મૂળભૂત રીતે નેટવર્કિંગ સાઇટ જ, પણ ઘણી બધી રીતે અનોખી અને ઉપયોગી છે આર્ડવાર્ક સાઇટ.
એક સમય હતો જ્યારે આપણે સૌ એક બીજા સાથે પત્રોથી સંપર્કમાં રહેતા. પછી ફોન આવ્યા, પછી મોબાઇલ અને ઇમેઇલ આવ્યા, અને પછી આવી ટવીટર, ફેસબુક, ઓર્કૂટ વગેરે વગેરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. આ બધાથી એકમેકના લાઇવ ટચમાં રહેવાનું તો એકદમ સહેલું થઈ ગયું, પણ એથી આગળ શું?
નેટવર્કિંગ સાઇટ્સ પર તમે મિત્રો બનાવ્યા, વધુ મિત્રો બનાવ્યા, એથીય વધુ મિત્રો બનાવ્યા... પછી? પછી શું?
અફકોર્સ, ફ્રેન્ડશીપ કોઈ ગણતરીથી નથી કરવામાં આવતી, પણ આ બધા મિત્રોનો, તેમના મિત્રોનો અને એ બધાના વ્યૂઝ, કમેન્ટ્સ, કોન્ટેક્ટ્સ, નોલેજ વગેરેનો તમારે કંઈક લાભ લેવો હોય તો?
તો એ માટે છે આર્ડવાર્ક (http://vark.com). (આફ્રિકામાં આર્ડવાર્ક નામનાં ઉધઈ ખાવા ઊંડે સુધી લાકડું ખોતરતાં પ્રાણી હોય છે તેના નામ પરથી શરૂ થયેલી આ સર્વિસ પણ બહુ ઊંડે સુધી ખોતરકામ કરે છે!) ૨૦૦૭માં શરૂ થયેલી આ સર્વિસમાં ગૂગલને પણ રસ પડતાં તેને આ વર્ષે એક્વાયર કરી લેવામાં આવી છે.
આ સર્વિસનો મૂળભૂત હેતુ બહુ સાદો છે - નેટ પર આપણે કોઈ માહિતી માટે સામાન્ય રીતે વેબ પેજીસ ફેંદીએ છીએ, જ્યારે આર્ડવાર્ક કહે છે કે પેજીસને નહીં, પીપલને પૂછો! તમને કોઈ પણ પ્રશ્ન સતાવતો હોય અને એનો ઘણે અંશે વિશ્વસનીય ને ફટાફટ જવાબ જોઈતો હોય તો એ સવલત આ સર્વિસ આપે છે.
કઈ રીતે? આપણે વૉકથ્રૂ કરીને જ જાણીએ. સૌથી પહેલાં પહોંચો સાઇટ પર. હોમ પેજ પર સૌથી ઉપર લખ્યું છે કે તમારા નેટવર્કમાંના લોકોના જ્ઞાનનો લાભ લો! એની તરત નીચે, તમારો સવાલ લખવા માટેનું મોટું બોક્સ છે, તેમાં સવાલ લખો (આર્ડવાર્ક પર થોડી દયા કરજો, ‘કાઠિયાવાડમાં કો’ક દી...’ દુહો કોણે લખ્યો એવું ન પૂછતા!) એમએસ ઓફિસનું કોઈ ફંક્શન પૂછો કે ન્યૂટનના લૉ વિશે પૂછો કે એવું કંઈક પણ. હવે આર્ડવાર્ક, તેના પોતાના ડેટાબેઝને આધારે, તમારા સવાલનો સચોટ જવાબ આપી શકે એવી વ્યક્તિ શોધશે અને તમારો સવાલ એને પહોંચાડશે. તમે સવાલ પૂછશો એ સાથે, તમને આર્ડવાર્કમાં ખાતું ખોલાવવા વિગતો પૂછવામાં આવશે. તમે ગૂગલ કે ફેસબુકના એકાઉન્ટથી જોઈન કરી શકો છો. એ સાથે તમારા નેટવર્કમાંના મિત્રોને પણ આર્ડવાર્કમાં જોડાવાનું આમંત્રણ આપી દો. કેમ કે તમને સૌથી સારા જવાબો તમારા મિત્રો કે તેમના મિત્રોના વર્તુળમાંથી જ મળશે!
