પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણનાં માહત્મ્ય આવશ્યકત ઉપર આપણે ઘણું જ સાંભળ્યું છે. પ્રદૂષણ સર્વવ્યાપી છે. જીવન માત્ર પ્રદૂષણનાં અદૃશ્ય હુમલાથી અસુરક્ષિત છે જ. વૃક્ષો-છોડોને પણ પ્રદૂષણથી અવળી અસર પડે જ છે, તો પછી પ્રદૂષણ અટકાવવા વૃક્ષારોપણની હિમાયત શા માટે? આની પાછળનો વૈજ્ઞાનિક અભિગમ શું?
વાતવાવરણને દૂષિત કરતાં રસાયણો, ધૂમાડાઓ એટલી અસર માનવને કરે છે તેથીય વધુ અસર વૃક્ષોને પણ કરે છે. પ્રદૂષણની તીવ્રતાથી આપણી આસપાસનાં વૃક્ષો ઉપર દેખીતી અસરો થાય છે. વૃક્ષોનું લીલાપણું તેમાં રહેલાં કલોરોફિલ દૃવ્યને કારણે હોય છે. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવી વૃક્ષોનાં ઉછેર માટે ઉપયોગી થાય છે. એ જ ક્લોરોફિલ દ્રવ્યની માત્રામાં નોંધપાત્ર ઘટાડો થવાનુ કાર્ય પ્રદૂષણ કરે છે. જેમ એઇડ્સ નામના મહાભયંકર રોગમાં વિષાણુઓ સીધી જ રોગપ્રતિકારક શક્તિ ઉપર અસર કરે છે. તેવી જ રીતે વૃક્ષોની વૃદ્ધિ માટે જ જવાબદાર ક્લોરોફિલના ઉત્પાદન પર પ્રદૂષણની અવળી અસર થતી હોવાથી વૃક્ષોમાં ‘ક્લોરોસીસ’ નામનો રોગ થાય છે અને પાંડુરોગ જેમ વૃક્ષોનાં પાંદડા પીળા અથવા તો નિસ્તેજ બની જાય છે. અત્યાર સુધી આપણે મનુષ્યો ઉપર જ પ્રદૂષણની અસરો ઉપર વિચારતા હતા ત્યારે આવા છોડો ઉપર થતી પ્રદૂષણની અસરો ચિંતાજનક હોય છે.
પરંતુ, કેટલાક વૃક્ષો, છોડો એવા છે જેમાં કુદરતી રીતે જ પ્રદૂષણને શોષવાની અમાપ શક્તિ હોય છે, જે આપણને પણ પ્રદૂષણમાંથી રાહત અપાવવા માટે ખૂબ ઉપયોગી થતી હોય છે.
જેમ વૃક્ષો ઉપર પ્રદૂષણની અસરથી ‘ક્લોરોસીસ’ થાય છે, તેમ ‘નેક્રોસીસ’ એટલે કોષોનું મરણ અને ‘અંગછેદન’ એટલે કે છોડ-વૃક્ષનાં અંગો (ડાળી-પાંદડા વિ.)નું તૂટી જવું સામાન્ય છે. તેમ આપણી આસપાસ એવા કેટલાય વૃક્ષો છે જે માત્ર આવા પ્રદૂષણથી બચતાં જ નથી. પણ તેને શોષી આપણા વાતાવરણ હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે. ‘બાયો ઇન્ડિકેશન’ નામની પ્રક્રિયાથી હવામાં રહેલા પ્રદૂષણ તત્ત્વોને શોષી લેતા આવા વૃક્ષો ‘ફાયટો ઇન્ડિકેટર્સ’ તરીકે ઓળખાય છે.
રસપ્રદ વાત એ છે કે, આવા ફાયટો ઇન્ડિકેટર્સ આપણી આસપાસ છે. પીપળો, વડ, લીમડો વિ. આનાં ઉદાહરણ છે. આવા તો અનેક છોડ છે જે હવામાંનાં પ્રદૂષકોને શોષી વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. આવા વૃક્ષો કુદરતી સફાઈ કામદારની ભૂમિકા પણ નિભાવે છે. વાતાવરણમાં પ્રસરતા ઝેરી દ્રવ્યોને પોતાનામાં સમાવી લે છે. વૃક્ષો પોતાનાં મૂળ દ્વારા પોષણ મેળવતી વખતે જમીનમાં ભળી ગયેલા આવા ઝેરી તત્ત્વો, રસાયણો, ખનિજોને પોતાનામાં શોષી લે છે. એટલું જ નહીં વૃક્ષોમાં જ આવા ત્ત્વોનો નાશ કરવા માટે જરૂરી પ્રતિરોધકો પણ ઉત્પન્ન થાય છે. જેમ અગરબત્તી જાતે બળીને સુવાસ આપે છે, તેમ માનવજાતિને સુરક્ષા બક્ષવા જતાં વૃક્ષો જાતે આવા ઝેરી રસાયણોને કારણે પાંદડા પીળા પડી જવાં, અંગ છેદન જેવો રોગોનાં ભોગ બનતાં હોય છે.
