whole life it can change your attitude of life really great thing !!!!!!!!!!!!! so excited !!!!!!!!
parul  - no name   |2010-12-05 06:51:33




if (window.ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f ){ ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f+= 1;}else{ ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f =1;}
setTimeout("showAdsforContent(16420,125,140,'http://www.admaya.in/publisher-show-ads.php',"+ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f+",'ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f')",1000*(ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f -1));
ads_65c7a5a1e4aba21d971ef5c47d68a87f_16420_position=0;

jugalkishor  - NET–ગુર્જરી     |2010-09-19 19:53:30
બહુ પ્રભાવશાળી સાઈટ છે. એની ઉપયોગીતા તો દર બુધવારની દિવ્યભાસ્કરની રાહ જોવામાં જ જણાઈ આવે છે.

તમે શિક્ષણનું બહુ મોટુ કાર્ય કરી રહ્યા છો. મારા જેવા નોનટેકનીકલો માટે તો આશીર્વાદ જ છે.

ધન્યવાદ અને ખૂબ આભાર.
Mrugesh Jani  - Must See the Pranav Mistry's Videos   |2010-08-14 01:49:21
2-3 videos are really very good and specifically the Pranav Mistry's presentation on Sixth sense is awesome...

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

 

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

 

 

 

 

 

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com