અચ્છા, તો તમે સવાલ પૂછ્યો, આર્ડવાર્કમાં જોડાયા અને આર્ડવાર્કે જવાબ આપનારને શોધીને તેને તમારો સવાલ ફોરવર્ડ કર્યો. હવે એ ભલો જીવ, સવાલનો જવાબ મોકલશે, જે આર્ડવાર્ક તમને મોકલશે! તમે નવા નવા આર્ડવાર્કમાં જોડાવ ત્યારે તમે દિવસમાં વધુમાં વધુ ૭ સવાલ પૂછી શકો છો. પછી બંનેને એકબીજા સાથે ગોઠતું જાય તે પછી આ લિમિટ વધીને ૧૫ સવાલ સુધી પહોંચે છે.
આ આખી વાતમાં મજા ઇઝ સરળતાની છે. તમે આર્ડવાર્કની સાઇટ પર જઈને, તમારા ઇમેઇલમાંથી કે ગૂગલ ચેટ જેવા આઇએમમાંથી, વગેરે વગેરે અનેક રીતે, તમારો સવાલ મોકલી શકો છો. સવાલ સ્ફૂર્યો કે તરત મોકલ્યો! બીજી મજા એ છે કે તમે જોઈન થાવ ત્યારે આર્ડવાર્ક તમને પૂછે છે કે તમે કયા વિષયો પર જવાબ આપી શકો તેમ છો? આવો સવાલ તેણે અનેક લોકોને પૂછ્યો હોય છે. પ્લસ, આર્ડવાર્ક સૌથી પહેલાં તમારા પોતાના નેટવર્કમાંના મિત્રો અને પછી એ મિત્રોના નેટવર્કમાંના મિત્રોને તમારો સવાલ મોકલે છે. એટલે, જવાબ તમને ઉપયોગી હોવાની શક્યતા ઘણી વધી જાય છે. આર્ડવાર્ક સાઇટમાં થોડાં ખાંખાંખોળાં કરશો, એફએક્યુ વાંચશો એટલે એની ઉપયોગીતા વધુ સ્પષ્ટ થતી જશે.
તો મૂળ મુદ્દે વાત આ છે - નેટવર્કિંગ સાઇટ્સ તો ઘણી બધી હોય છે, પણ તેમાં કરવાનું ખાસ કશું હોતું નથી (મોટા ભાગે, મોટા ભાગના લોકો માટે), જ્યારે આર્ડવાર્ક નેટવર્કિંગના સિદ્ધાંતનો જ ઉપયોગ કરીને કશુંક ખરેખર ઉપયોગી અને કારગત નીવડે એવું મેળવવામાં આપણને મદદ કરે છે.
HI, My name is Mehul And I forget the way to stop some unwanted site which pop-up while you are surfing on net or while you are working. There is some setting in microsoft os. So can you give me some information about that way to stop adv.
Thanks
Popup blocker option is used to block popup windows.
To enable popup blocker for:
1. Internet explorer
control panel->internet option->privacy->check "turn on pop-up blocker"
2. mozilla firefox
tools menu->options->content->check "block pop-up windows"
3. google chrome
click settings button/menu->options->under the hood->click "content settings" button->select "pop-ups" option->select "do not allow any site....." radio
પ્રેમાળ હિમાન્સુ સાહેબ,
તમે આ site બનાવીને ગુજરાત ની ખુબ મોટી સેવા કરી છે.
પહેલા તો તમારો ખુબ આભાર
મહેરબાની કરીને જવાબ આપજો સાહેબ
mobile જેમ ta - xyz. કરીને મેસેજ આવે છે.તેવી રીતે મારે મેસેજ કરવા છે.
તેમજ મારે તમે sabhlyu hoy તો my today મેસેજ mobile ma આવે tem biznesh karvo છે.
please detail ma samaj aapjo......
Hay Sir, Mane Audio song download karta fave che, parantu video song download karta nathi favtu,divya bhaskar (kalas) ma tamari news daily vanchu chu. so please mane video song downloads karta sikhavso. Gud By
Respected sir,
Me hal j Sandesh ma "google na free call " vise vanchyu...
so tell me how it work 7 give me it link
te ma gmail ma kevi rite kam kare te janavo...
Google has launched it's free calling service called "Google Voice". Website is http://voice.google.com. You must have an US phone or mobile number in which you can receive calls. Google Voice doesn't allow to call outside US, Canada. You can call only to US and Canada. This service is limited to US and Canada users only.
songs na title upar thi songs download karvani web sites apo.songs.pk par thi jem film title upar thi thay che tem songs na title & aksar parthi songs download karvani web sites apso.plz
i am using ultrasurf to access net.
but when i try to open some sites, there a message come "reqested url is not supported"
pls...give tell me how i solve this problem and can open site i want