ઓનલાઇન / અન્ય રીતે લવાજમ ભરવા માટે...

CyberSafar Edumedia Store

હોમયૂઝફૂલ સર્વિસીઝભારતનું આગવું બ્રાઉઝર એપિક

ભારતનું આગવું બ્રાઉઝર એપિક

આવી ગયું છે ભારતનું પહેલું, ખાસ ભારતીયો માટેનું બ્રાઉઝર. આ બ્રાઉઝરની ખરી ખૂબી, મોઝિલા ફાયરફોક્સની વિવિધ ખાસયિતોનું સરસ રીતે ભારતીયકરણ કરવામાં છે.

હમણાં રૂપિયાનો ચોક્કસ સિમ્બોલ અપનાવીને ભારતે કરન્સીનો સિમ્બોલ ધરાવતા દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું, તેમ સાયબરજગતમાં પણ એક સરસ પહેલ સાથે, ભારતે પોતાનું આગવું બ્રાઉઝર પણ મેળવ્યું છે.

બ્રાઉઝર એટલે શું એવો સવાલ મોટા ભાગના લોકોને તો નહીં જ થયો હોય, જેમને થયો હોય તેમના માટે આટલી સ્પષ્ટતાઃ બ્રાઉઝર એટલે આપણે ઇન્ટરનેટ જેની મદદથી સર્ફ કરી શકીએ તે સોફ્ટવેર. થોડા સમય પહેલાં આખી દુનિયામાં માત્ર ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ)ની જ બોલબાલા હતી, મોઝિલા ફાયરફોક્સ આવતાં લોકોને ખબર પડી કે ઇન્ટરનેટ બીજા કોઈ સોફ્ટવેરથી પણ સર્ફ કરી શકાય ખરું! પછી તો ગૂગલનું ક્રોમ આવ્યું અને હવે લોકો પોતાની પસંદ અને મૂડ અનુસાર બ્રાઉઝર બદલતા થઈ ગયા છે.

હવે એમાં એક નામ ઉમેરાયું છે એપિક બ્રાઉઝરનું, જે ભારતનું પોતાનું, ખાસ ભારતીયો માટે બેંગલોરની એક કંપનીએ વિક્સાવેલું બ્રાઉઝર છે! આમ તો આ બ્રાઉઝર મોઝિલા ફાયરફોક્સ આધારિત જ છે, એટલે ફાયરફોક્સની મોટા ભાગની ખૂબો તેમાં છે, ઉપરાંત એમાં આપણને ભારતીયોને કામ લાગે એવી કેટકેટલીય ખૂબીઓ ઉમેરવામાં આવી છે. જેમ કે આમાં તમે વિવિધ ભારતીય ભાષાઓમાં સહેલાઈથી લખી શકો છે - તમે કહેશો કે એવું તો બીજાં બ્રાઉઝરમાં પણ શક્ય છે! વાત સાચી, પણ આમાં ખૂબી એ છે કે તમે એપિકમાં કોઈ પણ વેબસાઇટ કે બ્લોગ જોતા હો અને તેમાં તમારી કમેન્ટ ઉમેરવા માગતા હો તો કમેન્ટ બોક્સની ઉપર જમણે ખૂણે એક નાનકડું ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, તેમાં તમે ગુજરાતી સિલેક્ટ કરી લો અને પછી અંગ્રોજીમાં લખશો એટલે લખાશે ગુજરાતીમાં! (આ કમાલ ગૂગલ ટ્રાન્સલિટરેશનની જ છે, પણ એપિકમાં એનો સ્માર્ટ ઉપયોગ કરાયો છે). તમારે બીજી કોઈ જગ્યાએ જઈ, ગુજરાતીમાં લખીને કોપીપેસ્ટ કરવાની કડાકૂટ જ નહીં.એટલે જ, હવે સાયબરસફર પર કમેન્ટ કે સૂચન આપવાનું તમારા માટે સહેલું થઈ જશે. એપિક ડાઉનલોડ કરી લો અને પછી સાયબરસફર એપિકમાં જ જુઓ. જ્યારે પણ કમેન્ટના બોક્સમાં કર્સર મૂકશો એટલે ગુજરાતીમાં લખવાનો ઓપ્શન મળી જશે (જો તમને આવું ડ્રોપડાઉન જોવા ન મળે તો સ્ક્રીનના ડાબી તરફના લિસ્ટમાં બીજા નંબરે ઇન્ડિકનો ઓપ્શન છે, તેના પર ક્લિક કરી,કરન્ટ ડિફોલ્ટ લેંગ્વેજ તરીકે ગુજરાતી પસંદ કરો અને ‘ઇનેબલ ઇન્ડિક ડ્રોપડાઉન ઇન ટેક્સ્ટબોક્સીઝ’ને ટીક કરીદો).