આપણા શાસ્ત્રોમાં વડ, પીપળો, જેવા વૃક્ષોને દેવ જેવું સ્થાન પ્રાપ્ત થયું છે. વ્રત-પૂજા વિ. માટે આવા વૃક્ષોને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેને પવિત્ર માનવાનું કારણે પૂર્વજો એ એટલે જ આપ્યું હશે કે આવા વૃક્ષોએ માનવજાતિનાં રક્ષણની જવાબદારી પોતાનાં શિરે લીધી છે. હવે સમજાય છે ને કે યુગોથી વડ, પીપળો જેવા વૃક્ષોને પવિત્ર માનવાની પાછળ તેના ઉપકારી ગુણનો સ્વિકાર જ છે.
આ તો વાત થઈ વાતાવરણને શુદ્ધ કરતાં વૃક્ષોની, પરંતુ આપણા દિવાનખાનાની શોભા વધારતાં છોડો પણ કેટલા ઉપયોગી છે તે જાણવું પણ જરૂરી છે. માત્ર નાના કુંડામાં રોપાયેલા રૂમની અંદરના ડેકોરેટીવ છોડ પણ રૂમની અંદરની હવામાં રહેલા પ્રદૂષકોને શોષવામાં ઉપયોગી છે. એટલું જ નહીં તે ઘરમાં રહેલી હવામાંના વધારાનાં ભેજને શોષવાનું કામ પણ કરે છે. આપણાં ઘરમાં ગેસ કે કોલસોનાં બળતરને કારણે હવામાં કાર્બન મોનોકસાઇડ, સલ્ફ ડાયોકસાઇડ જેવા તત્ત્વો સતત હાજર હોય છે. ઘરની સફાઈમાં વપરાતા ક્લીનર્સ, કોસ્મેટિક્સ હેર સ્પ્રે, જંતુનાશક દવાઓ, પ્લાસ્ટિક વિને કારણે બેન્ઝિન ફોર્માલ્ડીહાઇડ અને ટ્રાટાક્લોરોઇથીલિન જેવા અતિહાનિકારક તત્ત્વો આપણાં સ્વાસ્થ્યે ખૂબ નુકસાન કરી શકે છે, પરંતુ ઘરની શોભા વધારવા માટે મૂકેલા છોડો મૂક રીતે આ ઘરની શોભા વધારવા માટે મૂકેલા છોડો મૂક રીતે આ બધાની અસર ઓછી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
વૃક્ષો વાતાવરણ શુધ્ધ કરવા માટે કેટલા ઉપયોગી છે, એ વૈજ્ઞાનિક તારણોથી પણ પહેલાં આપણા પૂર્વજો લાખો વર્ષોથી જાણતા હતા અને તેથી જ આવા વૃક્ષોની અસ્તિત્વ ટકાવી રાખવાની ચિંતા તેમને જણાઈ હશે અને એટલે જ સંભવતઃ આવા વૃક્ષોને ધાર્મિક માન્યતાઓ સાથે જોડી પવિત્ર ગણાવાયા હશે જેથી ભવિષ્યની પેઢી તેને કાપવાની દૃષ્ટતા ન કરે.
વૃક્ષો વાતાવરણ શુદ્ધ કરવા માટે કેટલા ઉપયોગી છે, એ વૈજ્ઞાનિક તારણોથી પણ પહેલાં આપણા પૂર્વજો લાખો વર્ષોથી જાણતા હતા અને તેથી જ આવાં વૃક્ષોની અસ્તિવ ટકાવી રાખવાની ચિંતા તેમને જણાઈ હશે અને એટલે જ સંભવતઃ આવા વૃક્ષોને ધાર્મિક માન્યતાઓ સાથે જોડી પવિત્ર ગણાવાયા હશે જેથી ભવિષ્યની પેઢી તેને કાપવાની ધૃષ્ટતા ન કરે.
કમનસીબે આવા વૃક્ષો આજે પણ યેનકેન કપાય છે, એટલું જ નહીં. માનવજાતિમાં થતા અસાધ્યરોગો પાકની ઓછી ઉત્પાદનતા અને જમીનની ફળદ્રુપતામાં થતો જતો ઘટાડો જેવા કારણો આવા ઉપયોગી વૃક્ષોનાં અસ્તિત્વ સામે મહત્ત્વનાં જોખમી પરિબળો સાબિત થાય છે. આપણે આપણી આસપાસનાં આવાં વૃક્ષોને ઓળખીએ અને તેની ઉપયોગીતા રાજી મૂક સલામ કરીએ.
| Comments |
|
|
||||||||