એપિકમાં ૧૫૦૦થી વધુ ઇન્ડિયન થીમ છે. www.epicbrowser.com પર જઈને એપિક ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી લો અને પછી એનો ઉપયોગ ચાલુ કરો  સ્ટાન્ડર્ડ થીમ છે મસ્ત મજાનો મોર! પહેલી નજરે જ આ ભારત માટેનું બ્રાઉઝર હોવાનો પાક્કો અંદાજ મળી જાય. અચ્છા, તો હવે આ બ્રાઉઝરમાં શું શું ખાસ છે, જે બીજામાં નથી કે સહેલાઇથી મળતું નથી એ જાણીએ. બ્રાઉઝરમાં ડાબી બાજુએ જુદા જુદા આઇકન્સની આખી હારમાળા આપી છે. પહેલો જ આઇકન છે ઇન્ડિયાનો. એના પર ક્લિક કરશો એટલે એક કોલમ ખૂલશે જેમાં જુદી જુદી ભારતીય સાઇટ્સના અપડેટ્સ જોવા મળશે. ન્યૂઝ, હિન્દીમાં સમાચાર, ક્રિકેટ, શેરબજાર, લાઇવ ટીવી, મ્યુઝિક, વગેરે વગેરે કેટકેટલુંય, અને બધું જ ભારતીય! બીજો આઇકન છે ઇન્ડિકનો એટલે કે ભારતીય ભાષાઓનો. ઇચ્છો તો અહીં તમારી ભાષામાં લખીને કોપીપેસ્ટ કરો અથવા ઇન્ડિક ટ્રોપડાઉનનો ઓપ્શન ઇનેબલ રાખો તો દરેક વેબપેજ પર ટેક્સ્ટબોક્સમાં ઉપર સમજાવ્યા મુજબ ભારતીય ભાષામાં લખવાનો વિકલ્પ માઉસવગો રહેશે.

એપિકની વધુ એક ખાસિયત એ છે કે તેમાં એન્ટિવાયરસ પ્રોગ્રામ ઇનબિલ્ટ છે, ઉપરાંત માઇક્રોસોફ્ટ વર્ડ જેવું જ વર્ડ પ્રોસેસર પણ ઇનબિલ્ટ છે! અહીં લખીને ફાઇલ તમારા કમ્પ્યૂટરમાં સેવ કરી શકો. આ સિવાય, ફેસબુક, ટ્વીટર, ઓર્કૂટ, જીમેઇલ, યાહૂ વગેરે વગેરેના બુકમાર્ક્સ પણ છે, જે એપિકની અલગ કોલમમાં ઓપન થાય છે એટલે એક તરફ ટ્વીટર ઓપન રાખીને બીજી તરફ તમે વિવિધ સાઇટ્સ સર્ફ કરી શકો.

એપિકની વધુ એક મજા તેની બેકઅપ યુટિલિટીમાં છે. તમે તમારા જીમેઇલ એકાઉન્ટનો ઉપયોગ કરીને તમારા કમ્પ્યૂટર પરની ફાઇલનો ઓનલાઇન બેકઅપ રાખી શકો છો, જે ગમે ત્યારે, ગમે ત્યાંથી એક્સેસ કરી શકો. એપિક માટેની અલગ અલગ એપ્લિકેશનનો વિભાગ ખાસ જોજો, તેમાં ઘણી ઉપયોગી કરામતો છે.

તમને ભારતીય સાઇટ્સમાં સર્ફિંગમાં વધુ રસ હોય, તો એપિક અપનાવી લો, ચોક્કસ મજા પડશે!

Share with friends

Comments
Add New Search
+/-
Write comment
Name:
Email:
 
Website:
Title:
 
dhanji  - cyber     |2012-09-25 02:48:54

લેખ ગમ્યો? તો શેર કરો મિત્રો સાથે
ઇન્દ્રકુમાર દીક્ષિત   |2011-08-01 13:11:44
સરસ કીકાણી સાબ ..... તમારા લેખ ઉપયોગી અને મજેદાર હોય છે
ashvin   |2011-06-17 04:40:08
i like this topic thanks himanshubhai
Anonymous   |2011-01-22 05:29:26
unsubscribe plz
Monil Shah   |2011-01-09 12:38:39
Epic is indeed a nice browser..
Thanks a lot Himanshubhai..
jitubhai  - social     |2010-12-10 09:08:06
please social help for Gauprotection &Gaushaladevelopments

Thanks
jitubhai
7874312117
Jigar Kantharia  - Regarding Epic Browser   |2010-11-14 00:46:18
Dear Himanshubhai,

I am vivid reader of your website.

While downloading epicbrower my computer advised me to check the authenticity of the programme since it does not containing the digital signature of the publishser.

Can you please explain me more about this.

Regards,
Jigar
luckyabu  - thnx   |2010-11-10 10:39:39
thnx very much for epic
Jitendra J. Agaja  - taranslation help   |2010-10-22 17:31:12
thanks to give way to gujarati to english,its need our gujarati.
Really your work is amazing.

Jitendr J. Agaja
AJAYRAJ RANA   |2010-10-21 14:01:47
HI..AME GHANA LAMBA SAMAY BAD AA SITE PER PARAT AAVYA... PAN NAVA CHANGES KHUBAJ GAMYA.. GOOD .. KEEP IT UP..( SURYA NE DIVO DEKHADTA HOY EVU LAGE CHE- AAPNE ADVICE AAPINE)AMARI REQUEST CHE K AAJ SUDHI NI COLOUMN NA AAPNA BADHAJ LEKH AMONE E-MAIL KARSO..PLEASE...ANE AA COLUMN THI AAMAJ AMARU KNOWELEDGE VADHARTA RAHESO... AABHAR... PL.TC
VIPUL  - HII     |2010-10-06 10:32:51
VIO
vimal patel  - himansubhai kantibhatt ne tamari site ma muko   |2010-09-28 05:34:49
કાંતિ ભુટ્ટ દિવ્ય ભાસ્કર ના લેખો daily અપેલોદ કરો અથવા email થી સેન્ડ ની વ્યવસ્થા કરો
કાન્તીભાઈ ભુટ્ટ ની wab સીડે બનાવો
રેઅલ રેસ્પોન્સે મળશે
Dipak G. Sangani  - It's a good news   |2010-09-03 00:16:39
It is the most useful in india in future.
Bharat   |2010-08-28 01:15:24
i m very happy for first Indian browser......
Vikrant  - Thanks for introducing me to EPIC Browser   |2010-08-18 04:52:27
Shri Himanshubhai,

I have tried EPIC Browser. It is really a wonderful experience. The interface and functionality of d browser is mind blowing. And at the same time it is very much user friendly.

I have used mozella, IE8, Opera and many other in past. But I would rate EPIC as the number one.
I was totally unaware abt EPIC till the time i saw ur article.

Thanks a lot for introducing me to EPIC.

Best regards.
Manish Siroya  - Very nice   |2010-08-13 01:02:33
મેં આ બ્રાઉઝર વાપર્યું છે મને ખુબજ મઝા આવી આ બ્રાઉઝર વાપરવા માં.
Darshan  - Add u r colum   |2010-08-11 23:59:35
આ વાત જો તમારા સમાચાર ના લેખ મા ન આપી હોય તો આપો
hariom bhai  - good respones     |2010-08-11 03:54:53
cyber safar wonderful experiyans
jaydip patel  - good we like at.     |2010-08-08 06:03:22
this website so good.
hariom bhai     |2010-08-11 03:57:28
you are also right
Nikhil  - Thanks   |2010-08-03 05:19:58
Wah... really its very good news for every Indian & also who love to India
Thank you very much who create this browser and also thanks to himanshubhai for this article
Jigish Mehta   |2010-08-02 09:07:03
Waa[ 7I ihma>xuwa[,
Aapno Aa wgIr4 p/yas qUbj p/x>snIy 0e. Aape Aekla ha4e ]paDelu> Aiwyan laQqo gujratI
b>2uAo ma3e Ane qas to gtu ne3 pr smyno Vyy krta
>As>Qy yuvano ma3e AaixRvad sman 0e.
Aa3-Aa3lI maihit Aekj sa[3 pr te AKlPy 0e,, je tmara A4ag pir7m4Ij xKy bNyu> 0e.
qUbqUb Aiwn>dn.
+gIx mheta
Amdavad.
admin   |2010-08-03 03:36:28
જિગિશભાઈ, આપે જે લખ્યું છે એ થોડું થોડું સમજાય છે! આપ ગૂગલના ટ્રાન્સલિટરેશન ટૂલનો કે એપિક બ્રાઉઝરનો ઉપયોગ કરી જોશો તો સ્પષ્ટ ગુજરાતીમાં લખી શકશો.
Rupen Patel  - જ્ઞાનનું ઝરણું     |2010-08-04 11:27:36
હિમાંશુ ભાઈ એપિક બ્રાઉઝર ખુબ જ સરસ ઉપયોગી છે પણ તેમાં વર્ડપ્રેસ પર બ્લોગમાં પોસ્ટ લખીએ ત્યારે છેલ્લે બીજી લેન્ગ્વેજના ફોન્ટ ઓટોમેટિક આવી જાય છે . જેને દુર કરવા મોઝીલા કે ઇન્ટરનેટ એક્સપ્લોરર ની મદદ લેવી પડે છે.

3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."

યૂઝફૂલ સર્વિસઝમાં...

Advertisements

To advertise here or in print magazine
call 079-4006 1513, 092272 51513
or email advt@cybersafar.com